Namo Shri Yojana 2024 : નમો શ્રી યોજના હેઠળ હેઠળ સગર્ભા સ્ત્રીઓને મળશે રૂ.12,000 સુધીની સહાય.

Namo Shri Yojana : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે વારંવાર નવી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક નવી યોજના છે, જેનું નામ છે, નમો શ્રી યોજના.

તો ચાલો જાણીએ કે Namo Shri Yojana શું છે?, નમો શ્રી યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Namo Shri Yojana માં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


નમો શ્રી યોજના શું છે? – Namo Shri Yojana In Gujarati

ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2 ફેબ્રુઆરીના રોજ સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરેલી છે. આ યોજના અંતર્ગત લાભાર્થી સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને રૂપિયા 12 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરેલ છે.


Highlight Of Namo Shri Yojana

યોજનાનું નામ Namo Shri Yojana
યોજના કયારે લોન્ચ થઈ 2 ફેબ્રુઆરી, 2024
યોજના કોના દ્રારા રજુ કરવામાં આવી નાણામંત્રી કનુભાઈ દેસાઈ
લાભાર્થી સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ
મળવાપાત્ર સહાય રૂપિયા 12 હજારની આર્થિક સહાય
અરજી કરવાની પ્રક્રિયા
ઓફિશિયલ વેબસાઈટ

નમો શ્રી યોજનાનો હેતુ શું છે?

Namo Shri Yojana શરૂ કરવા પાછળનો સરકારનો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનોને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે. જેથી કરીને ગર્ભવતી બહેનો તેમજ માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે.


નમો શ્રી યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

જે પણ સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તો જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • આ યોજનાનો લાભ ગર્ભવતી બહેનો તેમજ ધાત્રી માતાઓને મળવાપાત્ર થશે.
  • લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યની વતની હોવી જોઈએ.
  • અરજદાર મહિલા એસસી, એસટી, NFSA, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની લાભાર્થી હોવી જોઈએ.

નમો શ્રી યોજનામાં મળવાપાત્ર સહાય

Namo Shri Yojana હેઠળ ગર્ભવતી બહેનો તેમજ ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે તે માટે તેમને તે સમયે રૂપિયા 12 હજારની આર્થિક સહાય આપવામાં આવશે.


નમો શ્રી યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Namo Shri Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

અત્યારે સરકાર દ્રારા Namo Shri Yojana માટે કોઈપણ પણ ડોકયુમેન્ટ વિશે અપડેટ નથી આપી. (પરંતુ કંઈક નીચે મુજબના ડોક્યુમેન્ટ હોઈ શકે) પરંતુ જયારે સરકાર દ્રારા ડોકયુમેન્ટ અપડેટ આપવામાં આવશે ત્યારે અહીં અમારી વેબસાઈટ પર મુકવામાં આવશે.

  • અરજદારનું આધારકાર્ડ
  • સગર્ભા હોવા અંગેનું પ્રુફ
  • જાતિનું પ્રમાણપત્ર
  • માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર
  • અરજદારની બેંક ખાતાની પાસબુક
  • અરજદાર નો ફોટો
  • અરજદાર નો મોબાઇલ નંબર

Namo Shri Yojana માં અરજી કેવી રીતે કરવી?

Namo Shri Yojana માં તમારે ઓનલાઇન કે પછી ઓફલાઈન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

અત્યારે સરકારે નમો શ્રી યોજના માટે કોઈપણ ઓનલાઇન કે અરજી કરવાનું ચાલુ કરેલ નથી તો સરકાર દ્રારા જયારે પણ અરજી સ્વીકારવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારે અમે તમને આ વેબસાઈટ પર અરજી પ્રક્રિયા બતાવીશું. જેથી તમે પણ આ યોજના માટે ઓનલાઇન કે ઓફલાઈન અરજી કરી શકો.


નમો શ્રી યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Namo Shri Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તો મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ મુલાકાત લો અથવા નીચે આપેલ મહિલા અને બાળ વિકાસ ટોલ ફ્રી નંબર પરથી વધુ માહિતી મેળવી શકો છો.

  • હેલ્પલાઇન નંબર : 079-232-57942

Namo Shri Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

નમો શ્રી યોજનામાં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ
મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.નમો શ્રી યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- નમો શ્રી યોજનાનો લાભ ગુજરાત રાજ્યની સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ આપવામાં આવશે.

2.નમો શ્રી યોજનામાં કેટલી સહાય મળશે?

જવાબ :- Namo Shri Yojana હેઠળ ગર્ભવતી બહેનો તેમજ ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર સહેલાઈથી મળી શકે તે માટે તેમને તે સમયે રૂપિયા 12 હજારની આર્થિક સહાય આપવામાં આવશે.

3.નમો શ્રી યોજનામાં અરજી કરવાની વેબસાઈટ કઈ છે?

જવાબ :- સરકાર દ્રારા અત્યારે Namo Shri Yojana ની સત્તાવાર વેબસાઈટ જાહેર કરેલ નથી. તેથી આવનારા ટૂંક સમયમાં નમો શ્રી યોજનાની વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે. જેના પર તમે અરજી કરી શકશો.


Namo Shri Yojana

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment