ગોળ ના ગેરફાયદા | Disadvantages of jaggery

તમે દરરોજ ગોળ તો ખાવો છો પણ શું તમે ગોળ ના ગેરફાયદા (Disadvantages of jaggery) જાણો છો કે માત્ર ખાવા ખાતર જ ગોળ ખાઓ છો.

જો તમે ગોળ ના ખાવાના નુકસાન નથી જાણતા તો ગોળ ખાવાથી નાકોડી ફૂટવાની સમસ્યા, વજન વધવું, અપચો થવો જેવા અનેક નુકસાન થાય છે તો ચાલો જાણીએ ગોળ ના ગેરફાયદાઓ. તો લેખને અંત સુધી વાંચો.


ગોળ ના ગેરફાયદા


ગોળ ના ગેરફાયદા

1)વજન વધે છે.

જે વ્યક્તિઓનું વજન વધારે છે અને તે વ્યક્તિઓ પોતાનું વજન ઘટાડવા માંગે છે. તેમના માટે વધુ પડતા ગોળનું સેવન ખુબ જ નુકસાન કારક છે. કારણ કે, ગોળમાં સુગર અને કાર્બ્સનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમં હોય છે. જેથી તમારું વજન વધી શકે છે.

2)ઉનાળામાં નાકોડી ફૂટે છે.

ગોળ પ્રકૃત્તિથી ગરમ ખોરાક હોવાથી જો ઉનાળામાં ખાવામાં આવે તો ક્યારેક નાકોડી ફૂટવાની સમસ્યા થઈ શકે છે. જેના કારણે નાકમાંથી તમને લોહી વહે છે. માટે ખાસ કરીને ઉનાળામાં વધુ પડતો ગોળ ખાવો જોઈએ નહીં.

3)અપચો થવાની સમસ્યા થઈ શકે છે.

તાજો ગોળ ખાવાથી અપચો થવાની સમસ્યા થઈ શકે છે. કારણ કે, તાજો ગોળ ખાવામાં આવે તો કેટલાકને ઝાડા થઈ જાય છે. જેથી કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરે છે કે તાજો ગોળ ખાવાથી અપચો થાય છે. 

4)સુગરનું પ્રમાણ વધારે છે.

જો તમે ગોળનું વધુ પડતું સેવન કરો છો. તો બ્લડ સુગરની લેવલ વધવાની પૂરી શક્યતા છે. તેથી ગોળ સેવન તેની માત્રામાં કરવું જોઈએ.

5)પેટમાં કૃમિ થવાની શક્યતા વધુ હોય છે.

કાચા ગોળનું સેવન ખુબ જ નુકસાન કારક છે કેમ કે ગોળને યોગ્ય રીતે પકાવવામાં ન આવ્યો હોય તો પેટમાં કૃમિ થવાની શક્યતા વધે છે. તેથી કાચા ગોળનું સેવન ખુબ જ નુકશાન કારક છે.


આ પણ વાંચો:-


(Disclaimer:- મિત્રો અહીં આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. તેથી તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આ લેખ કોઈપણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, તેથી વધુ માહિતી માટે હમેશા નિષ્ણાંત કે તમારા ચિકિત્સકની સલાહ લો. તેથી onlylbc.com એ આ જાણકારી માટે કોઈપણ જવાબદારીનો દાવો કરતુ નથી.)


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને ગોળ ના ગેરફાયદા વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને ગોળ ના ગેરફાયદા વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment