સીટીઝન પોર્ટલ, ગુજરાત રાજ્યની અનોખી પહેલ, જેની મદદથી હવે ગુજરાત રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળ કે સમયે ગુજરાત પોલીસની “સીટીઝન પોર્ટલ” અથવા “સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપની” મદદથી ફરિયાદ કરી શકશે. જેમાં પોતે એફ.આઈ.આર સર્ચ, ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ, ગુમ થયેલ વ્યક્તિની વિગત, ઇ-અરજી, ઘરકામ મદદ/ઘરઘાટની નોંધણી, ડ્રાઈવર નોંધણી, સિનિઅર સીટીઝનની નોંધણી, ભાડુઆતની નોંધણી, એન.ઓ.સી માટે અરજી, પોલીસ વેરિફિકેશન, અરેસ્ટ / વાન્ટેડ, અજાણી મૃત શરીરની માહિતી, ચોરાયેલ/પાછી મળેલી મિલકતની માહિતી સર્ચ, ગુમ થયેલ વ્યક્તિ સર્ચ, ઇ-સર્વિસ યાદી. આમ વિવિધ પ્રકારની અરજીઓ કરી શકે છે.
“સીટીઝન પોર્ટલ” અથવા “સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ” દ્રારા કઈ-કઈ પ્રકારની અરજીઓ અને કેવી રીતે થાય છે. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. લેખને અંત સુધી વાંચો.
સીટીઝન પોર્ટલ
સૌ પ્રથમ સીટીઝન પોર્ટલ પર ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવા માટે તમારે “Google Serch” મા જઈને “gujhome.gujarat.gov.In” સર્ચ કરવાનું રહેશે. જ્યાં તમારી સામે નીચે ફોટો મુજબ સ્ક્રીમ જોવા મળશે.
ઉપર દર્શાવેલ સ્ક્રીન જોવા મળશે. જેમાં નીચે દર્શાવેલ સેવાઓનો ઉપયોગ કરી શકાશે. જેમાં ENGLISH અને ગુજરાતી બને ભાષામાં “સીટીઝન પોર્ટલ” અથવા “સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ” પર માહિતી મેળવી શકો છો.
ઉપર સ્ક્રિન મુજબ તમને “સીટીઝન પોર્ટલ” પર ઉપલબ્ધ સેવાઓની યાદી જોવા મળશે. આ તમામ સેવાઓનો લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ સીટીઝન પોર્ટલ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં આ સેવાઓ પૈકી એફ.આઈ.આર. ની નકલ માટે રજીસ્ટ્રેશન કરવાની જરૂર રહેતી નથી. બાકીની સેવાઓ માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. એકવાર રજીસ્ટ્રેશન કર્યા બાદ, ભવિષ્યમાં આ સેવાઓનો ઉપયોગ કરવા માટે ફક્ત યુઝર આઈડી અને પાસવર્ડ દ્રારા લોગ-ઇન કરવાનું રહેશે. જો લોગ-ઇન માટે પાસવર્ડ યાદના હોય તો પાસવર્ડ રીસેટ સુવિધા દ્રારા પાસવર્ડ રીસેટ કરી શકાશે.
સીટીઝન પોર્ટલ પર લોગીન અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.
સીટીઝન પોર્ટલ પર પહેલી વાર લોગીન, નોંધણી(રજીસ્ટ્રેશન) અને જો પાસવર્ડ ભૂલી જાઓ છો તો તેને રીસેટ કેવી રીતે કરવો, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
(1).લોગીન / Login
- સીટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવા માટે “લોગઇન/નોંધણી” ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે પહેલાથી જ રજીસ્ટ્રેશન(નોંધણી) કરેલી છે તો તમે અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ નાખીને લોગીન થઈ શકો છો.
- જો તમે પહેલાથી જ રજીસ્ટ્રેશન(નોંધણી) કરેલી નથી તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. (જેની માહિતી નીચે આપેલ છે.
(1).રજીસ્ટ્રેશન / નોંધણી
- રજીસ્ટ્રેશન કરવા માટે “નોંધણી” ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કર્યા બાદ તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે અને જેમાં તમને એક ફોર્મ જોવા મળશે, જેમાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરવા માટે તમારી વ્યક્તિગત વિગતો ની માહિતી ભરવાની રહેશે.
- જેમ કે, પ્રથમ નામ, પિતા/પતિનું નામ, અટક, યુઝરનેમ, મોબાઈલ નંબર, OTP નંબર, ઈમેઈલ આઈડી, પાસવર્ડ, કન્ફોર્મ પાસવર્ડ, અક્ષરો પ્રદર્શિત, સુરક્ષા પ્રશ્ન પ્રસંદ કરી તે પ્રશ્નનો જવાબ ભરવાનો રહેશે, બાતવ્યા પ્રમાણે કોડ નીચે દાખલ કરવાનો રહેશે અને છેલ્લે તમારે યુઝર કરાર પર “ટીક” કરી “રજીસ્ટ્રેશન પૂર્ણ કરો” બટન પર ક્લિક કરવાનું રહેશે.
(3) રીસેટ પાસવર્ડ
- જો તમે સીટીઝન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ છે અને કો તમે તમારો પાસવર્ડ ભુલી ગયા હોય તો પાસવર્ડ રીસેટ કરવા માટે “પાસવર્ડ ભુલી ગયા” છો, તે ટેબ પર ક્લિક કરો. જેમાં જયારે તમે રજીસ્ટ્રેશન સમયે તમે જે સુરક્ષા પ્રશ્નનો જે જવાબ આપ્યો તે આપી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમે ત્યાં નવો પાસવર્ડ નાખી શકશો અને ત્યાર બાદ તે નવા પાસવર્ડ દ્રારા લોગીન કરી શકો છો.
સીટીઝન પોર્ટલ ગુજરાત પોલીસ દ્રારા મળવાપાત્ર સેવાઓ.
સીટીઝન પોર્ટલ હેઠળ મળવાપાત્ર સેવાઓ નીચે મુજબ છે અને તે તમામ સેવાઓની સંપૂર્ણ માહિતી વિસ્તારમાં નીચે આપેલ છે.
- એફ.આઈ.આર સર્ચ.
- ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ.
- ગુમ થયેલ વ્યક્તિની વિગત.
- ઇ-અરજી, ઘરકામ મદદ/ઘરઘાટની નોંધણી.
- ડ્રાઈવર નોંધણી.
- સિનિઅર સીટીઝનની નોંધણી.
- ભાડુઆતની નોંધણી.
- એન.ઓ.સી માટે અરજી.
- પોલીસ વેરિફિકેશન.
- અરેસ્ટ / વાન્ટેડ, અજાણી મૃત શરીરની માહિતી.
- ચોરાયેલ/પાછી મળેલી મિલકતની માહિતી સર્ચ.
- ગુમ થયેલ વ્યક્તિ સર્ચ.
- ઇ-સર્વિસ યાદી.
- ખોવાયેલા/ચોરાયેલા મોને બ્લોક અને અનાવરોધિત કરો…
આ પણ વાંચો:-
સીટીઝન પોર્ટલ ગુજરાત પોલીસ દ્રારા મળતી સેવાઓમાં અરજી કેવી રીતે કરવી?
(1) એફ.આઈ.આર સર્ચ કેવી રીતે કરવી?
- એફ.આઈ.આર. ની કોપી લેવા માટે આ સેવાઓનો ઉપયોગ કરવાનો રહેશે. એફ.આઈ.આર. ની કોપી લેવા માટે સીટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત નથી.
- એફ.આઈ.આર. ની માહિતી જોવી હોય તો “એફ.આઈ.આર.ની” નકલ મેળવો પર ક્લિક કરવાનું રહશે. ક્લિક કર્યા બાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે એફ.આઈ.આર.ની નકલ મેળવવા માટે તમારે તે ફોર્મમાં શહેર/જિલ્લા, પોલીસ સ્ટેશન, એફ.આઈ.આર નંબરની વિગત ઉમેરી, આરોપી જાણીતા છે કે અજાણીતા તે સિલેક્ટ કર્યા બાદ આરોપીનું નામ, આરોપીના પિતા/પતિનું નામ, આરોપીની અટક, ફરિયાદીનું નામ, પિતા/પતિનું નામ, ફરિયાદીની અટક, એફ.આઈ.આર.ની તારીખ જેવી માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ “જનરેટ રિપોર્ટ” પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારે સામે એક નવી સ્ક્રિન દેખાશે.
- હવે આ સ્ક્રીન પર એફ.આઈ.આરની નકલ મેળવવા માટે એફ.આઈ.આર “PDF” પર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ક્લિક કરશો તેવામાં એફ.આઈ.આર ની કોપી ડાઉનલોડ થઈ જશે.
(2) ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની અરજી કેવી રીતે કરવી?
- જો તમારી કોઈપણ ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ કરવાની અરજી કરવી હોય તો આ સેવાનો ઉપયોગ કરી શકો છો.
- તમારી કોઈપણ ગુમ થયેલ/ચોરાયેલી સંપત્તિની જાણ કરવા માટે “ગુમ થયેલ/ચોરાયેલી સંપત્તિની જાણ” બટન પર ક્લિક કરવાનું રહેશે અને બાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ કરવા માટે આ ફોર્મમાં તમારે ગુમ થયેલ સંપત્તિની વિગતો ગુમ થયાનું સ્થળ, તેમજ બિડાણની વિગતો જોડી, સંમતિ આપી ‘સબમિટ’ બટન પર ક્લિક કરવાનું રહેશે. ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ કરવા માટે તમારે જે જિલ્લામાં જાણ કરવી હોય તે જિલ્લો અને તેનું પોલીસ સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે.
(3) ગુમ થયેલ વ્યક્તિની જાણ કરવા અરજી કેવી રીતે કરવી?
- કોઈ ગુમ થયેલ વ્યક્તિની જાણ કરવા માટે આ સેવાનો ઉપયોગ કરવાનો રહેશે.
- જે માટે ‘ગુમ થયેલ વ્યક્તિની વિગત’ બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- ગુમ થયેલ વ્યક્તિની જાણ કરવા માટે, આ ફોર્મમાં ગુમ થયેલ વ્યક્તિની વિગતો, ગુમ થયેલ વ્યક્તિનું સરનામું, ગુમ થયેલ જગ્યાનું સરનામું, તેમજ બિડાણની વિગતો જોડી સંમતિ આપી ‘સબમિટ’ બટન પર ક્લિક કરવાનું રહેશે. ગુમ થયેલ વ્યક્તિની જાણ કરવા માટે તમારે જે જિલ્લાને જાણ કરવી હોય તે જિલ્લો અને તેનું પોલીસ સ્ટેશન સિલેક્ટ કરવાનું રહશે.
(4) ઇ-અરજી કેવી રીતે કરવી?
- તમારે પોલીસ સ્ટેશનમાં કોઈપણ બાબતની જાણ કરવી હોય તો તેના માટે પોલીસ સ્ટેશન પર જવાની જરૂર રહેતી નથી. આ ઇ-અરજી સેવાનો ઉપયોગ કરી તમે અરજી કરી શકશો.
- આ સેવા મારફતે તમે પરિવારની ગુમ થયેલ વ્યક્તિની બાબત અને ચોરાયેલી સંપત્તિ બાબત અથવા તમારી સાથે બનેલ કોઈપણ ગુના બાબતે પોલીસ સ્ટેશન અરજી કરી શકો છો.
- ઇ-અરજી કરવા માટે “ઇ-અરજી” બટન પર ક્લિક કરવાનું રહેશે અને અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે તે ફોર્મમાં ઇ-અરજી કરવા માટે બનાવાની જગ્યા, ફરિયાદ/અરજીની વિગતો તેમજ બિડાણની વિગતો જોડી સંમતિ આપી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ઇ-અરજી કરવા માટે તમારે જે જિલ્લામાં અરજી કરવી હોય તે જિલ્લો અને તેનું પોલીસ સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે. પોલીસ સ્ટેશનનું નામ ન જણતા હોય તો ફક્ત જિલ્લાલનું નામ પ્રસંદ કરવાનું રહેશે. અહીં તમારી સાઈન વાળી અરજીને સ્કેન કરી કે ફોટો પાડી બિડાણમાં જોડી શકાય છે.
(5) ઘરકામ મદદ/ઘરઘાટની નોંધણી કેવી રીતે કરવી?
- તમારે સ્થાનિક મદદ/ઘરઘાટની નોંધણી કરાવવી હોય તો આ સેવાનો ઉપયોગ કરવાનો રહેશે.
- ઘરકામ મદદની નોંધણી કરાવવા માટે “ઘરકામ મદદની નોંધણી” બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- સ્થાનિક મદદની નોંધણી કરાવવા માટે તમારે તે ફોર્મમાં ઘરધાટીની વિગતો, સરનામાની વિગતો વધારાની વિગત, પહેલાની નોકરી, સંબધીઓની, ઓળખાણ કરાવનારી વિગત, જાહેરનામું તેમજ બિડાણની વિગતો જોડી સંમતિ આપી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સ્થાનિક મદદની નોંધણી કરાવવા માટે તમારે જે જિલ્લામાં નોંધણી કરાવવી હોય તે જિલ્લો અને તેનું પોલીસ સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે.
(6) ડ્રાઈવર નોંધણી કેવી રીતે કરવી?
- તમારે ડ્રાઈવરની નોંધણી કરાવવી હોય તો આ સેવાનો ઉપયોગ કરવાનો રહેશે.
- ડ્રાઈવરની નોંધણી કરાવવા માટે “ડ્રાઈવરની નોંધણી” પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે તે ફોર્મમાં ડ્રાઈવરની નોંધણી કરાવવા માટે ડ્રાઈવરની વિગતો, સરનામાની વિગતો અન્ય વિગતો, અગાઇના એપ્લોયરની વિગતો રજુ કરીને અને લાઇસન્સનની વિગતો તેમજ બિડાણની વિગતો જોડી સંમતિ આપી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ડ્રાઈવરની નોંધણી કરાવવા માટે તમારે જે જિલ્લામાં નોંધણી કરાવવી હોય તે જિલ્લો અને તેનું પોલીસ સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે.
(7) સિનિઅર સીટીઝનની નોંધણી કેવી રીતે કરવી?
- અરજદારે કે જેની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોય તેઓ સિનિયર સીટીઝન તરીકે ઓનલાઇન નોંધણી કરાવી શકે. જેથી સીનીયર સીટીઝન કે જે એકલા રહેતા હોય અને કોઈપણ સમયે તેમણે પોલીસની મદદની જરૂર પડે, તો તેમણે અહીં આપેલ વિગતો દ્રારા તેમને તાત્કાલીન મદદ પહોંચાડવી શકાય છે.
- સિનિયર સીટીઝન તરીકે નોંધણી કરાવવી હોય તો આ સેવાનો ઉપયોગ કરવાનો રહેશે.
- નોંધણી કરાવવા માટે “સિનિયર સીટીઝનની નોંધણી” બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે તે ફોર્મમાં સિનિયર સીટીઝનની નોંધણી કરાવવા માટે, અરજીની વિગતો, પતિ/પત્ની વિગતો અન્ય વિગતી તેમજ બીડાણની વિગતો જોડી સંમતિ આપી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સિનિયર સીટીઝનની નોંધણી કરાવવા માટે તમારે જે જિલ્લામાં નોંધણી કરાવાવી હોય તે જિલ્લો અને તેનું પોલીસ સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે.
(8) ભાડુઆતની નોંધણી કેવી રીતે કરવી?
- તમારે ભાડુઆત નોંધણી કરાવવી હોય તો આ સેવાનો ઉપયોગ કરવાનો રહશે.
- ભાડુઆતની નોંધણી કરાવવા માટે “ભાડુઆતની નોંધણી” બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે તે ફોર્મમાં ભાડુઆતની નોંધણી કરાવવા માટે મિલકતના માલિકની વિગત, ભાડુઆત નોંધણીની મૂળભૂત વિગતો, ભાડુઆત સરનામાની વિગત, ભાડુઆતની અન્ય વિગparજાહેરનામું તેમજ બિડાણની વિગતો જોડી સંમતિ આપી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે ભાડુઆતની નોંધણી કરાવવા માટે તમારે જે જિલ્લામાં નોંધણી કરાવવી હોય તે જિલ્લો અને તેનું પોલીસ સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે.
(9) એન.ઓ.સી માટે અરજી કેવી રીતે કરવી?
- એન.ઓ.સી ની અરજી કરવા માટે આ સેવાઓનો ઉપયોગ કરવાનો રહેશે.
- એન.ઓ.સી ની અરજી કરવા માટે “એન.ઓ.સી માટે અરજી” બટન પર ક્લિક કરવાનું રહેશે અને અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે તે ફોર્મમાં એન.ઓ.સી મેળવવા માટે એન.ઓ.સી શેના માટે, એન.ઓ.સી નો હેતુ, તેમજ બિડાણની જોડી સંમતિ આપી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એન.ઓ.સી અરજી તમારે જે જિલ્લાma મોકલવી હોય તે જિલ્લો અને પોલીસ સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે.
(10) પોલીસ વેરિફિકેશન કરવા માટે શું કરવું?
- વીઝા / ઇમીગ્રેશન / પી.આર માટેના પોલીસ વેરીફીકેશન અરજી કરવા માટે આ સેવાઓનો ઉપયોગ કરવાનો રહેશે.
- પોલીસ વેરિફિકેશન અરજી કરવા માટે “પોલીસ વેરિફિકેશન માટે અરજી” બટન પર ક્લિક કરવાનું રહેશે અને અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે આ ફોર્મમાં પોલીસ વેરીફીકિશન અરજી કરવા માટે પાસપોર્ટ નંબર, પાસપોર્ટ જારી થયેલ જગ્યાનું નામ, પાસપોર્ટ જારી થયાની તારીખ, પાસપોર્ટ સમાપ્ત થયાની તારીખ, પાસપોર્ટનું સરનામું, વર્તમાન સરનામા પર કેટલા વર્ષથી રહી રહ્યા છો? પોલીસ વેરીફીકિશન મેળવવાનો હેતુ તેમજ બિડામની વિગતો જોડી સંમતિ આપી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. પોલીસ વેરીફીકિશન અરજી કરવા માટે તમારે જે જિલ્લામાં અરજી કરવી હોય તે જિલ્લો અને તેનું પોલીસ સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે.
(11) અરેસ્ટ / વાન્ટેડ વિશે માહિતી જાણવા શું કરવું?
- વ્યક્તિ કોઇપણ ધરપકડ થયેલ વ્યક્તિની માહિતી જોવી હોય તો અરેસ્ટ / વાન્ટેડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે તે ફોર્મમાં ધડપકડ થયેલ વ્યક્તિની વિગત જોવા માટે વ્યક્તિનો પ્રકાર સિલેક્ટ કરી, વોન્ટેડનું નામ, પિતા / પતિનું નામ, અટક, ઉંમર, જિલ્લો, પોલીસ સ્ટેશન અને તારીખની વિગતો ભરી અહેવાલ બનાવો પર ક્લિક કરવાનું રહેશે. અને તમને અરેસ્ટ / વાન્ટેડ વિશે માહિતી મળશે.
(12) અજાણી મૃત શરીરની માહિતી જાણવા શું કરવું?
- અજાણી મૃત શરીર કે જે બિનવારસી હાલતમાં મળી આવેલ હોય તેની માહિતી મેળવવા માટે આ સેવાઓનો ઉપયોગ કરવાનો રહેશે.
- અજાણી મૃત શરીર કે જે બિનવારસી હાલતમાં મળી આવેલ હોય અંતે તેના વિશે માહિતી જાણવા માટે “અજાણી મૃત શરીરની માહિતી” બટન પર ક્લિક કરવાનું રહેશે અને અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે તે ફોર્મમાં અજાણી મૃત શરીરની માહિતી જોવા માટે જાતિ, ઉંમર, ઊંચાઈ, તારીખ, જિલ્લો, પોલીસ સ્ટેશન, યુ.ડી. નંબર, વર્ણ, બાંધો વગેરે માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ જરૂરિયાત મુજબના કોલમ સિલેક્ટ કરી જરૂરિયાત મુજબનો અહેવાલ જોવા “અહેવાલ બનાવો” પર ક્લિક કરવાનું રહેશે. અને તમને અજાણી મૃત શરીરની માહિતી વિશે માહિતી મળશે.
(13) ચોરાયેલ/પાછી મળેલી મિલકતની માહિતી સર્ચ
- તમારી કોઈપણ ચોરાયેલ વસ્તુ/મિલકત કે જેની અરજી તમે પોલીસ સ્ટેશન માં કરી હોય તે પાછી મળેલ છે કે નહીં તેમજ કોઈ બીજા પોલીસ સ્ટેશન માં તે પાછી મળેલી છે કે નહીં તે માહિતી જોવી હોય તો આ સેવાઓનો ઉપયોગ કરવાનો રહેશે.
- ચોરાયેલ/પાછી મળેલી મિલકત વિશે માહિતી જાણવા માટે “ચોરાયેલ/પાછી મળેલી મિલકતની માહિતી સર્ચ” બટન પર ક્લિક કરવાનું રહેશે અને અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે તે ફોર્મમાં ચોરાયેલી મિલકતનો પ્રકાર, વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, ચેચિસ નંબર, એન્જીન નંબર, બનાવટ(કંપની), જિલ્લો/શહેર, પોલીસ સ્ટેશન, ચોરાયેલ / પાછી મળેલ મિલકતની તારીખની વિગત ભર્યા બાદ “શોધો” પર ક્લિક કરવાનું રહેશે. અને તમારી સામે તે માહિતી આવી જશે.
(14) ગુમ થયેલ વ્યક્તિને સર્ચ કેવી રીતે કરવો?
- કોઈપણ ગુમ થયેલ વ્યક્તિની કે જેની ફરિયાદ નોંધાવેલ હોય તો તેની માહિતી જોવા માટે આ સેવાઓનો ઉપયોગ કરવાનો રહેશે.
- ગુમ થયેલ વ્યક્તિને વિશે માહિતી જાણવા માટે “ગુમ થયેલ વ્યક્તિ સર્ચ” બટન પર ક્લિક કરવાનું રહેશે અને અને ત્યારબાદ તમારી સામે એક સ્ક્રીન ખુલશે જેમાં એક ફોર્મ ખુલશે.
- હવે તે ફોર્મમાં ગુમ થયેલ વ્યકતિની માહિતી સર્ચ કરવા માટે નામ, પિતા / પતિનું નામ, છેલ્લુ નામ, જાતિ, ઉંમર, જુથ, તારીખની વિગત, જિલ્લો પોલીસ સ્ટેશન, જાણવા જોગ નંબર, વર્ણ, અહેવાલ બનાવો પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ નીચે મુજબની સ્કીન દેખાશે.
(15) ઇ-સર્વિસ યાદી કેવી રીતે જાણવી?
- તમારા દ્રારા સીટીઝન પોર્ટલ પર જે અરજીઓ કરવામાં આવી છે. તે બાબતે પોલીસ સ્ટેશનમાં શું કાર્યવાહી થઈ છે એટલે કે તેની કાર્યવાહી કેટલા સુધી પહોંચી છે, તેની વિગત આ ઇ-સર્વિસ યાદીમાં જોઈ શકાશે. અહીં અરજીની તારીખ, તેનો પ્રકાર, અરજીની સ્થિતિ વગેરે પોતાના મોબાઈલથી જોઈ શકાશે.
સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ લિંક
સીટીઝન ફર્સ્ટ મોબાઇલ અને સીટીઝન પોર્ટલ ની લિંક નીચે આપેલી છે, જ્યાં જઈને તમે સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ | Click Hear |
સીટીઝન પોર્ટલ વેબસાઈટ | Click hear |