ડાયનાસોર પાર્ક પાટણ | Dinosaur Park and Science Museum at Patan

 

ડાયનાસોર પાર્ક પાટણ | Dinosaur Park Patan

 

રાણી કી વાવથી 10 કિલો મીટર દૂર આવેલ સમલપતિ ચોરમારપુરા ગામમાં 10 એકર જમીનમાં અને આશરે 100 કરોડના ખર્ચ સાથે વિકાસ પામેલ વિજ્ઞાન સંગ્રહાલય આવેલ છે, જેને આપણે બધા લોકો ડાયનાસોર પાર્ક પાટણ ના નામે જાણીએ છીએ, પરંતુ આ એક વિજ્ઞાન સંગ્રહાલય જેમાં ડાયનાસોર પાર્ક, સાયન્સ મ્યુઝિયમ, હ્યુમન સાયન્સ ગેલેરી, હાઈ- ડ્રોપ્રોનિક્સ ગેલેરી, નોબલ પ્રાઈઝ કેમેસ્ટ્રી ગેલેરી અને ઓપ્ટિક્સ ગેલેરીઓ બનાવામાં આવી છે.

 

તો ચાલો.. જાણીએ આ વિજ્ઞાન સંગ્રહાલય વિશે સંપૂર્ણ માહિતી, જેમ કે અહીંયા જોવાલાયક શું છે, આ વિજ્ઞાન સંગ્રહાલય કયા આવેલ છે, આ વિજ્ઞાન સંગ્રહાલયનો સમય શું છે? અને વિજ્ઞાન સંગ્રહાલય(ડાયનાસોર પાર્ક પાટણ) પ્રવેશ ફી કેટલી છે?

 

ડાયનાસોર પાર્ક પાટણ

 

વિજ્ઞાન સંગ્રહાલયમાં જોવાલાયક શું છે?

સરકાર દ્રારા આ વિજ્ઞાન સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ 5 પ્રકારની ગેલેરીઓ બનાવામાં આવી છે. તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ કે કઈ ગેલેરીમાં શું જોવાલાયક છે.

વિજ્ઞાન સંગ્રહાલયમાં આવેલ 5 ગેલેરીઓ

  • ડાયનોસોર પાર્ક પાટણ અને 5D થિયેટર
  • હ્યુમન સાયન્સ ગેલેરી
  • હાઇડ્રોપોનિક્સ ગેલેરી
  • નોબલ પ્રાઇસ કેમિસ્ટ્રી ગેલેરી
  • ઓપ્ટિક્સ ગેલેરી
  • અન્ય આકર્ષણો

 

1.ડાયનોસોર પાર્ક પાટણ અને 5D થિયેટર

– એનિમેટેડ વર્તન સાથે જીવન કદના ડાયનાસોર. તમે મૂવિંગ માથા અને હાથ સાથે ડાયનાસોર જોઈ શકો છો. વાસ્તવિક ડાયનાસોર યુગનો અનુભવ કરવો એ એક રોમાંચક અનુભવ છે. હાલમાં, સાયન્સ બિલ્ડિંગની આસપાસ ડાયનાસોર સ્થાપિત છે અને દરેક વ્યક્તિ મુલાકાત લઈ શકે છે. હાલમાં, તે આ વિજ્ઞાન સંગ્રહાલયનું આકર્ષણનું કેન્દ્ર બને છે અને લોકો માટે ખુલ્લું છે.

 

2.હ્યુમન સાયન્સ ગેલેરી

– મનુષ્ય અને અન્ય પ્રાણીનો વિકાસ અને ઉત્ક્રાંતિ અહીં દર્શાવવામાં આવશે. ઉપરાંત, તે આનુવંશિક માહિતી અને અન્ય ઉપયોગી માહિતી પ્રદર્શિત કરશે. (હ્યુમન સાયન્સ ગેલેરીમાં માનવના રચના કેવી રીતે થઈ તેના વિશે માહિતી આપવામાં આવી છે.

 

3.હાઇડ્રોપોનિક્સ ગેલેરી

– કૃષિની નવીનતમ તકનીકો અને તેની પાછળનું વિજ્ઞાન અહીં દર્શાવવામાં આવશે. તે ખેડૂતોને પણ ફાર્મ પર ટેકનોલોજીના ઉપયોગ માટે મદદરૂપ થશે. (ખેડૂત મિત્રોએ પણ એક વાર આ વિજ્ઞાન સંગ્રહાલય મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.)

 

4.નોબલ પ્રાઇસ કેમિસ્ટ્રી ગેલેરી

– આ ગેલેરી તે વ્યક્તિઓને પ્રદર્શિત કરશે જેમણે રસાયણ વિજ્ઞાનમાં યોગદાન આપ્યું છે અને નોબલ પુરસ્કારો એનાયત કર્યા છે. બાળકોને રસાયણશાસ્ત્રમાં પ્રેરણા આપો. (વિધાર્થી મિત્રોએ પણ એક વાર આ વિજ્ઞાન સંગ્રહાલય મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.)

 

5.ઓપ્ટિક્સ ગેલેરી

– આ ગેલેરી પ્રકાશનું વિજ્ઞાન અને તેના વિવિધ સાધનો આપશે. વિધાર્થીઓ લાઇટ સાથે પ્રયોગો કરી શકે છે.

 

6.અન્ય આકર્ષણો

  • સનડિયલ ઘડિયાળ – સૂર્યપ્રકાશ અને સૂર્યની હિલચાલ પર આધારિત સમય દર્શાવે છે,
  • સિંચાઈ વ્યવસ્થા સાથેનો બગીચો,
  • સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે,
  • ડાયનાસોર સવારી (આ બાળકો માટેની ખુબ જ સારી પ્રવુતિ છે,
  • 5D થિયેટર જુર્સાસિક રાઇડ,
  • વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા,
  • સૌર પ્લાન્ટ,
  • સનડાયલ એરિયા,
  • ઈરિગેશન સિસ્ટમ સાથે નો ગાડૅન,
  • સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,
  • બાળકોનાં મનોરંજન માટે ડાયનાસોર રાઈડઝ,
  • હોમથિયેટર,

 

ડાયનાસોર પાર્ક પાટણનો સમય અને પ્રવેશ ફ્રી 

ડાયનાસોર પાર્ક પાટણનો સમય

વિજ્ઞાન સંગ્રહાલય સોમવાર સિવાય દરરોજ ખુલ્લો હોય છે, જેનો સમય સવારે 10 વાગ્યાંથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લો હોય છે.

 

ડાયનાસોર પાર્ક પાટણની પ્રવેશ ફી

– સપ્તાહાંત: 5 વર્ષથી ઉપરની ઉંમરના ₹50.

– અઠવાડિયાના દિવસો: 5 વર્ષથી વધુ ઉંમરના ₹20.

– 5 વર્ષથી નીચેના માટે અહીંયા કોઈ પ્રવેશ ફી નથી.

– વિધાર્થીઓ માટે ફી ₹10.

– 5D મૂવી ટિકિટની કિંમત 5 વર્ષથી વધુ ઉંમરના માટે ₹30 છે.

 

પર્યટકો માટે ચા,પાણી નાસ્તો અને જમવા વ્યવસ્થા

વિજ્ઞાન સંગ્રહાલયમાં આવનારા તમામ પર્યટકો માટે વિજ્ઞાન સંગ્રહાલયમાં જ ચા,પાણી,  નાસ્તો અને જમવા માટે બેઠક વ્યવસ્થા સાથે રેસ્ટોરન્ટ અને ભોજનાલય બનાવામાં આવ્યા છે.

 

ડાયનાસોર પાર્ક પાટણમાં કયા આવેલ છે?

સ્થળ:-

– સામે સરસ્વતી સેવા સદન, ચોરમારપુરા ગામ, સરસ્વતી તાલુકો, પાટણ. અથવા શિહોરી રોડ પાટણ 384265

– જો તમે અમદાવાદ, મહેસાણા અથવા સિદ્ધપુરથી આવી રહ્યા છો, તો તમે પાટણ-ડીસા હાઈવેનો માર્ગ પરથી આવી શકો છો.

– ગૂગલ મેપ લોકેશન :- અહીં ક્લિક કરો.

 

વિજ્ઞાન સંગ્રહાલયનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું?

રાજ્યના 62 માં સ્થાપના દિવસની ઉજવણી પાટણમાં કરવામાં આવી. આ રાજ્યના 62 માં સ્થાપના દિવસે રાજ્યનું પ્રથમ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર પાટણમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો:-

પાટણમાં આવેલા અન્ય તમામ ફરવા લાયક સ્થળો

 

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment