SBI Personal Loan : એસબીઆઇ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

એસબીઆઇ પર્સનલ લોન – શું મિત્રો તમે SBI Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, એસબીઆઇ પર્સનલ લોન શું છે, એસબીઆઇ પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, એસબીઆઇ પર્સનલ લોન ના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને SBI Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


એસબીઆઇ પર્સનલ લોન


એસબીઆઇ પર્સનલ લોન  – SBI Personal Loan

એસબીઆઇ બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 20 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 6 વર્ષ નો હોય છે.


એસબીઆઇ પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – SBI Personal Loan interest rate

SBI Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.55% થી 14.55% સુધી હોય છે. આ વ્યાજદર SBI Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


એસબીઆઇ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે SBI Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) SBI રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન

SBI રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો ભારતીય સ્ટેટ બેંકમાં પગાર ખાતું ધરાવતા સરકારી અને સંરક્ષણ કર્મચારીઓને ત્વરિત લોન વિતરણ સાથે SBI YONO Application દ્વારા SBI રીઅલ ટાઇમ એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન આપવામાં આવે છે.

(2) SBI ક્વિક પર્સનલ લોન

SBI ક્વિક પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : જે પગારદાર વ્યક્તિઓ એસબીઆઈ બેંકમાં તેમના પગાર ખાતાઓ ધરાવત નથી તે વ્યક્તિઓને SBI ક્વિક પર્સનલ લોન આપવામાં આવે છે.

(3) YONO પર SBI પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન

YONO પર SBI પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : જે વ્યક્તિ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બચત ખાતા ધરાવે છે. તે SBI YONO એપ દ્વારા 24*7 ધોરણે SBI પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન મેળવી શકે છે.

(4) SBI એક્સપ્રેસ એલિટ

SBI એક્સપ્રેસ એલિટ કોને આપવામાં આવે છે? : જે વ્યક્તિઓ રૂપિયા 1 લાખ કે તેથી વધુ માસિક આવક ધરાવે છે  તે અરજદારોને આ લોન આપવામાં આવે છે.

(5) SBI એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન

SBI એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે પગારદાર કર્મચારીઓ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં પગાર ખાતા ધરાવે છે તેમને તેમની વ્યક્તિગત જરૂરિયાતો પુરી કરવા માટે લોન આપવામાં આવે છે.

(6) SBI પેન્શન લોન યોજના

SBI પેન્શન લોન યોજના કોને આપવામાં આવે છે? : SBI પેન્શન લોન યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરો, સંરક્ષણ પેન્શનરો અને કુટુંબ પેન્શનરોને તેમની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે લોન આપવામાં આવે છે.

(7) SBI એક્સપ્રેસ ફ્લેક્સી પર્સનલ લોન

SBI એક્સપ્રેસ ફ્લેક્સી પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : SBI એક્સપ્રેસ ફ્લેક્સી પર્સનલ લોન એ એક ઓવરડ્રાફ્ટ સુવિધા છે જે બેંકમાં ડાયમંડ અને પ્લેટિનમ કેટેગરીના પગાર ખાતું જાળવી રાખતા પગારદાર વ્યક્તિઓને આપવામાં આવે છે.


એસબીઆઇ પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર SBI Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોન ના પ્રકાર મુજબ તમામ લોનની પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.

(1) SBI રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન માટે પાત્રતા 

  • KYC સુસંગત ખાતા ધરાવનાર વ્યક્તિ, સરકારી અથવા સંરક્ષણ પગાર પેકેજ ખાતા ધરવાતા વ્યક્તિ લોકો આ લોન માટે પાત્ર છે.
  • જે વ્યક્તિ રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ માટે ન્યૂનતમ ચોખ્ખી માસિક આવક રૂપિયા 15,000 કે તેથી વધુ અને રીયલ ટાઇમ એક્સપ્રેસ ક્રેડિટ એલિટ માટે રૂપિયા 1 લાખ કે તેથી વધુ ધરાવતા હોય તે વ્યક્તિ આ લોન માટે પાત્ર છે.
  • જે અરજદારો આ લોન માત્ર પાત્રતા ધરાવે છે તેમનો EMI/NMI ગુણોત્તર રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ માટે 50% કરતા ઓછો અને રીયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ એલિટ માટે 60% કરતા ઓછો હોવો જોઈએ.

(2) SBI ક્વિક પર્સનલ લોન માટે પાત્રતા 

  • લોન માટે અરજી કરતા સમયે અરજદારની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને લોન પાકતી સમયે અરજદારની મહત્તમ ઉંમર 58 વર્ષ હોવી જોઈએ.
  • આ લોન તેવા લોકોને આપવામાં આવશે કે જે એસબીઆઈમાં તેમના પગાર ખાતું જાળવી રાખતા નથી.
  • અરજદારની લઘુત્તમ માસિક આવક રૂપિયા 15,000 હોવી જોઈએ.
  • અરજદારોએ તેમની માસિક આવકના 50% ની અંદર સૂચિત લોન અને હાલની લોનના EMI સહિત તેમની કુલ EMI હોવી જોઈએ.
  • અરજદાર ઓછામાં ઓછા 1 વર્ષની સેવા સાથે કેન્દ્ર, રાજ્ય, અર્ધ-સરકાર, કેન્દ્ર અને રાજ્ય PSU, કોર્પોરેટ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે કામ કરતા હોવા જોઈએ.

(3) YONO પર SBI પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન માટે પાત્રતા 

  • બચત બેંક ખાતા ધારકો અને સીએસપી અને નોન-સીએસપી ગ્રાહકો આ લોન માટે પાત્ર છે.

(4) SBI એક્સપ્રેસ એલિટ માટે પાત્રતા 

  • જે વ્યક્તિ એસબીઆઈ અથવા અન્ય કોઈપણ બેંકમાં પગાર ખાતું ધરાવે છે તે આ લોન માટે પાત્ર છે.
  • અરજદારની ઓછામાં ઓછી માસિક આવક 1 લાખ રૂપિયા હોવી જોઈએ.
  • અરજદાર કેન્દ્ર, રાજ્ય, અર્ધ સરકારો, કેન્દ્ર, રાજ્ય PSUs, સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર દળો, ભારતીય કોસ્ટ ગાર્ડ, ખાનગી, પબ્લિક લિમિટેડ કોર્પોરેટ, રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે કામ કરતા હોવા જોઈએ.
  • વર્તમાન અને સૂચિત વ્યક્તિગત લોનના EMI સહિત 60% સુધીનો EMI/NMI ગુણોત્તર ધરાવતા અરજદારો આ લોન માટે પાત્ર છે.

(5) SBI એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન માટે પાત્રતા 

  •  અરજદાર વ્યક્તિ પાસે SBI Bank માં પગાર ખાતું હોવું જોઈએ.
  • અરજદારની ઓછામાં ઓછી માસિક આવક રૂપિયા 15,000 હોવી જોઈએ.
  • EMI/NMI ગુણોત્તર 50% કરતા ઓછો હોવો જોઈએ.
  • કેન્દ્ર, રાજ્ય, અર્ધ-સરકાર, કેન્દ્ર, રાજ્ય PSUs, રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે કામ કરતા હોવા જોઈએ.
  • બેંક સાથેના સંબંધો સાથે કે વિના પસંદગીના કોર્પોરેટ સાથે કામ કરતા કર્મચારીઓ પણ આ લોન માટે પાત્ર છે.

(6) SBI પેન્શન લોન માટે પાત્રતા 

કેન્દ્ર રાજ્ય સરકારના પેન્શનરો માટે પાત્રતા 

  • અરજદારની ઉંમર 76 વર્ષથી ઓછી હોવી જોઈએ
  • આ લોન માટે અરજી કરતા પેન્શનર અરજદારનું SBI Bank માં પેન્શન ખાતું હોવું જોઈએ.
  • પેન્શનરે લોનના સમયગાળા દરમિયાન ટ્રેઝરીને આદેશમાં ફેરફાર ન કરવા માટે અટલ બાંયધરી આપવાની રહેશે.
  • ટ્રેઝરીએ લેખિતમાં ઉલ્લેખ કરવાનો રહેશે જેમાં એનઓસી વિના પેન્શનની ચુકવણી અન્ય કોઈ બેંકમાં ટ્રાન્સફર કરશે નહી.

સંરક્ષણ પેન્શનરો માટે પાત્રતા

  • અરજદારોનું પેન્શન ખાતું SBI પાસે જાળવેલું હોવું જોઈએ.
  • લોન મેચ્યોરિટી સમયે અરજદારની ઉંમર 76 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • નેવી, આર્મી, એરફોર્સ, અર્ધલશ્કરી દળો જેમાં BSF, CISF, CRPF, ITBP, કોસ્ટ ગાર્ડ્સ, આસામ રાઇફલ્સ અને રાષ્ટ્રીય રાઇફલ્સ જેવા સશસ્ત્ર દળોના પેન્શનરો લોન માટે પાત્ર છે.

કુટુંબ પેન્શનરો માટે પાત્રતા 

  • અરજદારની મહત્તમ ઉંમર 76 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • પેન્શનરના મૃત્યુના કિસ્સામાં અધિકૃત પરિવારના સભ્યો પેન્શન મેળવી શકે છે.

(7) SBI એક્સપ્રેસ ફ્લેક્સી પર્સનલ લોન માટે પાત્રતા 

  • કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અર્ધ સરકારી સંસ્થાઓ, સંરક્ષણ કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ, ભારતીય કોસ્ટ ગાર્ડ, કેન્દ્રીય અને રાજ્ય PSU અને ખાનગી અને જાહેર લિમિટેડ કોર્પોરેટ્સમાં નોકરી કરતી વ્યક્તિઓ આ લોન માટે પાત્ર છે.
  • અરજદારનો લઘુત્તમ માસિક પગાર રૂપિયા 50,000 હોવો જોઈએ.
  • આ લોનનો લાભ લેવા માટે અરજદારનું SBI Bank માં ડાયમંડ અને પ્લેટિનમ કેટેગરીના સેલરી પેકેજ એકાઉન્ટ હોવું જોઈએ
  • SBI Bank સામાન્ય રીતે વર્તમાન લોન અને સૂચિત લોનના EMI સહિત 65% સુધી EMI/NMI રેશિયો ધરાવે છે તે અરજદારોને જ પસંદ કરે છે.

એસબીઆઇ પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – SBI Personal Loan documents

મિત્રો અહીં ઉપર તો તમે એસબીઆઇ પર્સનલ લોનના ઘણા બધા પ્રકાર જોયા પણ SBI Bank દ્રારા માત્ર એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન સ્કીમનો લાભ લેવા માટે જ જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ આપ્યું. પરંતુ અન્ય સ્કીમની દસ્તાવેજ સૂચિ જાહેર નથી કરી. તેથી અહીં નીચે એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોનની દસ્તાવેજ સૂચિ આપી છે જે તમે જોઈ શકો છો.

(1) SBI એક્સપ્રેસ ક્રેડિટ પર્સનલ લોન માટે દસ્તાવેજ

પગારદાર વ્યક્તિઓ માટે દસ્તાવેજ 

  • અરજી ફોર્મ (પાસપોર્ટ સાઈઝ ના ફોટા સાથે યોગ્ય રીતે ભરેલું.)
  • ઓળખનો પુરાવો – કોઈપણ એક (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ’ પાસપોર્ટ)
  • સરનામાનો પુરાવો – કોઈપણ એક (આધાર કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, વીજળીનું બિલ, ટેલિફોન બિલ, વેચાણ ડીડ કે સંપત્તિ ખરીદ કરાર)
  • આવકનો પુરાવો – કોઈપણ એક (બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, સેલેરી સ્લિપ, ITR, ફોર્મ 16)
  • એમ્પ્લોયર દ્વારા જારી કરાયેલ ID Card ની નકલ
  • વિતરણ સત્તાધિકારીને સંબોધવામાં આવેલ સત્તાનો અટલ પત્ર.
  • પગાર અને ભથ્થાઓનું વિતરણ કરવા માટે અધિકૃત વ્યક્તિ તરફથી સત્તાનો અટલ પત્ર.
  • SBI Bank તરફથી લેવામાં આવતા અન્ય દસ્તાવેજ.

DSP-PMSP-ICGSP (સંરક્ષણ પગાર પેકેજ/પેરા-મિલિટરી પગાર પેકેજ/ભારતીય કોસ્ટ ગાર્ડ પગાર પેકેજ) માટે

  • અરજી ફોર્મ (પાસપોર્ટ સાઈઝ ના ફોટા સાથે યોગ્ય રીતે ભરેલું.)
  • ઓળખનો પુરાવો – કોઈપણ એક (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ’ પાસપોર્ટ)
  • સરનામાનો પુરાવો – કોઈપણ એક (આધાર કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, વીજળીનું બિલ, ટેલિફોન બિલ, વેચાણ ડીડ કે સંપત્તિ ખરીદ કરાર)
  • આવકનો પુરાવો – કોઈપણ એક (બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, સેલેરી સ્લિપ)

એસબીઆઇ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

એસબીઆઇ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી શૂન્ય (31મી જાન્યુઆરી 2024 સુધી)

એસબીઆઇ પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો SBI Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે એસબીઆઇ પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની SBI Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને SBI Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને એસબીઆઇ પર્સનલ લોન (SBI Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં SBI Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને એસબીઆઇ પર્સનલ લોન ની વધુ માહિતી માટે એસબીઆઇ બેંકની અધિકારી વેબસાઈટ https://sbi.co.in/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું એસબીઆઇ પર્સનલ લોન સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : SBI Personal Loan બેંક દ્રારા 6 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : એસબીઆઇ પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : SBI Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 10.55% થી 14.55% સુધી હોય છે. આ વ્યાજદર SBI Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : એસબીઆઇ પર્સનલ લોન  પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : શૂન્ય (31મી જાન્યુઆરી 2024 સુધી)

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

5 thoughts on “SBI Personal Loan : એસબીઆઇ પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?”

Leave a Comment