કન્જકટીવાઈટિસ : કન્જકટીવાઈટિસ થવાના કારણો?, વાયરસથી બચવા માટે શું કરવું?, વાયરસ થયા પછી શું કરવું?

 

હાલના સમયમાં લોકોમાં ડરનો માહોલ બનાવી રહેલ કન્જકટીવાઈટિસ વાયરસ જેને આપણે દેશી ભાષાંમાં આંખ આવવી કહીએ છીએ. આ એક સામાન્ય બીમારી છે તેનાથી ડરવાની જરૂર નથી પરંતુ તેનાથી સાચવેત રહેવાની જરૂર છે. તો ચાલો જાણીએ કે, કન્જકટીવાઈટિસ વાયરસ શું છે?, કન્જકટીવાઈટિસ વાયરસ થવાના કારણો શું છે?, Conjunctivitis વાયરસ થાય તો શું કરવું? અને શું ના કરવું. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.

 

કન્જકટીવાઈટિસ

 

કન્જકટીવાઈટિસ વાયરસ શું છે?

Conjunctivitis વાયરસ એ તમામ ઉંમર લોકોને લાગુ પડે છે, આ  કન્જકટીવાઈટિસના લક્ષણો ઘણા બધા છે જે નીચે મુજબ છે.

 

  • આંખો લાલ થવી.
  • આંખમાં ખંજવાળ આવવી.
  • આંખમાંથી સતત પાણી પડવું.
  • આંખમાં દુ:ખાવો થવો.
  • આંખના પોપચાં ચોંટી જવા.
  • કોઈ વખતે આંખમાંથી પરુ પણ નીકળી શકે.

 

કન્જકટીવાઈટિસ થવાના કારણો શું?

Conjunctivitis બે અલગ-અલગ રીતે ફેલાય છે, જે નીચે મુજબ છે.

1. વાયરલ અને બેક્ટેરીયલ

  • છીંક અને ખાંસી ખાતા ચેપ લાગે.
  • સીધા સંપર્ક દ્રારા

 

2. એલર્જી થતો

  • પાલતુ પ્રાણીના ખોડાથી
  • ધૂળ-રજકણ કચરાથી
  • ફૂલ-ફળ પરાગરાજથી

 

કન્જકટીવાઈટિસ થાય ત્યારે શું કરવું?

  • સંક્રમિત વ્યક્તિએ ચશ્માં પહેરવા
  • આંખમાંથી પાણી નીકળતું હોય તો એ વહીને ગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાફ કરવું.
  • ચેપી વ્યક્તિ નો રૂમાલ અલગ રાખવો.
  • ચેપી બાળકની કાળજી રાખનાર વાલીએ વારંવાર હાથ ધોવા.
  • સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી છે.
  • સંક્રમિત વ્યક્તિએ હાથ અને મોં ચોખ્ખા રાખવા, સાબુથી સમયાન્તરે હાથ અને મો વારંવાર ધોતા રહેવું
  • ભીડ-ભાડ વાળી જગ્યાઓ પર બિનજરુરી રીતે જવાનુ ટાળવુ જોઈએ.
  • સામાન્ય રીતે જો આંખોમાં લાલાશ-દુઃખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી.
  • ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.
  • Conjunctivitis ની અસર ધરાવતા દર્દીના વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી
  • દર્દીએ જાતે અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો.
  • દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ.

 

કન્જકટીવાઈટિસ થાય ત્યારે શું ના કરવું?

  • સંક્રમિત બાળક સાથે બીજા બાળકોને રમવા ના જવા દેવા.
  • હાથ આંખને અડાડવો નહીં કે આંખ ચોળવી નહીં.
  • સંક્રમિત વ્યક્તિ સાથે હસ્તધનન ટાળવું તેમજ તેને અડેલી વસ્તુને અડવું નહીં.
  • સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ કરવો નહીં.
  • ડોક્ટરની સલાહ લીધા સિવાય સારવાર કરાવવી નહીં.
  • જ્યાં લોકોનું ટોળું હોય ત્યાં જવાનું ટાળો, જેથી બીજા કોઈ વ્યક્તિને ચેપ ના લાગે.
  • ડોકટરની સલાહ વિના આંખના ટીપા લઇને નાખવા નહીં.

 

આ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા મારફતે મળેલ છે તેથી જો તમને આપેલ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે આંખની તપાસ કરાવી અને સાચવેત રહેવું

 

આ પણ વાંચો:-

ચંદ્રયાન-3 વિશે માહિતી : ચંદ્રયાન-3 નું સફળતાપૂર્વક થયું લોન્ચિંગ, ક્યારે પહોંચશે ચંદ્ર પર

 

ખાસ નોંધ:-

અત્યારે ઘણા બધા લોકોને જ્યારે Conjunctivitis નો ચેપ થાય છે ત્યારે લોકો ઘરે પોતાની જાતે વિવિધ આંખના ટીપાનો ઉપયોગ કરતા હોય છે, તેથી જે લોકોને આંખ આવવી છે તે લોકો પોતાની જાતે કોઈ પ્રકારની દવા પોતાની આંખમાં ના નાંખે. કારણ કે આંખ માટે તેનું પરિણામ ખરાબ આવી શકે છે. તેથી તમે ડોક્ટરની સલાહ મુજબ આ રોગથી છુટકારો મેળવો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment