15 મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) કેમ ઉજવવામાં આવે છે? | History Of 15 August Independence Day In Gujarati

 

દેશના તમામ લોકો 15 મી ઓગસ્ટ ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને 15 મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. હા તે લોકોને તે ખબર હોય છે કે 15 મી ઓગસ્ટ ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.

 

15 મી ઓગસ્ટ

 

15 મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) કેમ ઉજવવામાં આવે છે?

15 મી ઓગસ્ટ 1947 એ તારીખ છે જે દિવસે આપણા ભારત દેશને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. જેને આપણે અત્યારે અંગ્રેજીમાં Independence Day કહીએ છીએ. 15 મી ઓગસ્ટ 1947 પહેલા ભારત દેશ પર અંગ્રેજોએ લગભગ 200 વર્ષ જેટલું રાજ કર્યું. જેથી આપણો દેશ 200 વર્ષ સુધી અંગ્રેજોનો ગુલાબ બનીને રહ્યો હતો.

 

જયારે આ આપણો દેશ અંગ્રેજોની ગુલામી કરી રહ્યો હતો ત્યારે આપના દેશના મહાન વીરો મહાત્મા ગાંધી, જવારલાલ નહેરુ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષ ચન્દ્ર બોસ, બાલગંગાધર તિલક, સુખદેવ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, લાલા લાજપત રાય વગેરે અનેક વીરોએ આ અંગ્રેજો સામે લડાઈઓ કરી અને અનેક પ્રકારના આંદોલન કર્યા આમ આ વીરોએ પોતાનું આખુ જીવન દેશને આઝાદ કરાવવામાં બલિદાન આપી દીધું અને છેવટે છેલ્લે આ અંગ્રેજો દેશ છોડીને ભાગી ગયા.

 

તેથી 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણા દેશના સૌ પ્રથમ પ્રધાનમંત્રી જવારલાલ નહેરુએ પહેલી વાર આપણા દિલ્લીના લાલ કિલ્લા પર આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

 

તે માટે અત્યારે પણ દર વર્ષે આપણા દેશના વડાપ્રધાન દ્રારા દિલ્લીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. સાથે દેશની શાળાઓ અને તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે.

 

15 મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) ને દર વર્ષે કેમ ઉજવવામાં આવે છે?

15 મી ઓગસ્ટ 1947 ના રોજ દેશ આઝાદ થયા બાદ દર વર્ષે આપણા દેશમાં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. કારણે કે જ્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામી કરી રહ્યો હતો ત્યારે દેશને આઝાદ કરવાવમાં માટે આપણા દેશના મહાન વીરો મહાત્મા ગાંધી, જવારલાલ નહેરુ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષ ચન્દ્ર બોસ, બાલગંગાધર તિલક, સુખદેવ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, લાલા લાજપત રાય વગેરે જે અનેક વીરોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તે માટે દર વર્ષે તે મહાન વીરોને યાદ કરીને આપણે તે વીરોની યાદમાં આપણે દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ.

 

આમ 15 મી ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજોથી સંપૂર્ણ સ્વતંત્રતા મળી અને ત્યારથી આજ સુધી આપણે આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે આપણે દેશના મહાન વીરોની યાદમાં 15 મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ.

 

દેશમાં 15 મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) કેવી રીતે ઉજવવામાં છે?

દેશમાં વિવિધ જગ્યાઓએ વિવિધ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં દિલ્લીમાં આવેલા લાલ કિલ્લા પર દેશના વડાપ્રધાન દ્રારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. સાથે ધ્વજને સલામી આપવામાં આવે છે અને સાથે દેશની વિવિધ સેનાઓ દ્રારા પોતાના બળનું પ્રદશન કરવામાં આવે છે. અને અનેક પ્રકારના સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવે છે. જેમાં નાટક, ડાન્સ, સ્પીચ વગેરે અનેક કાર્યકર્મો કરી સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.

 

15 મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા સમયે અને પછી શું ધ્યાન રાખવું?

તિરંગો એ આપણા ભારત દેશની શાન છે તે માટે તિરંગા માટે ખાસ ધ્યાન રાખવું.

 • તિરંગો ક્યારે ઉંધો ફરકાવવો જોઈએ નહિ.
 • તિરંગો હમેશા સૂતી, સિલ્ક કે પછી ખાદીનો બનેલો હોવો જોઈએ.
 • ક્યારે પણ પ્લાસ્ટિકનો બનેલો તિરંગો ફરકાવવો નહીં.
 • જ્યારે તમે તિરંગો ફરકાવો તેની પહેલા જોઈ લેવું કે તે ફાટેલ ના હોવી જોઈએ અને તિરંગાનો કલર ઉડેલ ના હોવો જોઈએ.
 • તિરંગા પર કોઈ પ્રકારનું લખાણ કરવું નહી. (કાનૂની અપરાધ છે)
 • તિરંગો જમણી પર અડવો જોઈએ નહી.
 • જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે તેની આજુબાજુ  તેનાથી ઉંચો કોઈ બીજો ધ્વજ ના ફરકતો હોવો જોઈએ.
 • જો ધ્વજ ફાટી જાય કે તેનો કલર ઉડી જાય તો તેને પાણીમાં અર્પિત કરી નાખવો.
 • રાષ્ટ્રધ્વજને કોઈ દિવસ કપડાંના રૂપમાં ઉપયોગ કરવો નહીં.
 • રાષ્ટ્રધ્વજને કોઈ દિવસ આગ ના લગાડવી.
 • જયારે રાષ્ટ્રધ્વજ કાર્યક્રમ પૂર્ણ થઈ જાય ત્યારે તે પુરી શાન સાથે નીચે ઉતારવો.

 

આ પણ વાંચો:-

મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે? : મહાશિવરાત્રી તહેવારનો ઇતિહાસ શું છે? જાણો સંપૂર્ણ જાણકારી.

 

પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં સ્વતંત્રતા દિવસ વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

 

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “15 મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) કેમ ઉજવવામાં આવે છે? | History Of 15 August Independence Day In Gujarati”

Leave a Comment