કલમ 35A શું છે? : Article 35A શા માટે દૂર કરવામાં આવી, જાણો સંપૂર્ણ જાણકારી.

જયારે પણ આપણે જમ્મુ-કાશ્મીર નું નામ સાંભળીએ છીએ, ત્યારે આપણે કલમ 35A ની યાદ આવે છે. જેને ભારત સરકાર દ્રારા હટાવામાં આવી છે. તો ચાલો મિત્રો જાણીએ કે, Article 35A શું છે?. તેના વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


કલમ 35A


કલમ 35A શું છે?

કલમ 35A ને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજિન્દર પ્રસાદજી દ્વારા 14 મે 1954 ના રોજ પસાર કરવામાં આવી હતી. જે બાદ આ કલમને ભારતના બંધારણમાં શામિલ કરવામાં આવી હતી. કલમ 35A પ્રમાણે, જો ભારતના કોઈપણ અન્ય રાજ્યનો નાગરિક જમ્મુ અને કાશ્મીરમાં આવીને જમીન ખરીદી શકશે નહીં અને આ રાજ્યમાં કાયમી ધોરણે તે અહીં રહી શકશે નહીં.

જો સરળ શબ્દોમાં કહીએ તો કલમ 35A દ્રારા જમ્મુ અને કાશ્મીર માટે એક અલગ બંધારણ બનાવવામાં આવ્યું હતું. એટલે કે જયારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 35A લાગુ હતી ત્યારે ભારત દેશ એક જ છે પણ તેમાં બે બંધારનો ચાલતા હતા. જેમાં એક જમ્મુ-કાશ્મીરનું એક અલગ બંધારણ હતું અને ભારતના અન્ય રાજ્યોનો એક અલગ બંધારણ હતું. જે કલમ 35A હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર માંથી હટાવી દેવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ કેવી હતું જમ્મુ-કાશ્મીર નું પહેલાનું બંધારણ.


કલમ 35A પહેલા જમ્મુ-કાશ્મીરનું બંધારણ કેવું હતું?

કલમ 35A જયારે જમ્મુ-કાશ્મીર માં લાગુ હતી ત્યારે તે જમ્મુ-કાશ્મીરને ભારતના અન્ય રાજ્યો કરતા એક વિશેષ રાજ્યનો દરજ્જો આપતી હતી. જેમાં અહીં રહેતા લોકોને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. જે તમામ અધિકારો નીચે મુજબ છે.

આ કલમ હેઠળ જમ્મુ-કાશ્મીરની સરકાર નક્કી કરેલ હતું કે આઝાદી સમયે આવેલા કે તેના પછી આવેલા લોકોને ત્યાં રહેવાની પરવાનગી આપવી કે નહીં, અથવા જો તેઓ ત્યાં રહે તો તેમને કયા અધિકારો આપવા.

આ કલમના કારણે એક દેશમાં બે બંધારણ ચાલતા હતા. આ બંધારણમાં સૌથી મહત્વની બાબત એ છે કે જો અહીંની છોકરી જમ્મુ-કાશ્મીર સિવાય ભારતના અન્ય કોઈપણ રાજ્યમાં લગ્ન કરે છે, તો તેની જમ્મુ-કાશ્મીરની નાગરિકતા રદ કરવામાં આવશે અને તેના બાળકોને કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવશે નહીં અને તેની પાસેથી તમામ કાયદા છીનવી લેવામાં આવશે.

આ કલમ હેઠળ ભારતના કોઈપણ અન્ય રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતો ન હતો.

આ કલમને કારણે ત્યાંના નાગરિકોને બેવડી નાગરિકતા મળતી હતી તેથી ત્યાંના નાગરિકો પાસે 1 અલગ રાષ્ટ્રીય ધ્વજ હતો.

આ કલમ હેઠળ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. જ્યારે ભારતનો કાર્યકાળ 5 વર્ષ છે.

ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર કરાયેલ કોઈપણ નિયમ જમ્મુ અને કાશ્મીરને લાગુ પડતો ના હતો.

આ કલમ હેઠળ જમ્મુ-કાશ્મીરમાં કલમ 356 લાગુ કરી શકાતી ના હતી.

જયારે કોઈ કારણો સર સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવતું પરંતુ આ કલમના કારણે જમ્મુ-કાશ્મીરમાં ઈમરજન્સી લાગુ ન થઈ શકતું હતું.

જમ્મુ અને કાશ્મીરનું બંધારણ 1956માં બનાવવામાં આવ્યું હતું. જે મુજબ માત્ર તે જ વ્યક્તિ જમ્મુ અને કાશ્મીરની નાગરિકતા લઈ શકે છે, જે આઝાદી પહેલા ઓછામાં ઓછા દસ વર્ષ સુધી અહીં રહેતો હતો અથવા તેની પાસે પહેલાથી જ અહીંની નાગરિકતા છે અને તેણે અહીં કેટલીક જમીન ખરીદી છે, તેના પરથી નક્કી કરવામાં આવતું હતું.


કમલ 35A ને શા માટે દૂર કરવામાં આવી?

Article 35A ને દૂર કરવાનું મુખ્ય કારણ ત્યાં રહેતા લોકો સાથે થતો ભેદભાવ. જેમાં ભારતના અન્ય રાજ્યોમાંથી વસતા લોકોની નાગરિકતા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. ત્યાં રહેતા ઓછા લોકો પર અત્યાચાર વધી ગયો હતો. જેના કારણે આ કાયદો હટાવવાની જરૂર હતી. તે માટે Article 35A ને હટાવામાં આવ્યું.


ભારતીય બંધારણમાં કલમ 35A નો ઉલ્લેખ છે?

ભારતના બંધારણમાં Article 35A ઉમેરવાનો કોઈપણ ઉલ્લેખ નથી, કારણ કે આ બિલ સંસદના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું, અથવા તેના પર કોઈ ચર્ચા થઈ હતી, અને ક્યારેય કોઈ માહિતી મળી નથી, પરંતુ આ કલમ ભારતના રાષ્ટ્રપતિએ પસાર કરી હતી. ઠરાવ કર્યો અને તેને ભારતના બંધારણમાં ઉમેર્યો, કદાચ રાષ્ટ્રપતિએ આમાં કલમ 370નો ઉપયોગ કર્યો હોય. પરંતુ ભારતના બંધારણમાં Article 35A ઉમેરવાનો કોઈપણ ઉલ્લેખ નથી.


આ પણ વાંચો:-

ભારતના રાજ્યોના નામ કેવી રીતે પડ્યા : ભારતના કયા રાજ્યનું નામ કેવી રીતે આપવામાં આવ્યું


Article 35A ને કેવી રીતે દૂર કરવામાં આવ્યું?

સૌ પ્રથમ 2014 માં ‘વી ધ સિટિઝન્સ’,નામના એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે અરજીમાં જમ્મુ-કાશ્મીર માંથી Article 35A હટાવવાની માંગણી કરવામાં આવી હતી. તે પાછળનું કારણે તે હતું કે તે ભારતીય બંધારણની કલમ 368 માં નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને બંધારણમાં ઉમેરવામાં આવ્યું ન હતું.

ત્યારબાદ જમ્મુ-કાશ્મીર સરકારે કાઉન્ટર એફિડેવિટ દાખલ કરીને અરજીને રદ કરવાની માંગ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેમની અરજી સ્વીકારી ન હતી.

હવે થોડા સમય બાદ 2017 માં, બે કાશ્મીરી મહિલાઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરની મહિલાઓ સાથે ભેદભાવ કરવા બદલ કલમ 35A વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બીજો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કેસ દાખલ થયાના થોડા સમય બાદ તેના જવાબમાં જુલાઈ 2017 માં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કલમ ​​35A કેસમાં સોગંદનામું દાખલ કરવા આતુર નથી, તેના બદલે સરકાર ‘મોટી ચર્ચા’ ઈચ્છે છે.

હવે કોર્ટે આ મામલો ત્રણ જજની બેંચને મોકલ્યો અને કેસના અંતિમ નિકાલ માટે બીજી તારીખ નક્કી કરી, જેના કારણે કાશ્મીરમાં ખળભળાટ મચી ગયો.

હવે ડર એ હતો કે કલમ 35Aની આ બધી સમસ્યાઓ જમ્મુ-કાશ્મીરમાં વિસ્ફોટક સ્થિતિ સર્જી શકે છે.

પરંતુ છેલ્લે ભારત સરકારે 5 ઓગસ્ટ 2019 ના રોજ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી Article 35A ને હટાવવા અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યના વિભાજનના પ્રસ્તાવનો ઐતિહાસિક ઠરાવ રજૂ થયો અને ત્યારે Article 35A ને જમ્મુ-કાશ્મીર માંથી હટાવી દેવામાં આવ્યું.


પ્રિય મિત્રો અહીં અમે તમને કલમ 35A શું છે? તેના વિશે ટૂંકમાં માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ વાંચવા મજા આવી હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “કલમ 35A શું છે? : Article 35A શા માટે દૂર કરવામાં આવી, જાણો સંપૂર્ણ જાણકારી.”

Leave a Comment