ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના | Pani Na Tanka Banavva Mate Sahay Yojana

 

મારાં વ્હાલા ખેડૂત મિત્રો આજના આ લેખમાં આપણે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના. તો ચાલો જાણીએ કે ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના શું છે?, ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

Pani Na Tanka Banavva Mate Sahay Yojana
Pani Na Tanka Banavva Mate Sahay Yojana

 

Contents hide

ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના શું છે?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂત ભાઈઓને પાણીના ટાંકા બનાવવા માટે વિવિધ જ્ઞાતિ મુજબ વિવિધ સહાય આપવામાં આવશે.

 

ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું?

ખેડૂત દ્વારા વિવિધ પધ્ધતિથી ખેતરોમાં પાકને પાણી આપવામાં આવે છે. પરંતુ આ ડ્રીપ ઇરીગેશન પધ્ધતિમાં પાણીનો બગાડ સૌથી ઓછો થાય છે. આ માટે સરકાર દ્વારા ડ્રીપ ઇરીગેશન તરફ ખેડૂતને લઈ જવા આ યોજના ચલાવવામાં આવે છે.

 

ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

રાજ્યના ખેડૂતોને Pani Na Tanka Banavva Mate Sahay Yojana.મેળવવા માટે તેની ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
 • આ યોજનાનો લાભ ખેડૂતને જીવનમાં માત્ર ત્રણ એક વખત લઈ શકશે.
 • આ યોજનાનો લાભ સામાન્ય ખેડૂતોને, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતો લઈ શકશે.
 • ખેડૂતને ઓછામાં ઓછા 25.50 ઘનમીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.
 • ડ્રીપ સેટ ફરજીયાત હોવો જોઈએ.
 • ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્નમેન્ટ વેલ્યુઅર,  તાલુકા સર્વેયર અને નરેગા યોજનાના સર્વેયરનુ ખર્ચ અંગેનુ સર્ટીફીકેટ લાભાર્થી ખેડૂત પાસે હોવું જોઈએ.

આ પણ વાંચો:-

કાચા મંડપ સહાય યોજના । Kacha Mandap Sahay Yojana

ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

અહીં Pani Na Tanka Banavva Mate Sahay Yojana હેઠળ મળતી સહાય વિવિધ જ્ઞાતિ મુજબ અલગ-અલગ હોય છે, જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

સામાન્ય જાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય ખેડૂતોને યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 50 ટકા  કે રૂ. 50,000/- ની સહાય આપવામાં આવશે.
અનુસુચિત જાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય ખેડુતોને યુનિટ કોસ્ટ રૂ1.00 લાખમાં ખર્ચના 75 ટકા કે રૂ. 75,000/- ની સહાય આપવામાં આવશે.
અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર સહાય ખેડુતને યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 75 ટકા કે  રૂ. 75,000/- ની સહાય આપવામાં આવશે.

 

ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Pani Na Tanka Banavva Mate Sahay Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

 • આધારકાર્ડની ઝેરોક્ષ
 • રેશનકાર્ડની ઝેરોક્ષ
 • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
 • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ (જે જ્ઞાતિને લાગુ પડતું હોય તેને)
 • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
 • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
 • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • બેંક પાસબુક ઝેરોક્ષ
 • મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

 

ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Pani Na Tanka Banavva Mate Sahay Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો.

 • અરજી કરવાની શરૂઆતની તારીખ:- 22/04/2023
 • અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/05/2023

આ પણ વાંચો:-

પપૈયાની ખેતી માટે સહાય યોજના | Papeyani Kheti Mate Sahay Yojana

Pani Na Tanka Banavva Mate Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?

Pani Na Tanka Banavva Mate Sahay Yojana નો લાભ લેવા માટે i-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

 • સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે કોઈપણ ડિવાઇસમાં Google ઓપન કરવાનું રહેશે.
 • હવે ગૂગલ સેર્ચમાં જઈને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
 • હવે તમારી સામે ikhedut portal ની Official Website તમારી સામે આવશે.
 • હવે ikhedut portal ની Official Website ઓપન કરો.
 • હવે તમારી સામે આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટનું Home Page ખુલીને આવશે.
 • હવે હોમપેજ પર તમને ઉપર મેનુમાં “યોજના”  દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
 • હવે વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખૂલશે.
 • જેમાં તમારે “બાગાયતની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે “બાગાયતી યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-30 પર આપેલી “ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
 • જેમાં “Pani Na Tanka Banavva Mate Sahay Yojana” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
 • હવે તમારે સામે એક નવું પેજ ખુલીને આવશે.
 • જો તમે આઈ-ખેડૂત પોર્ટલ પર પહેલા રજીસ્ટર કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
 • હવે ફરી તમારી સામે એક નવું પેજ ઓપન થશે.
 • આ પેજમાં તમને એક ફોર્મ જોવા મળશે.
 • હવે આ ફોર્મમાં તમારે માગ્યા મુજબની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
 • હવે ફોર્મ ભર્યા બાદ તે ફોર્મની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે ફરીથી ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ અરજી કન્ફોર્મ કરવાની રહેશે.
 • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીની પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.
 • આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

 

Pani Na Tanka Banavva Mate Sahay Yojana માં ઓનલાઇન અરજી કર્યા પછી શું?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી ઓફલાઈન શું પ્રક્રિયા કરવાની રહેશે, તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

 • સૌ પ્રથમ ઓનલાઈન અરજી કર્યા બાદ તમને તમારી અરજીને તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
 • હવે જો તમારી અરજી મંજુર થશે તો તમને અરજીની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા તમને જાણ કરવામાં આવશે.
 • હવે લાભાર્થી ખેડૂતે ઓનલાઇન અરજી કર્યા પછી જે પ્રિન્ટ મળે છે તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે.
 • હવે સહી કરેલ તે પ્રિંટઆઉટ સાથે અહીં ઉપર લેખમાં આપેલા તમામ ડોક્યુમેન્ટ તે પ્રિંટઆઉટની સાથે જોડવાના રહેશે.
 • હવે આ તમામ ડોક્યુમેન્ટ તમારે તમારા ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
 • આ રીતે તમારી ઓનલાઇન અને ઓફલાઈન સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે અને પાણીનાં ટાંકા બનાવા માટે સહાય  આપવામાં આવશે.

 

ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેલ્પલાઇન

ખેડૂત મિત્રો, અહીં અમે આ લેખમાં Pani Na Tanka Banavva Mate Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને આ યોજના વિશે હજી પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરીને, આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો:-

સરગવાની ખેતી માટે સહાય યોજના | Sargvani kheti Mate Sahay Yojana

ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટેની મહત્વપૂર્ણ લિંક

i-khedut portl  ની અધિકૃત વેબસાઇટ અહીં ક્લિક કરો.
એપ્લિકેશન સ્થિતિ અહીં ક્લિક કરો.
પ્રિન્ટ એપ્લિકેશન અહીં ક્લિક કરો.
ખેડૂત Whatsapp ગ્રુપમાં જોડાવો. અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

જવાબ:- ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે  આઈ-ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 

2.ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મેળવી શકે છે?

જવાબ:- ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ મળતી સહાયની સંપૂર્ણ માહિતી આ લેખમાં ઉપર આપેલ છે.

 

3.Pani Na Tanka Banavva Mate Sahay Yojana માં અરજી કરવાનો સમયગાળો કેટલો છે?

જવાબ:- અરજી કરવાની શરૂઆતની તારીખ:- 22/04/2023 અને અરજી કરવાની છેલ્લી તારીખ :- 31/05/2023 છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

3 thoughts on “ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના | Pani Na Tanka Banavva Mate Sahay Yojana”

Leave a Comment