આજના આ લેખમાં આપણે જાણીશું ક્રેડિટ કાર્ડ એટલે શું?, ક્રેડિટ કાર્ડ કોને મળે છે?, ક્રેડિટ કાર્ડના લાભો શું છે?, ક્રેડિટ કાર્ડના પ્રકાર, ક્રેડિટ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી? Credit Card અને Debit કાર્ડ વચ્ચેનો તફાવત, ક્રેડિટ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજ જોવે તેના વિશે આપણે આ લેખ દ્વારા જાણીશું તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ક્રેડિટ કાર્ડ એટલે શું?
ATM ના બે પ્રકાર છે એક ડેબિટ કાર્ડ અને બીજું છે ક્રેડિટ કાર્ડ આ જેમાં આપડે ક્રેડિટ કાર્ડ વિશે વાત કરીશું. ક્રેડિટ કાર્ડ એ એક એવુ કાર્ડ જે તમને કોઈ બેન્ક અથવા કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જેના દ્રારા તમને ઉછીના પૈસા આપવામાં આવે છે, જેમકે તમે કોઈ પાસે વ્યાજે રૂપિયા લાવો છો તે રીતે આપે છે. તેજ રીતે Credit Card દ્રારા તમે બેંક પાસે ઉધારે રૂપિયા લઈ શકો છો. જેને તમે કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો જેને તમારે તે પૈસા અમુક સમયગાળાની અંદર પરત બેન્કને આપવાના હોય છે.
આમાં જે રીતે તમે બીજ કોઈ જગ્યાએ લોન કે વ્યાજે રૂપિયા લાવો છો તેટલું વ્યાજ હોતું નથી, કોઈક વાર ઓછું વ્યાજ કે કોઈક વાર વ્યાજ હોતું પણ નથી. આ Credit Card વિવિધ પ્રકાર છે અને આ કાર્ડ પ્રમાણે તેના લાભ પણ અલગ-અલગ છે. જેની માહિતી નીચે આપેલી છે.
દા.ખ તરીકે : તમારી પાસે Credit Card છે તો તમે બેંક પાસેથી તે કાર્ડ દ્રારા તમે 80,000/- રૂપિયા લીધા તો હવે તમને બેંક દ્રારા 40 થી 45 દિવસનો તમને સમય આપશે, તે સમય ગાળામાં તમે તે રૂપિયાનો તામરી ઈચ્છા મુજબ ઉપયોગ કરી શકો છ, પરંતુ સમય પૂરો થયાં પછી તમારે તે રૂપિયા બેંકને પરત કરવાનાં રહેશે.
ક્રેડિટ કાર્ડના પ્રકાર
ભારતમાં Credit Card ઉપયોગ કરવામાં આવેલ છે જેમના પ્રકાર નીચે મુજબ આપેલી છે.
- બેલેન્સ ટ્રાન્સફર ક્રેડિટ કાર્ડ્સ
- એપીસીઆર
- વિદ્યાર્થી
- સુરક્ષિત
- અસુરક્ષિત
- પુરસ્કાર
- સિલ્વર
- ગોલ્ડ
- પ્લેટિનમ અથવા ટાઇટેનિયમ
- પ્રીપેડ
ક્રેડિટ કાર્ડ કોને અને ક્યારે મળશે મળે?
આ Credit Card બધા લોકોને નથી મળતું હોતું, જે લોકોનું બેંકમાં એકાઉન્ટ હોય સાથો સાથ બેંકમાં વ્યવહાર રેગ્યુલર હોય, જેમને લોન લીધેલ હોય અને તેને સારી રીતે ભરતા હોય એટલે કે જે વ્યક્તિનો વ્યવહાર જેને આપડે સિબિલ કહીયે છીએ તે સારી હોય તો તેને બેંક દ્રારા આ ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. જેના માટે થોડી પાત્રતા છે જે નીચે મુજબ છે.
- તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
- જરૂરી લઘુત્તમ વેતન આશરે 3 લાખ પ્રતિ વર્ષ હોવું જોઈએ.
- નાગરિકો, રહેવાસીઓ અને બિન-નિવાસીઓ અરજી કરવા પાત્ર છે
- બેંકમાં તમારા સિબિલ સારી હોવી જોઈએ.
- આ તમામ પાત્રતા હોવા છતાં જો બેંક ઈચ્છે તો જ તમને ક્રેડિટ કાર્ડ મળશે.
ક્રેડિટ કાર્ડના લાભો શું છે?
Credit Card ના વિવિધ પ્રકારના લાભો છે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.
- કેડીટ કાર્ડ દ્વારા કોઈ પણ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ તેમજ offline store દ્વારા ખરીદી કરી શકાય છે
- કોઈપણ બિલની ચુકવણી પણ થઈ શકે છે
- કેડીટ કાર્ડ દ્વારા ડિસ્કાઉન્ટ પણ મળે છે તેમ જ બેન્ક દ્વારા મળતી ઓફરનો ફાયદો ફોટા પૈસાની બચત પણ થાય છે
- કેડીટ કાર્ડ દ્વારા કોઇ સામાન ની ખરીદી હપ્તાથી કરીએ તો એક સાથે મોટી રકમની ભરપાઈ કરવાની જરૂરિયાત રહેતી નથી જેનાથી આર્થિક બોજો ઓછો રહે છે
- ખિસ્સામાં કેસ રાખવાની જરૂરિયાત ઓછી રહે છે લગભગ બધા પ્રકારના આર્થિક વ્યવહાર ક્રેડિટ કાર્ડથી શક્ય બને છે.
કેડીટ કાર્ડ ના ગેરફાયદા
- કેડીટ કાર્ડ દ્વારા વપરાયેલ પૈસાની ચુકવણી અમુક સમયમર્યાદાની અંદર બેંક દ્વારા કરવાની થતી હોય જો તે સમયસર ચુકવણી ન કરી તો તેનું વ્યાજ ચૂકવવું પડે ઉપરાંત તેની અસર ફાઈનાન્સિયલ ક્રેડિટ સ્કોર પર પડતા ભવિષ્યમાં લોન લેવામાં પણ હેરાનગતિ થઈ શકે છે
- કેડીટ કાર્ડ દ્વારા ખર્ચ કરવાનું વધારે પડતું થઈ જાય તો ખર્ચ કરતી વખતે સારું લાગે કેમ છે પૈસા ખિસ્સા માંથી નથી જતા પરંતુ જ્યારે તેનું અમુક સમય પછી બિલ ભરવાનું થાય ત્યારે તે ખૂબ મુશ્કેલી થાય છે
- ટૂંકમાં કેડીટ કાર્ડ રાખવું એ ખોટું નથી પરંતુ તેનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરવો જેથી તેની ચુકવણી પણ સરળતાથી થઈ શકે
ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચે તફાવત શું?
Credit Card | Debit Card |
Credit Card એ એવુ કાર્ડ જે બેંક દ્રારા બેંકના જ રૂપિયા તમને વાપરવા માટે આપે છે જે સમય મર્યાદા પૂરતા હોય છે અને તેને તમારે પાછા પરત કરવાનાં હોય છે. | આ કાર્ડ દ્રારા તમારા બેંક ખાતામાં રહેલા તમારા જ રૂપિયા ઉપાડીને તમને આપે છે જે વાપરી શકો છો. |
Credit Card માટે કેવી રીતે અરજી કરવી
Credit Card માટે તમે બેંકમાં જઈને કે પછી તમે ઑનલાઇન અરજી કરી શકો છો. તે માટે તમે તમારી ઈચ્છા મુજબ પ્રક્રિયા કરી શકો છો. અરજી કરવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ આપવામાં રહેશે જે નીચે મુજબ છે.
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- ઓળખનો પુરાવો (પાન કાર્ડ, આધાર કાર્ડ કોઈપણ એક)
- બેંકનિવેદનો રહેઠાણનો પુરાવો (પાન કાર્ડ , આધાર કાર્ડ કોઈપણ એક)
- નવીનતમ પગાર સ્લિપ
- ક્રેડિટ કાર્ડ અરજી ફોર્મ
FAQ’s – વારંવાર પૂછાતા પ્રશ્ન.
પ્રશ્ન : Credit Card માં એક દિવસમાંથી આપણે કેટલા પૈસા ઉપાડી શકીએ છીએ?
Ans: આ કાર્ડ દ્વારા એક દિવસમાં તમને બેંક દ્રારા જેટલા રૂપિયા આપવામાં આવે છે તે તમે ઉપાડી શકો છો?
પ્રશ્ન : Credit Card અને Debit Card વચ્ચે શું તફાવત હોય છે?
Ans: Debit Card માંથી તમે જે પૈસા ખર્ચો છે તે તમારા બેન્ક એકાઉન્ટ માંથી કટ થાય છે જ્યારે Credit Card દ્વારા તમે જે ખર્ચો કરો તે પૈસા એ બેંક દ્વારા તમને ઉધાર આપવામાં આવે છે.
પ્રશ્ન : Credit Card ક્યાંથી મળે?
Ans: ક્રેડિટ કાર્ડ તમને કોઈ બેન્ક અથવા કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંચો:-