ચંદ્ર પર જમીન : ચંદ્ર પર કેવી રીતે ખરીદવી જમીન?, ચંદ્ર પર જમીનનો ભાવ કેટલો છે?, જાણો સંપૂર્ણ જાણકારી.

 

ચંદ્રાયન 3 નું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયા બાદ ચંદ્ર પર જમીન કેવી રીતે ખરીદવી તે ખુબ ચર્ચામાં આવી રહ્યું છે.

મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે, શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકીએ છીએ?, ચંદ્ર પર જમીન કોણ વેચી રહ્યું છે?, ચંદ્ર પર જમીનનો ભાવ કેટલો છે?, અત્યારે જે ચંદ્ર પર જમીન ખરીદીએ છીએ તેના પર આવનારા સમયમાં પોતાની માલિકી રહેશે? અને ભારતમાં અત્યાર સુધી કયા લોકોએ ચંદ્ર પર જમીન ખરીદી છે?. આ તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


ચંદ્ર પર જમીન


શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકીએ છીએ?

અત્યારે તમામ લોકોના મનમાં પ્રશ્ન ચાલી રહ્યો છે, શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકીએ છીએ?, તો તેનો જવાબ છે ‘હા’, તમે ખરેખર લેન્ડિંગ સિટ્સમાં ચંદ્રનો ટુકડો ખરીદી શકો છો જેમ કે ‘બે ઑફ રેઈનબોઝ’, ‘સી ઑફ રેન્સ’, ‘લેક ઑફ ડ્રીમ્સ’, ‘સી ઑફ સેરેનિટી’, ‘સી ઓફ મસકોવી’ અને અન્ય ઘણી જગ્યાએ.

દુનિયાના ઘણા બધા દેશોના લોકોએ ઘણા વર્ષો પહેલા ચંદ્ર પર જમીન(land on the moon) ખરીદી લીધી છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જ્યારથી ભારત દ્રારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-3 નું લેન્ડર 23 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ત્યારબાદ લોકોમાં ‘ચંદ્ર પર જમીન’ શબ્દ ખુબ ચર્ચામાં આવી રહ્યો છે. કારણે કે હવે એવુ કહેવામાં આવી રહ્યું ‘ચંદ્ર પર જમીન’ ખરદીમાં વધારો આવી શકે છે.


ચંદ્ર પર જમીન કોણ વેચી રહ્યું છે?

વિવિધ રિપોર્ટ અનુસાર , luna Society International અને International Lunar Lands Registry નામની કંપની છે, જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરે છે. એટલે કે આ કંપની દુનિયાના લોકોને ચંદ્ર પર આવેલ ‘બે ઑફ રેઈનબોઝ’, ‘સી ઑફ રેન્સ’, ‘લેક ઑફ ડ્રીમ્સ’, ‘સી ઑફ સેરેનિટી’, ‘સી ઓફ મસકોવી’ નામની આવેલ જગ્યાઓ વગેરે અન્ય જગ્યાએ “luna Society International” અને “International Lunar Lands Registry” કંપની દ્રારા જમીન વેચવામાં આવે છે.

 

જે રીતે તમે તમારા ગામ કે શહેરમાં પ્લોટ ખરીદો છો અને જે રીતે તમને તે જમીનના દસ્તાવેજ આપવામાં આવે છે તે રીતે તમને તમે જે તમે ચંદ્ર પર પ્લોટ ખરીદો છો તેના પણ ડોકયુમેન્ટ આપવામાં આવે છે.


ચંદ્ર પર જમીનનો ભાવ કેટલો છે?

International Lunar Lands Registry કંપની અનુસાર ચંદ્ર પર જમીનની કિંમત લગભગ $45 પ્રતિ એકર છે. ભારતીય ચલણ પ્રમાણે આ કિંમત અંદાજે 3500ની આસપાસ છે. જે ચંદ્ર પર જમીનની કિંમત ભારતના કોઈપણ ભાગ કરતાં ઘણી ઓછી છે.


અત્યારે જે ચંદ્ર પર જમીન ખરીદીએ છીએ તેના પર આવનારા સમયમાં પોતાની માલિકી રહેશે?

મિત્રો જ્યારે જમીનની કિંમત નક્કી છે, જયારે લોકો તેને ખરીદી રહ્યા છે તો સવાલ તે ઊભો થાય છે કે, આખરે ચંદ્રનો માલિક કોણ છે? અને મુખ્ય સવાલ એ છે કે અત્યારે જે ચંદ્ર પર પ્લોટ ખરીદીએ છીએ તેના પર આવનારા સમયમાં પોતાની માલિકી રહેશે? તો ઈન્ટરનેશનલ સંગઠનોનું માનવું છે કે, ચંદ્રની જમીન પર કાયદેસર રીતે કોઈનો માલિકી હક ન ગણી શકાય. કારણ કે, પૃથ્વીથી બહારની દુનિયામાં સંપૂર્ણ માનવ જાતિની ધરોહર છે. તેના પર કોઈ એક દેશનો કબ્જો ન હોઈ શકે.

કારણ કે 1967 ની આઉટર સ્પેસ ટ્રીટીના પ્રમાણે, સ્પેસમાં કોઈ પણ ગ્રહ કે તેમના ઉપગ્રહો પર કોઈ એક દેશ કે પછી કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી. જેમાં ભારત સહિત 110 દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા છે. જેથી કોઈપણ કંપની કોઈપણ અધિકાર વિના ચંદ્ર પર પ્લોટ રજિસ્ટ્રી કરવાનો દાવો કરે છે. તે એક રીતે કૌભાંડ છે. એટલે કે ચંદ્રની જમીનમાં કાયદેસર રીતે કોઈની માલિકી કે હક ન ગણી શકાય. જેથી તમે સમજી ગયા હશો કે અત્યારે જે ચંદ્ર પર પ્લોટ ખરીદીએ છીએ તેના પર આવનારા સમયમાં પોતાની માલિકી રહેશે? કે નહીં.

ભારતમાં અત્યાર સુધી કયા લોકોએ ચંદ્ર પર જમીન ખરીદી છે?

મિત્રો કહેવામાં આવે છે કે ભારતમાં પણ ઘણા બધા લોકોએ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો છે, તો તે કયા લોકો છે તેની માહિતી નીચે આપેલ છે.

  • હૈદરાબાદ ના રાજીવ બાગડીએ વર્ષો પહેલા 2002 માં ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો.
  • બેગલુરૂના લલિત મોહતાએ પણ વર્ષો પહેલા 2006 માં ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો.
  • વર્ષ 2018 માં સુશાંત સિંહ રાજપૂતે પણ ચંદ્ર પ્લોટ ખરીદ્યો હતો. અને સાથે એવુ કહેવામાં આવે છે કે, બોલીવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનને પણ તેમના એક ચાહકે ચંદ્ર પર પ્લોટ ભેટમાં આપ્યો હતો.
  • રાજકોટના એક વ્યક્તિએ તેની પત્નના બર્થડે પર ચંદ્ર પર 1 એકર જમીન ખરીદીને ગિફ્ટમાં આપી છે.
  • આમ ભારતમાં ઘણા બધા લોકોએ ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો છે.

આ પણ વાંચો:- બ્રિક્સ સમિટ શું છે?


મિત્રો અહીં આપવામાં આવેલી ચંદ્ર પર રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. અમારી વેબસાઈટ ONLYLBC.COM કોઈપણ જવાબદારી લેતી નથી. જેથી ચંદ્ર પર પ્લોટ માટે કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. અથવા International Lunar Lands Registry કંપની અધિકારીક વેબસાઈટ https://lunarregistry.com ની મુલાકાત લો.

 

મિત્રો આવી રીતે વિવિધ માહિતીઓ ગુજરાતી ભાષામાં જાણવા જોડાવો અમારા Whatsapp Group માં જોડાવા માટે અહીં ક્લિક કરો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું