પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું? | Pan Card Ke Sath Aadhar Link Kaise Kare

 

મારાં વાલા ગુજરાતીઓ તમે આ લેખમાં આવ્યા છો, તેનો મતલબ કે તમે હજી સુધી તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું, આજે આપણે આ લેખમાં જાણીશું કે, પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું?, પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે?, જો પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરો તો શું લાભ નહીં મળે?, તમારું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક પહેલાથી છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું?, અને જો પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી તો લિંક કેવી રીતે કરવું?, તેની સંપૂર્ણ માહિતી ગુજરાતી આપવામાં આવી છે. આ લેખ ને અંત સુધી વાંચો.

 

પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક

 

પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક ચર્ચા શું છે?

તાજેતરમાં જ CBDT દ્વારા પાનકાર્ડ સંબંધિત ખૂબ જ અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ભારતના તમામ કરદાતાઓને એટલે કે જેમની પાસે આધારકાર્ડ અને પાનકાર્ડ બન્ને છે, તેમને પોતાના પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે ફરજીયાત લિંક કરાવવું પડશે. પરંતુ જો તમે ત્યારબાદ પણ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરાવો, તો તમારા પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા બધા કામ અટકી જશે. તેથી અત્યારે તમે તમારું પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરો. જેની માહિતી નીચે આપેલ છે.

 

પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે?

તાજેતરમાં જ CBDT દ્વારા પાનકાર્ડ સંબંધિત ખૂબ જ અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ભારતના તમામ કરદાતાઓ એટલે કે જેમની પાસે આધારકાર્ડ અને પાનકાર્ડ બન્ને છે, તેમને પોતાના પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે ફરજીયાત લિંક કરાવવું પડશે. જેનો સમય 31 માર્ચ 2023 છે, તેની પહેલા તમારે પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે.

 

જો પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરો તો શું લાભ નહીં મળે?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્સીસ (CBDT) દ્રારા જાહેર કરવામાં આવ્યું છે કે જો ભારતના તમામ કરદાતાઓ 31 માર્ચ 2023 પહેલા પોતાનું પાન કાર્ડ આધારકાર્ડ સાથે લિંક નહીં કરાવો તો ઘણા બધા કામો અટકી જશે. જે નીચે મુજબ છે.

 

  • પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
  • તમે તમારું ઇન્કમટેક્ષ રિર્ટન પણ નહીં ભરી શકો.
  • તમે રૂપિયા 5 લાખ કે તેથી વધુ રકમનું સોન ખરીદી શકશો નહીં.
  • SIP/ મ્યુચ્યુઅલ ફંડ જેવી રોકાણની સ્કીમોમાં રોકાણ કરી શકશો નહીં.
  • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
  • તમારુ ઇન્કમટેક્ષ રિટર્ન ભરી શકશો નહીં.
  • બેંક એકાઉન્ટમાં 50,000 હજાર કે તેથી વધુના નાણાંકીય વ્યવહાર કરી શકશો નહીં.
  • પાનકાર્ડ સાથે સંકળાયેલ અન્ય કોઈપણ સુવિધાઓ નો લાભ નહીં લઇ શકોશો નહીં.
  • તમારા નાણાંકીય વ્યવહાર અટકી જશે.

 

પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરતા સમય કેટલી ફ્રી ભરવાની થશે?

જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી, તો તમારે પાન કાર્ડને આધારકાર્ડ લિંક પ્રોસેસ દરમિયાન 1000 રૂપિયા ફ્રી ભરવી પડશે.

 

તમારું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક પહેલાથી છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્સીસ (CBDT) દ્રારા જાહેર કરવામાં આવ્યું છે કે જો ભારતના તમામ કરદાતાઓ 31 માર્ચ 2023 પહેલા પોતાનું પાન કાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવાનું રહેશે, પરંતુ તેના પહેલા તમને બતાવી દઈએ કે ઘણા બધા લોકોનો પાન કાર્ડ એ આધારકાર્ડ સાથે પહેલાથી જ લિંક હોય છે, જેમને લિંક કરવાનું જરૂર નથી.

 

તમારું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક પહેલાથી છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું?, તેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે, જેને તમે ફોલો કરીને તમે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તે ચેક કરી શકો છો. તેથી આ પ્રક્રિયાને પહેલા વાંચી લો.

 

  • પહેલા તો તમે Google માં જાઓ અને ત્યાં ઈન્‍કમ ટેક્ષ ડિપાર્ટમેન્‍ટની વેબસાઈટ પર જાઓ. અથવા અહીં આપેલ લિંક પર ક્લિક કરો અને સીધા “Link Aadhaar Status” પેજ ઉપર જાઓ.

 

  • લિંક પર ક્લિક કર્યા પછી, હવે તમારી સામે એક પેજ ખુલીને આવશે, જેમાં તમારે તમારો PAN Card Number અને Aadhaar Card Number નાખો.

 

  • હવે નીચે “View Link Aadhaar Status”  બટન પર ક્લિક કરો.

 

  • હવે જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે, તો “Your PAN ******* is Already linked to given Aadhaar ********” નામનો મેસેજ નીચે ફોટો મુજબ તમારી સામે આવશે.

 

  • હવે જો તમારું પાન કાર્ડ લિંક નહિ હોય તો, “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો મેસેજ તમારી સામે આવશે.

નોધ:-જો તમારું પાન કાર્ડ આધારકાર્ડ સાથે લિંક હોય તો તમારે કોઈપણ પ્રકારની પ્રોસેસ કરવાની જરૂર નથી.

 

પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું?

પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું?, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે?

 

  • સૌર્થી પહેલા તમારે Income Tex વિભાગની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે. અથવા અહીં ક્લિક કરીને તમે “PAN-Aadhar Linking Campaign” પેજ પર ડાયરેક્ટ જઈ શકો છો.
  • હવે અહીંયા આપેલ લિંક પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે, જેમાં તમારો તમારો પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે અને નીચે ‘Validate’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ હવે જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે, તો “Your PAN ******* is Already linked to given Aadhaar  ******** નામનો મેસેજ તમારી સામે આવશે. અને આગળ કોઈપણ પ્રકારની પ્રક્રિયા થશે નહીં.
  • પરંતુ જો લિંક નહિં હોય તો લિંક કરવા માટે Fee ભરવા માટે સ્ટેપ્સ આવશે.
  • ફી ભરવા માટે તમારે આધારકાર્ડ નંબર અને પાનકાર્ડ નંબર અને મોબાઇલ નંબર ફરીથી માંગવામાં આવશે. જેને દાખલ કરવાનો રહેશે.
  • તેના પછી તમારા મોબાઈલ પર OTP આવશે. જે OTP નાખીને તમારી વિગતો Verified કરવાની રહેશે.
  • તમારા પાન કાર્ડની વિગતો વેરિફાય “Click Continue to Make a new Payment” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે “Fee Online Pay” લિંક પર ક્લિક કરીને પ્રોસેસ પૂર્ણ કરી શકો છો.
  • આ રીતે તમે તમારા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.

FAQ’s

પ્રશ્ન – 1 પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરતા સમયે કેટલી ફ્રી ભરવાની થશે?

જવાબ – 1000

પ્રશ્ન – 2 પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક (Linking) કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?

જવાબ:- પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી 31 માર્ચ 2023 છે.

પ્રશ્ન – 3 પાનકાર્ડ ને આધાર કાર્ડ ને લિંક કરવા માટે ઓફિશ્યિલ વેબસાઈટ કઈ છે?

જવાબ:- આ માટે ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો.

પ્રશ્ન – 4 પાનકાર્ડ ને આધાર કાર્ડ ને લિંક કરવા માટેની વેબસાઈટ

જવાબ:- www.incometax.gov.in

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment