સિલાઈ મશીન લોન યોજના 2023 | Silai Machine Loan Yojana

 

મારાં વ્હાલા ગુજરાતના મિત્રો આજના આ લેખમાં આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, જેનું નામ છે, સિલાઈ મશીન લોન યોજના.

 

તો ચાલો જાણીએ કે સિલાઈ મશીન લોન યોજના શું છે?, સિલાઈ મશીન લોન યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને સિલાઈ મશીન લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

સિલાઈ મશીન લોન યોજના

 

સિલાઈ મશીન લોન યોજના

Silai Machine Loan Yojana એ ગુજરાત સરકારના આદિજાતિ નિગમ દ્રારા ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જન જાતિના દરજી કામ કરતા એવા નાગરિકોને લાભ આપવામાં આવશે. જે સિલાઈ મશીન ખરીદવા માંગે છે પરંતુ આર્થિક સ્થતિના કારણે સિલાઈ મશીન નથી ખરીદી શકતા તેવા નાગરિકો આ યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે રૂપિયા 50,000/- ની સહાય આપવામાં આવશે.

 

સિલાઈ મશીન લોન યોજનાનો હેતુ શું?

Silai Machine Loan Yojana ચાલુ કરવાનો મુખ્ય હેતુ જે લોકો દરજી કામ કરવા માંગે છે, પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી સિલાઈ મશીન નથી ખરીદી શકતા તેથી આ યોજના હેઠળ ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે જેથી આવા લોકો પોતાનો વ્યવસ્યા ચાલુ કરી આત્મનિર્ભર બની શકે. અને બીજી બેન્કો પાસેથી વધુ વ્યાજે લોનના લેવી પડે.

 

સિલાઈ મશીન લોન યોજનાનો લાભ કયા લોકોને મળશે? (પાત્રતા અને શરતો)

દેશના જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસ પાત્રતાઓ નક્કી થયેલી છે. જો તે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે? જે પાત્રતા નીચે મુજબ છે.

 

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • જે લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 55 વર્ષની છે તે તમામને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  • જે લાભાર્થીનો અનુસૂચિત જન જાતિમાં સમાવેશ થાય છે તમામ લોકોને આ યોજનાનો લાભ મળશે.
  • જે અરજદારને દરજી કામનો અનુભવ હશે તેને આ યોજનાનો લાભ મળશે.
  • જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- હોવી જોઈએ.

 

સિલાઈ મશીન લોન યોજનામાં મળવાપાત્ર લોન 

અનુસૂચિત જન જાતિના જે લોકો નવું સિલાઈ મશીન ખરીદવા માંગે છે, પરંતુ તેની પાસે રૂપિયા ના હોવાના કારણે સિલાઈ મશીન ખરીદી શકતો નથી પરંતુ જો તેને સિલાઈ મશીન ખરીદવું છે. તો આ Silai Machine Loan Yojana હેઠળ તેની રૂપિયા 50,000/- ની લોન આપવામાં આવશે.

 

સિલાઈ મશીન લોન યોજનાનો વ્યાજદર

દરજીકામ માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

આ ધિરાણ યોજના હેઠળ વાર્ષિક વ્યાજ દર 4 ટકાનું રહેશે. લાભાર્થીએ કુલ લોનની રકમના 10% ફળો આપવાનો રહેશે. એટલે કે 50,000 હજારની લોનની 10% લેખે 5,000/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.

 

સિલાઈ મશીન લોન પરત કરવાનો સમય

Silai Machine Loan Yojana ને કેટલાક સમયમાં પરત કરવાની હોય છે. લોન કેવી રીતે પરત કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

 

  • લાભાર્થી દ્રારા લોન લીધા બાદ 20 હપ્તા વ્યાજ સાથે પરત ચૂકવવા રહશે.
  • લાભાર્થી પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચૂકવી શકે છ.
  • જો લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2% દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

સિલાઈ મશીન લોન યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ

Silai Machine Loan Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.

 

  • લાભાર્થીનું આધારકાર્ડની ઝેરોક્ષ
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • અરજદાર દ્રારા રજુ કરેલ મિલકતનો પુરાવો(જેમ કે, જમીનના 7/12 અને 8/અ અથવા મકાનના દસ્તાવેજ અથવા તાજેતરનું પ્રોપટી કાર્ડ બીજા વગરનું)
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર.
  • લાભાર્થીનાં જામીનદાર-1 અને 2 ના મિલકતના પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથબા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતરનું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું)
  • જામીનદાર-1 અને 2 નું મિલ્કતનું સરકાર માન્ય વેલ્યુએશન
  • બંને જમીનદારોએ 20 રૂપિયાની સ્ટૅમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામું રજુ કરવાનું રહેશે.
  • તાલીમનું પ્રમાણપત્ર (દરજી કામ આવડે છે તેવું)
  • બેંક ખાતાની પાસબુક

સિલાઈ મશીન લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Silai Machine Loan Yojana માં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

  • સૌ પહેલા તમારે ગૂગલે સેર્ચમાં જઈને “Adijatj Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • હવે તમારી સામે “Adijatj Nigam Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખુલીને આવશે.

 

  • હવે આ Adijatj Nigam Gujarat ની અધિકૃત વેબસાઈટ પર ક્લિક કરો.
  • તેના પછી તમારી સામે આ વેબસાઈટનું Home Page ખુલીને આવશે જેના પર “Apply for Loan” નામનું ઓપ્શન દેખાશે, જેના પર Click કરો.
  • હવે આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખુલશે.
  • જેમાં તમારા દ્રારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે વ્યક્તિગત આઈડી(લોગીન) બનાવવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Application” માં Apply Now” કરવાનું રહશે.
  • ત્યારબાદ Apply Now પર ક્લિક કર્યા પછી વિવિધ યોજનાઓ બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમાર દ્રારા “Self Employment” બટન પર ક્લિક કર્યા બાદ આપેલી શરતોનું દયાનપૂર્વક વાંચીને “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે એક ફોર્મ ખુલીને આવશે જેમાં તમારે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • તેના પછી યોજનાની પસંદગીમાં “સિલાઈકામ માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તેના પછી હવે તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • હવે છેલ્લે, Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી તમારી પાસે રાખવાની રહેશે.

 

સિલાઈ મશીન લોન યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Silai Machine Loan Yojana ની સંપૂર્ણ માહિતી આપી છે. પરંતુ જો તમે હજુ આ યોજના વિશે વધુ માહિતી જાણવા માંગો છો. નીચે આપેલા Adijati Nigam Gujarat  હેલ્પલાઇન નંબર પર કોલ કરીને Silai Machine Loan Yojana વિશે માહિતી મેળવી શકો છો.

  • સંપર્ક નંબર:- +91 79 23253891 / 23256843 / 23256846

 

Silai Machine Loan Yojana માટેની મહત્વપૂર્ણ લિંકો

Silai Machine Loan Yojana માં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

 

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.સિલાઈ મશીન લોન યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

જવાબ :- અનુસૂચિત જન જાતિના લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

 

2.સિલાઈ મશીન લોન યોજનામાં કેટલી લોન આપવામાં આવે છે?

જવાબ :- રસિલાઈ મશીન ખરીદવા માટે રૂપિયા 50,000/- ની લોન આપવામાં આવે છે.

 

3.Silai Machine Loan Yojana માં આવક મર્યાદા કેટલી હોવી જોઈએ.

જવાબ :- જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- હોવી જોઈએ. અને જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- હોવી જોઈએ.

 

4.Silai Machine Loan Yojana માં આપવામાં આવતી લોન પરનો વ્યાજ દર કેટલો હોય છે?

જવાબ :- 4 % વ્યાજદર

પોસ્ટ શેર કરો:
           

1 thought on “સિલાઈ મશીન લોન યોજના 2023 | Silai Machine Loan Yojana”

Leave a Comment