ખજૂર ભાઈ | Khajur Bhai

ખજૂર ભાઈ | ખજૂર ભાઈ ના વિડીયો | ખજૂર ભાઈ નો ઇતિહાસ | નીતિન જાની | Khajur Bhai | Khajur Bhai ni History | Jigali & Khajur | Khajur Bhai na Video

 

Khajur Bhai

 

ખજૂર ભાઈ | Khajur ભાઈ

 

નીતિન જાની ઉર્ફ ખજૂર ભાઈ ના નામથી જાણીતા છે જે એક લોકપ્રિય ગુજરાતી હાસ્ય કાલાકાર, Youtuber અને Tik Tok સ્ટાર છે. જે બારડોલી, ગુજરાત, ભારતના છે. નીતિન જની(ખજૂર ભાઈ) ની ઉંમર 33 વર્ષની છે. અને તેમનો જન્મ 24મી મે 1986 ના રોજ સુરત, ગુજરાત, ભારતમાં થયો હતો. નીતિન જાનીએ તેમનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએટશન બારડોલીમાંથી પૂર્ણ કર્યું છે અને તેને પૂના શહેરમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી અને તેણેણે પૂના શહેરમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેમણે એલએલબી, એમસીએ અને એમબીએની ડિગ્રી પૂર્ણ કરી અને છેલ્લે શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તે આઈટી સેક્ટરની કંપનીમાં નોકરી કરી. તે IT જોબમાં 70K પગાર મેળવતો હતો.

 

પરંતુ ખજૂર ભાઈને આંતરિક સંતોષ મળતો ન હતો. તેથી તે તેમના માતા-પિતા સાથે ચર્ચા કરે છે અને વાત કરે છે કે મને આઈટી શ્રેત્રમાં રસ નથી અને હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગે છું. ત્યારે અત્યારે નીતિન જાની પોતો “Khajur Bhai” નામની Youtoube ચેનલ ચલાવે છે.

 

નીતિન જાની(ખજૂર ભાઈ) કારકિર્દી:-

 

નીતિન જાની(ખજૂર ભાઈ) તેમના ભાઈ તરુણ જાની સાથે મળીને Youtube ચેનલ ચલાવી રહ્યા છે અને તેમની પાસે જાની બ્રધર્સ ફિલ્મ પ્રોડક્શન નામનું પ્રોડક્શન છે. તેમણે ઘણી બધી ફિલ્મો અને શૉનું દિગ્દર્શન, નિર્માણ અને લેખન કર્યું છે. નીતિન અને તરુણ છેલ્લા 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેઓ તાજેતરમાં “આવુજ રેશે” નામની એક ગુજરાતી ફિલ્મ બનાવી છે જેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારો દેખાવો કર્યો છે.

 

નીતિન જાની(ખજૂર ભાઈ) YouTube અને Instagram વિશે માહિતી.

 

નીતિન જાની(ખજૂર ભાઈ)એ “ખજૂર ભાઈ” અને “Khajur Bhai VLOG” નામની પોતાની YouTube ચેનલ શરૂ કરી. તે સોશિયલ મીડિયામાં ખુબ જાણીતી છે. અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઇંગ છે. તેમની YouTube ચેનલ “ખજૂર ભાઈ” પર 2.75 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. અને તેમના Instagram પર પણ ખુબ જ લોકપ્રિય છે અને તેમની nitinjani24 નામની Instagram ID પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે.(9 જુલાઈ 2022 મુજબ)

 

નીતિન જાની(ખજૂર ભાઈ) YouTube અને Instagram લિંક.

નીતિન જાની(ખજૂર ભાઈ) YouTube અને Instagram લિંક નીચે આપેલ છે. જેના પર ક્લિક કરીને તમે Khajur Bhai ની જુદી-જુદી ચેનલો જોઈ શકો છો.

 

ખજૂર ભાઈની YouTube ચેનલ અને Instagram ID નું નામ ખજૂર ભાઈની YouTube ચેનલ અને Instagram ID ની લિંક
ખજૂર ભાઈ(2.75M) Click Hear
Khajur Bhai VLOG(879 K) Click Hear
nitinjani24(1.6M) Click Hear

 

નીતિન જાની(ખજૂર ભાઈ) એ કરેલા સારા કાર્યો.

  • ખજૂર ભાઈએ ગરીબો માટે અત્યાર સુધી 200 ઘરો બનાવ્યા છે.
  • ખજૂર ભાઈએ ગરીબોને ઘણી બધી મદદ કરી છે.
  • જે લોકો કેટલાક સમયથી પથારીમાં હતા તેમના માટે ઉનાળામાં કૂલરની વ્યવસ્થા કરી આપી.
  • તેમણે શિયાળામાં ધાબળા વિતરણ જેવા કાર્યો કર્યા છે.
  • Khaju Bhai પોતે કૂતરા પ્રેમી છે અને તે 200 થી વધુ કુતરાઓને બિસ્કિટ અને દૂધ ખવડાવ્યું છે.
  • તેમણે નીચલા વર્ગના પરિવારના બાળકોને પુસ્તકો અને પેનનું વિતરણ કર્યું છે.
  • તેમણે વૃદ્ધ ગરીબ લોકોનું ચપ્પલનું વિતરણ કર્યું છે.
  • આમ ખજૂર ભાઈ અને પોતાની ટીમ દિવસ દ્રારા ઘણા બધા કાર્યો કરવામાં આવે છે.
પોસ્ટ શેર કરો:
           

Leave a Comment