ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2023 | Gujarat Quiz Competition Registration

 

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાએ ગુજરાત સરકાર દ્રારા ચલાવવામાં આવે છે, જેમાં જે વિધાર્થીઓ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધામાં વિજેતા થાય છે તેમને ખુબ જ મોટી રકમમાં ઇનામ આપવામાં આવે છે.

 

મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું. કે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે?, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધામાં કોણ ભાગ લઈ શકે છે?, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા કેટલું ઇનામ આપવામાં આવે છે? અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?. ચાલો જાણીએ સંપૂર્ણ જાણકારી.


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે?

ગુજરાત સરકાર દ્રારા શરુ કરવામાં આવેલા G3Q એ એક ક્વિઝ સ્પર્ધા છે. જેમાં ધોરણ 9 થી ઉપરના તમામ લોકો કે જે વિદ્યાર્થી હોય કે બિન વિદ્યાર્થી તે તમામ લોકો આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ભાગ લઈ શકે છે. જેમાં જે લોકો ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કરે છે તેમના માટે વિવિધ સ્તરે એટલે કે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આમ વિવિધ સ્તરે તેમના માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

જેમાં જે લોકો વિજેતા થશે, તેમને ઇનામ આપવામાં આવશે. જે ઈનામ તે વ્યક્તિ કયા સ્તર સુધી વિજેતા થયેલ છે, તે મુજબ ઇનામ આપવામાં આવશે.

આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે સરકાર દ્રારા એક મહત્વપૂર્ણ સૂત્ર આપવામાં આવ્યું છે. જે સૂત્ર છે “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” જેનું મહત્વ ખુબ જ છે.


જાણશે ગુજરાત, જીતશે ગુજરાતનો ધ્યેય શું?

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવ ગાથા વિશેની એક નવી પહેલ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. જેનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદથી કર્યો હતો. ગુજરાતના તમામ અભ્યાસુ નાગરિકો અને વિધાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે અને બીજા લોકોને પણ કંઈક નવું જાણવા મળે તે આ ‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ મંત્રનો ધ્યેય છે.


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા માં કોણ ભાગ લઈ શકે છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્રારા શરુ કરવામાં આવેલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) માં ધોરણ 9 થી ઉપરના તમામ લોકો કે જે વિદ્યાર્થી હોય કે બિન વિદ્યાર્થી એટલે કે જે ધોરણ 9 પાસ છે તમામ સામાન્ય વ્યક્તિ આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ભાગ લઈ શકે છે.


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા (G3Q) ના નિયમો શું છે?

  • દર રવિવારે G3Q શરૂ થશે અને શુક્રવારે સમાપ્ત થશે. દર શનિવારે વિજેતા જાહેર થશે.
  • આ ક્વિઝ માં ઓડિયો, વિડીયો સહિતના વિકલ્પમાં 20 સવાલો પૂછાશે, જેમાં 20 મિનિટનો સમય રહેશે.
  • દરરોજ 250 ક્વિઝની ડિજિટલ પુસ્તક સ્પર્ધકોને ઓનલાઇન ઉપલબ્ધ કરાવાશે.
  • સાચા જવાબમાં 1 ગુણ મળશે. પરંતુ ખોટા જવાબમાં સામે 0.33 ગુણ કપાઈ જશે.
  • ઓછા સમયમાં સૌથી વધુ ગુણ હશે તે વિજેતા, ટાઈની સ્થિતિમાં લઘુત્તમ તફાવત.
  • વિજેતાને ઓળખના પુરાવા ફરજીયાત રજીસ્ટ્રેશનથી અલગ હશે તો ઇનામ નહીં મળે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા (G3Q) હેઠળ મળવાપાત્ર ઇનામ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) હેઠળ વિધાર્થીઓને વિવિધ સ્તરે ઇનામની રકમ અલગ-અલગ આપવામાં આવશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • તાલુકાની અંદર શાળાના પ્રથમ એક વિજેતાને રૂ.2100, બીજા કર્મે કુલ ચાર વિજેતાને રૂ.1500 અને તૃતીય કર્મે કુલ પાંચ વિજેતાઓને રૂ.1000 નું એમ કુલ 10 ઇનામ મળવાપાત્ર. તેમજ કોલેજ કક્ષાએ રૂ.3100, રૂ.2100 અને રૂ.1500 ના કુલ 10 વિજેતાનો રોકડ પુરસ્કાર મળશે.
  • તાલુકા કક્ષાએ શાળાઓ વચ્ચેની સ્પર્ધામાં પ્રથમને રૂપિયા એક લાખ, બીજા ક્રમે રૂ.50 હજાર અને ત્રીજાને રૂ.50 હજાર અથવા કોલેજો માટે યુનિવર્સીટીની કક્ષામાં રૂપિયા બે લાખ, સવા લાખ અને રૂ.75 હજારનું ઇનામ મળવાપાત્ર થશે. તે સિવાય 75 દિવસ બાદ થનારી સ્પર્ધામાં દરેક વિજેતા પરિવારના ચાર સભ્યોને એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર કરાવાશે.
  • જિલ્લા કક્ષાએ શાળા અને કોલેજના 10-10 વિજેતા જાહેર થશે. આ વિજેતાઓને પણ બે દિવસની સ્ટડી ટુર મળશે. શાળા અને કોલેજ સ્તરે અનુક્રમે પ્રથમને બે લાખ અને ત્રણ લાખ, બીજા ક્રમને સવા લાખ અને બે લાખ અને તૃતીય ક્રમના વિજેતાને રૂ.76 હજાર અને એક લાખનું ઇનામ મળશે.
  • રાજ્ય કક્ષાએ 75 શાળા અને 75 કોલેજ કક્ષાના એમ કુલ 150 વિજેતાને જાહેર થશે. જેમને ત્રણ દિવસની સ્ટડી ટુર મળશે. તે સિવાય શાળા અને કોલેજ જૂથમાં અનુક્રમે પ્રથમને ત્રણ લાખ અને પાંચ લાખ, બીજાક્રમે બે લાખ અને ત્રણ લાખ, ત્રીજાક્રમે એક લાખ અને દોઢ લાખ ઇનામ મળવાપાત્ર થશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

જે મિત્રો આ ક્વિઝમાં ભાગ લેવા માંગતા હોય તેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે તો ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

  • સૌપ્રથમ પોતાના મોબાઇલ કે કોમ્પ્યુટરમાં જઈને “Google Serch” માં જઈને “G3Q Quiz” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે www.g3q.co.in નામની વેબસાઈટ દેખાશે તેનાં પર ક્લિક કરો.
  • હવે તમારી સામે આ વેબસાઈટનું Home Page જોવા મળશે.
  • હવે હોમપેજ પર તમને “અહીં નોંધણી કરો / Register Here” નામનું ઓપ્શન દેખાશે તેનાં પર ક્લિક કરો.
  • જ્યાં તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.
  • હવે તમારે આ Online Application માં અલગ-અલગ વિગતો ભરવાની રહેશે.
  • જેમાં તમારું નામ, જાતિ, સંપર્ક નંબર અને ઈમેઈલની વિગતો નાખ્યા બાદ આગળ ફોર્મ ભરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે શેક્ષણિક લાયકાત, પૂરું સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહશે.
  • હવે તમારે જે ધોરણઅભ્યાસ કરતા હોય તે પણ લખવાનું રહેશે.
  • જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ(ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.
  • હવે તમારે “મે તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલ ટીક બોક્સ પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, તમારે કેપ્ચર કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહશે.
  • આ રીતે તમે G3Q Quiz માટે રજીસ્ટ્રેશન કરી શકો છો.

G3Q Quiz માટેની મહત્વપૂર્ણ લિંકો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો.
આવી માહિતી જાણવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા કોના દ્રારા ચાલુ કરવામાં આવેલ છે.

જવાબ:- ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્રારા.

 

2.ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનો લાભ કોને મળશે?

જવાબ:- ધોરણ 9 થી ઉપરના તમામ લોકો કે જે વિદ્યાર્થી હોય કે બિન વિદ્યાર્થી તે તમામ લોકો આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ભાગ લઈ શકે છે.

 

3.ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધામાં કેટલું ઇનામ મળે છે?

જવાબ:- વિવિધ સ્તરે અલગ-અલગ રકમનાં ઇનામ આપવામાં આવે છે.

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment