ખેડૂત અકસ્માત વીમા યોજના 2023 | Khedut Akasmat Vima Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, ખેડૂત અકસ્માત વીમા યોજના.

તો ચાલો જાણીએ કે ખેડૂત અકસ્માત વીમા યોજના શું છે?, ખેડૂત અકસ્માત વીમા યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ખેડૂત અકસ્માત વીમા યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


ખેડૂત અકસ્માત વીમા યોજના શું છે?

Khedut Akasmat Vima Yojana ને ગુજરાત સરકાર દ્રારા 26 મી જાન્યુઆરી, 1996 ના રોજ આરંભ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્રારા રાજ્યના ખાતેદાર ખેડૂતોનું જો આકસ્મીક મૃત્યુ  કે કોઈ પ્રકારની કાયમી અંપગતા આવે છે. તો તેવા કિસ્સામાંખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ વીમા રક્ષણ આપવામાં આવે છે. જેમાં તેમને રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવે છે.


ખેડૂત અકસ્માત વીમા યોજનાનો હેતુ શું?

આ યોજનાનો મુખ્ય હેતુ જો ગુજરાત રાજ્યના ખાતેદાર ખેડૂતનું, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન જેમાં પુત્ર અથવા પુત્રી,  તેમજ ખાતેદાર ખેડૂતના પતિ અથવા પત્નીનું અકસ્મામાં મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે.


ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના ખેડૂતોને મળશે.
  • આ યોજનાનો લાભ ગુજરાતના જે ખેડૂતો સંયુક્ત જમીન ધરાવે છે તે બધા જ ખાતેદાર ખેડૂતોના વારસદારોને લાભ મળશે.
  • ખાતેદાર ખેડૂતના સંતાનમાં પુત્ર અથવા પુત્રીનું મુત્યુ અથવા અપંગતા આવે છે તેમને પણ આ યોજનાનો લાભ મળશે.
  • ખાતેદાર ખેડૂત પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપગંતાના કિસ્સામાં આ યોજનાનો લાભ મળે.
  • આ યોજનાનો લાભ 5 વર્ષ થી 70 વર્ષની ઉંમર ધરાવતા ખાતેદાર ખેડૂતના કોઈપણ વારસદારને આપવામાં આવશે.

ખેડૂત અકસ્માત વીમા યોજનામાં મળવાપાત્ર સહાય?

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના દ્રારા તારીખ 13/11/2018 ના નવા સુધારા ઠરાવથી આ યોજના અંતર્ગત લાભાર્થીને નીચે મુજબની વીમા સહાય આપવામાં આવશે.

  • ખેડૂતનું અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં – 100% લેખે રૂપિયા 2 લાખની સહાય.
  • કોઈપણ અકસ્માતના કારણે જો ખેડૂત બે આંખ, બે અંગ,  હાથ અને પગ, અને એક આંખ કે એક અંગ ગુમાવે છે તો તેવા કિસ્સામાં 100% લેખે રૂપિયા. 2 લાખ સહાય આપવામાં આવશે.
  • અકસ્માતને કારણે ખેડૂતની એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં 50% લેખ રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવશે.

ખાસ નોંધ:- આંખના કિસ્સામાં 100% સંપૂર્ણ દૃષ્ટિ જવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં ઘૂંટણ ઉપરથી તદ્દન કપાયેલ હોય તો જ લાભ મળશે.


ખેડૂત અકસ્માત વીમા યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Khedut Akasmat Vima Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • અકસ્માતમાં મૃત્યુ  પામે અથવા કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્‍ટ- 1,2,3,3(A),4,અને 5.
  • 7/12, 8-A, ગામના નમુના નં.6 (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા હોવા જોઈએ.)
  • પી.એમ. રીપોર્ટ (હોસ્પિટલમાંથી આપવામાં આવે તે)
  • એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ
  • મુત્યુ પામેલ વ્યક્તિનું મરણનુ પ્રમાણપત્ર
  • ઉંમરનો પૂરાવો
  • બાંહેધરી પત્રક
  • પેઢીનામુ
  • વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં) જે વીમા નિયામકશ્રી દ્વારા માંગવામાં આવે તે
  • સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ
  • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
  • મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ

ખેડૂત અકસ્માત વીમા યોજના


ખેડૂત અકસ્માત વીમા યોજના ફોર્મ pdf

Khedut Akasmat Vima Yojana માટે તમારે અકસ્માતમાં મૃત્યુ  પામે અથવા કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્‍ટ- 1,2,3,3(A),4,અને 5 ની જરૂર પડશે જે તમે નીચે આપેલા લિંક પરથી ડોઉનલોડ કરી શકો છો. અથવા ખેતી નિયામકશ્રીની કચેરી અને વેબસાઈટ  પર જઈને ડોઉનલોડ કરી શકો છો


Khedut Akasmat Vima Yojana માં અરજી કેવી રીતે કરવી?

ખેડૂત અકસ્માત વીમા યોજનામાં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

ખેડૂતે અકસ્માતથી થતા મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદાર અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે ઉપર આપેલા તમામ ડોકયુમેન્ટ લઈ તમારા સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે ખાતે અરજી કરવાની રહેશે.

ખાસ નોંધ:- ખેડૂતનું અકસ્માત થયેલ મૃત્યુ અથવા જો અપંગતા આવે છે તો તેમને તેમની સાથે થયેલ અકસ્માત બાદ 150 દિવસમાં અરજી કરવાની રહેશે. જો અકસ્માતના 150 દિવસ બાદ અરજી કરવામાં આવશે તો અરજી સ્વીકારવામાં આવશે નહીં.


આ પણ વાંચો:-

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશે જાણો સંપૂર્ણ જાણકારી.

આ પણ વાંચો:-

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે જાણો સંપૂર્ણ જાણકારી.


ખેડૂત અકસ્માત વીમા યોજના કરવામાં આવેલા સુધારાઓ

ઠરાવ – 1

નાણાં વિભાગ દ્રારા તા. 25-06-2007 ના ઠરાવથી રાજ્યના જુદા જુદા વિભાગો દ્વારા ચાલતી જુથ અકસ્માત વીમા યોજનાઓનું એકત્રીકરણ કરવામાં આવ્યું જેમાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનોં સમાવેશ કરવામાં આવ્યો. પછી તા. 01-04-2008 થી વિમા નિયામકશ્રી ગાંધીનગર દ્રારા આ યોજનાનોં અમલ કરવામાં આવી. નાણાં વિભાગ દ્રારા તા.25-06-2007 ના ઠરાવમાં સુધારા કરી તા.01-04-2003 ના રોજ સર્વગ્રાહી ઠરાવ બહાર પાડવામાં આવ્યા.

ઠરાવ – 2

રાજય સરકાર  દ્વારા ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં તા.01-04-2012 થી ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન જેમાં પુત્ર અને પુત્રીને તથા તા.01-04-2016 થી ખાતેદાર ખેડૂતના પતિ અને પત્નીનોં આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો.

ઠરાવ – 3

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા તા.13-11-2018 ના સુધારા ઠરાવથી ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં સહાય ધોરણમાં વધારો કરવામાં આવ્યો, જેમાં ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનને બદલે કોઇ પણ સંતાન જેમકે પુત્ર અથવા પુત્રીને લાભ આપવા તેમજ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં મહેસૂલી રેકર્ડમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યા.


ખેડૂત અકસ્માત વીમા યોજના હેલ્પલાઇન 

પ્રિય મિત્રો અહીં અમે તમને Khedut Akasmat Vima Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા નજીકની જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે જઈને વધુ માહિતી મેળવી શકો છો.


ખેડૂત અકસ્માત વીમા યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Khedut Akasmat Vima Yojana ની વધુ માહિતી માટે. અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ખેડૂત અકસ્માત વીમા યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- રાજ્યના ખાતેદાર ખેડૂતોનું જો આકસ્મીક મૃત્યુ  કે કોઈ પ્રકારની કાયમી અંપગતા આવે છે. તો તેવા કિસ્સામાંખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ વીમા રક્ષણ આપવામાં આવે છે.

2.ખેડૂત અકસ્માત વીમા યોજના માં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- Khedut Akasmat Vima Yojana માં ખેડૂતોનું જો આકસ્મીક મૃત્યુ  કે કોઈ પ્રકારની કાયમી અંપગતા આવે છે. તો તેવા કિસ્સામાંખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ વીમા રક્ષણ આપવામાં આવે છે. જેમાં તેમને રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવે છે.

3.Khedut Akasmat Vima Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- ખેડૂતે અકસ્માતથી થતા મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદાર અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે ઉપર આપેલા તમામ ડોકયુમેન્ટ લઈ તમારા સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે ખાતે અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment