ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના.
તો ચાલો જાણીએ કે પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજના શું છે?, પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને Paper Cup And Plate Making Machine Sahay Yojanaમાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
Paper Cup And Plate Making Machine Sahay Yojana એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જે લોકો પેપર કપ અને ડીશ બનાવવા મશીન ખરીદવા માંગે છે પરંતુ આર્થિક સ્થતિના કારણે નથી ખરીદી શકતા તેવા નાગરિકો આ યોજના હેઠળ પેપર કપ અને ડીશ બનાવવા મશીન ખરીદવા માટે રૂપિયા 48,000/- ની સહાય આપવામાં આવશે.
Paper Cup And Plate Making Machine Sahay Yojana ચાલુ કરવાનો મુખ્ય હેતુ જે લોકો પેપર કપ અને ડીશ બનાવવાનો ધંધો ચાલુ કરવા માંગે છે, પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી તે પેપર કપ અને ડીશ બનાવવાનું મશીન નથી ખરીદી શકતા તેથી આ યોજના હેઠળ તેમને પેપર કપ અને ડીશ બનાવવાનું મશીન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી આવા લોકો પોતાનો વ્યવસ્યા ચાલુ કરી આત્મનિર્ભર બની શકે.
જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો મળશે.
- જે લોકો પાસે BPL કાર્ડ છે તે લોકોને આ યોજનાનો લાભ મળશે.
- જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- હોવી જોઈએ.
- જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- હોવી જોઈએ.
સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો જે પેપર કપ અને ડીશ બનાવવાનું મશીન ખરીદવા માંગે છે, પરંતુ તેની પાસે રૂપિયા ના હોવાના કારણે તે મશીન ખરીદી શકતા નથી પરંતુ જો તેમને પેપર કપ અને ડીશ બનાવવાનું મશીન ખરીદવું છે. તો આ Paper Cup And Plate Making Machine Sahay Yojana હેઠળ તેમને રૂપિયા 48,000/- ની સહાય આપવામાં આવે છે.
Paper Cup And Plate Making Machine Sahay Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
- લાભાર્થીના આધારકાર્ડની ઝેરોક્ષ.
- લાભાર્થીના ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ.
- લાભાર્થીનું રેશનકાર્ડ.
- આવકનો દાખલો.
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો.
- શહેરી વિસ્તાર રહેતા હોય તો સુવર્ણ કાર્ડની નકલ.
- લાભાર્થીનો ઉંમરનો પુરાવો.
- લાભાર્થીનો જાતિનો દાખલો (જે જાતિનો હોય તે).
- જો વિધવા મહિલા હોય તો વિધવા હોવાનું પ્રમાણપત્ર.
- ફ્લોર મિલની તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર.
Paper Cup And Plate Making Machine Sahay Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
- સૌ પહેલા તમારે Google માં સેર્ચમાં જઈને “e-Kutir Portal” સર્ચ કરવાનું રહેશે.
- હવે તામરી સામે આ યોજનાની અધિકૃત વેબસાઈટ e-Kutir Portal નું હોમ પેજ ખુલશે.
- E-Kutir Portal ના હોમ પેજ પર ઘણી બધી યોજનાઓ દેખાશે જેમાં “માનવ કલ્યાણ યોજના” પહેલી યોજના પર ક્લિક કરો.
- જો તમે પહેલા કોઈ દિવસ E Kutir Portal પર ઓનલાઇન અરજી કરી છે તો User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- જો તમે પહેલા કોઈ દિવસ અરજી કરી નથી તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને લોગીન થવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ માનવ કલ્યાણ યોજનામાં ચાલતી વિવિધ નામની અલગ-અલગ યોજના બતાવશે.
- જેમાં આ તમારી સામે આ યોજનાનું ફોર્મ ખૂલશે.
- જેમાં હવે તમારે માગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “પેપર કપ અને ડીશ બનાવવા મશીન ખરીદવા સહાય યોજના” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
- તેના પછી કામ માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરવાની રહેશે.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે માગ્યા મુજબ તમામ ડોકયુમેન્ટ Document Upload કરવાના રહેશે.
- હવે ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, ઓનલાઈન અરજી કર્યા બાદ જે એપ્લિકેશન નંબર આવે તેને તમારે સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવાનો રહેશે.
- આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
ખાસ નોંધ:- જો તમને અરજી કરતા ના આવતું હોય તો તમે તમારા ગામની ગ્રામપંચાયતમાં બેસતા V.C.E પાસે જઈને અથવા તમારા નજીકમાં આવેલ CSC સેન્ટર પર જઈને ફોર્મ ભરી શકો છો. (જયાં સુધી બની શકે ત્યાં સુધી પોતાની જાતે અરજી કરવી નહીં)
પ્રિય મિત્રો અહીં અમે તમને Paper Cup And Plate Making Machine Sahay Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. તમારી નજીક આવેલ જિલ્લા ઉધોગ કેન્દ્ર પર જઈને Paper Cup And Plate Making Machine Sahay Yojana વિશે માહિતી મેળવી શકો છો.
Paper Cup And Plate Making Machine Sahay Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો
Paper Cup And Plate Making Machine Sahay Yojana માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો. |
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. | અહીં ક્લિક કરો. |
અમારી વેબસાઈટનું હોમ પેજ | અહીં ક્લિક કરો. |
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?
જવાબ :- ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
2.પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?
જવાબ :- પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનામાં રૂપિયા 48,000/- ની સહાય આપવામાં આવે છે.
3.Paper Cup And Plate Making Machine Sahay Yojana માં આવક મર્યાદા કેટલી હોવી જોઈએ.
જવાબ :- જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- હોવી જોઈએ. અને જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- હોવી જોઈએ.
4.પેપર કપ અને ડીશ બનાવવા મશીન સહાય યોજનામાં અરજી કરવાં માટેની વેબસાઈટ કઈ છે?
જવાબ :- e-Kutir Portal પરથી ઓનલાઇન અરજી કરી શકો છો.