લેપટોપ સહાય યોજના 2023 | Laptop Sahay Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, લેપટોપ સહાય યોજના.

 

તો ચાલો જાણીએ કે લેપટોપ સહાય યોજના શું છે?, વિધવા લેપટોપ સહાય યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને લેપટોપ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

લેપટોપ સહાય યોજના

 

લેપટોપ સહાય યોજના

ગુજરાત સરકાર દ્રારા ચલાવવામાં આવતી આ લેપટોપ સહાય યોજના અંતર્ગત અનુસૂચિત જન જાતિના (ST) નાગરિકોને લેપટોપ / કમ્પ્યુટર અને વિવિધ લેપટોપ અને કમ્પ્યુટરની સામગ્રી ખરીદવા માટે આ યોજના હેઠળ રૂપિયા 1,50,000/- લાખનું ધિરાણ આપવામાં આવે છે.

 

લેપટોપ સહાય યોજનાનો હેતુ શું?

Laptop Sahay Yojana ચાલુ કરવાનો સરકારનો મુખ્ય હેતુ અનુસૂચિત જન જાતિના (ST) બેરોજગાર નાગરિકો કે જે ઓનલાઇન csc સેન્ટર કે પછી કોઈપણ પ્રકારની દુકાન માટે લેપટોપ / કમ્પ્યુટર અને વિવિધ લેપટોપ અને કમ્પ્યુટરની સામગ્રી ખરીદી પોતાનો વ્યવસાય ચાલુ કરવા માંગે છે પરંતુ આર્થિક પરિસ્થિતિના કારણે પોતાનો વ્યવસાય ચાલુ કરી શકતા નથી તેવા બેરોજગાર નાગરિકો આ યોજનાનો લાભ મેળવી પોતાનો વ્યવસાય ચાલુ કરે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

 

લેપટોપ સહાય યોજનાનો લાભ કોને મળશે? (પાત્રતા અને શરતો)

જે લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ લોકોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

 • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
 • લાભાર્થી અનુસુચિત જન જાતિનો હોવો જોઈએ.
 • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ અને 55 વર્ષ હોવી જોઈએ.
 • લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
 • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
 • ગ્રામીણ વિસ્તારમાં રહેતા લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 120000/- હોવી જોઈએ.
 • શહેરી વિસ્તારમાં રહેતા લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 150000/- હોવી જોઈએ.

 

લેપટોપ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય?

Laptop Sahay Yojana માં સરકાર દ્રારા રૂપિયા 1,50,000/- ની સહાય આપવામાં આવે છે જેનું વ્યાજદર વાર્ષિક 4% હોય છે. આ લોનની રકમ 20 માસિક હપ્તામાં ચૂકવવી ભરવાની હોય છે. જો આ લોનના સમયસર હપ્તાઓ ભરવામાં આવશે નહીં તો 2% વ્યાજ દંડ સાથે ભરવાનું રહેશે.

જેમ કે જો લાભાર્થી રૂપિયા 40,000/- નું લેપટોપ ખરીદે છે તો તેને સરકાર 80% લોન આપે છે, એટલે રૂપિયા 32,000/- સરકારી ચૂકવશે અને બાકીના 20%, એટલે કે રૂપિયા 8,000/-  લાભાર્થીને ભરવાના રહેશે.

 

લેપટોપ સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Laptop Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

 • લાભાર્થીના આધારકાર્ડની નકલ
 • લાભાર્થીના રેશનકાર્ડની નકલ
 • અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર
 • કમ્પ્યુટર તાલીમમાં પ્રમાણપત્ર
 • કમ્પ્યુટર સેલ્સ સ્ટોર અથવા દુકાનમાં કામ કરવાનો અનુભવ પ્રમાણપત્ર
 • અરજદાર દ્વારા સબમિટ કરેલ મિલકતનો પુરાવો (જમીન અથવા મકાનના દસ્તાવેજો અને તાજેતરના, બિનજરૂરી મિલકત કાર્ડ સહિત 7/12 અને 8-અ)
 • જમીનદાર-1ના 7/12 અને 8-A અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
 • જમીનદાર-2ના 7/12 અને 8-A અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
 • વ્યવસાયના સ્થળ તરીકે માલિકીની/ભાડે લીધેલી દુકાનની વિગતો, જો લાગુ હોય તો ભાડા કરાર સહિત
 • બાંયધરી આપનાર-1 દ્વારા સબમિટ કરેલ મિલકતના સરકાર દ્વારા માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 • બાંયધરી આપનાર-2 દ્વારા સબમિટ કરેલ મિલકતનો સરકાર દ્વારા માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 • રૂ.ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ. 20/- બાંયધરી આપનાર દ્વારા
 • સબમિટ કરેલી મિલકતના સરકાર દ્વારા મંજૂર મૂલ્યાંકન અહેવાલ
 • બેંક ખાતાની પાસબુક

 

લેપટોપ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Laptop Sahay Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

 • સૌ પ્રથમ તમારે આદિજાતિ વિકાસ નિગમની સત્તાવાર વેબસાઇટ જવાનું રહેશે. – https://adijatinigam.gujarat.gov.in/.
 • હવે તમારી સામે આદિજાતિ વિકાસ નિગમની સત્તાવાર વેબસાઇટનું હોમપેજ ખુલીને આવશે.
 • હવે હોમપેજ પર “લોન માટે અરજી કરો” બટન દેખાશે તેના પર ક્લિક કરો.
 • હવે ફરીથી તમારી સામે “ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ” નામનું નવું પેજ ખુલશે.
 • જો તમે પ્રથમ વખત લોન માટે અરજી કરી રહ્યાં છો, તો તમારે તમારું વ્યક્તિગત ID બનાવવાનું રહેશે.
 • જેના માટે તમારે “અહીં નોંધણી કરો” બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • તમારું વ્યક્તિગત લોગિન બનાવ્યા પછી, “અહીં લોગિન કરો” માં તમારું લોગિન આઈડી અને પાસવર્ડ નાખીને લોગીન થવાનું રહેશે.
 • હવે તમારા વ્યક્તિગત પૃષ્ઠમાં, “મારી અરજીઓ” હેઠળ “હવે અરજી કરો” તેના પર ક્લિક કરો.
 • તેના પછી જ્યારે વિવિધ યોજનાઓમાંથી પસંદગી કરવાનું કહેવામાં આવે ત્યારે “સ્વ રોજગાર” બટન પસંદ કરો.
 • તેના પછી શરતોને ધ્યાનથી વાંચો અને “હવે અરજી કરો” પર ક્લિક કરો.
 • અરજીની વિગતો ભરો, જેમાં અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો અને ગેરેન્ટરની વિગતો વગેરે માગ્યા મુજબની તમામ વિગતો ભરો.
 • હવે યોજનાની પસંદગીમાં, “કમ્પ્યુટર મશીન” પસંદ કરો અને લોનની રકમ ભરો.
 • નિયુક્ત બાંયધરી આપનારની મિલકતની વિગતો, બેંક ખાતાની વિગતો અને અન્ય માગ્યા મુજબના તમામ દસ્તાવેજોને અપલોડ કરો.
 • હવે તમામ વિગતો ઓનલાઈન ભર્યા પછી અરજીને સારી રીતે જોઈ લો અને તે અરજીને સેવ કરો.
 • હવે તમારી સામે આ અરજી નંબર આવશે તેને તમારી પાસે સાચવીને રાખો.
 • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

લેપટોપ સહાય યોજના હેલ્પલાઈન 

પ્રિય મિત્રો અહીં અમે તમને Laptop Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે આદિજાતિ વિકાસ નિગમની સત્તાવાર વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો અથવા વધુમાં તમારા નજીકનાં CSC સેન્ટર પર જઈને માહિતી મેળવી શકો છો.

 

લેપટોપ સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

લેપટોપ સહાય યોજનામાં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.લેપટોપ સહાય યોજના યોજનાનો લાભ કોને મળેશે?

જવાબ :- 18 વર્ષથી 55 વર્ષના અનુસૂચિત જન જાતિના તમામ નાગરિકોને લાભ આપવામાં આવશે.

 

2.લેપટોપ સહાય યોજના યોજના શું છે?

જવાબ :- લેપટોપ સહાય યોજના અંતર્ગત અનુસૂચિત જન જાતિના નાગરિકો લેપટોપ કે કમ્પ્યુટર ખરીદવા માટે ધિરાણ આપવામાં આવે છે.

 

3.Laptop Sahay Yojana માં કેટલી લોન આપવામાં આવે છે?

જવાબ :- Laptop Sahay Yojana હેઠળ રૂપિયા 1,50,000/- ની લોન આપવામાં આવે છે.

 

4.Laptop Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- આ યોજનામાં તમારે યોજનાની સત્તાવાર વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

 

5.Laptop Sahay Yojana માં લોનનો વ્યાજ દર શું છે?

જવાબ :- વાર્ષિક 4% વ્યાજ દર.

પોસ્ટ શેર કરો:
           

1 thought on “લેપટોપ સહાય યોજના 2023 | Laptop Sahay Yojana”

Leave a Comment