BRICS શું છે? : બ્રિક્સ સમિટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અને તેમાં કયા દેશોનો સમાવેશ થાય છે?, જાણો સંપૂર્ણ માહિતી

 

અત્યારના સમયમાં BRICS શબ્દ ખુબ ચર્ચામાં ચાલી રહ્યો છે તો આજે આપણે જાણીશું કે, બ્રિક્સ સમિટ શું છે?, બ્રિક્સ સમિટમાં કયા દેશોનો સમાવેશ થાય છે?, બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ હતી?, બ્રિક્સ સમિટનું પૂરું નામ શું છે? બ્રિક્સ સમિટનો હેતુ શું છે?, બ્રિક્સના વર્તમાન નેતા કોણ છે?, પ્રથમ બ્રિક્સ સમિટ ક્યારે યોજાઈ હતી?, બ્રિક્સ સમિટ શું કાર્યો કરે છે.


બ્રિક્સ સમિટ


BRICS શું છે?

બ્રિક્સ એ વિશ્વના પાંચ જલ્દીથી વધતી અર્થવ્યવસ્થાના દેશોનું સંગઠનનું છે. જે વિશ્વની અગ્રણી વધતી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે જાણીતી છે. BRICS સમિટની અધ્યક્ષતા દર વર્ષે તેના સભ્ય દેશો દ્વારા કરવામાં આવે છે. પાંચ દેશોમાંથી દરેક એક પછી એક દર વર્ષે આ સમિટનું આયોજન કરે છે. આ વખતે વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દક્ષિણ આફ્રિકા તેનું આયોજન કરી રહ્યું છે.


BRICS માં કયા દેશોનો સમાવેશ છે.

બ્રિક્સમાં કુલ પાંચ દેશનો સમાવેશ થાય છે. જે નીચે મુજબ છે.

  • ભારત
  • રશિયા
  • બ્રાઝિલ
  • દક્ષિણ આફ્રિકા
  • ચીન

આ સિવાય વિશ્વના લગભગ 40 દેશો એવા છે જેમણે BRICS  સંગઠનમાં જોડાવા માટે અપીલ અપીલ કરી છે. જેમાં એવા કુલ 22 દેશો છે જેમણે આ સંગઠનમાં જોડાવા માટે સત્તાવાર અરજીઓ પણ આપી છે, જે BRICS 2023 માં આ અરજીઓને મંજૂરી મળી શકે છે. જો આ 40 દેશોમાં વાત કરીએ તો, ઈરાન, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, યુએઈ, કઝાકિસ્તાન, બોલિવિયા, ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, ક્યુબા, અલ્જેરિયા, કોંગો સહિતના ઘણા દેશો બ્રિક્સમાં જોડાવા માંગે છે.


BRICS નું પૂરું નામ શું છે. 

બ્રિક્સ નું આખુ નામ બ્રિક્સ સંગઠનમાં સમાવેશ દેશોના નામ પરથી આપવામાં આવ્યું છે. જેનું આખુ નામ કંઈક નીચે મુજબ છે.

B બ્રાઝિલ
R રશિયા
I ભારત
C ચીન
S દક્ષિણ આફ્રિકા.

બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ હતી?

BRICS ની સ્થાપના જૂન 2006 માં થઈ હતી. જયારે તે સમિટમાં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન આ માત્ર ચાર દેશોનો સમાવેશ થતો હતો, ત્યારે તેનું નામ BRIC હતું. પરંતુ જયારે બ્રિક્સ સંગઠનમાં વર્ષ 2010 માં દક્ષિણ આફ્રિકા જોડાયું  ત્યાર બાદ આ સંસ્થાનું નામ બદલાઈ ગયું અને BRIC ના બદલે તેનું નામ BRICS માં બદલાઈ ગયું.

પ્રથમ BRICS સમિટ 16 જૂન 2009ના રોજ રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાઈ હતી.


બ્રિક્સ સંગઠનનો હેતુ શું છે?

BRICS સંગઠન માં વિશ્વના એવા 5 દેશોનો સમાવેશ થાય છે જર્મની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. બ્રિક્સ સંગઠનમાં વિશ્વની 41 ટકા વસ્તી, વૈશ્વિક GDP લગભગ 24 ટકા અને વિશ્વ વેપારના 16 ટકા નો સમાવેશ થાય છે. જેથી બ્રિક્સ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં સભ્ય દેશો વચ્ચે પરસ્પર લાભદાયી સહકારને આગળ વધારવાનો છે જેથી તેમના વિકાસને વેગ મળે. જળવાયુ પરિવર્તન, આતંકવાદ, વિશ્વ વેપાર, ઉર્જા, આર્થિક સંકટ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે જેથી તે મુદ્દાઓનું સમાધાન કરી શકાય.


BRICS ના વર્તમાન કાર્યકર્તા કોણ છે?

અત્યારે બ્રિક્સ સંગઠનનું સંચાલન બ્રિક્સ સંગઠનમાં સમાવેશ તમામ દેશના પ્રત્યેક દેશ પ્રમાણે તે દેશના એક વ્યક્તિ દ્રારા સંચાલન કરવામાં આવે છે.

  • ભારતના વડાપ્રધાન – નરેન્દ્ર મોદી.
  • બ્રાઝિલના રાષ્ટ્રપતિ – જેયર બોલ્સોનારો.
  • રશિયાના રાષ્ટ્રપતિ – વ્લાદિમીર પુતિન.
  • દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ – સિરિલ રામાફોસા.
  • ચીનના રાષ્ટ્રપતિ – શી જિનપિંગ.

બ્રિક્સ સંગઠનના મુખ્ય કાર્યો શું છે?

(1) આર્થિક અને નાણાકીય :–

બ્રિક્સ સંગઠન માટે આર્થિક અને નાણાકીય એ મુખ્ય પાયો છે જેમાં વેપાર, નાના અને મધ્યમ ઉદ્યોગો, કૃષિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, નાણા અને બેંકિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં આંતર-બ્રિક્સ સહયોગના વિસ્તરણ દ્વારા પરસ્પર સમૃદ્ધિ માટે આર્થિક વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવું. જેથી ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે સહયોગી અભિગમો તેમજ નવીન રીતોને પ્રોત્સાહન આપવાનો છે.

 

(2) સાંસ્કૃતિક અને લોકો થી લોકો વિનિમય :-

બ્રિક્સ સંગઠન માટે સાંસ્કૃતિક અને લોકો થી લોકો વિનિમય એ મુખ્ય પાયો છે. જેમાં લોકો થી લોકો આંતર બ્રિક્સના નિયમિત આદાન-પ્રદાન દ્વારા સાંસ્કૃતિક, શૈક્ષણિક, યુવા, રમતગમત અને વ્યવસાયમાં લોકો થી લોકોના દ્રારા સંપર્ક બનાવવો. જેથી સંસદસભ્યો, યુવા વૈજ્ઞાનિકો વગેરે વચ્ચે માહિતી આદાન-પ્રદાન થાય છે.

 

(3) રાજકીય અને સુરક્ષા :-

બ્રિક્સ સંગઠન માટે રાજકીય અને સુરક્ષા એ મુખ્ય પાયો છે જેમાં વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા, વૈશ્વિક રાજકીય જગ્યામાં વિકાસ તેમજ 21મી સદીને અનુરૂપ બહુપક્ષીય પ્રણાલીમાં સુધારાના મુદ્દાઓ પર સહયોગ અને સંવાદને વધારવા માટે આ પાયા હેઠળ આતંકવાદ વિરોધી અને તેના ધિરાણમાં સહકાર માટે સામનો કરવો.


આ પણ વાંચો:-

રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધનનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?


BRICS official website

મિત્રો અહીં અમે તમને અમારાથી બનતી મહેનતે મુજબ સરળ ભાષામાં સમજ સમજાવાની કોશિશ કરી છે, જેથી અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ સારો લાગ્યો હશે. પરંતુ જો અમે BRICS વિશે વધુ માહિતી જણવા માંગો છો તો નીચે બ્રિક્સ સંગઠનની ઓફીસીયલ વેબસાઈટ આપેલ છે. જ્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો.

BRICS વિશે માહિતી જાણવા માટેની ઓફીસીયલ વેબસાઈટ અહીં ક્લિક કરો.
વિશે માહિતી જાણવા માટેની ભારતીય ઓફીસીયલ વેબસાઈટ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1. બ્રિક્સ સંગઠનમાં કયા દેશોનો સમાવેશ થાય છે. (BRICS countries list)

જવાબ:- બ્રિક્સ સંગઠન અત્યારે કુલ પાંચ દેશોનો સમાવેશ થાય છે. જેમાં ભારત રશિયા બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા, ચીન

 

2.બ્રિક્સ સંગઠનમાં કયા દેશો જોડાવા માંગે છે? (Which countries want to join BRICS)

જવાબ:- આવનારા સમયમાં બ્રિક્સ સંગઠન સાથે 40 દેશ જોડાવા માંગે છે જેમાં આ 40 દેશોમાં વાત કરીએ તો, ઈરાન, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, યુએઈ, કઝાકિસ્તાન, બોલિવિયા, ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, ક્યુબા, અલ્જેરિયા, કોંગો સહિતના ઘણા દેશો બ્રિક્સમાં જોડાવા માંગે છે.

 

3.બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ હતી?

જવાબ:- BRICS ની સ્થાપના જૂન 2006 માં થઈ હતી.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “BRICS શું છે? : બ્રિક્સ સમિટની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અને તેમાં કયા દેશોનો સમાવેશ થાય છે?, જાણો સંપૂર્ણ માહિતી”

Leave a Comment