આપણા દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી દ્રારા 29 ઓગસ્ટના રોજ દેશની પ્રથમ ઇથેનોલ કાર લોન્ચ કરવામાં આવી છે, જે ટોયોટા કંપનીએ પ્રથમ ઇલેક્ટ્રિક ફ્લેક્સ ફ્યુઅલ કાર લોન્ચ કરી. જે 100 ટકા ઈથેનોલ પર ચાલી શકે છે.
તો ચાલો જાણીએ કે, ઇથેનોલ કાર શું છે?, ઇથેનોલ ઇધણ કેવી રીતે બને છે?, ઇથેનોલ ઇધણ એ પેટ્રોલ, ડીઝલ અને CNG કરતા કેટલું સસ્તું છે?, ઇથેનોલ કાર અને ઇથેનોલ ઇધણ ફાયદા શું છે? અને ઇથેનોલ કાર અને ઇથેનોલ ઇધણના નુકસાન શું છે? આ તમામ માહિતી જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચો.
ઇથેનોલ કાર શું છે?
અત્યારે આપણે જે ડીઝલ થી ચાલનારી કાર, પેટ્રોલ થી ચાલનારી કાર, CNG થી ચાલનારી અને ગોબર ગેસ થી ચાલનારી કાર ચલાવીએ છીએ તે જ રીતે આ ઇથેનોલ કાર એ તેના જેવી સામાન્ય કાર છે. પરંતુ જે આ ઇથેનોલ કાર છે તે પેટ્રોલ, ડીઝલ, CNG કે કોઈ અન્ય ઇંધણથી નથી ચાલતી આ કાર ઇથેનોલ નામના ઇંધણથી ચાલે છે તે માટે આ કારનું નામ ઇથેનોલ કાર છે જેને ઇલેક્ટ્રિક ફ્લેક્સ ફ્યુઅલ કાર પણ કહેવામાં આવે છે.
ઇથેનોલ ઇંધણ કેવી રીતે બને છે?
જયારે પેટ્રોલ અને ડીઝલ ની વાત આવે ત્યારે તેના આપણે તેલના કુવાઓ યાદ આવે છે, જયારે લોકો દ્રારા કહેવામાં આવે છે કે એક દિવસ પેટ્રોલ અને ડીઝલના કુવાઓ પણ સુકાઈ જાશે. હવે જયારે ઇથેનોલ ઇંધણની વાત આવે ત્યારે આપણે ફરીથી તેલના કુંવાઓ યાદ આવે છે કે ઇથેનોલ કુંવાઓ કયા આવેલ છે. તો તમને બતાવી દઈએ, કે ઇથેનોલ ઇંધણ એ કુંવાઓમાંથી નથી મળતું. પરંતુ તે ખેતરોમાંથી મળી આવે છે. આવો જાણીએ કે ઇથેનોલ ખેતરોમાંથી કેવી રીતે મળે છે.
ખેડૂતોના ખેતરમાં ત્યાર થતા મકાઈ, સડેલા બટાકા, કસાવા અને સડેલાં શાકભાજી, ઘઉં જેવા વિવિધ છોડની સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવે છે જેને આલ્કોહોલ કહેવામાં આવે છે આ એક નવું ઇંધણ છે. જેનું નામ છે. ‘ઇથેનોલ’.
ઇથેનોલ કાર એ પેટ્રોલ, ડીઝલ અને CNG કાર કરતા કેટલું સસ્તું છે?
આપણા દેશના કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે ‘ઇથેનોલની કિંમત 60 રૂપિયા પ્રતિ લિટર છે અને આ કાર 15 થી 20 કિલોમીટરની માઇલેજ આપી શકે છે. આ પેટ્રોલની તુલનામાં સસ્તું છે, જે હાલમાં લગભગ રૂપિયા 120 પ્રતિ લિટર છે.
ઇથેનોલ કાર અને ઇથેનોલ ઇધણ ફાયદા શું છે?
- પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી પેટ્રોલના ઉપયોગથી થતા પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળશે.
- ઇથેનોલનો ઉપયોગ કરીને વાહનો 35% ઓછા કાર્બનમોનોક્સાઇડનું ઉત્સર્જન કરે છે.
- ઇથેનોલ સલ્ફરડાયોક્સાઇડ અને હાઇડ્રોકાર્બનના ઉત્સર્જનને પણ ઘટાડે છે.
- ઇથેનોલમાં હાજર 35% ઓક્સિજનને કારણે આ ઇંધણ નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્સર્જનને પણ ઘટાડે છે.
- ઇથેનોલ પર ચાલતા વાહનને પેટ્રોલની સરખામણીમાં ઘણી ઓછી ગરમી મળે છે. ઇથેનોલમાં આલ્કોહોલ ઝડપથી બાષ્પીભવન થાય છે, જેના કારણે એન્જિન ઝડપથી ગરમ થતું નથી. આનાથી એન્જિન લાઈફ વધે છે.
- ઇથેનોલનો ઉપયોગ વધવાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે, કારણ કે ઈથેનોલ શેરડી, મકાઈ અને અન્ય ઘણા પાકોમાંથી બનાવવામાં આવે છે.
- દેશની શુગર મિલોને આવકનો નવો સ્ત્રોત મળશે અને તેમની આવકમાં વધારો થશે.
- ઇથેનોલ ઇંધણનો સૌથી મોટો ફાયદો એની કિંમત છે, આપણા દેશના કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે ‘ઇથેનોલની કિંમત 60 રૂપિયા પ્રતિ લિટર છે અને આ કાર 15 થી 20 કિલોમીટરની માઇલેજ આપી શકે છે. આ પેટ્રોલની તુલનામાં સસ્તું છે, જે હાલમાં લગભગ રૂપિયા 120 પ્રતિ લિટર છે.
- આ ઈંધણથી દેશમાં પેટ્રોલિયમની આયાતનો ખર્ચ ઓછો શકે છે.
- પેટ્રોલ એ અશ્મિભૂત બળતણ છે, જેનો અર્થ એ છે કે તે એવા સંસાધનોમાંથી બનાવવામાં આવે છે જે મર્યાદિત છે અને આખરે તે આવનારા સમયમાં સમાપ્ત થઈ જશે. બીજી બાજુ, ઇથેનોલ એવા પાકોમાંથી ઉત્પન્ન કરી શકાય છે જે દર વર્ષે આપણા ખેતરમાં ઉગાડવામાં આવે છે.
- ઇથેનોલ એ પેટ્રોલ કરતાં વધુ સ્વચ્છ બર્નિંગ છે.
- ઇથેનોલ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન જેવા પ્રદૂષકોનું ઓછું ઉત્સર્જન કરે છે.
- ઇથેનોલ હવાની ગુણવત્તા સુધારવામાં અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરી શકે છે.
- ઇથેનોલનું ઉત્પાદન ગ્રામીણ વિસ્તારોમાં નોકરીઓનું સર્જન કરી શકે છે, જ્યાં ઘણા મકાઈ અને શેરડીના ખેતરો આવેલા છે.
ઇથેનોલ કાર અને ઇથેનોલ ઇધણના નુકસાન શું છે?.
- ઇથેનોલ ઇંધણની કિંમત હજુ પણ ઉત્પાદનના ખર્ચ કરતા વધારે છે. જેથી તે મોંઘુ પડે છે.
- ઇથેનોલ ઇંધણએ પાણીને શોષી શકે છે જેથી તે કાટ અને એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે.
- ઇથેનોલ ઇંધણમાં ગેસ કરતાં ઓછી ઉર્જા સામગ્રી હોય છે જેથી ઇથેનોલ ઇંધણ પર ચાલતી કાર ગેસથી ચાલતી કાર જેટલું સારું માઇલેજ ન પણ આપી શકે.
ઇથેનોલ કારનો ઉપયોગ કરવામાં કયો દેશ આગળ છે?
મિત્રો ભારતે ઇથેનોલ કાર અને ઇથેનોલ ઇંધણમાં હવે જ એન્ટ્રી કરી છે. પરંતુ બ્રાઝિલ એ એવો દેશ છે. જે ઇથેનોલ ઇંધણ ઉદ્યોગમાં ચેમ્પિયન છે. જે ઇથેનોલ ઇંધણ ઉદ્યોગમાં સૌથી આગળ છે.
આ પણ વાંચો:-
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.ભારતના ઇથેનોલ કાર લોન્ચ થઈ છે?
જવાબ :- ‘હા’
2.ઇથેનોલ કાર કઈ કંપનીએ બનાવી છે?
જવાબ :- ટોયોટા કંપની
3.ઇથેનોલ ઉત્પાદનમાં કયો દેશ આગળ છે?
જવાબ :- બ્રાઝિલ
4.ઈથેનોલ નો ભાવ શું છે?
જવાબ :- આપણા દેશના કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે ‘ઇથેનોલની કિંમત 60 રૂપિયા પ્રતિ લિટર છે અને આ કાર 15 થી 20 કિલોમીટરની માઇલેજ આપી શકે છે. આ પેટ્રોલની તુલનામાં સસ્તું છે,