ડો.આંબેડકર આવાસ યોજના 2023 | Dr.Ambedkar Awas Yojana – મિત્રો ડો.આંબેડકર આવાસ યોજના શું છે?, આ ડો.આંબેડકર આવાસ યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે ડો.આંબેડકર આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.
ડો.આંબેડકર આવાસ યોજના શું છે?
Dr.Ambedkar Awas Yojana હેઠળ અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ગરીબી રેખા નીચે જીવતા, જેમની પાસે રહેવા માટે ઘર ના હોય, જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા, જેમના પાસે કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જેમાં રહેવા લાયક યોગ્યના હોય તેવા ગરીબ લોકોને સરકાર દ્રારા ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે.
Dr.Ambedkar Awas Yojana હેઠળ લોકોને પ્રથમ માળ ઉપર ઘર બનાવવા માટે રૂપિયા ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે. જે ત્રણ અલગ-અલગ હપ્તા પ્રમાણે આપવામાં આવશે, જે નીચે મુજબ છે.
- પ્રથમ હપ્તો-(આ યોજનામાં તમારી અરજી મંજુર થાય તેવો જ આપવામાં આવશે) – ₹.૪૦,૦૦૦
- બીજો હપ્તો-(લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) – ₹.૬૦,૦૦૦
- ત્રીજો હપ્તો-(શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયા પછી) – ₹.૨૦,૦૦૦
ડો.આંબેડકર આવાસ યોજના માટે પાત્રતા અને શરતો
Dr.Ambedkar Awas Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતા અને શરતોનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીની વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ હોવી જોઈએ.
- શહેરી વિસ્તારમાં રહેલા લાભાર્થીની વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
- મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યા પછી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- જે લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.૧,૨૦,૦૦૦ ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
- આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
- મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.૧૦,૦૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ₹.૭,૦૦,૦૦૦ ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી.
ડો.આંબેડકર આવાસ યોજનામાં અરજી કરવા માટે જરૂર ડોકયુમેન્ટ
જે મિત્રો Dr.Ambedkar Awas Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું ચૂંટણી કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
Dr.Ambedkar Awas Yojana માં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો ડો.આંબેડકર આવાસ યોજના માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો
ડો.આંબેડકર આવાસ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)
- અરજી કરવા માટે વેબસાઈટ લિંક:-ક્લિક કરો.