માઈલસ્ટોન : રોડ પર લગાવેલ માઈલસ્ટોન પરનો રંગ કેમ હોય છે અલગ? જાણો તેનો રંગ શું સૂચવે છે?

માઈલસ્ટોન : મિત્રો જયારે તમારે રોડ ગાડી કે ચાલતા નીકળો છો ત્યારે તમને રોડની બાજુમાં સફેદ કલરના માઈલસ્ટોન (કિલોમીટર પથ્થર) જોવા મળે છે. પરંતુ તમે જો ધ્યાનથી જોયું હશે તો કોઈક જગ્યાએ તે Milestone પર પીળો, લીલો, કાળો અને નારંગી કલર જોયો હશે. નીચે ફોટો મુજબ પરંતુ શું તમે માઈલસ્ટોનના કલરનો અર્થ જાણો છો કે તે કલર શું સૂચવે છે. જો નથી જાણતા તો ચાલો જાણીએ Milestone Color વિશે સંપૂર્ણ માહિતી.


માઈલસ્ટોન


રોડ પર લગાવેલ માઈલસ્ટોન પરનો રંગ કેમ હોય છે અલગ? જાણો તેનો રંગ શું સૂચવે છે?

મિત્રો તમે જયારે રોડ પર જાઓ છો ત્યારે ઉપર ફોટો મુજબ માઈલસ્ટોન જોવો છો જે તમામ Milestone નો કલર સફેદ છે પરંતુ તમે જો ધ્યાનથી જોશો તો તમને તે પથ્થરના ઉપરના ભાગમાં પીળો, લીલો, કાળો અને નારંગી કલર હોય છે. તે તમામ 4 કલરના અર્થ જુદા-જુદા હોય છે. તો ચાલો જાણીએ કયા કલરનો Milestone કયા લગાવામાં આવે છે.

(1) પીળા રંગનો માઈલસ્ટોન

જયારે તમે ગાડી લઈને કે ચાલતા રોડ પર નીકળો છો અને જો તમે રોડની બાજુમાં પીળા રંગનો કિલોમીટર પથ્થર જોવા મળે તો તેનો અર્થ એ થાય છે કે તમે નેશનલ હાઇવે ચાલી રહ્યા છો. આ નેશનલ હાઇવેની સંભાળ અને દેખરેખ રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્રારા કરવામાં આવે છે.

(2) લીલા રંગનો માઈલસ્ટોન

જયારે તમે ગાડી લઈને કે ચાલતા રોડ પર નીકળો છો અને જો તમે રોડની બાજુમાં લીલા રંગનો કિલોમીટર પથ્થર જોવા મળે તો તેનો અર્થ એ થાય છે કે તમે સ્ટેટ હાઇવે ચાલી રહ્યા છો. આ સ્ટેટ હાઇવેની સંભાળ અને દેખરેખ રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવે છે.

(3) કાળા રંગનો માઈલસ્ટોન

જયારે તમે ગાડી લઈને કે ચાલતા રોડ પર નીકળો છો અને જો તમે રોડની બાજુમાં કાળા રંગનો કિલોમીટર પથ્થર જોવા મળે તો તેનો અર્થ એ થાય છે કે તમે ડિસ્ટ્રિક્ટ રોડ પર ચાલી રહ્યા છો.

(4) નારંગી રંગનો માઈલસ્ટોન

જયારે તમે ગાડી લઈને કે ચાલતા રોડ પર નીકળો છો અને જો તમે રોડની બાજુમાં નારંગી રંગનો કિલોમીટર પથ્થર જોવા મળે તો તેનો અર્થ એ થાય છે કે તમે ગ્રામીણ રસ્તાઓ પર ચાલી રહ્યા છો.


આ પણ વાંચો :-


સારાંશ

મિત્રો આ લેખમાં અમે તમને રોડ પર લગાવેલ માઈલસ્ટોન પરનો રંગ કેમ હોય છે અલગ? તેના વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને Milestone વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને જો તમે Milestone વિશે વધુ માહિતી જાણવા માંગો છો તો Ministry of Road Transport & Highways, Government of India ની મુલાકાતા લો.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “માઈલસ્ટોન : રોડ પર લગાવેલ માઈલસ્ટોન પરનો રંગ કેમ હોય છે અલગ? જાણો તેનો રંગ શું સૂચવે છે?”

Leave a Comment