ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના.
તો ચાલો જાણીએ કે PradhanMantri Kaushal Vikas Yojana શું છે?, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શું છે?
PradhanMantri Kaushal Vikas Yojana એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેની શરૂઆત આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 5 જુલાઈ 2015 ના રોજ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ પર શરૂ કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ ભારતના તમામ શિક્ષિત બેરોજગાર યુવાનોને સરકાર દ્વારા વિનામૂલ્યે પોતાની આવડત મુજબ વિવિધ ઔદ્યોગિક તાલીમ આપવામાં આવશે. એટલે કે જે યુવાઓએ ધોરણ 10 અને 12 સુધી અભ્યાસ કર્યો છે અથવા તો તેમને પોતાનો અભ્યાસ અધ વચ્ચે છોડી દીધો હતો. તેવા વિધાર્થીઓને આ યોજના હેઠળ સમાવેશ ધંધાની તાલીમ આપવામાં આવશે, અને તેમને સાથે તાલીમ પૂર્ણ થયા બાદ સહાય આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો હેતુ શું?
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો મુખ્ય હેતુ ભારતમાં રહેતા શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીઓ પૂરી પાડવાનો છે. જેમાં આ યોજના હેઠળ સમાવેશ ઔદ્યોગિકની તાલીમ આપવી અને તાલીમ આપ્યા બાદ તે પોતે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને સરકાર દ્રારા તે યુવાઓને નોકરી મળી રહે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો લાભ કયા યુવાઓને મળશે? (પાત્રતા અને શરતો)
જે પણ યુવાઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.
- લાભાર્થી યુવાન ભારતનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી યુવાન કોલેજ અને સ્કૂલમાં ભણતો ના હોવી જોઈએ. (ધોરણ 10 કે 12 પાસ બાદ ભણતર બંધ હોવું જોઈએ.)
- લાભાર્થી યુવાનને અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ચલાવવામાં આવતા ઔદ્યોગિક તાલીમની યાદી
મિત્રો PradhanMantri Kaushal Vikas Yojana હેઠળ જે ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે. તેની યાદી નીચે મુજબ છે. જેમાં તમે તમારી આવડત મુજબ નક્કી કરી શકો છો.
- આઇટી કોર્સ.
- ચામડાનો કોર્સ.
- હોસ્પિટાલિટી કોર્સ.
- પ્રવાસન અભ્યાસક્રમ.
- ખાણકામ કોર્સ.
- જીવન વિજ્ઞાન કોર્સ.
- લોજિસ્ટિક્સ કોર્સ.
- પાવર ઉદ્યોગ અભ્યાસક્રમ.
- આયર્ન અને સ્ટીલ કોર્સ.
- જેમ્સ જ્વેલર્સ કોર્સ.
- ગ્રીન જોબ કોર્સ.
- રબરનો કોર્સ.
- રિટેલ કોર્સ.
- પ્લમ્બિંગ કોર્સ.
- મનોરંજન મીડિયા કોર્સ.
- ફર્નિચર અને ફિટિંગ કોર્સ.
- ફૂડ પ્રોસેસિંગ કોર્સ.
- રોલ મેનેજમેન્ટ કોર્સ.
- સુરક્ષા સેવા કોર્સ.
- કૃષિ અભ્યાસક્રમ.
- બાંધકામ અભ્યાસક્રમ.
- સુંદરતા અને સુખાકારી કોર્સ.
- આરોગ્ય સંભાળ અભ્યાસક્રમ.
- ઓટોમોટિવ કોર્સ.
- વસ્ત્રોનો અભ્યાસક્રમ.
- વીમા બેંકિંગ અને ફાયનાન્સ કોર્સ.
- ઇલેક્ટ્રોનિક્સ કોર્સ.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં મળવાપાત્ર સહાય
- આ યોજના હેઠળ જે વિધાર્થીઓએ કોઈ કારણો સર પોતાનું શિક્ષણ અધ વચ્ચે છોડી દીધું છે. અથવા જે ધોરણ 10 અને 12 પાસ છે. તે યુવાનોને આ યોજના હેઠળ ચલાવવામાં આવતા ઔદ્યોગિક તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે. અને તાલીમ આપ્યા બાદ તે યુવાનોને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે જેમાં તે કર્મચારી તરીકે કામ કરી શકશે.
- આ યોજના હેઠળ યુવાઓને પોતાની આવડત મુજબ રોજગારી મળી તેવી તાલીમ આપવામાં આવશે.
- જયારે યુવાન આ યોજનામાં અરજી કરે છે, અને પોતાની તાલીમ પૂર્ણ કરે છે ત્યારે તે ઉમેદવારને રૂ.8,000/- આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ?
PradhanMantri Kaushal Vikas Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
- લાભાર્થીનું આધારકાર્ડ.
- લાભાર્થીનું ચૂંટણીકાર્ડ.
- બેંક એકાઉન્ટ નંબર.
- પાસપોર્ટ સાઇઝનો ફોટો.
- મોબાઇલ નંબર (ચાલુ હોય તેવો).
આ પણ વાંચો :-
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2023 | Vikram Sarabhai Scholarship Yojana
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં અરજી કેવી રીતે કરવી?
Vikram Sarabhai Scholarship Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
- સૌ પહેલા તમારે આ યોજનાની અધિકારીક વેબસાઈટ www.pmkvyofficial.org પર જવાનું રહેશે.
- ત્યારબાદ તમારી સામે આ યોજનાનું હોમ પેજ ખુલશે. જેમાં જમણી બાજુ સાઈડમાં Quick Links નામનું બટન જોવા મળશે. જેના પર ક્લિક કરો.
- હવે Quick Links બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમારી સામે ચાર નવા ઓપશન જોવા મળશે.
- જેમાં તમારે Skill India બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારી સામે એક Skill India નું એક પેજ ખુલશે, જેમાં તમારે ઉમેદવાર પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારી ફરીથી એક નવું પેજ ખુલશે, જેમાં તમારે Candidate વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે Register Now પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આ યોજનાનું ફોર્મ ખુલશે જેમાં તમારે Register As A Candidate વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તે ફોર્મમાં માગ્યા મુજબની તમામ માહિતી ભરવાની થશે. જેમ કે તમારું નામ, જન્મ તારીખ, લિંગ, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર, પિનકોડ, રાજ્ય, જિલ્લો, ક્ષેત્ર વગેરે માગ્યા મુજબની તમામ માહિતી ભરવાની રહેશે.
- સંપૂર્ણ માહિતી ભર્યા બાદ તમારે નીચે આપેલ કેપ્ચા કોડને જઈને દાખલ કરવો પડશે, તેના પછી તમારે તમારી અરજીને સબમિટ બટન પર ક્લિક કરીને સબમિટ કરવાની રહેશે.
- મિત્રો આ રીતે તમે તમારી અરજી કરી શકો છો.
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેલ્પલાઈન નંબર
પ્રિય મિત્રો અહીં અમે તમને PradhanMantri Kaushal Vikas Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર કોલ કરી આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.
- વિદ્યાર્થી હેલ્પલાઇન : 8800055555
- NSDC TP હેલ્પલાઇન : 9289200333
PradhanMantri Kaushal Vikas Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો
PradhanMantri Kaushal Vikas Yojana ની અધિકારીક વેબસાઈટ | અહીં ક્લિક કરો. |
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. | અહીં ક્લિક કરો. |
અમારી વેબસાઈટનું હોમ પેજ | અહીં ક્લિક કરો. |
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?
જવાબ :- આ યોજનાનો લાભ તેવા યુવાઓને આપવામાં આવશે. જેમણે ધોરણ 10 અને 12 સુધી અભ્યાસ કર્યો છે અથવા જે યુવાએ પોતાનો અભ્યાસ અધ વચ્ચે છોડી દીધો હોય.
2.પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં કેટલી સહાય મળે છે?
જવાબ :- PradhanMantri Kaushal Vikas Yojana માં યુવાઓને પોતાની આવડત મુજબ તાલીમ અને તાલીમ પૂર્ણ થાય બાદ રૂપિયા.8,000/- ની સહાય આપવામાં આવે છે.
3.પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છે?
જવાબ :- www.pmkvyofficial.org