શીતળા સાતમ નો ઇતિહાસ : વાર્તા, વ્રત, પૂજા કરવાની રીત, જાણો સંપૂર્ણ જાણકારી.

 

દેશના તમામ લોકો શીતળા સાતમ ને ખુબ જ ઉત્સાહ પૂર્વક ઉજવતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને શીતળા સાતમ કેમ ઉજવવામાં આવે છે? તેની માહિતી નથી હોતી. શીતળા સાતમના દિવસે આપણે ઘરનો ચૂલો નથી સળગાવા અને તે દિવસે આપણે વાસી ભોજન લઈએ છીએ, પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા. અને શીતળા સાતમ કયારે છે 2023. તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આ લેખમાં તો આ લેખને અંત સુધી વાંચો.


શીતળા સાતમ


શીતળા સાતમ નો ઇતિહાસ

આ એક ગામની વાત છે જેમાં એક દેરાણી અને જેઠાણી તે તેની સાસુ સાથે ગામમાં રહેતા હતા. આ બન્ને વહુઓને એક એક દીકરો હતો. જેમાં નાની વહુ ભોળી, ભલી અને પ્રેમાળ હતી જયારે આ મોટી વહુ એ ખુબ જ ઈર્ષાળું હતી.

 

એક વખત શ્રાવણ માસમાં રાંઘણછઠ્ઠનો દિવસ હતો. ત્યારે સાસુએ નાની વહુને રસોડાના ચૂલે રાંઘવા બેસાડી. આ નાની વહુ મોડી રાત સુધી રાંઘતી હતી. ત્યારે આ નાની વહુનો ધોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી આ નાની વહુ રાંઘવાનું બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડી થઈ(બેઠા બેઠા સુઈ જવુ) અને થાકના લીધે થોડીક જ વારમાં ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો. તે તેને ખબર ન હતી.

 

હવે મોડી રાત્રે શીતળામાં ગામમાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને નાની વહુ જે ચૂલામાં ભોજન રાંઘતી હતી તે ચૂલામાં તે આળોટવા લાગ્યા. પરંતુ શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી શીતળા માતા ક્રોધિત થઈને નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળશે.

 

હવે વહુએ સવારે ઊઠીને જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો. અને શીતળા માતાના શાપના કારણે તેનું આખું શરીર દાઝી ગયું હતું.

 

આ જોઈને નાની વહુ રડવા લાગી. અને તેને ખબર પડી ગઈ કે આ જરૂર શીતળા માતાએ શાપના કારણે થયું છે. હવે તે રડતી રડતી સાસુ પાસે જાય છે અને તે બધી વાત તેની સાસુને કરે છે. જયારે તેની સાસુમાએ ભરોશો આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈ પ્રાર્થાના કર બધું સારું થઈ જશે.

 

હવે નાની વહુ તેના મૃતદશામાં રહેલા બાળકને ટોપલામાં નાખી શીતળા માતા પાસે જવા નાની વહુ નિકળી પડી. હવે જયારે તે રસ્તામાં જતી હોય છે ત્યારે તેને રસ્તામાં બે તલાવડી આવે છે તે બન્ને તલાવડી પાણીથી છલોછલ હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું ન હતું. કારણ કે જે પણ પાણી પીએ તે મૃત્યું પામતું હતું.

 

જયારે નાની વહુ આ તલાવડી પાસેથી પસાર થઈ રહી હોય છે ત્યારે આ બન્ને તલાવડી જોઈ જાય છે અને તે બન્ને તલાવડીઓ બોલે છે. બહેન તું ક્યા જાય છે?.

 

નાની બહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શાપનું નિવારણ માટે જાઉં છું.

 

ત્યારે તલાવડીઓએ કહ્યું કે કોઈ અમારું પાણી પીવે છે તો તે તરત જ મૃત્યુ પામે છે? બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે. તેથી બહેન તું અમારા શાપનું પણ નિવારણ પુછતી આવજે.

 

આ વાત સાંભળી નાની વહુ ત્યાંથી આગળ વધે છે. આગળ જતા તેને રસ્તામાં બે બળદ મળ્યા. જેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બન્ને લડતા હતા. ત્યારે નાની બહુને જોઈને બન્ને આખલાએ પુછ્યું કે બહેન તું ક્યાં જાય છે?.

 

નાની બહુએ કહ્યું કે હું શીતળા માતા મારા શાપનું નિવારણ મેળવવા જાઉં છું.

 

ત્યારે આખલાઓ નાની વહુને કહ્યું કે, બહેન અમે સદાયને માટે લડતા રહીએ છીએ. અમે એવા શું પાપ કર્યા છે. તો બહેન તું અમારા શાપનું નિવારણ પણ પુછતી આવજે ને.

 

નાની બહુ આગળ વધે છે ત્યારે થોડે દૂર રસ્તામાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમા પોતાના વાળને ખંજવાળતાં હતા.

 

નાની વહુને રસ્તામાં પસાર થતા જોઈને ડોશીમા બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને.

 

આ નાની વહુ ખુબ જ દળાયું હતી. તેથી તેને ઉતાવળ હોવા છતાં પણ પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મુકી તે ડોશીનું માથું જોવા બેસી જાય છે.

 

માથું જોતા-જોતા તો થોડીવારમાં ડોશીમાની ખંજવાળ મટી જાય છે અને આ ડોશીએ નાની બહુને આશીર્વાદ આપતા કહ્યું કે, જેવું મારું માથું ઠર્યુ, એવું તારું પેટ ઠરજો.

 

તેટલું બોલતા જ ચમત્કાર થયો અને ડોશીમાના ખોળામાં  મૃતદશામાં રહેલ છોકરો જીવિત થઈ ગયો. આ જોઈ નાની વહુ ખુબ જ આશ્ચર્ય પામી. તેથી હવે તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળામાતા છે. આથી તે તેના પગે પડી ગઈ અને તેમની સ્તુતિ કરવા લાગી.

 

ત્યાર બાદ નાની વહુએ શીતળા માતા પાસે બન્ને તલાવડીઓના શાપનું નિવારણ પુછ્યું. શિતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બન્ને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક-છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે.

 

ત્યાર બાદ નાની વહુએ શીતળા માતા પાસે રસ્તામાં મળેલ બળદોના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યો કે ગયા જનમા બન્ને દેરાણી-જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કોઈને દળવા-ખાંડવા દતી ન હતી. આથી આ જન્મમાં બન્ને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે. તુ આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે.

 

ત્યાર બાદ નાની વહુ ખુશ થઈ અબે શીતળા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈ ઘર તરફ પાછી ફરી હતી. ત્યારે તેને રસ્તામાં પેલા બે બળદ મળ્યા. વહુએ એમની ડોકેથી ખંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા.

 

હવે નાની વહુ થોડી આગળ ચાલે છે અને આગળ ચાલતાં તે બન્ને તલાવડીઓ પાસે આવે છે અને તે તલાવડીના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીએ છે. પછી બધા લોકો તે બન્ને તલાવડીનું પાણી પીવા લાગે છે. અને તે બન્ને તલાવડીના શાપનું નિવારણ આવે છે.

 

નાની વહુ હવે ઘરે આવે છે અને આવીને તેણે સાસુમાને બધી વાત કરી. જે સાંભળીને તેની જેઠાણીને તેની ખુબ જ ઈર્ષા થઈ.

 

હવે બીજા વર્ષે બીજા શ્રાવણ માસમાં રાધણ છઠ્ઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. જેમ તેને ગયા શીતળા સાતમ માં કરું હતું. જેથી મને શીતળા માતા દર્શન મળે.

 

તેથી મોટી વહુએ, રાંધણ છઠ્ઠના દિવસે મોડી રાત્રે રસોડા ચૂલો સળગતો રાખી સુઈ ગઈ. પરંતુ શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી શીતળા માતા ક્રોધિત થઈને મોટી વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળશે.

 

સવારે ઊઠીને મોટી વહુએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ જોઈ દુ:ખી જવાના બદલે મોટી વહુ દુઃખી થવાના બદલે ખુબ જ ખૂશ થઈ અને તે પણ નાની વહુની જેમ જેમ છોકરાને ટોપલામાં લઈ શીતળા માતા પાસે જવા નીકળી પડી.

 

જયારે મોટી વહુ રસ્તામાં બન્ને તલાવડી પાસેથી પસાર થઈ રહી હોય છે ત્યારે આ બન્ને તલાવડી જોઈ જાય છે અને તે બન્ને તલાવડીઓ બોલે છે. બહેન તું ક્યા જાય છે?.

 

ત્યારે મોટી વહુ પોતાનું મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તો તલાવડીઓએ કહ્યું કે બહેન તમે શીતળા માતા પાસે જાઓ છો તો અમારું એક કામ કરતા આવજો. ત્યારે જેઠાણીએ તો તરત ના પાડી દીધી.

 

હવે મોટી વહુ ત્યાંથી આગળ વધે છે. આગળ જતા તેને રસ્તામાં બે બળદ મળ્યા. તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. અને તે ત્યાંથી આગળ ચાલે છે અને આગળ જતા ઝાડ નીચે ડોશીમાના રૂપમાં શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા.

 

હવે તે ડોશીમાએ આ નાની વહુને માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળીયા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે.

 

હવે આમ મોટી વહુ આખો દિવસ રખડતી રહી પણ તેને શીતળા માતા ક્યાય મળ્યા નહી. હવે તે રડતી રડતી ઘરે આવી. અને કહ્યું હે, શીતળા માતા જેવા તમે દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. કંઈક આવો છે શીતળા સાતમ અને શીતળા માતાનો ઇતિહાસ.


શીતળા સાતમ ના દિવસે શીતળા માતના વ્રતની વિધિ શું છે?

શીતળા સાતમ ના દિવસે શીતળા માતનાવ્રત સૌભાગ્યવતી મહિલાઓ કરે છે.

જે પણ શીતળા માતાનું વર્ત કરે છે તેમને સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું.

હવે તેમને તે દિવસે ચૂલો ના સળગાવો અને તે દિવસે આખો દિવસ ટાઢું રાધેલું ભોજન કરવું.

શીતળા સાતમ ના દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ ધી નો દીવો કરી શીતળા માતાની વાત સાંભળવી.


પ્રિય મિત્રો અમે અહીં ટૂંકમાં શીતળા સાતમ ના ઇતિહાસ વિશે માહિતી આપી છે અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment