નિક્ષય પોષણ યોજના 2023 | Nikshay Poshan Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, નિક્ષય પોષણ યોજના.

તો ચાલો જાણીએ કે નિક્ષય પોષણ યોજના શું છે?, નિક્ષય પોષણ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને નિક્ષય પોષણ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


નિક્ષય પોષણ યોજના શું છે?

આજના આ સમયમાં આપણા દેશમાં ટીબીની બીમારી એક સૌથી મોટી બીમારી છે. ટીબીની બીમારી થઈ ગયા બાદ તેવા દર્દીઓને પૌષ્ટિક આહારની જરૂર પડે છે. કારણ કે ટીબીના રોગીઓને જો તેઓ દવા પીવે તો તેની સાથે સારો ખોરાક લેવો તે પણ જરૂરી છે, જેથી તેઓ જલ્દી સ્વસ્થ થઈ શકે છે.

 

આ નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓને દર મહિને 500 રૂપિયાની સહાય આપવામાં આવે છે. કે તે જ્યાં સુધી તેઓને ટીબી રોગ તેઓના શરીરમાંથી દૂરના થાય ત્યાં સુધી આ નિક્ષય પોષણ યોજના હેઠળ તેને દર મહિને 500 રૂપિયાની સહાય આપવામાં આવે છે.


નિક્ષય પોષણ યોજનાનો ઉદ્દેશ્ય શું?

નિક્ષય પોષણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબી રોગથી પીડિત વ્યક્તિ જ્યાં સુધી તે ટીબી રોગ માટે દવા લે છે, તેની સાથે પોતે તે દવા સાથે સારો ખોરાક લઈ શકે તે માટે આ યોજના હેઠળ તેમને પૌષ્ટિક ખોરાક માટે સહાય મળી રહે અને તે સારો ખોરાક લઈ શકે. જેથી તે જલ્દીથી ઠીક થઈ શકે.


Important Point of Nikshay Poshan Yojana

યોજનાનું નામ નિક્ષય પોષણ યોજના
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ ટીબી રોગથી પીડિત દર્દીઓને દર મહિને રૂપિયા 500/- ની સહાય આપવી જેથી પોતાની સારવાર સારી રીતે કરી શકે.
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
માન્ય વેબસાઈટ https://nikshay.in/

નિક્ષય પોષણ યોજનાનો લાભ કઈ મહિલાઓને મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના લાભાર્થી લોકોને આ યોજનાનો લાભ મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે મહિલાઓને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

 • ભારતમાં રહેતા જે વ્યક્તિ ટીબીની બીમારીથી પીડિત હોય તેમને આ યોજનાનો લાભ મળશે.
 • જે લોકો પહેલાથી ટીબી રોગ નો ઈલાજ કરાવી રહ્યા હોય તેઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.
 • જે લોકો સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પિટલોમાં ટીબીનો ઈલાજ કરાવી રહ્યા હોય તેઓને પણ આ યોજનામાં લાભ આપવામાં આવશે.
 • આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને ટીબી પ્રોગ્રામના સુપરવાઇઝર પાસે ઓનલાઇન એન્ટ્રી કરાવેલ હશે, તેમને આ યોજનાનો લાભ મળશે.

નિક્ષય પોષણ યોજનામાં મળવાપાત્ર સહાય

 • આ યોજના હેઠળ સરકાર દ્વારા ટીબી રોગથી પીડાતા દર્દીઓને દર મહિને રૂપિયા 500 ની સહાય તેઓના બેન્ક ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવશે.
 • આ રકમ ટીબીના દર્દીઓને તેઓ જ્યાં સુધી સાજા ન થઈ જાય ત્યાં સુધી આપવામાં આવશે.
 • ટીબીના દર્દીઓને જ્યારે ટીબી રોગનો રિપોર્ટ કરવામાં આવે અને જો તે રિપોર્ટ પોઝિટિવ આવે છે ત્યારે તે રિપોર્ટની નોંધણી સમયે 1000 રૂપિયા આપવામાં આવશે.
 • જો કોઈ વ્યક્તિ હોસ્પિટલથી દૂરના વિસ્તારોમાં રહેતા હોય તેમને પરિવહન માટે સરકાર દ્વારા લગભગ રૂપિયા 750 આપવામાં આવશે.
 • આ યોજના હેઠળ જે લોકો ટીબીના રોગીઓને દવા આપવાનું કામ કરતા હોય તેઓને પણ રૂપિયા 1000 થી 5,000 ની સહાય આપવામાં આવે છે. ( જેમ કે ગામડાઓમાં આવતી નર્સ બહેનો
 • આ યોજનામાં જ્યાં સુધી ડીટીઓ દ્વારા યુઝર આઇડેન્ટિફાઇડ યુનિકનું સ્ટેટસ અપલોડ કરવામાં ન આવે ત્યાં સુધી લાભાર્થીઓને યોજના હેઠળ લાભ આપવામાં આવે છે.

નિક્ષય પોષણ યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ? 

Nikshay Poshan Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

 • ટીબી રોગથી પીડિત દર્દીનું આધારકાર્ડ.
 • ટીબી રોગથી પીડિત દર્દીનું રેશનકાર્ડ.
 • ડોક્ટર દ્વારા આપેલું ટીબી રોગથી પીડિત દર્દીનું મેડિકલ બાબતનું પ્રમાણપત્ર.
 • ટીબી રોગથી પીડિત દર્દીનું રિપોર્ટકાર્ડ.
 • દર્દીનું બેન્ક એકાઉન્ટ ખાતાની પાસબુકની ઝેરોક્ષ.
 • દર્દીના પાસપોર્ટ સાઇઝનો એક ફોટો.
 • ટીબી રોગથી પીડિત દર્દીનો મોબાઈલ નંબર.

નિક્ષય પોષણ યોજના


Nikshay Poshan Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે લાભાર્થીઓને નિક્ષય પોષણ યોજનામાં ફોર્મ ભરવા માંગે છે તેમને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

પ્રિય મિત્રો અહીં તમને Nikshay Poshan Yojana માં ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ, તેના વિશે નીચે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, પરંતુ જો આપને આ પ્રકારે ઓનલાઈન પ્રક્રિયા ન આવડતી હોય તો તમે તમારા ટીબી સ્વાસ્થ્ય અધિકારી પાસે જઈને પણ ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને પણ આ યોજના માટે ઓનલાઈન અરજી તમને ત્યાંથી ટીબી વિભાગના કર્મચારીઓ દ્રારા અરજી કરી આપવામાં આવશે.

 

 • તમારે સૌ પ્રથમ નિક્ષય પોષણ યોજનાની વેબસાઇટના પર જવાનું રહેશે.
 • હવે તમારે સામે તે વેબસાઈટનું હોમ પેજ ખુલીને આવશે.
 • સૌ પ્રથમ તમારે લૉગિન ફોર્મ પર ક્લિક કરીને તમારી જાતને નોંધણી કરવી પડશે.
 • હવે જો તમે પહેલા નોંધણી કરેલ નથી, તોતે લાભાર્થીને ન્યૂ હેલ્થ ફેસિલિટી રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારી સામે સ્ક્રીન પર એક નવું પેજ ખુલને આવશે.
 • આ નિક્ષય પોષણ યોજનાનું ફોર્મ ખુલીને આવશે.
 • હવે અહીંયા તમારે તમારી પાસેથી જે પણ માહિતી માંગવામાં આવે છે, જેમ કે રાજ્ય, જિલ્લો, ગામ, રોગ, દવા, પ્રોફાઇલ સેવા વગેરે માહિતી તમારે આ ફોર્મમાં ભરવાની રહેશે.
 • હવે આ ફોર્મમાં તમામ જાણકારી સફળતાપૂર્વક ભર્યા બાદ તમારે નીચે કંટીન્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે ક્લિક કર્યા બાદ આપને એક યુનિક આઈડી નંબર જનરેટ થશે.
 • આ યુનિક આઈડી નંબર તમારે સારી રીતે નોંધીને રાખવો.
 • હવે સફળતાપૂર્વક નોંધણી કર્યા બાદ વેબસાઈટ ઉપર ફરીથી લોગીન થવાનું રહેશે.
 • આ રીતે તમે નિક્ષય પોષણ યોજનામાં ઓનલાઇન અરજી કરી શકો છો.

Nikshay Poshan Yojana Status Check

જો તમે નિક્ષય પોષણ યોજનામાં ઓનલાઇન અરજી કરી છે, અને તમે તમારી અરજી પ્રક્રિયાનું સ્ટેટસ એટલે કે તામરી ફોર્મ કયા સુધી પહોંચ્યું છે, તે જાણવું હોય તો આપ નિક્ષય પોષણ યોજનાની અધિકારીક વેબસાઈટ પર જઈને હોમ પેજ ઉપર સ્ટેટસ ચેક પર જઈને તમે તમારો યુનિક આઇડી નંબર નાખીને તમે તમારી અરજીનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.


નિક્ષય પોષણ યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે Nikshay Poshan Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા ગામના કે વિસ્તારના આંગનવાડી બહેન, નર્સ બહેન, આશા બહેન કે પછી તમારા નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કે અર્બન આરોગ્ય કેન્દ્ર પર જઈને સંપર્ક કરીને તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 

 • હેલ્પલાઈન નંબર – 1800116666

નિક્ષય પોષણ યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

નિક્ષય પોષણ યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.Nikshay Poshan Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- નિક્ષય પોષણ યોજનાનો લાભ ગુજરાત રાજ્યની તમામ ટીબીથી પીડિત દર્દીને મળશે.

 

2.નિક્ષય પોષણ યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- આ યોજનામાં ટીબીથી પીડિત દર્દીઓને રૂપિયા 3000 ની સહાય આપવામાં આવે છે. અને ટીબી રોગ સહાય યોજનામાં રૂપિયા 3000 ની સહાય આપવામાં આવશે. આમ કુલ રૂપિયા 6000 ની સહાય ટીબી રોગથી પડિત દર્દીને આપવામાં આવશે.

 

3.Nikshay Poshan Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- પ્રિય મિત્રો અહીં તમને Nikshay Poshan Yojana માં ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ, તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, પરંતુ જો આપને આ પ્રકારે ઓનલાઈન પ્રક્રિયા ન આવડતી હોય તો તમે તમારા ટીબી સ્વાસ્થ્ય અધિકારી પાસે જઈને પણ ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને પણ આ યોજના માટે ઓનલાઈન અરજી તમને ત્યાંથી ટીબી વિભાગના કર્મચારીઓ દ્રારા અરજી કરી આપવામાં આવશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment