PAN CARD : પાનકાર્ડ કેવી રીતે કઢાવવું?, ફોર્મ, ડોક્યુમેન્ટ , ઓનલાઇન અરજી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ જાણકારી

 

અત્યારના સમયમાં પાનકાર્ડ નું ખૂબ જ મહત્વ વધી ગયું છે. કારણે કે કોઈપણ સરકારી કચેરી કે અન્ય કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, ત્યારે વારંવાર પાનકાર્ડ ની જરૂર પડતી હોય છે.

 

મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે, પાનકાર્ડ શા માટે જરૂરી છે?, પાનકાર્ડ ની જરૂર કયા પડે છે?, પાનકાર્ડ કઢાવવા માટે કયા ડોકયુમેન્ટ જોઈએ? અને ઓફલાઈન અને ઓનલાઇન પાનકાર્ડ કેવી રીતે કઢાવવું. આ તમામ પ્રક્રિયા જાણવા માંગો છો. તો આ લેખને અંત સુધી વાંચો.


PAN CARD


પાનકાર્ડ શું છે?

PAN Card નું પૂરું નામ “પરમેનન્ટ એકાઉન્ટ નંબર” છે. આ એક યુનિક ઓળખ કાર્ડ છે અને તેને કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

PAN Card માં 10 અંકનો આલ્ફા- યુમેરિક નંબર હોય છે. જે આવકવેરા વિભાગ પાસેથી ઉપલબ્ધ હોય છે. PAN Card ભારતમાં આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ લેમિનેટ કાર્ડ તરીકે બનાવવામાં આવે છે. જે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેકસીસ (CBDT) ની દેખરેખ હેઠળ આવકવેરા વિભાગ દ્રારા જારી કરવામાં આવે છે.


પાનકાર્ડ ની જરૂર કયા પડે છે?

  • PAN Card માં ફોટો નામ અને હસ્તાક્ષર હોય છે, તેથી તેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ થઈ શકે છે.
  • તેની મુખ્ય ઉપયોગ કર ચૂકવવાનો છે. PAN Card વગર તમારે વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે. PAN Card નંબરની મદદથી આકવેરાની વિભાગ વ્યક્તિ દ્રારા કરવામાં આવતા તમામ વ્યવહારને લિંક કરે છે. અને તેની દેખરેખ રાખે છે જેથી કરચોરી અટકાવી શકાય.
  • તે માત્ર કર ચુકવવા માટે જ નહીં પરંતુ કોઈપણ ઉચ્ચ મૂલ્યના વ્યવહારો માટે પણ જરૂરી છે. જોબ કરનાર વ્યક્તિને PAN Card ની સૌથી વધુ જરૂર હોય છે. જે પેમેન્ટ ભરવાનું સરળ બનાવે છે.
  • આજકાલ તમામ બેંકોમાં ખાતું ખોલાવવા માટે PAN Card જરૂરી છે.
  • PAN Card તમને આકવેરામાં બધી પ્રકારની ભૂલો અથવા સમસ્યાઓથી બચાવે છે.
  • ઘર બનાવવા માટે પ્રોપિટી ખરીદતી વખતે પણ PAN Card ની જરૂર છે. વાહન ખરીદતી વખતે પણ તેની જરૂર પડે છે.
  • જો તમે NRI છો તો તમે સરળતાથી PAN Card ની મદદથી પ્રોપીટ ખરીદી શકો છો અને આ દેશમાં તમારો બિઝનેસ પણ શરૂ કરી શકો છો.

પાન કાર્ડ ના પ્રકાર

પાન કાર્ડ માત્ર વ્યક્તિ જ નથી બનાવી શકતો. જેથી પાન કાર્ડના વિવિધ પ્રકાર છે. જે નીચે મુજબ છે.

  • વ્યક્તિગત.
  • ટ્રસ્ટ.
  • HUF-હિન્દુ અવિભાજિત કુટુંબ.
  • સોસાયટી.
  • કંપની.
  • વિદેશીઓ.
  • પેઢી/ભાગીદારી.

પાનકાર્ડ કઢાવવા માટે કયા ડોકયુમેન્ટ જોઈએ?

પાનકાર્ડ કઢાવવા માટે PAN Card ના પ્રકાર મુજબ વિવિધ ડોક્યુમેન્ટ જોઈએ. જેનું લિસ્ટ નીચે મુજબ છે.

પાનકાર્ડના પ્રકાર તે પ્રકારના પાનકાર્ડ માટેના ડોકયુમેન્ટ
વ્યક્તિગત આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ
ટ્રસ્ટ ડીડની ટ્રસ્ટ નકલ અથવા ચેરિટી કમિશનર દ્વારા જારી કરાયેલ નોંધણી નંબરના પ્રમાણપત્રની નકલ.
HUF-હિન્દુ અવિભાજિત કુટુંબ POI/POA વિગતો સાથે HUF ના વડા દ્વારા જારી કરાયેલ HUF નું એફિડેવિટ
સોસાયટી સહકારી મંડળીના રજિસ્ટ્રાર અથવા ચેરિટી કમિશનર તરફથી નોંધણી નંબરનું પ્રમાણપત્ર
કંપની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા જારી કરાયેલ નોંધણીનું પ્રમાણપત્ર
વિદેશીઓ રહેણાંક દેશના ભારતીય સરકારી બેંક સ્ટેટમેન્ટ દ્વારા જારી કરાયેલ પાસપોર્ટ PIO/ OCI કાર્ડ ભારતમાં NRE બેંક સ્ટેટમેન્ટની નકલ
પેઢી/ભાગીદારી રજિસ્ટ્રાર ઑફ ફર્મ્સ/ લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ્સ અને પાર્ટનરશિપ ડીડ દ્વારા જારી કરાયેલ નોંધણીનું પ્રમાણપત્ર.

પાનકાર્ડ કઢાવવા માટે કેટલી ફ્રી ચૂકવવી પડે છે?

પાનકાર્ડ કઢાવવા માટે કુલ બે રીતે ફ્રી લેવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ભારત માં રહેતા નાગરીક માટેની ફ્રી રૂપિયા 110
ભારતની બહાર રહેતા હોય તે લોકોને મોકલવાનું હોય તો પાનકાર્ડ ફ્રી રૂપિયા 1020

પાનકાર્ડ કઢાવવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી?

Pan Card તમે બે રીતે કઢાવી શકો છો, જેમાં 1) ઓફલાઈન અને 2) ઓનલાઇન તો ચાલો જાણીએ સંપૂર્ણ જાણકારી.

સૌ પ્રથમ તમારે જે પ્રકારનું પાનકાર્ડ કઢાવવાનું હોય તે પ્રકારે ઉપર આપેલા પ્રકાર મુજબ ડોકયુમેન્ટ લઈને તમારા નજીક આવેલા CSC સેન્ટર પર જવાનુ રહેશે.

હવે CSC સેન્ટર પર જઈને તમારે પાન કાર્ડ માટે ફોર્મ મેળવવાનું રહેશે અને તે ફોર્મમાં માગ્યા મુજબની તમામ માહિતી ભરવાની રહેશે. અને તે ફોર્મ પર પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડવાનો રહેશે.

હવે તે ફોર્મ તમારે તમે જે CSC સેન્ટર પર ગયા છો. તેમની પાસે જમા કરાવવાનું રહેશે. અને જે પાનકાર્ડ બનાવવા માટે જે ફ્રી થાય છે, તે આપવાની રહેશે.

હવે તેમના દ્રારા ઓનલાઇન અરજી કરવામાં આવશે. અને તેના પછી થોડા દિવસ બાદ પોસ્ટ દ્રારા તમારું પાનકાર્ડ તમારા ઘરે આવી જશે.


પાનકાર્ડ કઢાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

મિત્રો તમે NSDL ની અધિકારીક વેબસાઈટ પર જઈને પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકો છો. પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયામાં ઘણા બધા લોકો ઓનલાઇન અરજી કરતા સમયે ઘણી બધી ભૂલો કરતા હોય છે, તેથી તેમની અરજી નપાસ થાય છે અથવા ઘણા બધા પાનકાર્ડમાં ઘણી બધી ભૂલો આવે છે.

જો તમે પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો તમને અમે કહીએ છીએ કે જયાં સુધી બની શકે ત્યાં સુધી તમે ઓનલાઇન અરજીના બદલે ઓફલાઈન અરજી કરો.


આ પણ વાંચો:-

પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું? : આ 4 રીતે કરો તમારું PF Balance Check


PAN Card Customer Care

PAN Card ટોલફ્રી નંબર 18001801961
NSDL ટોલ ફ્રી નંબર 1800 222 990
Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર 0124-2438000, 18001801961
NSDL કોલ સેન્ટર નંબર 020-27218080, (022) 2499 4200
UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર 022-67931300, +91(33) 40802999, મુંબઈ ફેક્સ (022) 67931399

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.પાનકાર્ડ માટે અરજી ફ્રી કેટલી છે?

જવાબ:- ભારત માં રહેતા નાગરીક માટેની ફ્રી રૂપિયા 110 અને ભારતની બહાર રહેતા હોય તે લોકોને મોકલવાનું હોય તો પાનકાર્ડ ફ્રી રૂપિયા 1020.

 

2.ઓનલાઇન પાનકાર્ડ કઢાવવા માટેની વેબસાઈટ કઈ છે?

જવાબ:- NSDL

 

3.પાનકાર્ડ ના કુલ કેટલા પ્રકાર છે?

જવાબ:- કુલ 7 પ્રકાર છે.


પ્રિય મિત્રો અહીં અમે તમને પીએફ બેલેન્‍સ ચેક કેવી રીતે કરવું?, તેના વિશે સંપૂર્ણ માહિત આપી છે. સાથે અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ સારો લાગ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતીઓ જાણવા માંગો છો, તો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે જોડાયેલા રહો.

પોસ્ટ શેર કરો:
           

4 thoughts on “PAN CARD : પાનકાર્ડ કેવી રીતે કઢાવવું?, ફોર્મ, ડોક્યુમેન્ટ , ઓનલાઇન અરજી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ જાણકારી”

Leave a Comment