G3Q Quiz | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો

 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? | જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 | Gujarat Gayn Guru Quiz Competition Registration 2022 | G3q Quiz | G3q Quiz Registration 2022 | G3q

 

 

ગુજરાતના વિધાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ” રાજ્યના 25 લાખથી વધુ વિધાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્રારા આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.7 મી જુલાઈના રોજ દેશની સૌથી મોટી ‘Gujarat Gayn Guru Quiz Competition Registration 2022’ નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્રારા સામાન્ય સીટી, અમદાવાદ ખાતેથી લોન્ચિંગ કરવામાં આવશે.

 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

 

ક્વિઝ (G3ક) એક એવી રચનાત્મક પ્રવુતિ છે કે, જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મ્ત અને સ્પર્ધાત્મકનો સંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક જ્છે પરંતુ સાથે સાથે દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતા વધારો કરે છે.

આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના વિધાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઈ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિધાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિ અભિવૃદ્ધિ થશે.

 

જણશે ગુજરાત, જીતશે ગુજરાતનો ધ્યેય શું?

 

 

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. જેનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાયન્સ સીટી, અમદાવાદથી કરશે. ગુજરાતના તમામ અભ્યાસુ નાગરિકો અને વિધાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે તે આ ‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ મંત્રનો ધ્યેય છે.

 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) નો ઉદ્દેશ્ય

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના ઉદ્દેશ્ય નીચે મુજબ છે.

 • આ ક્વિઝ સ્પર્ધા, કે જેમાં શિક્ષણ, ગમ્મ્ત અને સ્પર્ધાનો સંગમ થાય.
 • સ્પર્ધાત્મક સ્વરૂપ સાથે સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
 • ક્વિઝના માધ્યમથી રાજ્યના વિધાર્થીઓ જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
 • બીજા લોકોને પણ કંઈક નવું જાણવા મળશે.

 

આ ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત શું હોવું જોઈએ.

 

શિક્ષણ વિભાગ દ્રારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજ અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઈ શકશે. કોઈપણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

 

જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના નિયમો શું?

 

 • દર રવિવારે G3Q શરૂ થઈને શુક્રવારે સમાપ્ત થશે. શનિવારે વિજેતા જાહેર થશે
 • ઓડિયો, વિડીયો સહિતના વિકલ્પમાં 20 સવાલો પૂછાશે, જેમાં 20 મિનિટનો સમય રહેશે.
 • દરરોજ 250 ક્વિઝની ડિજિટલ પુસ્તક સ્પર્ધકોને ઓનલાઇન ઉપલબ્ધ કરાવાશે.
 • સાચા જવાબમાં 1 ગુણ મળશે. પરંતુ ખોટા જવાબમાં સામે 0.33 ગુણ કપાઈ જશે.
 • ઓછા સમયમાં સૌથી વધુ ગુણ હશે તે વિજેતા, ટાઈની સ્થિતિમાં લઘુત્તમ તફાવત.
 • વિજેતાને ઓળખના પુરાવા ફરજીયાત રજીસ્ટ્રેશનથી અલગ હશે તો ઇનામ નહીં મળે.

 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) માં જે પ્રશ્ન પૂછવામાં આવે છે એ ઉપરની લિંક પરથી રોજે રોજ જોઇ શકશો

માત્ર પ્રશ્ન જ જોઇ શકાશે જવાબ વિધાર્થીએ જાતે શોધવાનો છે

Click Hear

 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકાર

ગુજરાત સરકાર દ્રારા લોન્ચિંગ કરવામાં આવેલ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના પ્રકારો નીચે મુજબ છે.

 

1.શિક્ષણ વિભાગ 7.સામાજિક અને ન્યાય વિભાગ
2.આરોગ્ય અને પરિવાર/કલ્યાણ વિભાગ 8.ઉધોગ
3.મહિલા અને બાળ વિકાસ 9.કલાઇમેન્ટ ચેન્જ
4.આદિજાતિ વિકાસ 10.સ્ટેચ્યુ ઓફ યુનિટી
5.સાયન્સ અને ટેકનોલોજી 11.વડનગર
6.વઈબ્રાન્ટ ગુજરાત 12.સાહિત્ય અને ગુજરાતનો વારસો

 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) હેઠળ મળવાપાત્ર ઇનામ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) હેઠળ વિધાર્થીઓને મળવાપાત્ર ઇનામો નીચે મુજબ છે.

 • તાલુકાની અંદર શાળાના પ્રથમ એક વિજેતાને રૂ.2100, બીજા કર્મે કુલ ચાર વિજેતાને રૂ.1500 અને તૃતીય કર્મે કુલ પાંચ વિજેતાઓને રૂ.1000 નું એમ કુલ 10 ઇનામ મળવાપાત્ર. તેમજ કોલેજ કક્ષાએ રૂ.3100, રૂ.2100 અને રૂ.1500 ના કુલ 10 વિજેતાનો રોકડ પુરસ્કાર મળશે.
 •  તાલુકા કક્ષાએ શાળાઓ વચ્ચેની સ્પર્ધામાં પ્રથમને રૂપિયા એક લાખ, બીજા ક્રમે રૂ.50 હજાર અને ત્રીજાને રૂ.50 હજાર એમ ત્રણ તેમજ કોલેજો માટે યુનિવર્સીટીની કક્ષામાં રૂપિયા બે લાખ, સવા લાખ અને રૂ.75 હજારનું ઇનામ મળવાપાત્ર થશે. તદ્દઉપરાંત 75 દિવસ બાદ થનારી સ્પર્ધામાં દરેક વિજેતા પરિવારના ચાર સભ્યોને એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર કરાવાશે.
 • જિલ્લા કક્ષાએ શાળા અને kolejna10-10 વિજેતા જાહેર થશે. આ વિજેતાઓને પણ બે દિવસની સ્ટડી ટુર મળશે. શાળા અને કોલેજ સ્તરે અનુક્રમે પ્રથમને બે લાખ અને ત્રણ લાખ, બીજા ક્રમને સવા લાખ અને બે લાખ અને તૃતીય ક્રમના વિજેતાને રૂ.76 હજાર અને એક લાખનું ઇનામ મળશે.
 • રાજ્ય કક્ષાએ 75 શાળા અને 75 કોલેજ કક્ષાના એમ કુલ 150 વિજેતાને જાહેર થશે. જેમને ત્રણ દિવસની સ્ટડી ટુર મળશે. તદ્દઉપરાંત શાળા અને કોલેજ જૂથમાં અનુક્રમે પ્રથમને ત્રણ લાખ અને પાંચ લાખ, બીજાક્રમે બે લાખ અને ત્રણ લાખ, ત્રીજાક્રમે એક લાખ અને દોઢ લાખ ઇનામ મળવાપાત્ર થશે.

 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

દેશની અત્યાર સુધીની સૌથી મોટી જ્ઞાન સાથે ઇનામો આપતી ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)”. આ ક્વિઝમાં મોટા ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો અત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન હાલમાં ચાલુ થઈ ગયેલ છે, તો જે મિત્રો આ ક્વિઝમાં ભાગ લેવા માંગતા હોય તેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

 • સૌપ્રથમ પોતાના મોબાઇલ કે કોમ્પ્યુટરમાં જઈને “Google Serch” માં જઈને “G3Q Quiz 2022” ટાઈપ કરવાનું રહેશે.
 • હવે તમારી સામે www.g3q.co.in નામની વેબસાઈટ દેખાશે તેનાં પર ક્લિક કરો.
 • આ અધિકૃત વેબસાઈટ ખોલ્યા બાદ તેનાં Home Page પર જાઓ.
 • હવે તમારે “અહીં નોંધણી કરો / Register Here” નામનું દેખાશે તેનાં પર ક્લિક કરો.
 • જ્યાં તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
 • હવે તમારે આ Online Application માં અલગ-અલગ વિગતો ભરવાની રહેશે.
 • જેમાં તમારું નામ, જાતિ, સંપર્ક નંબર અને ઈમેઈલની વિગતો નાખ્યા બાદ આગળ ફોર્મ ભરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે શેક્ષણિક લાયકાત, પૂરું સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહશે.
 • હવે તમારે જે ધોરણઅભ્યાસ કરતા હોય તે પણ લખવાનું રહેશે.
 • જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ(ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.
 • હવે તમારે “મે તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલ ટીક બોક્સ પર ક્લિક કરવાનું રહેશે.
 • છેલ્લે, તમારે કેપ્ચર કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહશે.
પોસ્ટ શેર કરો:
           

7 thoughts on “G3Q Quiz | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો”

 1. Hey there would you mind stating which blog platform you’re working with?

  I’m planning to start my own blog soon but I’m having a hard time choosing between BlogEngine/Wordpress/B2evolution and
  Drupal. The reason I ask is because your layout seems different then most blogs and
  I’m looking for something completely unique.
  P.S Apologies for getting off-topic but I had to ask!

  Reply

Leave a Comment