મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023 | Maruti Suzuki Eeco Car Loan Yojana

 

પ્રિય મિત્રો આજના આ લેખમાં આપણે ગુજરાત સરકાર દ્રારા ગુજરાતના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, મારુતિ સુઝુકી ઈકો લોન યોજના.

 

તો ચાલો જાણીએ કે મારુતિ સુઝુકી ઈકો લોન યોજના શું છે?,  Maruti Suzuki Eeco Car Loan Yojana નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને મારુતિ સુઝુકી ઈકો લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

મારુતિ સુઝુકી ઈકો લોન યોજના
મારુતિ સુઝુકી ઈકો લોન યોજના

 

Contents hide

મારુતિ સુઝુકી ઈકો લોન યોજના

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્રારા ચલાવવામાં આવતી Maruti Suzuki Eeco Car Loan Yojana નો લાભ માત્ર અનુસૂચિત જાતિના લોકોને જ આપવામાં આવશે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના બેરોજગાર નાગરિકો જે પેસેન્જર ઇકો ગાડી ખરીદવા માંગે છે તેમને આ યોજના અંતર્ગત રૂપિયા 5/- લાખ સુધીની લોન આપવામાં આવશે.

 

મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો હેતુ શું?

આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના બેરોજગાર નાગરિકો જે ધંધો કરવા જે શક્તિમાન છે. જે સ્વરોજગાર મેળવવા માંગતા હોય છે પરંતુ આર્થિક સ્થિતિના કારણે ઇકો વાન નથી ખરીદી સકતા તેવા અનુસૂચિત જાતિના બેરોજગાર નાગરિકોને આ યોજના હેઠળ ખુબ હળવા દરે લોન આપવામાં આવે છે. જેથી તે પોતાની પેસેન્જર ઇકો ગાડી ખરીદ સ્વરોજગાર બની શકે.

 

મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો લાભ કોને મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના જે નાગરિકો  મારુતિ સુઝુકી ઈકો માટે લોન મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

 • લાભાર્થી વ્યક્તિ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
 • લાભાર્થીની ઉંમર 21 વર્ષ થી 50 વર્ષ હોવી જોઈએ.
 • લાભાર્થી અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.
 • જે લાભર્થી આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તેની પાસે વાહન ચલાવવા માટેનું લાયસન્સ હોવું જોઈએ.
 • ગ્રામીણ વિસ્તારમાં રહેતા લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 1,20,000/- વધુ ના હોવી જોઈએ.
 • શહેરી વિસ્તારમાં રહેતા લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 1,50,000/- વધુ ના હોવી જોઈએ.
 • લાભાર્થી કે લાભાર્થીના પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી કે પછી અર્ધ સરકારી કચેરીમાં નોકરી કરતો ન હોવા જોઈએ.
 • લાભાર્થીએ પહેલા કોઈપણ સરકારી કે અર્ધ સરકારી બેંક પાસેથી લોન લીધેલી ન હોવી જોઈએ.

 

મારુતિ સુઝુકી ઈકો લોન યોજનામાં મળવાપાત્ર લોનની રકમ

Maruti Suzuki Eeco Car Loan Yojana હેઠળ અનુસૂચિત જાતિ નાગરિકોને પેસેન્જર ઈકો ગાડી ખરીદવા માટે રૂપિયા 4,75,000/- ની લોન આપવામાં આવે છે અને જેમાં લાભાર્થીએ રૂપિયા 25,000/- નો ફાળો આપવાનો રહેશે. આમ મારુતિ સુઝુકી ઈકો લોન યોજના હેઠળ કુલ રૂપિયા 5.00/-  લાખ સુધી લોન આપવામાં આવે છે.

 

મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો વ્યાજદર કેટલો?

 • આ યોજનાનો વાર્ષિક વ્યાજ દર 6% રહેશે.
 • ઈકો માટે લીધેલી લોનના જો નિયમિત હપ્તા ભરવામાં નહીં આવે તો લોન ભરનાર લાભાર્થી પાસેથી 2.6% દંડનીય વ્યાજ લેવામાં આવશે.

 

મારુતિ સુઝુકી ઈકો લોન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Maruti Suzuki Eeco Car Loan Yojana નો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

 • લાભાર્થીના આધારકાર્ડની નકલ
 • ઉંમરનો પુરાવો
 • જાતિનો પુરાવો
 • આવક અંગેનો દાખલો
 • રહેઠાણનો પુરાવો
 • લાભાર્થીનો ઓળખનો પુરાવો
 • લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો
 • લાભાર્થીની સહીનો નમૂનો

 

મારુતિ સુઝુકી ઈકો લોન યોજના માટે જમીદારની શરતો.

Maruti Suzuki Eeco Car Loan Yojana અંતર્ગત જે લાભાર્થી લોન મેળવવા માંગે છે તે લાભાર્થીને જામીનદાર આપવાના રહેશે જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

 • જો લાભાર્થીને રૂપિયા.50,000/- સુધીની લોન કરવાની હોય તો કોઈ પ્રકારની જામીન આપવાના હોતા નથી.
 • જો લાભાર્થીને રૂપિયા.50,000/- થી રૂપિયા .1,00,000/- સુધીની લોન કરવાની હોય તો ફરજીયાત જામીન આપવાના રહેશે.
 • જો લાભાર્થીને રૂપિયા.1,00,000/- થી વધુ લોન કરવાની હોય તો ફરજીયાત બે જામીન આપવાના રહેશે.
 • લાભાર્થી જે જામીનદાર આપે છે તે સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી હોવા જોઈએ.
 • જો લોનની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિના જામીન આપવાના રહેશે.
 • આ લોન માટે સ્થાવર મિલકત સંદર્ભમાં બીજાનોંધ કરાવાની રહેશે.

 

મારુતિ સુઝુકી ઈકો લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

આ યોજના માટે તમારે GSCDC પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

 • સૌ પહેલા Google માં “GSCDC Online ટાઈપ કરવાનું રહેશે.
 • ઉપર મુજબ ટાઈપ કરતા SJE Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ બતાવશે તે ખોલવાની રહેશે.
 • હવે “નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો. તેનાં પર ક્લિક કરો.
 • ઉપર મુજબ ક્લિક કરતા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર ની નવીન બનાવેલ વેબસાઈટ ખુલશે.
 • નિગમની વેબસાઈટના Home Page પર “New user (Register)?” પર ક્લિક કરવાનું રહેશે.
 • ઓનલાઇન રેજીસ્ટ્રેશન કરવા માટે તમારે તમારું ઈમેઈલ આઈડી, મોબાઇલ નંબર, પાસવર્ડ, Captch Code નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • રેજીસ્ટ્રેશન થયાં બાદ તમારે મોબાઈલ પર User Name અને Password આવશે.
 • હવે તમારે Login for Online Loan Application System પર જઈને તમારા User Name & Password દ્રારા Login કરવાનું રહેશે.
 • GSCDC Online નું લોગીન કર્યા બાદ તમારી સામે વિવિધ યોજનાઓ દેખાશે જેમાં “મારુતિ સુઝુકી ઈકો વાન (GOG સહાયિત) “અરજી કરો” પર ક્લિક કરો.
 • જેમાં અરજદારની માહિતી જેવી કે આધારકાર્ડ નંબર, પૂરું નામ, સરનામું વગેરે માગ્યા મુજબનું તમામ વિગતો ભરવાની રહેશે.
 • હવે સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા પછી અરજદારે Upload Photograph & Upload Signature અપલોડ કરવાના રહેશે.
 • અરજદારે શૈક્ષણિક લાયકાત તથા વાહનની વિગતો ભરવાની રહેશે.
 • તમામ વિગતો ભર્યા બાદ, ફરીથી તમારા ફોર્મની એકવાર ચકાસણી કરવાની રહેશે.
 • ત્યારબાદ Captch Code નાખીને “Save” ક્લિક કરવાનું રહેશે.
 • જો ઓનલાઇન અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો Edit Application પર ક્લિક કરવાનું રહેશે.
 • ઓનલાઇન એપ્લિકેશનમાં ભરેલી વિગતો સંપૂર્ણ સાચી હોય તો confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
 • Confirm થયાં બાદ તમારી ઓનલાઇન એપ્લિકેશનનો અરજી નંબર આવશે. Print Application પર ક્લિક કરીને પ્રિન્ટ કરવાની રહેશે.
 • આ રીતે તમે Maruti Suzuki Eeco Car Loan Yojana માં ઓનલાઇન અરજી કરી શકો છો.

 

મારુતિ સુઝુકી ઈકો લોન યોજનામાં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કર્યા પછી જો તમારી અરજી પાસ થાય એટલે કે જો પસંદ થાય તો પછી તમારે તમારા જિલ્લા કચેરી ખાતે રૂબરૂ હાજર થવાનું હોય છે. જિલ્લાની કચેરી ખાતે નીચે મુજબ ડોક્યુમેન્ટ રજુ કરવાનાં રહેશે.

 

 • રેશનકાર્ડ અને ચુટણીકાર્ડની પ્રમાણીત કરેલી નકલ.
 • અરજદારના બેંક એકાઉન્ટની પોસ્ટડેટેડ ચેક.
 • બેંકમાં કોઈ લેણું બાકી નથી, તે અંગેનું NO DUE સર્ટિફિકેટ
 • રેવન્યુ સ્ટેમ્પ નંગ-8
 • અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી પાસેથી સહાય મળેલી નથી, તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સોગંદનામું
 • રૂપિયા.1.00 થી વધુના ધિરાણમાં ધિરાણની રકમનાં 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા બાંહેધરીપત્ર પર રૂપિયા.300/- અને ખાત્રીપત્રક પર રૂપિયા.300/- ના અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેશે.

 

મારુતિ સુઝુકી ઈકો લોન યોજના હેલ્પલાઇન

પ્રિય મિત્રો, અહીં અમે આ લેખમાં  Maruti Suzuki Eeco Car Loan Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે  “જિલ્લા કચેરી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને અથવા આ યોજના સત્તાવાર વેબસાઈટ પર જઈને આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 

Maruti Suzuki Eeco Car Loan Yojana ની મહત્વપૂર્ણ લિંકો

Maruti Suzuki Eeco Car Loan Yojana માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો લાભ કોને આપવામાં આવશે?

જવાબ :- અનુસૂચિત જાતિના નાગરિકોને લાભ આપવામાં આવશે.

 

2. મારુતિ સુઝુકી ઈકો લોન યોજનામાં કેટલી લોન આપવામાં આવે છે?

જવાબ: રૂપિયા 5,00,000/- લાખ સુધીની લોન આપવામાં આવે છે.

 

3. મારુતિ સુઝુકી ઈકો લોન યોજનાનો વ્યાજદર કેટલો?

જવાબ :- આ યોજનાનો વાર્ષિક વ્યાજ દર 6% રહેશે.

 

4. Maruti Suzuki Eeco Car Loan Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- Maruti Suzuki Eeco Car Loan Yojana માં તમારે https://sje.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

1 thought on “મારુતિ સુઝુકી ઈકો લોન યોજના 2023 | Maruti Suzuki Eeco Car Loan Yojana”

Leave a Comment