દેશી ગાય સહાય યોજના 2023 | Gay Sahay Yojana

 

મારાં વ્હાલા ખેડૂત મિત્રો આજના આ લેખમાં આપણે  ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, દેશી ગાય સહાય યોજના.

 

તો ચાલો જાણીએ કે દેશી ગાય સહાય યોજના શું છે?, દેશી ગાય સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને દેશી ગાય સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

દેશી ગાય સહાય યોજના

 

દેશી ગાય સહાય યોજના શું છે?

આઈ-ખેડૂત પોર્ટલ પર આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓમાં ચલાવવામાં આવતી દેશી ગાય સહાય યોજના હેઠળ ગુજરાતના જે ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય આપવામાં આવશે. ખેડૂતોને આ યોજના હેઠળ ખેડૂતને એક ગાયને નિભાવવા માટે દર મહિને પ્રતિ ગાય રૂપિયા.900/- ની સહાય આપવામાં આવે છે. આમ ખેડૂતને દર વર્ષે રૂપિયા.10,800/- ની સહાય આપવામાં આવે છે.

 

દેશી ગાય સહાય યોજનાનો હેતુ શું?

ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને રાજ્યના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહન થાય કારણ કે ઓર્ગેનિક ખેતી કરવા માટે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના કારણે ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. તે હેતુસર દેશી ગાય સાચવણીમાં વધારો થાય અને ઓર્ગેનિક ખેતી કરીને પર્યાવરણીય અને માનવીય સ્વાસ્થયમાં વધારો થાય તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

 

દેશી ગાય સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના ખેડૂતોને દેશી ગાય પર સહાય મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના નાના, મોટા અને સીમાંત અને દરેક જ્ઞાતિના ખેડૂતોને આપવામાં આવશે.
  • જે ખેડૂત પાસે દેશી ગાય છે તેને આ યોજનાનો લાભ મળશે.
  • ખેડૂત દેશી ગાયને આઈડેંટીફિકેશન ટેગ ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત જમીનનું રેકર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • જંગલ વિસ્તારમાં રહેતા જે ખેડૂત વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
  • જે ખેડૂત દેશી ગાયના છાણ મૂત્રથી ઓર્ગેનિક ખેતી કરતો હશે તેને લાભ આપવામાં આવશે.
  • જે ખેડૂતે પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર્સ પાસેથી તાલીમ મેળવેલ હશે તેમને પણ આ યોજનાનો લાભ મળશે.

 

દેશી ગાય સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

Gay Sahay Yojana હેઠળ ખેડૂતોને પોતાની ગાય માટે દર મહિને પ્રતિ ગાય રૂપિયા 900/- ની સહાય આપવામાં આવે છે. આમ વાર્ષિક સહાય રૂપિયા.10,800/- હજાર આપવામાં આવે છે. એટલે કે ગુજરાતના જે ખેડૂત પાસે દેશી ગાય છે અને તે આ યોજના હેઠળ અરજી કરે છે તો તેને દર વર્ષે રૂપિયા 10,800/- હજાર ની સહાય આપવામાં આવે છે.

 

દેશી ગાય સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Gay Sahay Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • લાભાર્થી ખેડૂતના આધારકાર્ડની ઝેરોક્ષ.
  • લાભાર્થી ખેડૂતના રેશનકાર્ડની ઝેરોક્ષ
  • અનુસૂચિત જાતિનો દાખલો (જે ખેડૂતને લાગુ પડતું હોય તેને)
  • અનુસૂચિત જન જાતિનો દાખલો (જે ખેડૂતને લાગુ પડતું હોય તેને)
  • લાભાર્થી ખેડૂતના 8-a અને 7/12 ઉતારાની ઝેરોક્ષ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ખેડૂત દેશી ગીર, કાંકરેજ અને અન્ય દેશી ગાય ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  • ખેડૂતના બેંક ખાતાની પાસબુક
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

 

દેશી ગાય સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Gay Sahay Yojana નો લાભ લેવા માટે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

  • સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
  • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
  • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
  • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
  • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
  • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
  • જેમાં તમારે “આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે “આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ” ખોલ્યા બાદ તમારી સામે “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
  • જેમાં “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
  • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
  • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
  • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
  • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

Gay Sahay Yojana માં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી ઓફલાઈન શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
  • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
  • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
  • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
  • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને દેશી ગાય માટે સહાય આપવામાં આવશે.

 

Gay Sahay Yojana હેઠળ સહાય ચાલુ થયા બાદ શું ધ્યાન રાખવું?

આ યોજના હેઠળ જો તમારી અરજી પાસ થાય છે અને તેમને દેશી ગાય માટે સહાય મળવાનું ચાલુ થાય છે તે સહાય તમને મળતી રહે તે માટે તમારે નીચે મુજબની શરતોનું પાલન કરવું પડશે.

 

  • દર ત્રણ માસે ગાયના ટેગ એટલે કે જેને આપડે પાનડી કહીએ છીએ અને તેની હયાતી ખરાઈ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતને દેશી ગાય સહાય મળે છે પરંતુ જો તે પ્રાકૃતિક ખેતી નથી કરતા તો આગળના તેમને ત્રિમાસિક સહાય આપવામાં આવશે નહીં.

 

દેશી ગાય સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Gay Sahay Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

  • અરજી કરવાની શરૂઆતની તારીખ:-
  • અરજી કરવાની છેલ્લી તારીખ:-

 

Gay Sahay Yojana હેલ્પલાઇન

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં Gay Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક કે આત્માની પ્રાકૃતિક કૃષિ કચેરીનો સંપર્ક કરીને, આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 

દેશી ગાય સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

દેશી ગાય સહાયમાં અરજી કરવા માટે વેબસાઈટ અહીં ક્લિક કરો.
સરકારી યોજનાની માહિતી માટે Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.
તમામ સરકારી યોજનાની માહિતી જાણવા અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.દેશી ગાય સહાય યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

જવાબ:- દેશી ગાય સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે  આઈ-ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 

2.દેશી ગાય સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ:- આ યોજના હેઠળ વર્ષે રૂપિયા 10,800/- ની સહાય આપવામાં આવે છે.

 

3.દેશી ગાય સહાય યોજનામાં અરજી કરવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ :- I-Khedut Portal

પોસ્ટ શેર કરો:
           

Leave a Comment