પાનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? | Pan Card Download Online In Gujarati

પાનકાર્ડ ડાઉનલોડ : મિત્રો ઘણા બધા લોકોનું પાનકાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય, તૂટી જાય કે પછી તે કોઈ જગ્યાએ બહાર જાય છે ત્યારે તે પોતાનું પાનકાર્ડ ભૂલી જાય છે. ત્યારે તે ડુપ્લિકેટ પાન કાર્ડ માટે અરજી કરે છે. જે પ્રક્રિયા બહુ કઠિન અને લાંબી છે. પરંતુ પાનકાર્ડ ડાઉનલોડ કરવું ખુબ જ સરળ છે.

તો ચાલો મિત્રો જાણીએ કે, પાનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?, જેની તમામ અરજી પ્રક્રિયા નીચે આપેલ છે. તો આ લેખને અંત સુધી વાંચો.


પાનકાર્ડ ડાઉનલોડ


પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે કયા કયા ડોકયુમેન્ટ જોઈએ.

1.આધારકાર્ડ નંબર

2.મોબાઈલ નંબર (જે આધારકાર્ડ સાથે લિંક હોવો જોઈએ.)


પાનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

મિત્રો અહીં તમે પાનકાર્ડને ચાર થી પાંચ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. તે તમામ રીતોની પ્રક્રિયા અહીં નીચે આપેલ છે. જે માંથી તમે તમારી ઈચ્છા મુજબની પ્રક્રિયાને ફોલો કરીને પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

પાનકાર્ડ નંબર પરથી પાનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

સ્ટેપ 1 : પાનકાર્ડ નંબર પરથી પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ NSDL Portal એટલે કે https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html જવાનુ રહેશે.

પાનકાર્ડ ડાઉનલોડ
Image Credits : NSDL Portal

સ્ટેપ 2 : હવે તમારી સામે ઉપર ફોટો મુજબ એક ફોર્મ ખુલશે જેમાં તમારે પાનકાર્ડ નંબર, જન્મ તારીખ અને અન્ય માગ્યા મુજબ તમામ માહિતી નાખીને નીચે આપેલ કેપ્ચા કોડને ત્યાં નાખી ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 3 : હવે તમારી સામે પાનકાર્ડ ડાઉનલોડ કરવાનું ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરીને તમે પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

સ્ટેપ 4 : હવે તમારી પાસે જે PDF ડાઉનલોડ થયું છે. તે PDF ને લોક હોય છે. જેને ખોલવા માટે તમારે તમારી જન્મ તારીખનો ઉપયોગ કરવો રહેશે. ( દા.ખ તરીકે, જન્મતારીખ 01-01-1111 – પાસવર્ડ 01011111)

સ્ટેપ 5 :- મિત્રો આ રીતે તમે તમારું E-Pan ડાઉનલોડ કરી શકો છો.

UTIITSL દ્વારા પાનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

સ્ટેપ 1 : UTIITSL દ્રારા પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ UTIITSL Portal એટલે કે https://www.pan.utiitsl.com/ જવાનુ રહેશે.

સ્ટેપ 2 : હવે અહીંયા તમારી સામે વેબસાઈટનું હોમ પેજ જોવા મળશે. જેમાં તમે થોડા નીચે જાઓ એટલે ત્યાં તમે “Download e-PAN” નામું ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો.

પાનકાર્ડ ડાઉનલોડ
Image Credits : UTIITSL Portal

સ્ટેપ 3 : હવે તમારી સામે એક ઉપર ફોટો મુજબ એક પેજ ખુલશે જેમાં તમને એક ફોર્મ જોવા મળશે. જે ફોર્મમાં તમારે તમારો પાનકાર્ડ નંબર, આધારકાર્ડ નંબર, જન્મ તારીખ અને GSTN નંબર નાખવાનો રહેશે. GSTN Number નાખવો ફરજીયાત નથી. જેને લાગુ પડતો હોય તેને જ નાખવાનો રહેશે.

સ્ટેપ 4 : ત્યારબાદ તે ફોર્મમાં નીચે કેપ્ચા કોડને બાજુમાં આપેલ આપેલ બોક્સમાં નાખવાનો રહેશે. અને ત્યારબાદ ‘સબમિટ’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 : હવે તમારા આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર કે Email ID લિંક છે તેના પર એક OTP આવશે. જે OTP ને તમે ત્યાં નાખીને ‘e-PAN Card’ ડાઉનલોડ કરી શકો છો.

Income Tax E-Filing Portal દ્વારા પાનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

સ્ટેપ 1 : Income Tax E-Filing Portal દ્રારા પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ Income Tax E-Filing Portal પર જવાનું રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારી સામે આ વેબસાઈટનું હોમપેજ ખુલશે. જયાં હોમપેજ પર સર્ચ બોક્સમાં જઈને તમારે e-PAN ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે.

સ્ટેપ 3 : હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને વિવધ ઓપ્શન જોવા મળશે, જેમાં e-PAN બીટા વર્ઝન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4 : ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે જેમાં તમારે “Instant e-Pan Status” પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 : ત્યારબાદ તમારી સામે ફરીથી એક નવું પેજ ખુલશે. જેમાં એક ફોર્મ ખુલશે જેમાં તમારે તમારો 15 અંકનો Acknowledgement Number નાખવાનો રહેશે. અને નીચે આપેલ કેપ્ચા કોડને નીચે આપેલા બોક્સમાં નાખવાનો રહેશે. અને તે ફોર્મને સબમિટ કરવાનું રહેશે.

સ્ટેપ 6 : ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે તમારો જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર OTP આવશે. જે OTP ને તમારે ત્યાં નાખવાનો રહેશે.

સ્ટેપ 7 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે, જ્યાંથી તમે પાનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો સાથે તે પાનકાર્ડ નું સ્ટેટ્સ પણ જોઈ શકો છો.

NSDL પરથી પાનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

સ્ટેપ 1 : NSDLદ્રારા પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ NSDL Portal પર જવાનું રહેશે.

સ્ટેપ 2 : હવે તમે NSDL Portal પર જઈને Acknowledgment Number, પાનકાર્ડ નંબર અને જન્મ તારીખ નાખીને તમે PAN Card ડાઉનલોડ કરી શકો છો.

Acknowledgment Number દ્વારા પાનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

સ્ટેપ 1 : Acknowledgment Number દ્રારા પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌ પ્રથમ NSDL Portal પર જવાનું રહેશે.

સ્ટેપ 2 : અહીંયા હવે NSDL Portal નું હોમપેજ તમારી સામે ખુલશે. જયાં Acknowledgment Number નાખવાનું ઓપ્શન હશે. જયાં Acknowledgment Number નાખીને આગળ વધો.

સ્ટેપ 3 : ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક OTP આવશે, જેને તમારે ત્યાં દાખલ કરીને ‘Validate’ બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 4 : ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. જયાં PAN Card ડાઉનલોડ કરવાનું ઓપ્શન જોવા મળશે. જયાંથી તમે PAN Card ડાઉનલોડ કરી શકશો.


પ્રિય મિત્રો અહીં અમે તમને પાનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?. તેની સંપૂર્ણ માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ. કે તમને આ લેખ કામ આવશે. સાથે આજ રીતે પાનકાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ સાથે અન્ય તમામ ડોકયુમેન્ટ વિશે ગુજરાતી ભાષામાં માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે. અને તમારા મિત્રોને આ લેખ શેર કરો.


આ પણ વાંચો :-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment