પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 | Pradhan Mantri Mudra Loan Yojana In Gujarati

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 | Pradhan Mantri Mudra Loan Yojana In Gujarati – મિત્રો શું તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શું છે?, આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના
Contents hide

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના શું છે?

Pradhan Mantri Mudra Loan Yojana ની શરૂઆત આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા 8 એપ્રિલ 2015 ના રોજ કરવામાં આવી હતી. આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ દેશના જે નાગરિકો પોતાનો વિવિધ પ્રકરના વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમને આ યોજના હેઠળ રૂપિયા 50, 000 હજાર થી લઈને રૂપિયા 10 લાખ સુધી ની લોન આપવામાં આવશે.

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન આપવાનો હેતુ શું?

Pradhan Mantri Mudra Loan Yojana નો મુખ્ય હેતુ દેશના એવા નાગરિકો જેમને પોતાનો વ્યવસાય સ્થાપવા માંગે છે, પરંતુ રૂપિયાના અભાવે તેઓ પોતાનો રોજગાર સ્થાપિત કરી શકતા નથી. તેથી સરકાર દ્રારા આ યોજના હેઠળ લોન આપવામાં આવે છે જેથી નાગરિકો પોતાનો વ્યવસાય કરી શકે. તેથી પોતે આત્મનિર્ભર બની શકે.

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ કોને મળશે?

Pradhan Mantri Mudra Loan Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી ભારત દેશનો મૂળ નિવાસી હોવો જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ હોવું જોઈએ.
  • અરજદાર કોઈપણ બેંકમાં ડિફોલ્ટર ન હોવો જોઈએ.
  • લાભાર્થીનો ક્રેડીટ સ્કોર સારો હોવો જોઈએ.(સૌથી મહત્વપૂર્ણ બાબત આ લોન માટે)

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં ક્યાં-ક્યાં વ્યવસાય માટે લોન આપવામાં આવશે?

Pradhan Mantri Mudra Loan Yojana હેઠળ વિવિધ પ્રકારના ધંધાની સ્થાપના કરવા માટે લોન મળશે જે વિવિધ પ્રકાર વ્યવસાય નીચે મુજબ છે.

  • દુકાનદારો વિક્રેતાઓ
  • કૃષિ ક્ષેત્ર
  • હસ્તકલા
  • ટ્રક માલિકો
  • વ્યાપાર વિક્રેતા
  • ખાદ્ય ઉત્પાદન ઉધોગ
  • નાના ઉત્પાદકો
  • સમારકામની દુકાનો
  • સેવા આધારિત કંપનીઓ
  • સ્વ-રોજગાર ઉધોગ સાહસિકો
  • વાહન ખરીદવા માટે

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાના પ્રકાર અને તેના હેઠળ મળવાપાત્ર સહાય

Pradhan Mantri Mudra Loan Yojana ને ત્રણ વિભાગમાં વહેંચેલી છે. જેથી તેમાં મળવાપાત્ર લોનના નાણાંની રકમ પણ અલગ-અલગ છે, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

 

1.શિશુ લોન – 50 હજાર સુધીની લોન

2.કિશોર લોન – 50 હજાર થી 5 લાખ સુધીની લોન

3.તરુણ લોન – 5:લાખથી 10 લાખ સુધીની લોન.

 

આ રીતે ત્રણેય પ્રકારની લોન હેઠળ રૂ.50000 થી રૂ. 1000000 સુધીની લોન નો લાભ લઈ શકાય છે. તેથી તમે તમારી ઈચ્છા મુજબ આમાંથી કોઈ એક લોન દ્વારા તમને જોઈએ તેટલા પૈસા લઈ શકો છો.

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં લોન પરનું વ્યાજદર શું છે ?

RBI માર્ગદર્શિકા મુજબ મુદ્રા લોન પર વ્યાજબી વ્યાજદરો વસુલવામાં આવે છે. અને હા માસિક 1 % થી વધુ વ્યાજ વસુલવામાં આવતું નથી.

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠ લોન કર્યા પછી પરત કરવાનો સમયગાળો

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ જે લોન કરવામાં આવે છે તેને પરત કરવા માટે તમને 12 મહિનાથી 60 મહિનાનો સમય આપવામાં આવશે. એટલે કે 5 વર્ષનો સમય આપવામાં આવે છે.

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ મળવાપાત્ર લાભો

  • આ યોજના અંતર્ગત દેશના કોઈપણ નાગરિક ને વ્યવસાય કરવા માટે લોન મળશે.
  • યોજના હેઠળ મળવાપાત્ર લોન કોઈપણ ગેરંટી વગર મળશે.
  • SC/ST લઘુમતી વર્ગના લોકો પણ વિશેષ વ્યાજ દરે મુદ્રા લોન મેળવી શકે છે.
  • દેશના તમામ આવક પેદા કરતી પ્રવૃત્તિઓમાં રોકાયેલી નાની અથવા સૂક્ષ્મ પેઢીઓ મુદ્રા લોન મેળવી શકે છે.
  • આ યોજના હેઠળ મળતી લોનમાં કોઈ ચાર્જ લાગશે નહીં અને લોનની ચુકવણીનો સમયગાળો પણ વધારી શકાય છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે કોલેટરલ ફ્રી લોન – બેંકો / એનબીએફસી દ્રારા લેનાર પાસેથી કોઈ કોલેટરલ અથવા સિક્યોરિટીની જરૂર નથી.
  • મહિલા ઉધોગસાહસિકો માટે ખાસ પ્રકારના રાહત દરો મળશે.
  • ટર્મ લોન, વર્કિંગ કેપિટલ લોન અને ઓવરડ્રાફ્ટ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ ક્યાંથી મળશે?

Pradhan Mantri Mudra Loan Yojana નો લાભ તમે નીચે આપેલ બેંકોંમાંથી તમે કોઈપણ બેંકમાંથી મેળવી શકો છો.

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે ક્યાં આવશ્યક દસ્તાવેજ જોઈએ?

જે મિત્રો Pradhan Mantri Mudra Loan Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • અરજદારનું કાયમી સરનામું
  • આવકવેરા રિટર્ન એર સેલ્ફ ટેક્સ રિટર્ન
  • ત્રણ વર્ષની બેલેન્સ શીટ
  • વ્યવસાય અને સ્થાપના પ્રમાણપત્ર શરૂ કર્યું
  • અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • મોબાઇલ નંબર (બેંક એકાઉન્ટ સાથે લિંક હોવો જોઈએ.)

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં ઑફ્લાઈન અરજી કરવી રીતે કરવી?

Pradhan Mantri Mudra Loan Yojana માં તમે લોન મેળવવા માટે ઓનલાઇન કે ઑફલાઇન બે રીતે અરજી કરી શકો છો, પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે ઓફલાઈન એટલે કે બેંકમાં જાતે જઈને જ આ લોન માટે અરજી કરો. જેથી તમને આના વિશે પુરેપુરી માહિતી મળે અને તમને સરળ રહે. આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ તમેં કોઈપણ બેંકમાંથી મેળવી શકશો. આ લોન મેળવી એટલી બધી સરળ છે, કે આ લોન માટે અરજી કર્યા પછી લોનના નાણાં તમને બે કલાકમાં આપવામાં આવે છે, જે તમારા બેક એકાઉન્ટમાં આવી જાય છે. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી તમે બેંકમાં જાતે જઈને જ અરજી કરો.

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.

જે મિત્રો Pradhan Mantri Mudra Loan Yojana માં ઓનલાઇન અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે બેંકમાં અરજી કરી શકો છો.

  • સૌપ્રથમ Google માં જઈને PM Mudra Loan યોજના ટાઈપ કરવું.
  • જેમાં સર્ચ રિઝલ્ટમાંથી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની અધિકૃત વેબસાઈટ તમારી સામે આવશે.
  • આ અધિકૃત વેબસાઈટ પરથી https://www.mudra.org.in/ એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો અથવા તો ઓનલાઈન પણ અરજી કરી શકો છો.
  • નામ, સરનામુ, મોબાઈલ નંબર,KYC વિગતો ચોક્કસ વિગતો સાથે આ ફોર્મ ભરો.
  • જરૂરી Documents લગાવી કે અપલોડ કરી અરજીફોર્મ સબમિટ કરવાની જરૂર છે.
  • બેંક દ્વારા વધારાની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે. જેમાં બેંકવાઈઝ અલગ અલગ હોઈ શકે છે.
  • ત્યારબાદપસંદ કરેલ બેંક ડોક્યુમેન્‍ટની ચકાસણી કરશે.
  • છેલ્લે, વેરિફિકેશન થઈ ગયા બાદ લોનની રકમ આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

(ખાસ નોંધ:-જ્યાં સુધી બને ત્યાં સુધી તમે જાતે જઈને બેંકમાં અરજી કરો.

 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેલ્પલાઇન/કસ્ટમર કેર નંબર

અહીંયા અમે તમને Pradhan Mantri Mudra Loan Yojana ની સંપૂર્ણ માહિતી તમને આપી છે, પરંતુ જો હજુ તમને આ યોજના માટે કોઈપણ પ્રશ્ન હોય તો તમેં નીચે આપેલ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને તમારા પ્રશ્નનો પૂછી શકો છો.

  • 1800-180-1111
  • 1800-11-0001

FAQs – વારંવાર પુછાતા પ્રશ્નનો

1.પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં કેટલી લોન મળે છે?

જવાબ: દેશના નાગરિકોને આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ની અંદર રૂપિયા 50,000 થી 10 લાખ સુધીની લોન મળે છે?

2.Pradhan Mantri Mudra Loan Yojana હેઠળ લોન પરત કરવાનો સમય કેટલો છે?

જવાબ : પ્રધાનમંત્રી મુદ્રા લોન હેઠળ લોન પરત કરવાનો સમય 12 મહિનાથી 60 મહિના એટલે કે 5 વર્ષનો સમયગાળો છે.

3.પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન પાસ થવાનો સમય કેટલો હોય છે?

જવાબ : આ લોન પાસ થવાનો પ્રોસેસિંગ સમય 24 કલાકનો હોય છે.

4.પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનું ફોર્મ ઓનલાઇન ભરી શકાય છે?

જવાબ : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનું ફોર્મ યોજનાની અધિકૃત વેબસાઈટ https://www.mudrara.org.in/ પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.

5.પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના પર વ્યાજનું દર કેટલું હોય છે?

જવાબ : RBI માર્ગદર્શિકા મુજબ મુદ્રા લોન પર વ્યાજબી વ્યાજદરો વસુલવામાં આવે છે. અને હા માસિક 1 % થી વધુ વ્યાજ વસુલવામાં આવતું નથી.

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment