પીએમ કિસાન યોજના | પીએમ કિસાન નિધિ યોજના 2022| Check PM Kisan Sanman Nidhi Status | પીએમ કિસાન યોજના સ્ટેટ્સ
પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પરંતુ થોડા દિવસો પહેલા આવેલા આ યોજનામાં થોડું ફેરફાર કરવામાં આવ્યું છે, જેમાં જો ખેડૂત ભાઈઓએ આ યોજનાનો લાભ લેવો હોય તો તેમને ફરજીયાત PM Kisan e-KYC કરાવવું પડશે. જો તમે 31 May પહેલા PM Kisan e-KYC નહીં કરાવો તો તમારા ખાતામાં આવતા હપ્તા બંધ થઈ જશે.
જો તમે તમે ઓનલાઇન e-KYC કરાવી દીધું છે તો તે e-KYC થયું છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલથી જાણીશું.
પીએમ કિસાન યોજના e-KYC.
આ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓ e-KYC કરવાનું હોય છે. લાભાર્થીઓ આ પ્રોસેસ બે રીતે કરી શકે છે.
1. કિસાન ભાઈઓ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં i-khedut વેબસાઈટ પર જઈને ઓનલાઇન કરી શકે છે.
- જેના માટે ખેડૂતભાઈઓએ કોઈ ફી ચૂકવવાની રહેતી નથી.
2. તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (csc) માં જઈને પીએમ કિસાન e-KYC CSC સેન્ટર પર જઈને કરાવી શકો છો.
- જો તમે CSC સેન્ટર પર જઈને PM e-KYC કરાવશો તો ફી ચૂકવવાની રહેશે.
આ યોજનાના મહત્વના મુદ્દા:-
યોજનાનું નામ | સન્માન નિધિ યોજના 2022 |
યોજનાની પેટા માહિતી | PM e-KYC સફળતાપૂર્વક થઈ થયુ કે નહીં |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
લાભાર્થી | દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડુતો |
પીએમ કિસાન e-KYC કરવાની છેલ્લી તારીખ | 31 May 2022 |
PM e-KYC સફળતાપૂર્વક થઈ થયુ કે નહીં, ચેક કરવા માટેની લિંક | https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx |
પીએમ કિસાન e-KYC કરાવવાનું ફરજીયાત કરેલ છે. જે તમે પોતાના મોબાઈલ દ્રારા કે પછી તમારા નજીકના CSC સેન્ટર પર જઈને કરાવી શકો છો.
Pradhan Mantri Kisan Scheme હેઠળના અંદાજીત કુલ 12 કરોડ લાભાર્થીઓ સહાય બાબતે રાહ જોઈ રહ્યાં હતા, તેમની ઇંતજાર પુરી થશે. આ યોજના હેઠળ PM Kisan 11th Installment Date મુજબ 31 May સુધીમાં લાભાર્થઓના ખાતામાં આવવાની શક્યતાઓ રહેલી છે.
PM Kisan Yojnano લાભ કોને નહીં મળે.
તમે નાના કે પછી સીમાંત ખેડૂત છો, જો તમારા પરિવારમાંથી જો કોઈ વ્યક્તિ ઇન્કમટેક્સ ભરતા હોય તો તેમને આ યોજનાનો લાભ તેમને મળશે નહીં. આ યોજનામાં પરિવાર મતલબ પતિ, પત્ની અને બાળકો થાય. આ ઉપરાંત, જેમની પાસે ખેતી યોગ્ય જમીન નથી અને જેમની પાસે ખેતી લાયક જમીન છે, અને જો સરકારી કર્મચારી હોય તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.
તમારું PM e-KYC થઈ ગયું છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ e-KYC કરાવવું ફરજીયાત છે. જે તમે ઘરે બેઠા પોતાના મોબાઇલ દ્રારા પણ કરી શકો છો. કે પછી તમારા નજીકના CSC સેન્ટર પર જઈને કરાવી શકો છો. જો તમે PM Kisan e-KYC કરી દીધું છે તે સફળતાપૂર્વક થઈ ગયું છે તે કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌ પહેલા તમારે Google માં જઈને સેર્ચમાં જઈને PM Kisan Website ટાઈપ કરવાનું રહેશે.
- ત્યાર પછી, પીએમ કિસાનની ઓફિશીયલ વેબસાઈટ ખુલશે.
- ત્યાર પછી Farmer Corner માં જઈને e-KYC કરવાનું રહેશે.
- હવે નવું પેજ ખુલશે, જેમાં તમે Adhar OTP e-KYC કરી શકો છો.
- આગળની પ્રોસેસમાં તમારે Aadhar Number દાખલ કરીને “Search” પર ક્લિક કરો.
- તમારો આધારકાર્ડ નંબર નાખીને Search કર્યા બાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે.
- ત્યાર પછી તમારે Get Mobile OTP બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે અગાઉ e-KYC ની પ્રોસેસ કરેલ હશે તો, “e-KYC is already done on PM-Kisan Portal” નો મેસેજ આવશે.