પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022 | Western Railway Apprentice Recruitment 2022

 

પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022 | પશ્ચિમ રેલવે ભરતી 2022 | રેલવે ભરતી 2022 | Western Railway Apprentice Recruitment 2022 | western Railway Recruitment 2022 | Railway Recruitment 2022 | Railway Recruitment 2022 apply | rrc.wr.com

 

 

પશ્ચિમ રેલવે દ્રારા હાલમાં જ પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતીની લાયકાત ધરાવતા હોય અને જો તેમને આમાં રુચિ હોય તો તે ઉમેદવાર rrc.wr.com પર જઈને પશ્ચિમ રેલવે RRC ની અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.

 

પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022 માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરી માટેના સ્થળ, ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઈટ, ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ. આ આર્ટિકલ દ્રારા આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું.

 

પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022.

 

RRC(રેલવે ભરતી સેલ), WR(વેસ્ટર્ન રેલવે) દ્રારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અભિયાન રેલવે દ્રારા પશ્ચિમ રેલવેમાં કુલ 3612 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો rrc.wr.com પર જઈને WR(વેસ્ટર્ન રેલવે) ની અધિકૃત વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. ડિપ્લોમા ધારકો અને એન્જીનીયરીગ સ્નાતકો આ સૂચનાના જવાબમાં એપ્રેન્ટિસશિપ માટે અરજી કરવા પાત્ર નથી કારણ કે તેઓ એપ્રેન્ટિસશિપની અલગ સ્કીમ દ્રારા સંચાલિત છે.

પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી ઓનલાઇન અરજી કરવા માટેની મહત્વની તારીખો.

 

WR(વેસ્ટર્ન રેલવે) એપ્રેન્ટિસ નોંધણીની શરૂઆતની તારીખ 28/05/2022
WR(વેસ્ટર્ન રેલવે) એપ્રેન્ટિસ નોંધણીની છેલ્લી તારીખ 27/06/2022

 

પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી માટે અરજી કરવા શૈક્ષણિક લાયકાત.

 

ઉમેદવારે 10+2 પરીક્ષા પ્રણાલીમાં  10 મું વર્ગ અથવા મેટ્રિક્યુલેટ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50%માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઈએ. SCVT/NCVT સાથે સંલગ્ર ITI પ્રમાણપત્ર સંબંધિત વેપારમાં ફરજીયાત છે.

 

નોકરી માટેના ખાલી સ્થળો.

 

અહમેદાબાદ ગુજરાત
રાજકોટ ગુજરાત
ભાવનગર ગુજરાત
પ્રતાપનગર ગુજરાત
દાહોદ ગુજરાત
મુંબઈ સેન્ટ્રલ મહારાષ્ટ્ર
પાલઘર મહારાષ્ટ્ર
મહાલક્ષ્મી મહારાષ્ટ્ર
પશ્ચિમ રેલવે હેડ કોર્ટર મુંબઈ મહારાષ્ટ્ર
રતલામ મધ્યપ્રદેશ

 

પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022 પસંદગીની પ્રક્રિયા શું?

 

એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ તાલીમ આપવા માટે લાયક અરજદારની પ્રસંદગી મેરીટ લિસ્ટના આધારે  નક્કી કરવામાં આવશે. જે બંને મેટ્રિક ઉમેદવારોએ મેળવેલા ગુણની ટકાવારીની સરેરાશ સાથે તૈયાર કરવામાં આવશે. અને ITI પરીક્ષા બંનેને સમાન વઇ ટેજ આપે છે.

 

તાલીમનો સમયગાળો અને સ્ટાઇપેન્ડ(પગાર).

 

પંસદ કરેલ અરજદારોએ 1 વર્ષના સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ તાલીમ લેવી જરૂરી છે. એપ્રેન્ટિસ તરીકે રોકાયેલા પ્રસંદગીના ઉમેદવારો 1 વર્ષના સમયગાળા માટે એપ્રેન્ટિસશીપ તાલીમમાંથી પસાર થશે અને સંબધિત રાજ્ય સરકારો દ્રારા સંચાલિત પ્રવતમાન નિયમો અનુસાર તાલીમ દરમિયાન તેમને નિયમ દરે પગાર ચૂકવવામાં આવશે.

 

પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022 પોસ્ટ એપ્રેન્ટિસની સંખ્યા.

 

વેલ્ડર 378
કાર્પેન્ટર 221
પેઈન્ટર 213
ડીઝલ મેકેનિકલ 209
ફિટર 941
મેકેનિકલ મોટર વ્હીકલ 15
ઇલેક્ટ્રિક્લ મેકેનિકલ 112
વાયરમેન 14
રેફ્રિજરેટર(AC-Mechanic) 147
પાઇપ ફિટર 186
પ્લમ્બર 126
ડ્રાફ્ટ્સમેન 88
PASSA 252
સ્ટેનોગ્રાફર 8
Machinist 26
ટુર્નર 37
ટોટલ 3612

 

પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતી 2022 અરજી કરવાની ફી.

 

અરજદારોએ અરજી કરતા સમયે અરજી ફી તરીકે રૂ.100/-  ચૂકવવા પડશે. મહિલા/SC/ST/PWD/ અરજદારોને ફી ભરવામાંથી મુક્તિ આપવમાં આવી છે.

 

RRC એપ્રેન્ટિસ ભરતી 2022 અરજી કરવાની રીત?

 

આ નોકરીમાં રસ ધરાવતા ઉમેદવારોએ આ જગ્યાઓ માટે RRC(રેલવે ભરતી સેલ,) ની અધિકૃત વેબસાઈટ rrc.wr.com દ્રારા ઓનલાઇન અરજદાર અરજી કરી શકે છે.

 

પશ્ચિમ રેલવે એપ્રેન્ટિસ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ.

RRC(રેલવે ભરતી સેલ) દ્રારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે અરજદારે ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.

 

  • SSC (ધોરણ 10) ની માર્કશીટ
  • જન્મ તારીખના પુરાવા માટેનું પ્રમાણપત્ર
  • એકીકૃત ITI માર્કશીટ
  • NCVT દ્રારા જારી કરેલ રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર અથવા NCVT/SCVT દ્રારા જારી કરાયેલ કામચલાઉ રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર
  • SC/ST/OBC માટે જાતિ પ્રમાણપત્ર
  • PWD અરજદારોના કિસ્સામાં અપંગતા પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
પોસ્ટ શેર કરો:
           

Leave a Comment