HDFC હોમ લોન : એચડીએફસી હોમ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

એચડીએફસી હોમ લોન – શું મિત્રો તમે HDFC હોમ લોન વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, એચડીએફસી હોમ લોન શું છે, HDFC હોમ લોન પરનો વ્યાજદર કેટલો છે, HDFC હોમ લોન ના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને HDFC Home Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


HDFC હોમ લોન


HDFC હોમ લોન શું છે? – HDFC Home Loan

એચડીએફસી બેંક તરફથી આપવામાં આવતી Home Loan હેઠળ બેંક દ્રારા તમને તમારા ઘરની કિંમતના 90% લોન આપવામાં આવે છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ 30 વર્ષ નો હોય છે. આ HDFC હોમ લોન હેઠળ રૂપિયા 10 કરોડ સુધીની લોન આપવામાં આવે છે.

SBI Home Loan હેઠળ ગ્રામીણ હાઉસિંગ લોન યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રહેતા કૃષિકારોને, વાવેતરકારોને, બાગાયતકારોને, ડેરી સાથે સંકળાયેલ સાથે સ્વ-રોજગાર, પગારદાર, અરજદારોને તેમના વતન કે ગામડાઓમાં ઘર બનાવા કે ખરીદવા માંગતા હોય તેમને HDFC હોમ લોન હેઠળ લોન આપવામાં આવે છે.


HDFC હોમ લોન પરનો વ્યાજદર કેટલો છે? – HDFC home loan interest rate

HDFC home loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.35%  થી વધુ હોય છે. આ વ્યાજદર HDFC હોમ લોન ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ કે બેંક ના નિયમ મુજબ નક્કી થતો હોય છે.


HDFC હોમ લોન ના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે HDFC હોમ લોન ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) HDFC બેંક ગ્રામીણ હાઉસિંગ લોન

HDFC બેંક ગ્રામીણ હાઉસિંગ લોન કોને આપવામાં આવે છે?: HDFC બેંક ગ્રામીણ હાઉસિંગ લોન એ કૃષિકારોને, ડેરી સાથે સંકળાયેલ ખેડૂતોને, વાવણીકારોને, બાગાયતકારોને સાથે પગારદાર અને સ્વ-રોજગાર લોકોને ગામડામાં કે શહેરી વિસ્તારોમાં બાંધકામ માટે નવી અથવા હાલની રહેણાંક મિલકતોની ખરીદી માટે આ હોમ લોન યોજનાનો લાભ લઈ આપવામાં આવે છે. જે વ્યક્તિઓ પોતાનું ઘર ફ્લોરિંગ, ટાઇલીંગ, પેઇન્ટિંગ, આંતરિક અને બાહ્ય પ્લાસ્ટર વગેરે અને હાલની મિલકતમાં જગ્યા વિસ્તારવા કે ઉમેરવા માટે પણ આ લોન આપવામાં આવે છે.

(2) HDFC બેંક હાઉસિંગ લોન

HDFC બેંક હાઉસિંગ લોન કોને આપવામાં આવે છે? : ખાનગી ડેવલપર્સ પાસેથી મંજૂર પ્રોજેક્ટમાં ફ્લેટ, બંગલો, રો હાઉસ ખરીદવા માટે, MHADA, DDA, વગેરે જેવા વિકાસ સત્તાધિકારીઓ પાસેથી મિલકતોની ખરીદી માટે, કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અથવા એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન અથવા ડેવલપમેન્ટ ઓથોરિટી સેટલમેન્ટ અથવા ખાનગી ઘરોમાં મિલકતની ખરીદી માટે, ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ અથવા ફ્રી હોલ્ડ કે લીઝ હોલ્ડ પ્લોટ પર ઘરની મિલકતોના બાંધકામ કરવા માંગત હોય તેવા વ્યક્તિઓને આ લોન આપવામાં આવે છે.

(3) HDFC બેંક હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર

બેલેન્સ ટ્રાન્સફર HDFC બેંક હોમ લોન કોને આપવામાં આવે છે? : જો તમે કોઈપણ અન્ય બેંકમાંથી મેળવેલ છે અને તે લોનને તમે HDFC બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે.

(4) HDFC બેંક પ્લોટ લોન

HDFC બેંક પ્લોટ લોન કોને આપવામાં આવે છે?: તો આ લોન તે વ્યક્તિઓને આપવામાં આવે છે જે સીધા ફાળવણી દ્વારા પ્લોટની ખરીદી કે પુન: વેચાણ પ્લોટની ખરીદી કરવા માંગે છે.

(5) HDFC બેંક હોમ રિનોવેશન લોન

HDFC બેંક હોમ રિનોવેશન લોન કોને આપવામાં આવે છે?: જે લોકો પોતાના ઘરની ટાઇલીંગ, ફ્લોરિંગ, પેઇન્ટિંગ અને પ્લાસ્ટર જેવા વિવિધ કામ કરાવવા માંગે છે તેમને આ લોન આપવામાં આવે છે.

(6) HDFC બેંક ટોપ-અપ હોમ લોન

HDFC બેંક ટોપ-અપ હોમ લોન લોન કોને આપવામાં આવે છે? : તો હાલમાં જે હોમ લોન લીધેલ છે, તેમને HDFC બેંક દ્રારા ટોપ-અપ હોમ લોન આપવામાં આવે છે, જેમાં તેમને પોતાનું ચાલતી જૂની લોન સાથે વધારાની લોન મેળવવા માટે આ લોન આપવામાં આવે છે. (જેમણે એક વાર હોમ લીધેલ છે, પરંતુ તે હજી વધુ એક લોન મેળવવા માંગે છે. તો તે આ લોન હેઠળ વધુ એક લોન મેળવી શકે છે.

(7) HDFC બેંક હોમ એક્સ્ટેંશન લોન

HDFC બેંક હોમ એક્સ્ટેંશન લોન કોને આપવામાં આવે છે?: સંભવિત હોમ લોન લેનારાઓ તેમના હાલના ઘરોમાં વધુ જગ્યા ઉમેરવા જેવા હોમ એક્સ્ટેંશન માટે નાણાં એકત્ર કરવા માંગે છે તેમને આ લોન આપવામાં આવે છે.


HDFC હોમ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર HDFC હોમ લોન ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન (HDFC Home Loan) માટે પાત્ર છો. તે જાણી શકો છો.

1.લોન લેનાર વ્યક્તિની ઓછા માં ઓછી ઉંમર 18 વર્ષ થી વધુ અને  વધુમાં વધુ ઉંમર 70 વર્ષ હોવી જોઈએ.

2.આ લોન વ્યવસાયક, પગારદાર, સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો જેમ કે, ડોક્ટરો, વકીલો, એન્જિનિયર્સ, CA, આર્કિટેક્ટ, સલાહકાર, CS. અને સ્વ-રોજગાર બિન-વ્યાવસાયિકો જેમ કે કમિશન એજન્ટ, કોન્ટ્રાક્ટર, વેપારીઓને લોન મળશે.

3.પગારદાર વ્યક્તિઓ માટે ન્યૂનતમ આવક દર મહિને રૂ. 10,000 હોવી જોઈએ.

4.સ્વ-રોજગારી વ્યક્તિઓ માટે ન્યૂનતમ આવક દર મહિને રૂપિયા.2,00,000 હોવી જોઈએ.

5.HDFC બેંક હોમ લોનની પાત્રતા તેમના હોમ લોન અરજદારોના ક્રેડિટ સ્કોર, માસિક આવક અને EMI/NMI રેશિયો સહિતના અન્ય પરિબળો સાથે તમારી પાત્રતા લાગુ પડતી હોવી જોઈએ.


એચડીએફસી હોમ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – HDFC Home loan documents

આઈડી પ્રૂફ

1.પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, જોબકાર્ડ, આધાર કાર્ડ

આવકનો પુરાવો (પગારદાર માટે)

1.છેલ્લા 3 મહિનાથી પગારની સ્લિપ

2.ITR અને ફોર્મ 16

3.છેલ્લા 6 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પગારની ક્રેડિટ દર્શાવતું

આવકનો પુરાવો (સ્વ-રોજગાર માટે)

1.વ્યક્તિગત અને બિઝનેસ એન્ટિટી બંનેના છેલ્લા 3 મૂલ્યાંકન વર્ષો માટે આવકની ગણતરી સાથે ITR નું CA દ્વારા આપેલ યોગ્ય રીતે પ્રમાણિત.

2.છેલ્લા 6 મહિના માટે બિઝનેસ એન્ટિટીનું કરન્ટ એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને વ્યક્તિગત અને બિઝનેસ એન્ટિટી બંનેના વ્યક્તિઓના સેવિંગ્સ એકાઉન્ટ સ્ટેટમેન્ટ નું CA દ્વારા આપેલ યોગ્ય રીતે પ્રમાણિત.

3.બેલેન્સ શીટ અને છેલ્લા 3 વર્ષમાં નફા અને નુકસાન એકાઉન્ટ સ્ટેટમેન્ટ જે સમયપત્રક અને જોડાણો સાથે.

મિલકત સંબંધિત દસ્તાવેજો (નવા ઘર માટે)

1.ફાળવણી પત્રની નકલ કે ખરીદનાર કરાર

2.વિકાસકર્તાને ચૂકવણીની રસીદ

મિલકત સંબંધિત દસ્તાવેજો (પુન: વેચાણ ઘર માટે)

1.મિલકત દસ્તાવેજોની અગાઉની સાંકળ સહિત શીર્ષક ખત

2.નકલ વેચવાનો કરાર

3 વિક્રેતાને કરવામાં આવેલી પ્રારંભિક ચુકવણીની રસીદ

મિલકત સંબંધિત દસ્તાવેજો (બાંધકામ માટે)

1.પ્લોટનું શીર્ષક ખત

2.સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા મંજૂર કરાયેલ યોજનાની નકલ

3.મિલકત પર કોઈ બોજો પુરાવા નથી તેનું પ્રમાણપત્ર

4.સિવિલ એન્જિનિયર/આર્કિટેક્ટ દ્વારા બાંધકામનો કુલ અંદાજનું બિલ

અન્ય દસ્તાવેજો (પગારદાર અરજદારો માટે)

1.પોતાના યોગદાનનો પુરાવો

2.લોનની ચુકવણીના રેકોર્ડ સાથે છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ

3.જો વર્તમાન રોજગાર એક વર્ષથી ઓછી જૂની હોય તો નિમણૂક પત્ર કે રોજગાર કરાર

4.પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સહીઓ સાથે

5.એચડીએફસી બેંક લિમિટેડની તરફેણમાં પ્રોસેસિંગ ફી ચેક

અન્ય દસ્તાવેજો (સ્વ-રોજગાર અરજદારો માટે)

1.વ્યવસાય પ્રોફાઇલ

2.ફોર્મ 26AS

3.કંપનીના સંગઠનના મેમોરેન્ડમ અને લેખો

4.જો બિઝનેસ એન્ટિટી કંપની હોય તો CA/CS દ્વારા પ્રમાણિત વ્યક્તિ સાથેના શેરધારકો અને નિર્દેશકોની સૂચિ

5.પોતાના યોગદાનનો પુરાવો

6.હપ્તાઓ, બાકી રકમ, હેતુ, સુરક્ષા, બાકી લોનની મુદત વગેરે સહિતની વ્યક્તિગત અને વ્યવસાયિક સંસ્થાની વર્તમાન લોનની વિગતો.

7.એચડીએફસી બેંક લિમિટેડની તરફેણમાં પ્રોસેસિંગ ફી ચેક

8.પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સહીઓ સાથે


HDFC હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

પગારદાર/સ્વ-રોજગાર વ્યવસાયિકો માટે લોનની રકમના 0.50% અથવા રૂપિયા.3000, બે માંથી જે વધારે હોય તે
સ્વ-રોજગાર બિન-વ્યાવસાયિકો માટે લોનની રકમના 1.50% અથવા રૂપિયા.4,500, બે માંથી જે વધારે હોય

એચડીએફસી હોમ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો HDFC Home Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે એસબીઆઇ હોમ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની HDFC Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને HDFC Home Loan માટે અરજી કરી શકો છો.


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને HDFC હોમ લોન (HDFC Home Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં HDFC Home Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને HDFC Home loan ની વધુ માહિતી માટે એચડીએફસી બેંકની અધિકારી વેબસાઈટ https://www.hdfcbank.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું HDFC સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : HDFC બેંક દ્રારા 30 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : HDFC હોમ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ :  HDFC home loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.35%  થી વધુ હોય છે. આ વ્યાજદર HDFC home loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ કે બેંક ના નિયમ મુજબ નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : HDFC હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : HDFC home loan હેઠળ હોમ લોન માટે પગારદાર/સ્વ-રોજગાર વ્યવસાયિકો માટે લોનની રકમના 0.50% અથવા રૂપિયા.3000, બે માંથી જે વધારે હોય તે અને સ્વ-રોજગાર બિન-વ્યાવસાયિકો માટે લોનની રકમના 1.50% અથવા રૂપિયા.4,500, બે માંથી જે વધારે હોય તે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment