પતંગ નો ઇતિહાસ : દેશના તમામ રાજ્યના બધા જ લોકો ઉત્તરાયણના તહેવારને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો પણ છે જેમને ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? તેની માહિતી જ નથી હોતી. આપણે બધા એ તો જાણીએ છીએ કે ઉતરાયણના દિવસે નાની ઉંમરના લોકો થી કરીને મોટી ઉંમરના તમામ લોકો પતંગ ચગાવતા હોય છે. પરંતુ તે પતંગ કેમ ચગાવવામાં આવે છે. તેથી પતંગ નો ઇતિહાસ શું છે તે નથી જાણતા અને આ વર્ષે ઉત્તરાયણ ની તારીખ કઈ છે તે પણ જાણીએ. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.
પતંગ નો ઇતિહાસ
મિત્રો પતંગ નો ઇતિહાસ વિશે ધણી બધી પ્રચલિત કથાઓ છે. તેથી ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? અને ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે?. તે જાણવા માટે તમારે પતંગ નો ઇતિહાસ વિશે પ્રચલિત કથાઓ જાણવી પડશે. જે કથાઓ નીચે મુજબ છે.
એવું કહેવાય છે કે, બે હજાર વર્ષ પહેલાં ચીનના ખેડૂતે પોતાની હેટ પવનથી ઊડી ન જાય તે માટે હેટને પતંગ બાંધી રાખી હતી. ત્યારબાદ ચાઈનીઝ જનરલ હુઆન થેંગ હુએ સૈન્યની વ્યૂહરચના બનાવીને પતંગ દ્રારા અંતરનો અંદાજો મેળવીને પોતાના સૈન્યને શહેરની અંદર પ્રવેશ કરાવીને જીત અપાવી હતી.
પ્રથમ પતંગ બનાવનાર પુરુષ હકીમલુકમાન હતા. ચીનના હળવંશી સમ્રાટના રાજ્ય પર જંગલી મોગલો ચડી આવ્યા હતા. તે રાજાના દરબારમાં હુઆગ થેંગ નામનો એક વિચક્ષણ વિદ્વાન દરબારી હતો. તેણે ભમરા જેવી અનેક પતંગો ચડાવી તેમ જ ભમરા જેવા ગુંજારવ માટે તેણે પતંગમાં મોટા ભૂંગળાં ગોઠવ્યાં હતાં. મોગલો અંધારી રાતે આકાશમાં થતાં રહસ્યમય અવાજથી જંગલી દુશ્મનો ડરી ગયા અને તેઓ ભાગી ગયા હતા.
ચીનના રૃઢિ અને રિવાજ મુજબ છોકરો સાત વર્ષનો થાય ત્યારે તેના ભવિષ્યને રૃધતા અનિષ્ટ આત્માઓને દૂર ઉડાડી દેવામાં આવે છે જેથી કરીને છોકરાને ભવિષ્યમાં નડે નહીં તે માટે તેઓ મોટી પતંગ પર એકડો થઈ શકે એટલો દોર ચડાવવામાં આવતી હતી પછી પ્રાર્થના સાથે તેને આકાશમાં છોડી દેવામાં આવે છે. પતંગ ઉપલા વાતાવરણના પ્રબળ પવનની પાંખે ચઢીને દૂર દૂર જતી રહે છે અને તે સાથે બાળકને નડતા અમંગળ તત્ત્વો પણ દૂર દૂર ફેંકાઈ જાય છે.
ત્યારબાદ ચીનથી કોરિયા અને સમગ્ર એશિયા તથા ભારતમાં જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ અને તેને ઉડાવવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા સાથે ચીન, કોરિયા અને જાપાનમાં ત્યારબાદ પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવ્યો.
ભારતમાં પતંગ ઊડવાનો પુરાવો 1500 માં મોગલ કાળના એક ચિત્રમાં જોવા મળ્યો હતો. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા સંદેશો મોકલવા ઉપયોગ કરવામાં આવતો હતો.
ત્યારબાદ સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં પહોંચી. તે પતંગનો ઉપયોગ શેતાની શક્તિને ડામવા માટે અને પોતાના ફળદ્રુપ પાકને સુરક્ષિત રાખવા માટે ઉપયોગ કરવા લાગ્યા.
ત્યારબાદ માઈક્રોનેશિયાના લોકો પણ પાંદડાંની પતંગોનો ઉપયોગ માછલી પકડવાના સાધન તરીકે કરતાં હતાં. પોલિનેશિયનોની લોકવાયકા પ્રમાણે બે દેવતાઈ ભાઈઓએ મનુષ્યને પતંગનો ખ્યાલ આપ્યો હતો.
ત્યારબાદ 13મી સદીના અંતમાં માર્કોપોલોએ યુરોપમાં પતંગની કહાણી પહોંચાડી હતી અને 16મી અને 17મી સદીમાં જહાજના સહેલાણીઓએ જાપાન અને મલેશિયાની પતંગો લાવ્યા હતા અને ત્યાર પછી 18મી અને 19મી સદીમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે પતંગનો ઉપયોગ વાહન અને સાધનો તરીકે ઉપયોગ કરવા લાગ્યા.
બેન્જામિન ફ્રેંકલિન અને અલેકઝાન્ડર વિલ્સે પવન અને હવામાનની વિવિધ માહિતી મેળવવા માટે પતંગનો ઉપયોગ કર્યો હતો. સર જ્યોર્જ કેલી, સેમ્યુઅલ લેન્ગલી, લોરેન્સ હારગ્રેવ, અલેકઝાન્ડર ગ્રેહામ બેલ અને વ્રેટ બ્રધર્સે પતંગો સાથે વિવિધ પરીક્ષણો કર્યાં અને એરોપ્લેનના વિકાસમાં ફાળો આપ્યો હતો.
ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ, ફ્રાન્સ, ઇટાલી અને રશિયન આર્મી પતંગનો ઉપયોગ કરીને દુશ્મનોની જાણકારી મેળવીને તેઓ પોતાના જવાનોને એરોપ્લેનમાંથી તાત્કાલિક માહિતી પહોંચાડતા હતા.
બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન નૌકાદળે પતંગના અન્ય ઉપયોગો શોધી લીધા. જેમાં તેમને હેરી સાઉલની બેરેજ પતંગે એરોપ્લેનોને તેમના લક્ષ્યથી વધુ પડતા નીચા ઊડતાં અટકાવવા, દરિયામાં ખોવાઈ ગયેલા અથવા ભૂલા પડેલા પાઈલોટ ગીબ્સને ગર્લ બોક્સ પતંગ દ્વારા પોતાની ભાળ આપવા, પાઉલ ગારબરે બનાવેલી ટારગેટ પતંગમાં જડેલા મોટા હીરાને કારણે દરિયામાં રહેલા એરક્રાફ્ટને ઓળખી શકાય. આમ પતંગનો વિવિધ ઉપયોગ થવા લાગ્યો.
આ પણ વાંચો:-
ઉત્તરાયણ નો ઇતિહાસ : ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે? અને આ વર્ષે ઉત્તરાયણ ની તારીખ કઈ છે
ઉત્તરાયણ કયારે છે 2024?
ઉત્તરાયણ કયારે છે 2024? – મિત્રો આમ તો ઉત્તરાયણએ દર નવા વર્ષના પહેલા જાન્યુઆરી મહિનાની 14 તારીખે ઉજવવામાં આવે છે. પરંતુ 2023 માં ઉત્તરાયણ એ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ઉત્તરાયણ એ 14 જાન્યુઆરી 2024 ના રોજ ઉજવવામાં આવશે.
મિત્રો લેખમાં, અમે તમને પતંગ નો ઇતિહાસ (History of Kites in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં ઉત્તરાયણ પર કેમ ચગાવાય છે પતંગ? અને પતંગ નો ઇતિહાસ વિશે તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ તહેવારોની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : પતંગ ચગાવાની શરૂઆત કયારે થઈ હતી?
જવાબ : એવું કહેવાય છે કે, બે હજાર વર્ષ પહેલાં પતંગ ચગાવાની શરૂઆત થઈ હતી.
પ્રશ્ન 2 : પતંગ ની શોધ ક્યા દેશમાં થઈ હતી?
જવાબ : પતંગ ની શોધ ચીનમાં થઈ હતી.
પ્રશ્ન 3 : ભારતમાં પતંગ ક્યારથી ચગાવામાં આવે છે.
જવાબ : ભારતમાં પતંગ ઊડવાનો પુરાવો 1500 માં મોગલ કાળના એક ચિત્રમાં જોવા મળ્યો હતો. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા સંદેશો મોકલવા ઉપયોગ કરવામાં આવતો હતો.
પ્રશ્ન 4 : પ્રથમ પતંગ બનાવનાર વ્યક્તિ કોણ છે?
જવાબ : પ્રથમ પતંગ બનાવનાર પુરુષ હકીમલુકમાન હતા.