મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના 2023 | Mahila Samman Saving Certificate Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના.

તો ચાલો જાણીએ કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શું છે?, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


Contents hide

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શું છે?

Mahila Samman Saving Certificate Yojana એ 1 એપ્રિલ 2023 નાં રોજ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ મહિલાઓને આપવામાં આવશે. આ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના એ એક બચત યોજના છે. જેમાં મહિલાઓ તેમના નાણાંનું રોકાણ કરી શકે છે અને તેના પર 7.5 વ્યાજ મેળવી શકે છે. જેમ કે, જો મહિલાઓ પોતાની સંપત્તિનું રોકાણ કરે છે. તો તેમને આ યોજના હેઠળ સારુ એવુ વ્યાજ આપવામાં આવશે.


મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાનો હેતુ

Mahila Samman Bachat Patra Yojana નો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનવા માટે સશક્તિકરણ કરવાનો છે. જેથી મહિલાઓ તેમની સંપત્તિને આ યોજનામાં રોકાણ કરીને વધારી શકે અને નાણાકીય સ્થિરતા હાંસલ કરવા માટે સુરક્ષિત અને સુલભ માધ્યમ પ્રદાન કરવાનો છે.


મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાનો લાભ કઈ મહિલાઓને મળશે? (પાત્રતા અને શરતો)

જે મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે જ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો ફક્ત મહિલાઓને જ મળશે.
  • આ યોજના માટે મહિલા અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેઠળ કેટલું રોકાણ કરવાનું રહેશે?

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં મહિલા ઓછામાં ઓછી રોકાણની રકમ રૂપિયા 1,000, અને વધુમાં વધુ રૂપિયા 2 લાખનું રોકાણ કરી શકે છે.

આ યોજના અંતર્ગત મહિલા જે ધિરાણ ભરે છે તેનું પાકની મુદત 2 વર્ષની છે. એટલે કે તમે આ યોજના અંતર્ગત જેટલું રોકાણ કરો છો તે તમને વ્યાજ સાથે બે વર્ષમાં પરત આપવામાં આવે છે.


મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના પર મળવાપાત્ર વ્યાજ દર 

Mahila Samman Bachat Patra Yojana હેઠળ મહિલાઓને આ યોજના હેઠળ રોકાણ કરવામાં આવતા ધિરાણનું વાર્ષિક વ્યાજ દર 7.5% આપવામાં આવશે. આ યોજના હેઠળ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ હોય છે. જેમાં નાણાં ની પાકતી મુદત 2 વર્ષ ની હોય છે.


મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેઠળ ધિરાણ ઉપાડના નિયમો શું છે?

આ યોજના બે વર્ષમાં મેચ્યોર થાય છે. બે વર્ષ પછી તમને તમારી ડિપોઝિટ વ્યાજ સાથે પાછી મળે છે. પરંતુ જો તમને વચ્ચે પૈસાની જરૂર હોય, તો 1 વર્ષ પૂર્ણ થયા પછી તમે જમા કરેલા નાણાના 40% સુધી ઉપાડી શકો છો. એટલે કે, જો તમે 2 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો એક વર્ષ પછી તમે વચ્ચે 80 હજાર રૂપિયા ઉપાડી શકો છો.


મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Mahila Samman Bachat Patra Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • મહિલાનું આધાર કાર્ડ
  • મહિલાનું પાન કાર્ડ
  • હસ્તાક્ષર અથવા અંગૂઠાની છાપ
  • ઈમેલ આઈડી
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટ

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના


મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં ખાતું કેવી રીતે ખોલાવવું?

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાનો લાભ લેવા માટે તમારે પોસ્ટ ઓફિસમાં જઈને ઓફલાઈન ખાતું ખોલાવવાનું રહેશે. જેની સંપૂર્ણ નીચે આપેલ છે.

  • Mahila Samman Saving Certificate Yojana નું ખાતું ખોલાવવા માટે તમારે…
  • સૌ પ્રથમ તમારે તમારી નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે.
  • જ્યાં તમને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાનું અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
  • હવે તમારે તે અરજી ફોર્મમાં માગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
  • હવે તે ફોર્મમાં તમારે માગ્યા મુજબ તમામ ડોકયુમેન્ટ જોડવાના રહેશે.
  • હવે અરજી ફોર્મ સબમિટ કરાવ્યા બાદ તમારું ખાતું ખુલી જશે અને તમને તમારા ખાતાની પાસબુક આપવામાં આવશે.
  • આ રીતે તમે Mahila Samman Bachat Patra Yojana માં ખાતું ખોલાવી શકો છો.

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને Mahila Samman Saving Certificate Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ તમને આ યોજના વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે તમારા નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


આ પણ વાંચો:-

 


Mahila Samman Bachat Patra Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.Mahila Samman Bachat Patra Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- આ યોજનાનો લાભ દેશની મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.

2.Mahila Samman Bachat Patra Yojana માં કેટલું વ્યાજદર આપવામાં આવશે.

જવાબ :- આ યોજના હેઠળ મહિલાઓના ધિરાણ પર 7.5% નો વ્યાજ દર આપવામાં આવશે.

3.Mahila Samman Bachat Patra Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- આ યોજનામાં અરજી કરવા માટે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ઓફલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment