મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના  | Mukhyamantri Amrutum “Ma” And Ma Vatsalya Yojana

 

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના :- મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના.

તો ચાલો જાણીએ કે મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના” શું છે?, મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના” નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


Contents hide

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના 

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના અંતર્ગત રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આ યોજના અંતર્ગત જો તેમના પરિવાર કોઈ સભ્યને કોઈ પ્રકારની બીમારી થાય છે, તો તેમને આ યોજના અંતર્ગત તે બીમારીની સારવાર કરવામાં માટે સરકાર દ્રારા 5 લાખની સહાય આપવામાં આવશે. જેમાં જો તમે સારવાર સરકારી હોસ્પિટલ કે પછી પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરાવો છો અને જો તમારી બીમારીનો ખર્ચ 5 લાખ કે ઓછો થાય તો તે સંપૂર્ણ ખર્ચ આ યોજના હેઠળ આપવામાં આવે છે.


મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજનાનો ઉદ્દેશ્ય શું છે?

Mukhyamantri Amrutum “Ma” And Ma Vatsalya Yojana નો મુખ્ય હેતુ. ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોના કોઈ સભ્યને જો બીમારી થાય ત્યારે આવા પરિવારહેતુ કો હોસ્પિટલોમાં સારવાર કરાવી શકતા નથી. તેથી આવા પરિવારોને આ યોજનાનો લાભ મળી રહે અને પોતાના પરિવારના સભ્યની સારી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે?


મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે છે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 • આ યોજનાનો લાભ ગુજરાતના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને આપવામાં આવશે.
 • આ યોજનામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ આશા બહેનોને લાભ આપવામાં આવશે.
 • ગુજરાતના જે પરિવાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારની વાર્ષિક રૂ.4.00 લાખ કે તેથી ઓછી આવક ધરાવે છે તેમને આ યોજનાનો લાભ મળશે.
 • રાજ્ય સરકારમાં સીધી ભરતીથી નિમણૂંક પામેલ વર્ગ-3 અને વર્ગ-4 ના તમામ ફિક્સ પગારના કર્મચારીઓને આ યોજનાનો લાભા આપવામાં આવશે.
 • જે સિનિયર સીટીઝનોના કુટુંબોના વાર્ષિક આવક રૂપિયા 6.00 લાખ કે તેથી ઓછી ધરાવતા હોય તેમને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Mukhyamantri Amrutum “Ma” And Ma Vatsalya Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 • રેશનકાર્ડ કાર્ડ.
 • તમારા પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ.
 • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો.
 • આશાબહેનો અને તેમના પરિવારજનો માટે પ્રાથમિક આરોગ્ય કેન્‍દ્ર કે સામુહિક આરોગ્ય કેન્‍દ્ર ખાતે ફરજ બજાવતા હોય તે કેન્‍દ્રના તબીબી અધિકારીશ્રીનું પ્રમાણપત્ર.
 • માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ માન્‍યતા પ્રાપ્ત કરેલ પત્રકાર તરીકેનું પ્રમાણપત્ર.
 • રાજ્ય સરકારમાં વર્ગ-3 અને વર્ગ-4 તરીકે ફિક્સ પગારના કર્મચારી તરીકે નિમણુંક પત્ર.
 • ફિક્સ પગારના કર્મચારીએ સંબંધિત વિભાગ/ કચેરીના વડાએ પ્રમાણિત કરેલ ફોટો સહિતનું પ્રમાણપત્ર


મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના હેઠળ કયા-કયા રોગોમાં સારવાર મળે ?

અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” કાર્ડ હેઠક નાની મોટી લગભગ 1807 જેટલી પ્રાથમિક, સેકન્‍ડરી અને ટર્શરી બિમારીઓ અને ગંભીર રોગો સારવાર આપવામાં આવે છે. આ રીતે આ યોજના હેઠળ નાની બીમારીથી લઈને મોટી બીમારી સુધી સહાય આપવામાં આવે છે, જેમાંથી થોડી બીમારીઓના નામ નીચે આપવામાં આવ્યા છે.

 • મગજના રોગો.
 • કરોડરજ્જુના રોગો.
 • ન્યુરો સર્જરી.
 • હ્રદય રોગને લગતી બિમારીની સારવાર જેમ કે,  એન્‍જીઓગ્રાફી, બાયપાસ, વાલ્વની સારવાર વગેરે તેની લગતી બીમારીઓ.
 • કિડનીના રોગો.
 • દાઝી જવાના કેશમાં.
 • ગંભીર ઈજાઓ.
 • નવજાત શિશુ તથા બાળકના ગંભીર રોગો.
 • કેન્‍સરને લગતી સારવાર જેમ કે, ઓપરેશન, સર્જરી, કિમોથેરાપી  વગેરે તેની લગતી બીમારીઓ.

મુખ્યમંત્રી અમૃતમ “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” હેઠળ તમામ હોસ્પિટલોમાં લાભ મળશે?

આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ અને પ્રાઈવેટ હોસ્પિટલોને માન્યતા આપેલ છે. પરંતુ રાજ્યની તમામ હોસ્પિટલોને માન્યતા આપેલ નથી. તેથી આ યોજના અંતર્ગત તમને તમામ હોસ્પિટલોમાં લાભ મળશે નહીં, તેથી અહીં તમને નીચે એક PDF File આપવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી અમૃતમ “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” હેઠળ ચાલતી હોસ્પિટલની માહિતી આપવામાં આવી છે, જ્યાંથી તમે તમારા શહેરની હોસ્પિટલ જોઈ શકો છો.


“મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” કઈ જગ્યાએથી કઢાવવું?

જો તમે “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” કઢાવવા માંગો છો તો તમે તમારી નજીકની તાલુકા હેલ્થ કચેરીમાં, પ્રાથમિક આરોગ્ય સેન્‍ટરમાં, સામૂહિક આરોગ્ય કેન્‍દ્રમાં અથવા સરકારી હોસ્પિટલ ખાતે સેન્‍ટર ઉભા કરવામાં આવેલ છે. આ સેન્‍ટરમાં સિવીક સેન્‍ટર કિઓસ્ક / તાલુકા કિઓસ્ક પરથી “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” કઢાવી શકો છો. આ રીતે તમે “મા કાર્ડ” અને “મા વાત્સલ્ય કાર્ડ” મેળવી શકો છો.


મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અમે અહીં તમને Mukhyamantri Amrutum “Ma” And Ma Vatsalya Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને હજી પણ આ યોજના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અહીં નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો.

 • હેલ્પલાઇન નંબર : 1800-233-1022

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય” યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

પીએમ સ્વનિધિ યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1 મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજનાંનો લાભ મળે છે?

જવાબ :- આ યોજનાનો લાભ ગરીબ BPL અને મધ્યમ વર્ગ નાં લોકો આપવામાં આવે છે.

2.મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના કેટલો લાભ મળે છે?

આ યોજના માં લાભાર્થી ને કોઈપણ રોગ ની સારવાર કરવા માટે 5 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવશે.

3.મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજનામાં ઘર નાં કેટલા વ્યક્તિ કાર્ડ કઢાવી શકે છે?

જવાબ :- આ યોજનામાં એક ઘર માંથી વધુમાં વધુ 5 વ્યક્તિઓ આ કાર્ડ કઢાવી શકે છે.

4.મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના માટે ક્યાં કઢાવવાનું હોય છે?

જવાબ :- આ યોજના માટે તમારે તાલુકા આરોગ્ય કચેરી અથવા જિલ્લા આરોગ્ય કચેરી પર જઈને કાર્ડ કઢાવવાનું હોય છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment