ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, બ્યુટી પાર્લર લોન યોજના.
તો ચાલો જાણીએ કે બ્યુટી પાર્લર લોન યોજના શું છે?, Beauty Parlour Sahay Yojana નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને બ્યુટી પાર્લર લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
બ્યુટી પાર્લર લોન યોજના શું છે?
બ્યુટી પાર્લર લોન યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસતા અનુસુચિત જનજાતિની યુવતીઓ અને યુવકોને આપવામાં આવે છે. જેમાં અનુસુચિત જનજાતિની યુવતીઓ અને યુવકો જે પોતાનું બ્યુટી પાર્લર ચાલુ કરી પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગે છે. તેમને આ યોજના હેઠળ ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવશે.
બ્યુટી પાર્લર લોન યોજના હેતુ શું?
બ્યુટી પાર્લર લોન યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસતા અનુસુચિત જનજાતિની યુવતીઓ અને યુવકોને આપવામાં આવે છે. જેમાં અનુસુચિત જનજાતિની યુવતીઓ અને યુવકો જે પોતાનું બ્યુટી પાર્લર ચાલુ કરી પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગે છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તે પોતાનો ધંધો શરૂ કરી શકતા નથી. તેવા લોકોને આ યોજના હેઠળ ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે. જેથી તે આ યોજના હેઠળ લોન લઈને પોતાનો નવો ધંધો શરૂ કરે અને આત્મનિર્ભર બને તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.
બ્યુટી પાર્લર લોન યોજનાનો લાભ કોને મળશે? (પાત્રતા અને શરતો)
અનુસુચિત જનજાતિની યુવતીઓ અને યુવકો જે આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
- અરજદાર અનુસૂચિત જન જાતિનો હોવા જોઈએ.
- અરજદારની ઉમર 18 થી 55 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર પાસે બ્યુટી પાર્લર કોર્સ Each હોઈ તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- અરજદાર પાસે બ્યુટી પાર્લર નું કોઈપણ સંસ્થામા કામગીરી કરેલ હોઈ તેવું અનુભવ નું પ્રમાણપત્ર.
- જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે 1,20,00/- રૂપિયા ની વાર્ષિક આવક હોવી જોઈએ.
- શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે 1,50,000/- રૂપિયા ની વાર્ષિક આવક હોવું જોઈએ.
બ્યુટી પાર્લર લોન યોજનામાં મળવાપાત્ર લોન અને વ્યાજદર.
જે પણ અનુસુચિત જનજાતિની યુવતીઓ કે યુવાઓ જે બેરોજગાર હોઈ અને તેમની પાસે બ્યુટી પાર્લર નો અનુભવ હોય તો તેમને બ્યુટી પાર્લર ખોલવા માટે સરકાર દ્રારા “બ્યુટી પાર્લર સહાય યોજના” હેઠળ કુલ 75,000/- રૂપિયા ની લોન આપવામાં આવે છે, જેમાં લાભાર્થી એ ધિરાણ નાં 10% રકમની ફાળો આપવાનો હોઈ છે. તે લોન નું વ્યાજ 4% નાં સાદા વ્યાજે આપવામાં આવે છે.
બ્યુટી પાર્લર લોન યોજના હેઠળ લોન પરત કરવાનો સમય
આ ધિરાણ મળ્યા બાદ લાભાર્થી બ્યુટી પાર્લરનો સામાન ખરીદી શકે છે અને બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરી શકે તેં માટે રૂપિયા 75,000/- ની લોન આપવામાં આવે છે. તે લોનને અરજદારે 20 ત્રિમાસિકનાં સરળ હપ્તેથી અને વ્યાજ સાથે ચૂકવવાની હોઈ છે. જો લાભાર્થી દ્વારા આ લોન ચૂકવવા માં વિલંબ થશે તો તેને વધારા નું 2% વ્યાજ ચૂકવવું પડશે.
બ્યુટી પાર્લર લોન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ.
Beauty Parlour Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
- લાભાર્થીનું આધારકાર્ડ.
- લાભાર્થીનું રેશનકાર્ડ.
- લાભાર્થીનું ચૂંટણીકાર્ડ.
- લાભાર્થીનું અનુસૂચિત જનજાતિ નું પ્રમાણપત્ર.
- લાભાર્થી અરજદાર એ બ્યૂટી પાર્લર નો કોર્સનું પ્રમાણપત્ર.
- અરજદાર પાસે બ્યુટી પાર્લર નું કોઈપણ સંસ્થા મા કામગીરી કરેલ હોઈ તેવું અનુભવ નું પ્રમાણપત્ર.
- લાભાર્થી અરજદાર ને વ્યવસાય માટે જો દુકાન પોતાની હોઈ તો તેના આધાર પુરાવા અથવા ભાડે લીધેલ હોઈ તો ભાડા કરાર.
- લાભાર્થી અરજદાર નાં બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
- લાભાર્થી અરજદાર એ રજૂ કરેલ મિલ્કત નો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ)
- લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ)
- લાભાર્થી અરજદાર નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ)
- જામીનદાર-1 નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- જામીનદાર-2 નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- બેંક ખાતાની પાસબુક.
આ પણ વાંચો:-
સંત સુરદાસ યોજના 2023 | Sant Surdas Yojana
આ પણ વાંચો:-
ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજના 2023 | Electric Vehicle subsidy Yojana In Gujarati
બ્યુટી પાર્લર લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Beauty Parlour Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- Adijati Vikas Nigam દ્વારા ચલાવવામાં આવતી “બ્યુટી પાર્લર સહાય યોજના” નુંTirbal Devolopment Corporation પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.જે તમારે ભરવા માટે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો અથવા તમે જાતે પણ અરજી કરી શકો છો.
- સૌ પહેલા તમારે “Google Search” મા જઈને “Adijati Vikas Nigam” સર્ચ કરવાનુ રહેશે.
- જેમાં જે પહેલું પેજ આવે તેમાં Tirbal Devolopment Corporation ની વેબસાઈટ તમારી સામે આવશે. જેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે આ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
- હવે Home Page પર Apply Now લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
- જો તમે પ્રથમ વખત જ Online Apply કરતા હોવ તો તમારે ત્યાં Register Here પર જઈ ને નવું Id અને Passward બનાવાનું રહેશે.અને ત્યાર બાદ Login થવાનું રહેશે.
- Login થયા બાદ આપને “My Application” મા જઈને ”Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
- જ્યા ઘણા પ્રકારની યોજનાઓ બતાવશે જ્યા તમારે “Self Employment” પર ક્લિક કરવાનું રહેશે.
- “Self Employment” પર ગયા બાદ તમારે યોજના ની પસંદગી માં “બ્યૂટી પાર્લર” પસંદ કરી ને Loan ની રકમ Select કરવાની રહેશે.
- હવે સહાય ને લગતી તમામ માહિતી વિગતવાર વાંચી ને અરજી કરવાની રહેશે.જ્યા વિગતો માં લાભાર્થી નું નામ, જન્મ તારીખ,સરનામું,લોન ની વિગત,જામીનદાર ની વિગતો,બેંક ની વિગતો જેવી તમામ વિગતો કાળજી પુર્વક ભરવાની રહેશે.
- હવે તમારી અરજી જો સંપૂર્ણ ભરાઈ ગઈ હોઈ તો તેને ફરીથી ચકાસણી કરી ને અરજી ને Save કરવાની રહેશે.
- હવે છેલ્લે તમારે તે અરજીને સબમિટ કરવાની રહેશે.
- અરજી સબમિટ કર્યા બાદ તમારી સામે તમારી અરજીનો Registration Number અને અરજી પ્રિન્ટને તમારી પાસે સાચવીને રાખવાની રહેશે.
- આ રીતે તમે Beauty Parlour Sahay Yojana માં ઓનલાઇન અરજી કરી શકો છો.
બ્યુટી પાર્લર લોન યોજના હેલ્પલાઇન નંબર
પ્રિય મિત્રો અહીં અમે તમને Beauty Parlour Sahay Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર દ્રારા Beauty Parlour Sahay Yojana વિશે માહિતી મેળવી શકો છો.
- હેલ્પલાઈને Number :- +91 79 23253891 / 23256843 / 23256846
Beauty Parlour Sahay Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો
Beauty Parlour Sahay Yojana ની અધિકારીક વેબસાઈટ | અહીં ક્લિક કરો. |
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. | અહીં ક્લિક કરો. |
અમારી વેબસાઈટનું હોમ પેજ | અહીં ક્લિક કરો. |
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.બ્યુટી પાર્લર લોન યોજનાનો લાભ કોને મળે છે?
જવાબ :- અનુસુચિત જનજાતિની યુવતીઓ કે યુવાઓ કે જેમને પોતાનું બ્યુટી પાર્લર શરૂ કરવું છે. તેમને આ યોજનાનો લાભ મળશે.
2.બ્યુટી પાર્લર લોન યોજનામાં કેટલી લોન મળશે?
જવાબ :- Beauty Parlour Sahay Yojana માં રૂપિયા 75,000/- ની લોન આપવામાં આવે છે.
3.બ્યુટી પાર્લર લોન યોજના હેઠળ લોનનો વ્યાજદર કેટલો હોય છે?
જવાબ :- Beauty Parlour Sahay Yojana હેઠળ મળતી લોનનું વ્યાજ 4% નાં સાદા વ્યાજે આપવામાં આવે છે.
4.બ્યુટી પાર્લર લોન યોજના હેઠળ મળતી લોન કેટલા સમયમાં પરત કરવાની હોય છે?
જવાબ :- આ લોન ને અરજદારે 20 ત્રિમાસિકનાં સરળ હપ્તેથી અને વ્યાજ સાથે ચૂકવવાની હોઈ છે.