EGramSwaraj Portal : હવે તમારા ગામની ગ્રામ પંચાયતમાં આવેલા કામોની માહિતી જાણો તમારા મોબાઈલમાં

 

હવે તમે તમારા ગ્રામ પંચાયતમાં સરકાર દ્રારા કયા-કયા કામો આવેલ છે, તે તમે હવે ઘરે બેઠા EGramSwaraj Portal દ્રારા તમારા મોબાઈલ દ્રારા જાણી શકો છો.

 

મિત્રો ચાલો જાણીએ કે, EGramSwaraj Portal શું છે? અને EGramSwaraj Portal પરથી પોતાની ગ્રામ પંચાયતમાં કયા-કયા વર્ષમાં કેટલા કામ આવ્યા છે. તે જેવી રીતે જાણવું. આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.


EGramSwaraj Portal


EGramSwaraj Portal શું છે?

ઇગ્રામસ્વરાજ પોર્ટલ એ ભારત સરકાર દ્રારા ચાલવવામાં આવે છે. આ પોર્ટલ પર તમે તમારા ગામની ગામ પંચાયતમાં એટલે કે ગામમાં ક્યાં વર્ષમાં કેટલું કામ આવ્યું અને કેટલા રૂપિયાનું આવ્યું. ક્યાં વર્ષમાં કેવા કેવા પ્રકારના કામ આવ્યા. જેમકે રસ્તાઓ, હવાડા, મકાન, આંગણવાડી, પાણીની પાઇપલાઈન, સ્કૂલનું કામ વગેરે ગામમાં આવેલા કામ વિશે માહિતી જાણી શકો છો.

 

ઇગ્રામસ્વરાજ પોર્ટલ પર તમે ભારતના કોઈપણ રાજ્યના, જિલ્લા, તાલુકાની પંચાયતની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. સાથે ભારતની ગ્રામ પંચાયત વિશે વિવિધ માહિતીઓ મેળવી શકો છો.


EGramSwaraj Portal પર પોતાના ગ્રામ પંચાયતમાં થયેલા કામોની માહિતી કેવી રીતે મેળવવી?

ઇ ગ્રામ સ્વરાજ પોર્ટલ પર પોતાના ગ્રામ પંચાયતમાં થયેલા કામોની માહિતી કેવી રીતે મેળવવી?, તેની સંપૂર્ણ માહિતી વિગતવાર નીચે આપેલ છે.

 

  • સૌ પ્રથમ તમારે ગૂગલ સેર્ચ માં જઈને E-GramSwaraj Portal સર્ચ કરવાનું રહેશે.
  • હવે તમારે સામે EramSwaraj Portal ની અધિકારીક વેબસાઈટ ખુલીને તમારી સામે આવશે. તેના પર ક્લિક કરો. (વેબસાઈટ પર જવા અહીં ક્લિક કરો.)
  • હવે તમારી સામે આ વેબસાઈટનું હોમ પેજ ખુલશે. જેમાં તમે થોડા નીચે જાઓ.
  • જયારે તમે નીચે જશો ત્યારે તમને “Reports” નામની પેનલ જોવા મળશે.
  • જે પેનલમાં તમે અલગ-અલગ 6 ઓપ્શન જોવા મળશે.
  • જેમાં તમારે “Planning” નામનો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે ફરીથી તમારી સામે નવું પેજ ખુલશે. જેમાં તમને 4 વિકલ્પ જોવા મળશે.
  • જેમાં સૌથી ઉપર આપેલા  “Planning” વિકલ્પ ક્લિક કરો.
  • હવે જયારે તમે તેના પર ક્લિક કરશો એટલે ફરીથી તે વિકલ્પની નીચે જુદા-જુદા વિકલ્પ જોવા મળશે.
  • જેમાં “Approved Action Plan Report” પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા બાદ ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • જેમાં તમારે હવે તમે જે વર્ષની માહિતી જોવા માંગો છો તે વર્ષ સિલેક્ટ કરો.
  • તેના પછી તેની નીચે આપેલા ‘Catpcha’ ને જોઈને તેની સામે આપેલ “Catpcha Answer” માં નાખો. (જયાં સુધી તમે સાચો ‘કેપ્ચા’ નહીં નાખો ત્યાં સુધી પ્રક્રિયા આગળ વધશે નહીં)
  • તેના પછી નીચે આપેલ “Get Report” પર ક્લિક કરો.
  • હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • જયાં ભારતના તમામ રાજ્યો બતાવશે. ત્યાં તમારે તમારા રાજ્યની સામે આવેલ “Village Panchayat & Equivalent”  પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • જયાં તમારા રાજ્યના જિલ્લાઓના નામ બતાવશે અને તે નામની આગળ તમારા તાલુકાનું નામ બતાવશે. તમે જે તાલુકાના હોવ તે તાલુકાના નામની આગળ આપેલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • જયાં તમને તમારા તાલુકામાં આવતી તમામ ગ્રામ પંચાયતના નામ જોવા મળશે, હવે તમે જે ગ્રામ પંચાયતનું કામ જોવા માંગો છે. તેના માટે ઓપ્શન આપેલ છે.
  • જેમાં ‘View’ અને ‘Download’ આમ બે ઓપ્શન જોવા મળશે.
  • જેમાં જો તમે ‘View’ પર ક્લિક કરશો તો તમને તમારા ગ્રામ પંચાયતમાં આવેલા તમામ કામોનું વિવિધ લિસ્ટ જોવા મળશે. અને જો તમે ‘Download’ પર ક્લિક કરશો તો તમે તમારા ગ્રામ પંચાયતમાં આવેલા તમામ કામોનું લિસ્ટ ડાઉનલોડ કરી શકશો.
  • આમ, તમે તમારા ગ્રામ પંચાયતમાં આવેલા કામ વિશે માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો:- સીટીઝન પોર્ટલ : હવે ઘરે બેઠા પોતાના મોબાઈલથી પોલીસ સ્ટેશન વિવિધ કામો કરો.


EGramSwaraj Portal માટેની મહત્વપૂર્ણ લિંકો

ઇગ્રામસ્વરાજ પોર્ટલ અહીં ક્લિક કરો.
આવી માહિતી જાણવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

પ્રિય મિત્રો અહીં અમે તમને EGramSwaraj Portal પર પોતાના ગ્રામ પંચાયતમાં આવેલા કામોની માહિતી કેવી રીતે જોવી તેના વિશે સંપૂર્ણ માહિત આપી છે. સાથે અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ સારો લાગ્યો હશે.

પોસ્ટ શેર કરો:
           

1 thought on “EGramSwaraj Portal : હવે તમારા ગામની ગ્રામ પંચાયતમાં આવેલા કામોની માહિતી જાણો તમારા મોબાઈલમાં”

Leave a Comment