શ્રવણ તીર્થ દર્શન યોજના 2024 | Shravan Tirth Darshan Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, શ્રવણ તીર્થ દર્શન યોજના.

તો ચાલો જાણીએ કે શ્રવણ તીર્થ દર્શન યોજના શું છે?, Shravan Tirth Darshan Yojana નો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને શ્રવણ તીર્થ દર્શન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


શ્રવણ તીર્થ દર્શન યોજના શું છે?

શ્રવણ તીર્થ દર્શન યોજના એ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ગુજરાતના વૃદ્ધ વડીલો માટે ચલાવામાં આવે છે. આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ગુજરાતના વૃદ્ધ વડીલોને ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળો પર ફરવા માટે સહાય આપવામાં આવશે.


શ્રવણ તીર્થ દર્શન યોજનાનો હેતુ શું?

સરકાર દ્રારા આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ, 60 વર્ષથી ઉપરના લોકો પોતાની વૃદ્ધાવસ્થા સમયમાં ગુજરાતમાં આવેલા વિવિધ તીર્થ સ્થાનો પર ફરી શકે તે માટે સહાય આપવામાં આવે છે.


શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

Shravan Tirth Darshan Yojana નો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 • ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તેવા સીનીયર સીટીઝનને જ લાભ મળવાપાત્ર રહેશે.
 • જે લાભાર્થી આ યોજનાનો લાભ મેળવવા માંગે છે. તેમની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
 • પતિ અને પત્ની એક સાથે યાત્રા કરી શકે છે. પરંતુ તે બન્નેની ઉંમર 60 વર્ષથી ઉપર હોવી જોઈએ.
 • આ યોજના હેઠળ વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહી. ઓછામાં ઓછા ૨૭ વ્યક્તિઓ યાત્રા માટે સમૂહમાં અરજી કરે તેને સમૂહની અરજી ગણવામાં આવશે.
 • એક વ્યક્તિને પ્રત્યેક નાણાકીય વર્ષમાં એક વાર લાભ મળવાપાત્ર રહેશે.
 • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ની કે ખાનગી લકઝરી બસનો ઉપયોગ કરી શકે છે.

શ્રવણ તીર્થ દર્શન યોજનામાં ભાડામાં મળવાપાત્ર સહાય

 •  ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.
 • ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની, સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), સ્લીપર કોચનું ભાડુ અથવા જો ખાનગી બસ ભાડે લીધેલ હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેની મહત્તમ ૭૫% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે.
 • ૨૭ થી ૩૫ પેસેન્જર સુધી મીની બસનું ભાડું મળશે. તથા, ૩૬ થી ૫૬ પેસેન્જર સુધી એક્સપ્રેસ/સુપર બસનું ભાડું મળશે.
 • જો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના મર્યાદા કરતા વધુ યાત્રા કરી હશે, તો પણ ઉપર દર્શાવ્યા મુજબ ૩ રાત્રિ અને ૩ દિવસ સુધીના પ્રવાસની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
 • દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે ૧ (એક) દિવસના જમવાના ૫૦/- (અંકે રૂપિયા પચાસ પૂરા) અને રહેવાના ૫૦/- (અંકે રૂપિયા પચાસ પૂરા) એમ કુલ ૧૦૦/- (અંકે રૂપિયા એકસો પૂરા) અને વધુમાં વધુ ૩૦૦/- (અંકે રૂપિયા ત્રણસો પૂરા)ની મર્યાદામાં ચૂકવવાના રહેશે.

શ્રવણ તીર્થ દર્શન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ.

Shravan Tirth Darshan Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 • લાભાર્થીનું આધારકાર્ડ(તમામ યાત્રાળુંનું આધારકાર્ડ).
 • લાભાર્થીનું ચૂંટણીકાર્ડ.
 • લાભાર્થીનું રેશનીંગ કાર્ડ.
 • ગાડી ચલાવવાની પરવાનગી લેટર.
 • લાભાર્થીનું રહેણાંક નો પુરાવો.
 • પાસપોર્ટ સાઇઝ ના ફોટો


આ પણ વાંચો:-

ઇલેક્ટ્રીક વાહન સબસિડી યોજના 2023 | Electric Vehicle subsidy Yojana In Gujarati

આ પણ વાંચો:-

ખેડૂત અકસ્માત વીમા યોજના 2023 | Khedut Akasmat Vima Yojana


Shravan Tirth Darshan Yojana માં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Shravan Tirth Darshan Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે  અરજી કરી શકો છો.

Shravan Tirth Darshan Yojana યોજનામાં તમારે ગુજરાતમાં નીચે આપેલી 16 ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિભાગીય કચેરીમાં જઈને અરજી કરવાની રહશે.

 • અમદાવાદ
 • નડીયાદ
 • વડોદરા
 • ભરૂચ
 • સુરત
 • વલસાડ
 • ગોધરા
 • રાજકોટ
 • જામનગર
 • જુનાગઢ
 • ભાવનગર
 • અમરેલી
 • હિંમતનગર
 • મહેસાણા
 • પાલનપુર
 • ભુજ

ઉપર આપેલ તમામ જગ્યાએ Shravan Tirth Darshan Yojana માટે અરજી તમે કરી શકશો.


શ્રવણ તીર્થ દર્શન યોજના હેલ્પલાઇન નંબર

અમે અમારા આ લેખમાં “Shravan Tirth Darshan Yojana” વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે પરંતુ હજુ પણ તમને આ યોજના માટેના કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર દ્રારા માહિતી મેળવી શકો છો.

 • હેલ્પલાઈને નંબર :- +91 79 23252459/23252458

શ્રવણ તીર્થ દર્શન યાત્રાધામ યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

Shravan Tirth Darshan Yojana ની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.શ્રવણ તીર્થ દર્શન યોજનાનો લાભ કોને મળે છે?

જવાબ :- 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના ગુજરાતના વૃદ્ધ વડીલોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

2.શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ પ્રવાસ કેટલા દિવસનો હશે?

જવાબ :- 3 દિવસ અને 3 રાત નો પ્રવાસ હોય છે.

3.શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ કેટલું ભાડુ આપવામાં આવે છે?

જવાબ :- ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની, સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), સ્લીપર કોચનું ભાડુ અથવા જો ખાનગી બસ ભાડે લીધેલ હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછુ હોય તેની મહત્તમ ૭૫% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે.

4.શ્રવણ તીર્થ દર્શન યોજના હેલ્પલાઇન નંબર કયો છે?

જવાબ :- +91 79 23252459/23252458

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment

Exit mobile version