Axis Bank Home Loan : એક્સિસ બેંક હોમ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

એક્સિસ બેંક હોમ લોન  – શું મિત્રો તમે Axis Bank Home Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે,  એક્સિસ બેંક હોમ લોન શું છે, Axis બેંક હોમ લોન પરનો વ્યાજદાર કેટલો છે, Axis બેંક હોમ લોન ના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને એક્સિસ બેંક હોમ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


એક્સિસ બેંક હોમ લોન


એક્સિસ બેંક હોમ લોન શું છે? – Axis Bank Home Loan

એક્સિસ બેંક તરફથી આપવામાં આવતી Home Loan હેઠળ બેંક દ્રારા તમને તમારા ઘરની કિંમતના 90% લોન આપવામાં આવે છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ 30 વર્ષ નો હોય છે. એક્સિસ બેંક દ્રારા હોમ લોન માટે તમને 5 કરોડ સુધીની ઓફર આપવામાં આવે છે.

એક્સિસ બેંક હોમ લોન હેઠળ તમને સસ્તું હાઉસિંગ અને વિશેષ હોમ લોન પ્રોડક્ટ્સ માટે હોમ લોન પણ આપે છે જેમાં EMI, EMI માફી, હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા અને મિશ્ર વ્યાજ દરો સાથે હોમ લોન આપવામાં આવે છે.


Axis બેંક હોમ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Axis Bank home loan interest rate

Axis બેંક હોમ લોન હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.70% થી 13.30% સુધી હોય છે. આ વ્યાજદર Axis Bank Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


એક્સિસ બેંક હોમ લોન ના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે એક્સિસ બેંક હોમ લોનના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) એક્સિસ બેંક શુભ આરંભ હોમ લોન

એક્સિસ બેંક શુભ આરંભ હોમ લોન કોને આપવામાં આવે છે? : જે લોકોને નવું ઘર બનાવું છે કે કોઈ અન્ય ઘર છે જે તેમને વેચાતું લેવું છે તેમને આ લોન આપવામાં આવે છે. તેની સાથે અન્ય તેવા વ્યક્તિઓને પ્લોટ ખરીદવા, તેના પર બાંધકામ, પહેલેથી જ માલિકીના પ્લોટ પર ઘરનું સ્વ-નિર્માણ અને ઘરના વિસ્તરણ કે સુધારણા કરવા માટે પણ આ લોન આપવામાં આવે છે.

શુભ આરંભ હોમ લોન લેનારાઓ લોન લીધા બાદ ચુકવણીનો સારો રેકોર્ડ રાખે છે તો તેમને 12 EMI માફીની ઓફર કરવામાં આવે છે, 4 EMI દરેકને લોનની મુદતના 4 થી 8 માસ અને 12 માસ વર્ષના અંતે માફ કરવામાં આવે છે.

(2) એક્સિસ બેંક હાઉસિંગ લોન

એક્સિસ બેંક હાઉસિંગ લોન કોને આપવામાં આવે છે? : આ લોન ભારતના નાગરિકો અને NRI ને ઘર ખરીદવા, બાંધવા કે રિનોવેટ કરવા માટે આ લોન આપવામાં આવે છે.

(3) Axis Bank QuikPay Home Loan

Axis Bank QuikPay હોમ લોન કોને આપવામાં આવે છે?: Axis Bank QuikPay હોમ લોન લોન લેનારાઓને લોનની મુદતની શરૂઆતમાં વધુ મુદ્દલની રકમ ચૂકવવાની મંજૂરી આપે છે. આમ, EMI દર મહિને ઘટે છે અને લેનારા વ્યાજની ચૂકવણી પર મોટી બચત કરી શકે છે.

(4) એક્સિસ બેંક ફાસ્ટ ફોરવર્ડ હોમ લોન

એક્સિસ બેંક ફાસ્ટ ફોરવર્ડ હોમ લોન કોને આપવામાં આવે છે? : જે લોકોને નવું ઘર બનાવું છે કે કોઈ અન્ય ઘર છે જે તેમને વેચાતું લેવું છે તેમને આ લોન આપવામાં આવે છે. તેની સાથે અન્ય તેવા વ્યક્તિઓને પ્લોટ ખરીદવા, તેના પર બાંધકામ, પહેલેથી જ માલિકીના પ્લોટ પર ઘરનું સ્વ-નિર્માણ અને ઘરના વિસ્તરણ કે સુધારણા કરવા માટે પણ આ લોન આપવામાં આવે છે.

(5) એક્સિસ બેંક આશા હોમ લોન

એક્સિસ બેંક આશા હોમ લોન કોને આપવામાં આવે છે? : જે લોકો ઘરનું બાંધકામ, પુનઃવેચાણના ઘરોની ખરીદી, હાલની મિલકતની મરામત, વિસ્તરણ, સ્વ-નિર્માણ માટે લોન લેવા માટે જે પરિવારની લઘુત્તમ સંયુક્ત કૌટુંબિક આવક   8,000 ધરાવતા અરજદારોને આ લોન આપવામાં આવે છે.

(6) એક્સિસ બેંક સુપર સેવર હોમ લોન

એક્સિસ બેંક સુપર સેવર હોમ લોન કોને આપવામાં આવે છે? : એક્સિસ બેંક સુપર સેવર હોમ લોન એ હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા છે જેમાં અરજદારો લિંક્ડ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાં ફાજલ ભંડોળ જમા કરી શકે છે અને જ્યારે પણ પૂર્વ-નિર્ધારિત મર્યાદામાં જરૂર પડે ત્યારે નાણાં ઉપાડી શકે છે.

(7) એક્સિસ બેંક પાવર એડવાન્ટેજ હોમ લોન

એક્સિસ બેંક પાવર એડવાન્ટેજ હોમ લોન કોને આપવામાં આવે છે? : એક્સિસ બેંક લોનની મુદતના પ્રથમ 2 વર્ષ માટે નિશ્ચિત વ્યાજ દરો સાથે પાવર એડવાન્ટેજ હોમ લોન ઓફર કરે છે, ત્યારબાદ બાકીની લોનની મુદત માટે ફ્લોટિંગ વ્યાજ દર પર આપવામાં આવે છે.

(8) એક્સિસ બેંક ટોપ-અપ હોમ લોન

કોને આપવામાં આવે છે? : તો હાલમાં જે હોમ લોન લીધેલ છે, તેમને એક્સિસ બેંક દ્રારા ટોપ-અપ હોમ લોન આપવામાં આવે છે, જેમાં તેમને પોતાનું ચાલતી જૂની લોન સાથે વધારાની લોન મેળવવા માટે આ લોન આપવામાં આવે છે. (જેમણે એક વાર હોમ લીધેલ છે, પરંતુ તે હજી વધુ એક લોન મેળવવા માંગે છે. તો તે આ લોન હેઠળ વધુ એક લોન મેળવી શકે છે.


Axis હોમ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર એક્સિસ બેંક હોમ લોનના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોન ના પ્રકાર મુજબ તમામ લોનની પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન (Axis Bank Home Loan) માટે પાત્ર છો. તે જાણી શકો છો.

1.અરજદારનો સમગ્ર લોન કાર્યકાળ દરમિયાન લોન પરત કરવાનો રેકોર્ડ સારો હોવો જોઈએ.

2.90 દિવસ અને તેથી વધુ સમય માટે બાકી લેણાંનો કોઈ કેસ ના હોવો જોઈએ.

3.30 દિવસ અને તેથી વધુ સમય માટે બાકી લેણાંના 3 થી વધુ કેસો ના હોવા જોઈએ.

4.ઋણ લેનાર પર કોઈ દંડાત્મક શુલ્ક અથવા અન્ય કોઈપણ શુલ્ક ન હોવા જોઈએ

પગારદાર માટે પાત્રતા 

1.અરજદાર પાસે સરકારી અથવા ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થામાં કાયમી સેવા(નોકરી) હોવી જોઈએ.

2.લોનની શરૂઆત સમયે અરજદારની લઘુત્તમ ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.

3.અરજદારની મહત્તમ ઉંમર 60 વર્ષ અથવા નિવૃત્તિ થયેલી હોવી જોઈએ.

પ્રોફેશનલ્સ માટે પાત્રતા 

1.ડોકટરો, ડેન્ટિસ્ટ, આર્કિટેક્ટ, એન્જિનિયર, કોસ્ટ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેવા પ્રોફેશનલ્સ લોકોને લોન આપવામાં આવશે.

2.લોનની શરૂઆત સમયે અરજદારની લઘુત્તમ ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.

3.લોન મેચ્યોરિટી સમયે અરજદારની મહત્તમ ઉંમર 65 વર્ષ હોવી જોઈએ.

સ્વ-રોજગાર માટે પાત્રતા 

1.કોઈપણ વ્યક્તિગત આવકવેરા રિટર્ન ફાઇલ કરતા હોય તેમને આ લોન મળશે.

2.લોનની શરૂઆત સમયે અરજદારની લઘુત્તમ ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.

3.લોન મેચ્યોરિટી સમયે અરજદારની મહત્તમ ઉંમર 65 વર્ષ હોવી જોઈએ.


એક્સિસ બેંક હોમ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Axis Bank Home loan documents

અરજીપત્રક (જે તે લોનનું / જે બેંક પાસે મળશે.)

આઈડી પ્રૂફ

આધાર કાર્ડ, પાસપોર્ટ, સરકારી કર્મચારી આઈડી, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે.

સરનામાનો પુરાવો

આધાર કાર્ડ, પાસપોર્ટ, સરકારી કર્મચારી આઈડી, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સ, વીજળી બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ, પ્રોપર્ટી ટેક્સની રસીદ વગેરે.

જન્મ તારીખનો પુરાવો

આધાર કાર્ડ, પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, પાનકાર્ડ, SSC માર્કશીટ

હસ્તાક્ષરનો પુરાવો

પાન કાર્ડ, પાસપોર્ટ, બેંકરનું વેરિફિકેશન, સરનામા અને આઈડી પ્રૂફ સાથે નોટરાઈઝ્ડ એફિડેવિટ

આવકનો પુરાવો પગારદાર માટે

3 મહિના માટે પે સ્લિપ

6 મહિના માટે 2 વર્ષનો બોનસ પ્રૂફ અથવા પે સ્લિપ

6 મહિના માટે બેંક સ્ટેટમેન્ટ (જે પગારની ક્રેડિટ દર્શાવતું હોવું જોઈએ)

2 વર્ષ માટે ફોર્મ 16

આવકનો પુરાવો NRI (પગારદાર) માટે 

3 મહિના માટે પે સ્લિપ

કરાર પત્ર કે પછી નિયુક્તિ પત્ર

પાસપોર્ટ નકલ

VISA નકલ

ઓવરસીઝ ક્રેડિટ રિપોર્ટ

શિપિંગ કેસ માટે સતત ડિસ્ચાર્જ પ્રમાણપત્ર

6 મહિના માટે આંતરરાષ્ટ્રીય પગાર એકાઉન્ટ સ્ટેટમેન્ટ

6 મહિના માટે ઘરેલું/NRE/NRO એકાઉન્ટ સ્ટેટમેન્ટ

આવકનો પુરાવો સ્વ-રોજગાર માટે

ITR, આવકની ગણતરી, P&L, 2 વર્ષ માટે CA સીલ અને સહી સાથેની બેલેન્સ શીટ

6 મહિના માટે વ્યક્તિગત અને વ્યવસાયિક ખાતાઓ માટે બેંક સ્ટેટમેન્ટ

3 વર્ષ માટે વ્યવસાય સાતત્યનો પુરાવો

જો ITR ડિજિટલ હસ્તાક્ષર વિના ફાઇલ કરવામાં આવે તો કર ચૂકવેલ ચલણ અને CPC

ટેક્સ ઓડિટ રિપોર્ટ (જો કુલ ટર્નઓવર રૂ. 1 કરોડથી વધુ હોય અથવા કુલ રસીદ રૂ. 25 લાખથી વધુ હોય તો જ)


SBI હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

પ્રોસેસિંગ ફી લોનની રકમના 1% સુધી, લઘુત્તમ રૂ. 10,000

એક્સિસ બેંક હોમ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Axis Bank Home Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે એક્સિસ બેંક હોમ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની Axis Bank Home Loan માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને Axis Bank Home Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો :-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને એક્સિસ બેંક હોમ લોન (Axis Bank Home Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Axis બેંક હોમ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને એક્સિસ બેંક હોમ લોન ની વધુ માહિતી માટે એસબીઆઇ બેંકની અધિકારી વેબસાઈટ https://www.axisbank.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું Axis Bank સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : Axis Bank દ્રારા 30 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : એક્સિસ બેંક હોમ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : એક્સિસ બેંક હોમ લોન હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.70% થી 13.30% સુધી હોય છે. આ વ્યાજદર Axis Bank Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : એક્સિસ બેંક હોમ લોન ની પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : એક્સિસ બેંક હોમ લોન હેઠળ હોમ લોન માટે પ્રોસેસિંગ ફી લોનની રકમના 1% સુધી, લઘુત્તમ રૂપિયા.10,000 હોય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment