જાતિનો દાખલો | જાતિ પ્રમાણપત્ર | જાતિ પ્રમાણપત્ર pdf | જાતિનો દાખલો કઢાવવા માટે શુ શુ જોઈએ | જાતિનો દાખલો કઢાવવા માટે નું ફોર્મ | જાતિનો દાખલો કઢાવવા માટેના ડોક્યુમેન્ટ | jati no dakhlo | jati no dakhlo documents list | jati no dakhlo form | jati no dakhlo online form
તમે બક્ષીપંચ પ્રમાણપત્ર માટે જરૂરી Document શોધી રહ્યા છો? જાતિનો દાખલો બક્ષી પંચ દાખલો તરીકે પણ ઓળખાય છે. આ પ્રમાણપત્રની જરૂર ખાસ કરીને અભ્યાસ કરતા વિધાર્થીને જરૂર પડે છે.
જાતિનો દાખલો ઘરે બેઠા કેવી રીતે ફોર્મ ભરવુ અને જાતિ પ્રમાણપત્ર ફોર્મ ભરવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
જાતિનો દાખલો શુ છે? | About Jati no dakhlo
આ પ્રમાણપત્ર(જાતિનો દાખલો) સરકારની વિવિધ યોજનાઓ નો લાભ લેવા સૌથી ઉપયોગી થતો હોય છે. જાતિનો દાખલો સરકાર દ્રારા કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે. ઘણી સરકારી યોજનાનો લાભ જાતિ નો દાખલો હોવો જરૂરી હોય છે. માટે આ દાખલો કઢાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
જાતિના દાખલા માટે જરૂરી પુરાવા | Document required for jati no dakhlo
જાતિના દાખલા માટે રહેઠાણનો પુરાવા
- અરજદારનું રેશન કાર્ડ
- અરજદારનું લાઈટ બિલ / વેરાબિલની ખરી નકલ
જાતિનો દાખલો માટે ઓળખનો પુરાવો(કોઈપણ એક)
- અરજદારના આધાર કાર્ડ ની નકલ
- અરજદારના ચૂંટણી ઓળખ કાર્ડની નકલ
- અરજદારના ડ્રાઇવિંગ લાયસન્સ ની નકલ
જાતિના દાખલા માટે જાતિને લગતા પુરાવા
- અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- અરજદારનું પિતા/કાક/ ફોઈ નું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(ફરજીયાત) અને બક્ષીપંચના દાખલાની ખરી નકલ(જો હોય તો)
જાતિનો દાખલા ની સેવા માટે જરૂરી પુરાવા
- જ્ઞાતિ અંગેનું સોગંધનામું / એફિડેવિટ.
- મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તા01/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજ પુરાવાઓ.
જાતિનો દાખલો મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
જાતિનો દાખલો મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- ઓનલાઇન એપ્લાય માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઈટ તમારા કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાં Open કરો.
- મેનુ પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે
- તે મેનુ બારમા Services પર ક્લિક કરો.
- Services મેનુબારમા Citizen Services ઓપ્શન પર ક્લિક કરો એટલે એક નવું પેજ ખલશે.
- SEBC જાતિનો દાખલા માટે “SEBC Certificate (Socially & educationally Backward Class certificate)” પર ક્લિક કરો.
- નવું પેજ ઓપન થશે તેમાં નીચે “Apply Online” પર ક્લિક કરો.
- Apply Online કર્યા બાદ Registered User ની login સાઈડ ખુલશે.
- જો તમારું પહેલીથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Registration કરેલું હોઈ તો Login ID અને Password નાખી Login કરો.
- જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો New Registration માટે “Click For New Registration(Citizen)” Apply Online કર્યા બાદ નવું પેજ ઓપન થશે તેમાં નીચે box માં ખરું કરી આધાર નંબર ભરો ત્યાર બાદ “Continue To Service” પર ક્લિક કરો.
- જાતિનો દાખલોમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે 20 રૂપિયા ફ્રી ભરવી પડે છે.
- ઓનલાઇન ફોર્મ માં જરૂરી વિગતો ભરિયા બાદ સબમિટ કરવું. ફોર્મ પર “*” ચિહ્નન થયેલા બધા શ્રેત્રો ભરવા ફરજીયાત છે.
જાતિનો દાખલો મેળવવા માટે ઓફલાઈન અરજી કઈ રીતે કરવી?
- મામલદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી માંથી જાતિના દાખલાનું ફોર્મ મેળવી જરૂરી માહિતી ભરી. સબમિટ કરો.
- ફોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ જવું.
જાતિ નો દાખલો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કેવી રીતે કરવું?
ગુજરાત સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલા એપ્લિકેશન ફોર્મ ડોઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે જાતિ નો દાખલા નું એપ્લિકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપમાં ડાઉનલોડ કરી શકો છો.
Jati no dakhlo form PDF download
Jati no dakhlo Helpline Number
ડિજિટલ ગુજરાત પોર્ટલ નો હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને Dijital Gujarat નો હેલ્પલાઇન નંબર મળી જશે.
- હેલ્પલાઇન નંબર (HelpLine Number) : 18002335500