હેલ્પલાઇન નંબર 112 શું છે? : હવે એક જ નંબર પર મળશે પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની તમામ ઇમરજન્સી સેવાઓ

હેલ્પલાઇન નંબર 112 : મિત્રો જયારે પણ આપણને કોઈ પ્રકારની ઇમરજન્સી હોય છે ત્યારે આપણે વિવિધ સેવાઓ માટે વિવિધ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરતા હોઈએ છીએ.

જેમ કે, પોલીસ સેવા માટે હેલ્પલાઇન નંબર 100, ફાયર બ્રિગેડ સેવા માટે હેલ્પલાઇન નંબર 101 અને એમ્બ્યુલન્સ સેવા માટે હેલ્પલાઇન નંબર 108 નો ઉપયોગ કરતા હોઈ છીએ. પરંતુ હવે ભારત સરકારે એક નવો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે હેલ્પલાઇન નંબર 112 જેમાં હવે એક જ નંબર પર મળશે પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની તમામ ઇમરજન્સી સેવાઓ.

તો ચાલો જાણીએ કે હેલ્પલાઇન 112 શું છે?, તેનો ઉપયોગ કઈ સેવાઓ માટે થશે? અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. આ તમામ માહિતી જાણવા માટે લેખને અંત સુધી વાંચો.


હેલ્પલાઇન નંબર 112


હેલ્પલાઇન નંબર 112 શું છે?

‘112’ એ એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે. જેમાં તમામ ઇમરજન્સી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ ઇમરજન્સી કિસ્સામાં હેલ્પલાઇન 112 પર કોલ કરી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અથવા પોલીસ જેવી તમામ સેવાઓનો લાભ માત્ર એક જ હેલ્પલાઇન નંબર 112 દ્રારા મેળવી શકે છે.

હેલ્પલાઇન નંબર 112 ને ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે. જે 24 કલાક સેવા આપે છે.


શા માટે Helpline Number 112 લોન્ચ કરવામાં આવ્યો.

તમારા મનમાં પ્રશ્ન હશે કે, પોલીસ સેવા માટે હેલ્પલાઇન નંબર 100, ફાયર બ્રિગેડ સેવા માટે હેલ્પલાઇન નંબર 101 અને એમ્બ્યુલન્સ સેવા માટે હેલ્પલાઇન નંબર 108 છે તો પછી “હેલ્પલાઇન નંબર 112” કેમ લોન્ચ કરવામાં આવ્યો છે. તે પાછળનું મુખ્ય કારણ 112 એ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સિંગલ ઈમરજન્સી નંબર છે, જેને મોટાભાગના યુરોપીયન દેશો, કોમનવેલ્થ ઓફ નેશન્સ દ્વારા અપનાવવામાં આવે છે સાથે યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડામાં ઈમરજન્સી નંબર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.


આ પણ વાંચો : ભારતમાં આ લોકોને ટોલ ટેક્સ ભરવામાંથી મળે છે છૂટ, જાણો કયા છે તે લોકો


112 ઈમરજન્સી બટન શું છે? અને તે કેવી રીતે કામ કરે છે.

ભારત સરકાર દ્વારા પ્રકાશિત ગેઝેટ મુજબ, 1 જાન્યુઆરી 2017 પછી વેચાયેલા તમામ સ્માર્ટ ફોનમાં પેનિક બટન સિસ્ટમ છે. જેથી તમે સ્માર્ટ ફોનના પાવર બટનને સતત 3 વખત દબાવવાથી અને ફીચર ફોનના પાવર બટનને 3 વખત દબાવીને રાખો છો તો પોતાની રીતે 112 ઈમરજન્સી કોલ લાગી જાય છે અને ઇમરજન્સી નંબર 112 ને તમે સામાન્ય કોલની જેમ ડાયલ કરીને પણ કોલ કરી શકો છો અથવા ભારત સરકારા દ્રારા લોન્ચ કરવામાં આવેલ 112 india એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.


આ પણ વાંચો : તમારી રાશિ પ્રમાણે કયો ધંધો કે નોકરી કરવાથી થશે ફાયદો, જાણો તમારી રાશિ પ્રમાણે કઈ નોકરી કે ધંધો યોગ્ય


Helpline Number 112 ને તમે દુનિયાના અન્ય દેશોમાં પણ ઉપયોગ કરી શકો છો.

જો તમે બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ડેનમાર્ક, જર્મની, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, ગ્રીસ, હંગેરી, આયર્લેન્ડ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેનિયા , સ્લોવાકિયા, સ્પેન, ચેક રિપબ્લિક, યુનાઇટેડ કિંગડ, સ્વીડન, ઇઝરાયેલ, નોર્વે, રશિયા, તુર્કી, સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશમાં છો અને તમે કોઈ પ્રકારના સંકટમાં છો તો તમે “Helpline Number 112” કોલ કરી મદદ મેળવી શકો છો.


આ પણ વાંચો : વડાપ્રધાન થી લઇ ધારાસભ્યને આટલો મળે છે પગાર, જાણો કોને કેટલો મળે છે પગાર


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને હેલ્પલાઇન નંબર 112 વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને હેલ્પલાઇન નંબર 112 વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment