ક્રિપ્ટો કરન્સી એટલે શું? | What is Crypto Crypto Currency 2024

ક્રિપ્ટો કરન્સી એટલે શું? | What is Crypto Currency

ક્રિપ્ટો કરન્સી એટલે શું?
ક્રિપ્ટો કરન્સી એટલે શું?

હાલના સમયમાં અત્યારની આ ટેક્નોલોજીએ લોકોની વાતચીત કરવાની, કામ કરવાની, ખરીદી કરવાની અને માલસામાન માટે ચૂકવણી કરવાની રીતો બદલી નાખી છે. જે પહેલા લોકો રોકડ રકમમાં ચુકવણી કરતા તે અત્યારે પોતાના મોબાઇલ દ્રારા કરવા લાગ્યા છે સાથે મોટી મોટી કંપનીઓ, વેપારીઓ અને કસ્ટમર હવે પહેલાની જેમ રોકડ રકમને મહત્વ આપતા નથી અને પેમેન્ટ માટે ડિજિટલ – કોન્ટેક્ટલેસ ચૂકવણીને માર્ગ અપનાવી રહ્યા છે. સ્માર્ટફોનની ઝડપી લોકપ્રિયતા સાથે, ગ્રાહકો ડિજિટલ પ્લટફોર્મ પર વસ્તુઓ માટે ચૂકવણી કરતા થયા છે.ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ વોલેટ, નેટબેન્કિંગ જેવી સર્વિસનો ઉપયોગ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર ચુકવણી કરી રહ્યા છે અને હવે એક નવી ચુકવણી સિસ્ટમ ઉભરી રહી છે, જેનું નામ છે “Crypto Currency”.

ક્રિપ્ટો કરન્સીની શરૂઆત ક્યારે થઈ?

“Crypto Currency”. ની શરૂઆત 2009માં થઈ હતી. દુનિયાની સૌથી પહેલી અને સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બીટકોઈન છે અને તેની સાથે જ ક્રિપ્ટો કરન્સી નામ દુનિયાની સામે આવ્યું હતું. બીટકોઈનને જાપાનના સાતોશી નાકામોટો એ બનાવી હતી.

ક્રિપ્ટો કરન્સી એટલે શું?

અત્યાર સુધીમાં દરેકે લોકો કોઈ જગ્યાએ તો બિટકોઇન વિશે સાંભળ્યું હશે. આ બિટકોઇન એ એક સૌથી લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી છે, આ માત્ર એક જ Crypto Currency નથી પરંતુ અન્ય આવી ઘણી બધી ક્રિપ્ટો કરન્સી છે જેમની લોકપ્રિયતા વધી રહી છે. હાલમાં 2000 થી પણ વધુ વિવિધ પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે, જેની સંપૂર્ણ માહિતી આ લેખમાં છે.

ક્રિપ્ટો કરન્સીના નામ 

હાલમાં 2000 થી વધુ વિવિધ પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે અને દરરોજ વધુ વિકસિત થઈ રહી છે. અત્યારે મુખ્ય ક્રિપ્ટોકરન્સીના નામ નીચે મુજબ છે.

ક્રિપ્ટો કરન્સી કેવી રીતે કામ કરે છે?

ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ-પ્લેટફોર્મ વેપાર કરવા ઇચ્છુક ખરીદદારો અને વેચાણકર્તાઓ માટે છે. જે કે સાદી રીતે સમજો તો આ શેર માર્કેટિંગ જેવું છે, જો  તમે વર્ષ 2010 માં રૂપિયા 1,000 ની કિંમતના બિટકૉઇન ખરીદ્યા હતા અને ત્યારે તેની કિંમત 1000 રૂપિયા હતી અને તેને તમે ખરીદ્યા પછી 11 વર્ષ પછી તેની કિંમત 10 કરોડ રૂપિયા થઈ જાય અથવા તો તે જે તમે 1000 ની કિંમતમાં જે “ક્રિપ્ટો કરન્સી” ની કિંમત 500 પણ થઈ જાય. આ રીતે કામ કરે છે. ‘Crypto Currency’

 

ખાસ નોંધ : ક્રિપ્ટોકરન્સી અનિયમિત ડિજિટલ સંપત્તિ છે. પાછલા વર્ષો નું પ્રદર્શન એ ભવિષ્યના પરિણામોની કોઈ ગેરંટી નથી. ક્રિપ્ટોકરન્સી રોકાણ/વેપાર બજારના જોખમોને અને કાનૂની જોખમોને આધીન છે.

ક્રિપ્ટો કરન્સીમાં કેવી રીતે શરૂઆત કરવી જોઈએ?

સૌથી પહેલા જે લોકો Crypto Currency માં રોકાણ કરવા માંગે છે, તેમને પહેલા તો ખબર હોવી જોઈએ કે અત્યરના સમયમાં કેટલી ક્રિપ્ટો કરન્સી અસ્તિત્વમાં છે અને તેનું મૂલ્ય શું છે. તેની સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી તમે કયા Cryptocurrency માં રોકાણ કરવા માંગો છો અને તમે કેટલા પૈસા રોકવા માંગો છો એ સૌથી પહેલા નક્કી કરવું જોઈએ. પછી તેમાં રોકાણ કરવું જોઈએ?

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતા પહેલા આ તમામ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

  •  આમાં તમે તમારી ઈચ્છા પ્રમાણે ખરીદી શકો છો, 100 રૂપિયા થી 1 લાખ, કરોડોમાં ખરીદી શકો છો. જેથી શરૂઆતમાં ઓછી રકમની ક્રિપ્ટોકરન્સી ખરીદો, જેથી તમારી ક્રિપ્ટો કરન્સીનું મૂલ્ય જો ઓછું થાય તો તમને કોંઈ વાંધોના આવે.
  • સરકારના નિયમો અને સમાચાર પર ધ્યાન રાખતા રહેવું જોઈએ. હાલ ક્રિપ્ટો પર ભારતમાં પ્રતિબંધ નથી તો તેના નિયમનને લગતી ઘણી પરસ્પર વિરોધી જાણકારી હોઈ શકે છે. નવી માહિતી સાથે અપડેટ રહેવા માટે યોગ્ય ગ્રૂપ્સ, ફોરમ્સ અને ન્યૂઝ વાંચતા રહેવું જોઈએ. સાથે જાણકાર વ્યક્તિની સલાહ લેવી જોઈએ.
  • ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા સંપૂર્ણ માહિતીની તપાસ કરવી જોઈએ.
  • ક્રિપ્ટો એક્સચેંજનું રજીસ્ટર્ડ સરનામું ક્યાં છે?
  • ક્રિપ્ટો એક્સચેંજ ભારતીય કાયદા હેઠળ આવે છે કે નહીં?
  • ક્રિપ્ટોકરન્સી કંપનીની માલિકી કોણ ધરાવે છે? ઓળખી શકાય તેવા અને જાણીતા માલિક એ સકારાત્મક સંકેત છે.
  • તેમજ કયા ક્યા રોકાણકારોએ તેમના નાણાં ક્રિપ્ટો એક્સચેંજમાં રોક્યા છે તેની પણ તપાસ કરવી જોઈએ.
  • તમે જે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માંગી રહ્યા છો તે ક્યાં હેતુ માટે બનાવવામાં આવી છે તે પણ ખૂબ જ જરૂરી છે.
  • શું તમે કંપનીમાં હિસ્સો ધરાવો છો કે માત્ર ચલણ કે ટોકન્સ? આ તફાવત મહત્વપૂર્ણ છે. હિસ્સાની માલિકીનો અર્થ એ છે કે તમે તેની કમાણી માં ભાગ લેશો, જ્યારે ટોકન્સ ખરીદવાનો સીધો અર્થ એ છે કે તમે કેસિનોમાં ચિપ્સની જેમ તેનો ઉપયોગ કરવા માટે હકદાર છો.
  • શું ચલણ પહેલેથી જ વિકસિત છે અથવા કંપની તેને વિકસાવવા માટે નાણાં એકત્ર કરવા માંગે છે? જે ઓછું જોખમી હોય તેની પસંદગી કરવી જોઈએ.
  • આ તમામ બાબતોનું ધ્યાન રાખીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવું જોઈએ.

ક્રિપ્ટો કરન્સી ક્યાંથી રોકાણ થઈ શકે?

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે તમારે સૌપ્રથમ ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ સેવાની સાથે એકાઉન્ટ ઓપન કરવાની જરૂર પડશે. એટલે કે અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ અને એપ્લિકેશન છે જ્યાંથી તમે આ તમામ પ્રકારની ક્રિપ્ટો કરન્સી ખરીદી શકો છો. હવે તમારે આ પ્લેટફોમ પર અને એપ્લિકેશન પર જરૂરી ડોક્યુમેન્ટ અને KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.  હવે તમે તમારી ક્રિપ્ટો ખરીદવા માટે તમારી બેંકથી એક્સચેન્જમાં ફંડ ટ્રાન્સફર કરવું પડશે. અને તે એક્સચેન્જમાં ફંડ ટ્રાન્સફરથી તમે ક્રિપ્ટો કરન્સી ખરીદી શકશો.

ક્રિપ્ટ કરન્સી શું સુરક્ષિત છે?

Cryptocurrency માં સામાન્ય રીતે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બ્લોકચેન વ્યવહારોને “બ્લોક” અને સમય સ્ટેમ્પમાં કેવી રીતે રેકોર્ડ કરવામાં આવે છે તેનું વર્ણન કરે છે. તે એકદમ જટિલ, ટેકનિકલ પ્રક્રિયા છે જેની સાથે ચેડાં કરવા હેકર્સ માટે મુશ્કેલ છે. તે માટે કહી શકાય કે ક્રિપ્ટોકરન્સી માટે ખૂબ જટિલ સિક્યોરિટીઝ અસ્તિત્વમાં છે, તેનો અર્થ એ નથી કે ક્રિપ્ટોકરન્સી હેક ના થાય. બસ એટલું જ કે ક્રિપ્ટોકરન્સી હેક કરવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે તમારે જાતે નક્કી કરવાનું છે કે આ કેટલી સુરક્ષિત છે?

ક્રિપ્ટો કરન્સીના ફાયદા

  • ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ કરન્સી છે તેથી છેતરપિંડીની શક્યતા ખૂબ ઓછી છે તેથી તેને હેક કરવું લગભગ અશક્ય છે.
  • આમાં વળતર ખૂબ સારું હોવાથી રોકાણ માટે ખૂબ સારું છે.
  • રોકાણ માટે કોઈ પણ બેંકની જરૂર પડતી નથી.
  • ઘણા ક્રિપ્ટો એક્સચેન્જ, ક્રિપ્ટો મોબાઇલ એપ્લિકેશન અને ક્રિપ્ટોકરન્સી વોલેટ હોવાથી ક્રિપ્ટોમાં ખરીદી, વેચાણ અને રોકાણ કરવું ખૂબ જ સરળ છે.
  • વિશ્વની કોઈ પણ જગ્યાએથી પૈસા ની લેવડ દેવડ કરી શકાય છે.
  • ક્રિપ્ટોકરન્સી વોલેટથી પૈસા બેંક ખાતામાં આવતા ફક્ત 15-20 મિનિટનો સમય લાગે છે.

ક્રિપ્ટો કરન્સીના નુકસાન

  • ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવા માટે કોઈ સંસ્થા, દેશ, સરકાર નથી. જેથી તેની કિંમતમાં ખૂબ વધ ઘટ થતી જોવા મળે છે. આથી તેમાં રોકાણ કરવું જોખમકારક છે.
  • ક્રિપ્ટો કરન્સીની લેવડદેવડ સિક્રેટ કોડ અને પાસવર્ડ દ્વારા કરવામાં આવે છે. જો તેને ભૂલી જાવ તો તેમાં રોકાણ કરેલી સંપૂર્ણ રકમ ડૂબી જાય છે. રકમપાછી મેળવી શકાતી નથી.
  • આ કરન્સીનો ઉપયોગ ગેરકાયદેસર રીતે પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે થઈ શકે છે. આ જ કારણ છે કે ઘણા દેશોમાં ક્રિપ્ટો પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
  • ક્રિપ્ટોકરન્સીનું સૌથી મોટું નુકસાન એ છે કે ક્રિપ્ટોકરન્સી માટે કોઈ દેશમાં હાલ કોઈ નિયમ નથી. દરેક દેશ નિયમો બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.
    આ કરન્સી પર કોઈપણ દેશની સરકાર દ્વારા નિયંત્રિત નથી તેથી થોડી જોખમી તો છે. (દા.ખ:- અત્યારે ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ નથી અને જો ભારત સરકાર તેના પર પ્રતિબંધ મુકે તો તમારી ક્રિપ્ટો કરન્સી મુશ્કેલીમાં છે.

આ પણ વાંચો:-

સાયબર ક્રાઇમ એટલે શું?

FAQ’s

પ્રશ્ન – 1 ક્રિપ્ટો કરન્સીની શરૂઆત ક્યારે થઈ?

જવાબ – “Crypto Currency”. ની શરૂઆત 2009માં થઈ હતી.

પ્રશ્ન – 2 ક્રિપ્ટો કરન્સીમાં કેટલું રોકાણ કરવું પડે?

જવાબ – “Crypto Currency” માં તમે તમારી ઈચ્છા મુજબ રોકાણ કરી શકો છો.

પ્રશ્ન – 3 ક્રિપ્ટો કરન્સી સુરક્ષિત છે?

જવાબ – ક્રિપ્ટોકરન્સી માટે ખૂબ જટિલ સિક્યોરિટીઝ અસ્તિત્વમાં છે, તેનો અર્થ એ નથી કે ક્રિપ્ટોકરન્સી હેક ના થાય. બસ એટલું જ કે ક્રિપ્ટોકરન્સી હેક કરવી ખૂબ જ મુશ્કેલ છે. એટલે તમારે જાતે નક્કી કરવાનું છે કે આ કેટલી સુરક્ષિત છે?

પોસ્ટ શેર કરો: