મહિલા સમૃધ્ધિ યોજના 2024 : Mahila Samriddhi Yojana

 

મહિલા સમૃધ્ધિ યોજના 2024 : Mahila Samriddhi Yojana – મિત્રો મહિલા સમૃધ્ધિ યોજના શું છે?, આ મહિલા સમૃધ્ધિ યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે મહિલા સમૃધ્ધિ યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

 

મહિલા સમૃધ્ધિ યોજના

 

મહિલા સમૃધ્ધિ યોજના શું છે?

મહિલા સમૃધ્ધિ યોજના હેઠળ જુદા જુદા ધંધા/વ્યવસાયો જેવા કે, મંડપ ડેકોરેશન, કોમ્પ્યુટર, ઇલેકટ્રીકની દુકાન, પશુપાલન, કરીયણાની દુકાન, વાંસકામ, શિવણ કામ, એમ્બ્રોયડરી, બ્યુટી પાર્લર, મોબાઇલ રીપેરીંગ વગેરે માટે સફાઇ કામદાર/આશ્રિત મહિલાઓને વ્યક્તિગત રૂા. ૧૦૦,૦૦૦/- ની લોન/ ધિરાણ ૪% ટકાના વ્યાજદરે આપવામાં આવેશે.

મહિલા સમૃધ્ધિ યોજના માટે પાત્રતા અને શરતો

Mahila Samriddhi Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • લાભાર્થી અરજદાર સફાઇ કામદાર કે આશ્રિત મહિલા હોવી જોઈએ.
  • લાભાર્થી અરજદારની ઉંમર ઓછામાં ઓછી ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ વર્ષની હોવી જોઈએ.

મહિલા સમૃધ્ધિ યોજનામાં અરજી કરવા માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો Mahila Samriddhi Yojana માં ઓનલાઇન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • ચૂંટણી ઓળખપત્ર
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો.
  • સફાઇ કામદાર/આશ્રિતનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • બી.પી.એલ. નુ પ્રમાણપત્ર (જો બી.પી.એલ. હોય તો)
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું બાંહેધરી પત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

મહિલા સમૃધ્ધિ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Mahila Samriddhi Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

આ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું