Electric Car : દેશમાં ઇલેક્ટ્રિક કારની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશના લોકો પણ Electric Car પર ભરોશો કરી રહ્યા છે. તેથી દેશમાં તેના વેચાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
તો શું? તમે પણ Electric Car ખરીદવાનું વિચારી રહ્યા છો કે પછી ઇલેક્ટ્રિક કાર વિશે જાણવા માંગો છો તો આ 7 ઇલેક્ટ્રિક કાર ઓછી કિંમતમાં સારી રેન્જ અને કિંમત પ્રમાણે સારા એવા ફીચર્સ આપી રહી છે. તો ચાલો જાણીએ આ 7 ઇલેક્ટ્રિક કાર વિશે.
ઇલેક્ટ્રિક કાર
મિત્રો અત્યારે માર્કેટમાં તો ઇલેક્ટ્રિક કાર ઘણી બધી છે પરંતુ તમારા બજેટ પ્રમાણે આ 7 ઇલેક્ટ્રિક કાર સારી રેન્જ અને કિંમત મુજબ સારા એવા ફીચર્સ આપી રહી છે. તો ચાલો જાણીએ કેવી છે? આ ઇલેક્ટ્રિક કાર.
(1) PMV EaS E
(2) MG Comet EV
(3)Tata Tiago EV
(4)Tata Punch EV
(5) Citroen eC3
(6) Mahindra XUV400 EV
(7) Tata Tigor EV
(1) PMV EaS-E
આ યાદીમાં સૌથી પહેલી અને સૌથી સસ્તી Electric Car છે PMV EaS-E. જેને મુંબઈમાં સ્થિત ઇલેક્ટ્રિક વાહન નિર્માતા PMV ઇલેક્ટ્રિકે બનાવી છે.
આ 2 સીટર માઇક્રો ઇલેક્ટ્રિક કાર છે. કંપનીએ આ કારને અત્યારે માત્ર એક જ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. આ કારની શરૂઆતી કિંમત 4.79 લાખ રૂપિયા છે.
આ કારમાં 48-વોલ્ટની બેટરી લાગેલી છે. જે બેટરીને તેના નિયમિત વોલ ચાર્જર વડે ચાર્જ થતા 4 કલાકનો સમય લાગે છે.
એક વખત ચાર્જ કરવાથી આ કાર ત્રણ અલગ-અલગ રેન્જ આપે છે જેમાં તે 120km, 160km અને 200km સુધી ચાલે છે અને તેની ટોપ સ્પીડ 70kmph છે.
આ કારમાં બ્લૂટૂથ-સક્ષમ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, LCD ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કીલેસ એન્ટ્રી, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ અને LED હેડલેમ્પ્સ અને ડોર લૉક/અનલૉક, વિન્ડોઝ અને AC માટે રિમોટ વ્હીકલ ફંક્શન આપેલ છે.
જો સેફટીની વાત કરીએ તો કારમાં બંને મુસાફરો માટે સીટબેલ્ટ, ડ્રાઇવર એરબેગ, ક્રુઝ કંટ્રોલ, પાર્કિંગ સહાય અને પાછળનો-વ્યૂ કેમેરા આપવામાં આવ્યા છે.
(2) MG Comet EV
આ યાદીમાં બીજી સૌથી સસ્તી Electric Car છે MG Comet EV.
આ 4 સીટર ઇલેક્ટ્રિક કાર છે. કંપનીએ આ કારને અત્યારે (પેસ, પ્લે અને પ્લશ) ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. આ કારની શરૂઆતી કિંમત 7.98 થી 9.98 લાખ રૂપિયા સુધી છે.
આ કારમાં 17.3 kWh બેટરી લાગેલી છે. જે બેટરીને ચાર્જ થતા 7 કલાકનો સમય લાગે છે.
એક વખત ચાર્જ કરવાથી આ કાર 230 કિમી સુધીની રેન્જનો દાવો કરે છે.
આ કારમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે અને 55 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ અને કીલેસ એન્ટ્રી સાથે એકીકૃત 10.25-ઇંચ સ્ક્રીન સેટઅપ આપેલ છે.
જો સેફટીની વાત કરીએ તો કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર, રિવર્સ પાર્કિંગ કેમેરા અને પાછળના પાર્કિંગ સેન્સર દ્વારા પેસેન્જરની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે સેન્સર સિસ્ટમ આપવામાં આવ્યા છે.
(3) Tata Tiago EV
આ યાદીમાં ત્રીજી સૌથી સસ્તી Electric Car છે ટાટા કંપનીની Tata Tiago EV.
આ 5 સીટર ઇલેક્ટ્રિક કાર છે. કંપનીએ આ કારને અત્યારે (XE, XT, XZ+ અને XZ+ Lux) ચાર વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. આ કારની શરૂઆતી કિંમત રૂ.8.69 લાખથી રૂ.12.04 લાખ સુધી છે.
આ કારમાં 19.2 અને 24 kWh બેટરી લાગેલી છે. જે બેટરીને DC ચાર્જર વડે ચાર્જ થતા 58 મિનિટનો સમય લાગે છે અને AC ચાર્જર વડે ચાર્જ થતા 6 કલાક 55 મિનિટનો સમય લાગે છે
એક વખત ચાર્જ કરવાથી આ કાર 250.થી 315 કિમી સુધીની રેન્જનો દાવો કરે છે.
આ કારમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4 ટ્વીટર સાથે 4-સ્પીકર હરમન સાઉન્ડ સિસ્ટમ અને ઓટો એસી, વરસાદ-સેન્સિંગ વાઇપર્સ, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ અને ક્રુઝ કંટ્રોલ જેવી સિસ્ટર આપવામાં આવી છે.
જો સેફટીની વાત કરીએ તો ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), EBD સાથે ABS અને પાછળનો-વ્યૂ કેમેરા જેવી સિસ્ટર આપવામાં આવી છે.
(4) Tata Punch EV
આ યાદીમાં ચોથી સૌથી સસ્તી Electric Car છે ટાટા કંપનીની Tata Punch EV.
આ 5 સીટર ઇલેક્ટ્રિક કાર છે. કંપનીએ આ કારને અત્યારે (સ્માર્ટ, સ્માર્ટ પ્લસ, એડવેન્ચર, એમ્પાવર્ડ અને એમ્પાવર્ડ પ્લસ) પાંચ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. આ કારની શરૂઆતી કિંમત રૂ.10.99 લાખથી રૂ.15.49 લાખ સુધી છે.
આ કારમાં 25 થી 35kWh બેટરી લાગેલી છે. જે બેટરીને DC ચાર્જર વડે ચાર્જ થતા 50 મિનિટનો સમય લાગે છે અને AC ચાર્જર વડે ચાર્જ થતા 6 કલાક 5 મિનિટનો સમય લાગે છે
એક વખત ચાર્જ કરવાથી આ કાર 315 થી 421 કિમી સુધીની રેન્જનો દાવો કરે છે.
આ કારમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથેની 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25 ઇંચની સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, એર પ્યુરિફાયર, વેન્ટિલેટેડ આગળની બેઠકો અને સનરૂફનો પણ સમાવેશ થાય છે.
જો સેફટીની વાત કરીએ તો 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), અને ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેકનો સમાવેશ થાય છે.
(5) Citroen eC3
આ યાદીમાં પાંચમી સૌથી સસ્તી Electric Car છે Citroen eC3.
આ 5 સીટર ઇલેક્ટ્રિક કાર છે. કંપનીએ આ કારને અત્યારે (લાઇવ અને ફીલ) વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. આ કારની શરૂઆતી કિંમત રૂ.11.61 લાખ થી રૂ.13.35 લાખ સુધી છે.
આ કારમાં 29.2kWh બેટરી લાગેલી છે. જે બેટરીને DC ચાર્જર વડે ચાર્જ થતા 57 મિનિટનો સમય લાગે છે અને AC ચાર્જર વડે ચાર્જ થતા 10 કલાક 30 મિનિટનો સમય લાગે છે
એક વખત ચાર્જ કરવાથી આ કાર 320 કિમી સુધીની રેન્જનો દાવો કરે છે.
આ કારમાં સિટ્રોએનની ઇલેક્ટ્રિક હેચબેક એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, મેન્યુઅલ એસી અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે 10.2-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ધરાવે છે. EV કીલેસ એન્ટ્રી, ઊંચાઈ-એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ અને કનેક્ટેડ કાર ટેક સાથે પણ આવે છે.
જો સેફટીની વાત કરીએ તો ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS અને પાછળના પાર્કિંગ સેન્સર આપેલ છે.
(6) Tata Tigor EV
આ યાદીમાં ચોથી સૌથી સસ્તી Electric Car છે ટાટા કંપનીની Tata Tigor EV.
આ 5 સીટર ઇલેક્ટ્રિક કાર છે. કંપનીએ આ કારને અત્યારે (XE, XT, XZ+ અને XZ+ Lux) પાંચ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. આ કારની શરૂઆતી કિંમત રૂ.12.49 લાખથી રૂ.13.75 લાખ સુધી છે.
આ કારમાં 26kWh બેટરી લાગેલી છે. જે બેટરીને DC ચાર્જર વડે ચાર્જ થતા 59 મિનિટનો સમય લાગે છે અને AC ચાર્જર વડે ચાર્જ થતા 7 કલાક 05 મિનિટનો સમય લાગે છે
એક વખત ચાર્જ કરવાથી આ કાર 315 કિમી સુધીની રેન્જનો દાવો કરે છે.
આ કારમાં ટાટાએ 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે ટાટાએ ટિગોર EV લોડ કર્યું છે જેમાં ચાર સ્પીકર્સ અને સમાન સંખ્યામાં ટ્વિટર્સ, ક્રૂઝ કંટ્રોલ, ઓટો એસી, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને કનેક્ટેડ કાર ટેક છે.
જો સેફટીની વાત કરીએ તો ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ટાયર પંચર રિપેર કિટ, હિલ એસેન્ટ/ડિસેન્ટ કંટ્રોલ અને પાછળના-વ્યૂ કેમેરાનો સમાવેશ થાય છે.
(7) Mahindra XUV400 EV
આ યાદીમાં સાતમ સૌથી સસ્તી Electric Car છે મહિન્દ્રા કંપનીની Mahindra XUV400 EV.
આ 5 સીટર ઇલેક્ટ્રિક કાર છે. કંપનીએ આ કારને અત્યારે (Pro EC and Pro EL) બે વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. આ કારની શરૂઆતી કિંમત રૂ.15.49 લાખથી રૂ.19.39 લાખ સુધી છે.
આ કારમાં 34.5 થી 39.4 kWh બેટરી લાગેલી છે. જે બેટરીને DC ચાર્જર વડે ચાર્જ થતા 50 મિનિટનો સમય લાગે છે અને AC ચાર્જર વડે ચાર્જ થતા 6 કલાક 30 મિનિટનો સમય લાગે છે
એક વખત ચાર્જ કરવાથી આ કાર 375 થી 456 કિમી સુધીની રેન્જનો દાવો કરે છે.
આ કારમાં મહેન્દ્રાએ 10.25-ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ, 10.25-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ડ્યુઅલ-ઝોન એસી, સનરૂફ, વાયરલેસ ફોન ચાર્જિંગ અને પુશ-બટન સ્ટાર્ટ-સ્ટોપનો સમાવેશ થાય છે.
જો સેફટીની વાત કરીએ તો 6 જેટલી એરબેગ્સ, કોર્નરિંગ બ્રેક કંટ્રોલ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), હિલ હોલ્ડ આસિસ્ટ અને પાછળનો પાર્કિંગ કેમેરાનો સમાવેશ થાય છે.
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને Electric Car વિશે સંપૂર્ણ માહિતી આપી છે. જેમાં આપણે આ લેખમાં 7 બેસ્ટ ઇલેક્ટ્રિક કારની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. અમારા તરફથી તમને કોઈપણ કાર ખરીદીવા માટે ભલામણ કરવામાં આવતી નથી. તો મિત્રો આવી જ રીતે વિવિધ ઇલેક્ટ્રિક વાહનોની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.