રક્ષાબંધનનો ઇતિહાસ : રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે?

 

દેશના તમામ લોકો રક્ષાબંધનને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. રક્ષાબંધનના દિવસે બહેન એ ભાઈને રાખડી બાંધે છે. પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. અને રક્ષાબંધન કયા મહિનામાં છે 2023 અને રાખડી બાંધવાનું મુહૂર્ત કયું છે તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


રક્ષાબંધનનો ઇતિહાસ


રક્ષાબંધનનો ઇતિહાસ

આપણે બધા જાણીએ છીએ, કે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે બહેન એ ભાઈને રાખડી બાંધે છે તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ આ રક્ષાબંધનનો ઇતિહાસ શું છે. તેનાથી લોકો અજાણ હશે કે રક્ષાબંધનની શરૂઆત સૌપ્રથમ પૃથ્વી લોક પર થઇ ન હતી. પરંતુ કોઈ અન્ય લોકમાં મનાવવામાં આવી હતી. રક્ષાબંધનના સંદર્ભમાં દરેક યુગ અને દરેક કાળમાં વિવિધ ધારણાઓ બંધાઈ. તો ચાલો આ તમામ રક્ષાબંધનનો ઇતિહાસ વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ.


ધારણા :- 1

આ ધારણા મહાભારત સાથે જોડાયેલી છે. મહાભારતમાં જયારે શિશુપાલનો વધ ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાના સૂદર્શન ચક્રથી કર્યું હતું. ત્યારે શિશુપાલનું માથું કપાઈ જાય છે અને તે ચક્ર પાછું શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની આંગળી કપાઈ જાય છે અને તે આંગળીમાંથી લોહી નીકળવા લાગે છે.

 

જયારે આ આગળી માંથી લોહી નીકળી રહ્યું હોય છે ત્યારે આ દ્રશ્ય પાંડવોની પત્ની દ્રોપદી જોઈ શક્તિ નથી અને તે તરત જ પોતાની સાડીનો છેડો કાપી ભગવાન શ્રી કૃષ્ણની આંગળી પર પાટો બાંધે છે અને લોહી વહેતું અટકાવે છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ આ જોઈને દ્રૌપદીને વરદાન આપે છે કે તે આખી ઝીંદગી દ્રૌપદીની રક્ષા કરશે. જ્યારે આ ઘટના બની તે Each એટલે શ્રાવણ માસની પૂનમ હતી. અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ઉપકારનો બદલો દ્રોપદીના ચીર હરણ ના દિવસે વાળ્યો હતો. કહે છે કે ભાઈ બહેનની પરસ્પર એક બીજાની રક્ષાને ધ્યાનમાં રાખતા રક્ષાબંધનનો તહેવાર ત્યારથી ચાલુ થયો. એટલે કે આ પણ ધારણા છે જેને રક્ષાબંધનનો ઇતિહાસ માનવામાં આવે છે.


ધારણ 2:-

 

આ ધારણા પ્રચલિત પૌરાણિક માન્યતાની સાથે જોડાયેલી છે. ભવિષ્ય પૂરાણ મુજબ એક વાર બાર વર્ષો સુધી દેવો અને અસૂરો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. જે સંગ્રામમાં દેવતાઓની હાર થઇ રહી હતી એટેલ બધા દેવતા ડરીને બૃહસ્પતિ એટલે કે બ્રહ્મા પાસે ગયા.

 

હવે ત્યાં ઇન્દ્રના પત્ની દેવી સૂચી પણ ઉપસ્થિત હતા. દેવ ઇન્દ્રની વ્યથા જાણીને ઈન્દ્રાણીએ તેમને કહ્યું કે સ્વામી હું વિધિ વિધાન પૂરાવા રક્ષાસૂત્ર તૈયાર કરીશ તેને તમે સ્વાસ્થ્ય વાચન પૂર્વક બ્રાહ્મણ પસેથી બંધાવી લેજો. ત્યાર બાદ તમે અવશ્ય વિજય પ્રાપ્તિ કરશો.

 

કેહવાય છે કે તે રક્ષાસૂત્રના કારણે ઇન્દ્ર સહીત દેવો વિજયી થયા હતા. ત્યારથી આ રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણના માધ્યમથી મનાવવામાં આવ્યો. તે દિવસથી શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ પાસેથી દોરો બંધાવવાની પ્રથા ચાલી આવે છે. આ ધારણા સાથે પણ રક્ષાબંધનનો ઇતિહાસ જોડાયેલો છે.


ધારણા :- 3

આ ધારણા ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે. જયારે રાજા બલીએ ૧૧૦ યજ્ઞ કરી લીધા ત્યાર બાદ દેવતાઓનો ડર વધી ગયો હતો. દેવતા ડરવા લાગ્યા કે રાજા બલી યજ્ઞની શક્તિથી ક્યાંક સ્વર્ગલોકમાં પણ અધિકારના પ્રાપ્ત કરી લે.

 

તેથી બધા દેવો સ્વર્ગ લોકની રક્ષાના ડરથી ભગવાન વિષ્ણુ પાસે ગયા તેમની આ સમસ્યા લઈને અને પૂરી વાત કહી જણાવી અને તેનો ઉપાય જણાવવા કહ્યું.

 

ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઇ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલી પાસે ભિક્ષા માગવા ગયા. તેના ગુરુની સહેમતી ન હોવા છતાં પણ રાજા બલીએ ત્રણ પગલા ભૂમિનું દાન વામન અવતારમાં આવેલ વિષ્ણુ ભગવાનને કરી દીધું. તે દરમિયાન બ્રાહ્મણ વેશ ધારણ કરેલ ભગવાન વિષ્ણુએ ત્રણ પગલામાંથી એક પગલામાં સ્વર્ગ લોક અને બીજા પગલામાં પૃથ્વી લોક પ્રાપ્ત કરી લીધું. હવે વારો હતો ત્રીજા પગલાનો રાજા બળી ખૂબ જ પરેશાન થઇ ગયો કે હવે શું કરવું વામન અવતાર વિષ્ણુ ભગવાન હજુ ત્રીજું ડગલું માંડે ત્યાજ તેમના પગ નીચે રાજા બલીએ પોતાનું માથું ધર્યું અને કહ્યું કે તમારું ત્રીજું પગલું અહીં મૂકી દો.

 

આમ ભગવાન વિષ્ણુએ રાજા પાસેથી સ્વર્ગ લોક અને પૃથ્વી લોક પર રહેવાનો અધિકાર છીનવી લીધો અને રાજા બલીએ પાતાળ લોકમાં રહેવું પડ્યું.

 

તે માટે કહેવાય છે કે બલી જ્યારે પાતાલ લોકમાં જતો રહ્યો ત્યાર બાદ તેણે ભગવાનની રાત દિવસ ભક્તિ પૂજા યાચના કરીને ભગવાન પાસેથી હરહંમેશ સાથે રેહવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. અને ભગવાન વિષ્ણુએ તેના આ વરદાનના કારણે તેમના દ્વારપાળ બનવું પડ્યું.

 

આ જોઈને માતા લક્ષ્મી પરેશાન થઇ ગયા. અને પરેશાન લક્ષ્મીજીને નારદજીએ એક ઉપાય બતાવ્યો અને નારદજીના બતાવેલા ઉપાય મૂજબ તે પાતાળ લોકમાં રાજા બલી પાસે ગયા અને તેમને રાખડી બાંધી અને ભેટ સ્વરૂપે ભગવાન વિષ્ણુને પોતાની સાથે લઇ જવાની માંગની કરી. અને આ દિવસ હતો શ્રાવણ માસની પૂનમ અને કહેવાય છે કે તે દિવસથી રક્ષાબંધન મનાવવાની શરૂઆત થઇ. આ ધારણા સાથે પણ રક્ષાબંધનનો ઇતિહાસ જોડાયેલો છે.


રક્ષાબંધન કયા મહિનામાં છે 2023

આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઉજવવામાં આવશે કારણ કે આ વર્ષે ભદ્ર કાળ હોવાથી આ વર્ષે 2023 માં રક્ષાબંધન ઉજવવા માટે 2 તારીખો બહાર આવી રહી છે, જેના કારણે લોકોમાં અસમંજસ છે કે રક્ષાબંધન ઉજવવાની સાચી તારીખ કઈ છે અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે.

 

આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટ, બુધવાર અને 31 ઓગસ્ટ, ગુરુવારે ઉજવવામાં આવશે. એટલે કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 2 દિવસ ઉજવાશે. હિન્દુ પંચાગ અનુસાર, સાવન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, બુધવારના રોજ સવારે 10.58 કલાકથી શરૂ થશે અને 31 ઓગસ્ટ, ગુરુવારના રોજ સવારે 07.05 કલાકે સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર બપોરનો સમય રક્ષાબંધનની ઉજવણી માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. પરંતુ જો બપોરે ભદ્રા હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ છે. વર્ષ 2023માં રક્ષાબંધનના દિવસે એટલે કે 30મી ઓગસ્ટે ભદ્રકાળ સાંજથી રાત સુધી ચાલશે.


રાખડી બાંધવાનું મુહૂર્ત 2023

  • રક્ષાબંધન ભદ્રકાળ – સાંજે 05:30 – સાંજે 06:31
  • રક્ષાબંધન ભદ્રા મુખા – સાંજે 06:31 – સાંજે 08:11
  • રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય – રાતે 09:01
  • રાખડી બાંધવા માટે પ્રદોષ કાલ મુહૂર્ત – રાત્રે 09.01 – 09.05 (30 ઓગસ્ટ 2023) એટલે કે માત્ર 4 મિનિટનો સમયગાળો.

આ પણ વાંચો:-

મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે? : મહાશિવરાત્રી તહેવારનો ઇતિહાસ શું છે? જાણો સંપૂર્ણ જાણકારી.


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં રક્ષાબંધનનો ઇતિહાસ વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

 

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું