પાલક માતા પિતા યોજના 2024 | Palak Mata Pita Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પાલક માતા પિતા યોજના.

તો ચાલો જાણીએ કે પાલક માતા પિતા યોજના શું છે?, પાલક માતા પિતા યોજના નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને પાલક માતા પિતા યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


પાલક માતા પિતા યોજના શું છે?

ગુજરાત સરકારના Social Justice & Empowerment Department (Government Of Gujarat) હેઠળ નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના યોજના ચલાવવામાં આવે છે. આ Palak Mata Pita Yojana અંતર્ગત જો કોઈ બાળકના માતા અથવા પિતામાંથી જો કોઈ એક મરણ થયેલ હોય તે અનાથ બાળકોને માસિક રૂ. ૩૦૦૦ ની સહાય આપવામાં આવે છે.


પાલક માતા પિતા યોજનાનો હેતુ શું?

એક બાળકનું ધ્યાન જેટલાં માતા-પિતા રાખતા હોય છે, તેટલું ધ્યાન બીજા કોઈ રાખી શકતા નથી, તેથી આ યોજનાનો હેતુ જે બાળક અનાથ છે તેમને આ યોજના અંતર્ગત દર મહિને રૂપિયા 3000 ની સહાય મળી રહે જેથી તે અનાથ બાળક પોતાના સગા-સબંધી પાસે રહે છે, તેથી તે બાળક સાર-સંભાળ સારી રહે તેને સારુ શિક્ષણ મળી રહે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.


પાલક માતા પિતા યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

  • જે અનાથ બાળકની ઉંમર 0 થી 18 છે તેમને આ યોજનાનો લાભ મળશે.
  • જે અનાથ બાળકના માતા અથવા પિતામાંથી કોઈ પણ એકનું મરણ થયેલ હોય. તેને આ યોજનાનો લાભ મળશે.
  • જો અનાથ બાળકના માતા અથવા પિતામાંથી બન્ને મરણ પામેલ હોય તેને આ યોજનાનો લાભ મળશે.
  • જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
  •  ગ્રામીણ વિસ્તાર રહેતા અનાથ બાળકના કુટુંબની વાર્ષિક આવક 27,000/-  થી વધુ હોવી જોઈએ.
  • શહેરી વિસ્તાર રહેતા અનાથ બાળકના કુટુંબની વાર્ષિક આવક 36,000/-  થી વધુ હોવી જોઈએ.

પાલક માતા-પિતા યોજનામાં મળવાપાત્ર સહાય?

Palak Mata Pita Yojana અંતર્ગત જે બાળકની ઉંમર 0 થી કરીને વર્ષ છે અને તેના માતા અને પિતાનું મરણ અથવા તે માતા અને પિતા માંથી જો કોઈ એક નું મરણ થયેલ છે. અથવા માતાના બીજા લગ્ન થયેલ છે તો આ યોજના અંતર્ગત તે આનાથ બાળક જે પોતાના સંગા-સબંધી પાસે રહે છે. તેમને દર મહિને રૂપિયા 3000 ની સહાય આપવામાં આવે છે. જ્યાં સુધી બાળકની ઉંમર 18 વર્ષ ના થઈ જાય ત્યાં સુધી આ લાભ આપવામાં આવશે. જે સહાય તે બાળકના બેંક ખાતામાં આપવામાં આવે છે.


જે બાળકના માતા-પિતા કોરોનામાં મરણ પામેલ છે તેમને આ સહાય મળશે?

જે બાળકના માતા-પિતા કોરોના સમયમાં મરણ પામેલ છે, તેમને આ યોજના લાભ મળવાત્ર છે. જેમાં જો તે બાળકના માતા અથવા પિતામાંથી જો માતાનું મરણ થાય છે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર અથવા જો પિતાનું મરણ થયેલ છે તો તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.


પાલક માતા પિતા યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Palak Mata Pita Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

  • બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર (પૈકી કોઈ પણ એક)
  • બાળકના આધારકાર્ડની નકલ
  • પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
  • બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ.
  • જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું અથવા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તલાટી કમ મંત્રીનો દાખલો (પૈકી કોઈ પણ એક)
  • પુન:લગ્ન કરેલા હોય તેવો પુરાવો
  • આવકના દાખલાની ઝેરોક્ષ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
  • બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
  • પાલક પિતા અથવા માતાના આધારકાર્ડની નકલ (પૈકી કોઈ પણ એક)

પાલક માતા પિતા યોજના


પાલક માતા-પિતા યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Palak Mata Pita Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેના પછી થોડી ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પહેલા તમારે Google માં જઈને e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે e Samaj Kakyan Portal ની ઓફિશિયલ વેબસાઈટ ખુલીને આવશે.
  • ત્યારબાદ tઅમારી સામે Home Page ખુલીને આવશે.
  • હવે હોમ પેજ પર “Director Social Defense” પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં અહીં તમને “પાલક માતા પિતા યોજના” લખેલ પર ક્લિક કરો.
  • જો તમે પહેલી વખત અરજી કરો છો અને રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે સૌ પ્રથમ તમારે ઇ-મેલ આઇડી મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • હવે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે લોગીન કરવાનું રહેશે.
  • હવે લોગીન કર્યા બાદ તમારી સામે અલગ અલગ યોજનાઓ જોવા મળશે જેમાં તમારે Coaching Sahay Yojana માં અરજી કરવા માટે Apply Now ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે માહિતી ભર્યા બાદ ત્યાં માગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે જો તમારું અરજી ફોર્મ ભરાઈ ગયું છે તો તે અરજી ફોર્મને સેવ કરીને confirm કરવાનું રહેશે.
  • હવે અરજી confirm કર્યા બાદ તમારી પાસે તે અરજીની ફોર્મની પ્રિન્ટ આવશે તેને તમારે પ્રિન્ટ કરવાની રહેશે.
  • તેના પછી હવે તે અરજી ફોર્મના પ્રિન્ટની પાછળ માગ્યા મુજબ તમામ ડોકયુમેન્ટ જોડવાના રહેશે અને તે અરજી ફોર્મને તમારે જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાં ફોર્મ જમા કરાવાનું રહેશે.
  • આ રીતે તમે આ યોજનામાં અરજી કરી શકો છો.

પાલક માતા પિતા યોજના pdf

મિત્રો અહીં Palak Mata Pita Yojana નું ફોર્મ કેવું હોય છે, તેનું અહીં નીચે PDF આપેલ છે, જે તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો, જેથી તમને ખ્યાલ આવશે કે આ યોજનાનું ફોર્મ કેવું હોય છે.


પાલક માતા-પિતા યોજના હેલ્પલાઈન

પ્રિય મિત્રો અહીં અમે તમને પાલક માતા પિતા યોજના  વિશે સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમને આ યોજના વિશે કોઈપણ પ્રકારની સમસ્યા હોય કે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા જિલ્લા ખાતે આવેલી ‘’જિલ્લા બાળ સુરક્ષા એકમ” નો સંપર્ક કરવો. તથા “જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરી યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.


પાલક માતા-પિતા યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

પાલક માતા-પિતા યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.પાલક માતા-પિતા યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- જે બાળકની ઉંમર 0 થી કરીને વર્ષ છે અને તેના માતા અને પિતાનું મરણ અથવા તે માતા અને પિતા માંથી જો કોઈ એક નું મરણ થયેલ છે. અથવા માતાના બીજા લગ્ન થયેલ છે. તેવા અનાથ બાળકને આ યોજનાનો લાભ મળશે.

2.પાલક માતા-પિતા યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ :- Palak Mata Pita Yojana માં બાળકની ઉંમર 18 વર્ષ ના થાય ત્યાં સુધી તે બાળકને દર મહિને રૂપિયા 3000 ની સહાય આપવામાં આવે છે.

3.પાલક માતા-પિતા યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- Palak Mata Pita Yojana માં eSamaj Kakyan Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

3 thoughts on “પાલક માતા પિતા યોજના 2024 | Palak Mata Pita Yojana”

Leave a Comment