સોલાર રૂફટોપ યોજના 2023 | Solar Rooftop Yojana

મારાં વ્હાલા મિત્રો કેન્દ્ર સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે માંથી આ એક છે, સોલાર રૂફટોપ યોજના.

 

તો ચાલો જાણીએ કે સોલાર રૂફટોપ યોજના શું છે?, સોલાર રૂફટોપ યોજનાનો હેતુ શું છે?, આ યોજનાનો લાભ કયા લોકોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે?, આ યોજનામાં અરજી કરવા માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ અને સોલાર રૂફટોપ યોજનામાં અરજી કેવી રીતે કરવી. આ તમામ માહિતી ગુજરાતી ભાષાંમાં જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.


સોલાર રૂફટોપ યોજના શું છે?

સોલાર રૂફટોપ યોજનામાં તમારે તમારા ઘરની ઉપર જેને આપણે ઘરની અગાશી પર સોલાર પેનલ લગાવવાની હોય છે. જે સોલાર પેનલ તમારે તમારા સ્વયંમ ખર્ચ પર લગાવવાની રહેશે, પરંતુ તે સરકાર દ્રારા લગાવવામાં આવે છે. આ યોજના હેઠળ સોલાર પેનલ લગાવ્યા બાદ તમારે તે વીજળીને પરત સરકારને આપવાની હોય છે, જેમાં હેઠળ તમને વીજળીની ક્ષમતા મુજબ તને સબસિડી આપવામાં આવે છે.


સોલાર રૂફટોપ યોજના હેઠળ કયા લોકોને લાભ મળશે? (પાત્રતા અને શરતો)

આ યોજનાનો લાભ દેશનાં તમામ રાજ્યનાં લાભાર્થીઓ આ યોજનાનો લાભ આપવામાં આવે છે, તેથી આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી એ કોઈપણ પ્રકારની ની પાત્રતાની જરૂરિયાત રહેતી નથી.


સોલાર રૂફટોપ યોજનામાં મળવાપાત્ર સહાય

 • જે લાભાર્થી આ યોજના નો લાભ મેળવે છે. તેમને આ યોજના અંતર્ગત 5 વર્ષ અંદર જ આ યોજનાનું વળતર મળી જાય છે.
 • આ યોજનામાં વીજળી યુનિટ 2.5 રૂપિયા લેખે આપવામાં આવે છે. જે સરકાર દ્વારા જેતે લાભાર્થીનાં બેંક ખાતામાં આપવામાં આવે છે.
 • આ યોજના હેઠળ સોલાર પેનલ લગાવ્યા પછી તમારે લાઈટ બીલ ભરવાનું રહેતું નથી.
 • આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓ ને 5 વર્ષ સુધીની સમારકામની ગેરંટી આપવામાં આવે છે.
 • આ યોજનાનો લાભાર્થી હોસ્પિટલો, સમાજિક ક્ષેત્રો, ઘરગથ્થુ અને વ્યાપારિક ક્ષેત્રોને આપવામાં આવે છે.

Solar Rooftop Yojana હેઠળ મળવાપાત્ર સબસિડી

સોલાર રૂફટોપ યોજના હેઠળ પોતાના ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવે છે, જેમાં સોલાર પેનલની ક્ષમતા મુજબ તેના પર તમને સબસિડી આપવામાં આવે છે, તો કેટલી ક્ષમતા મુજબ તમને કેટલી સબસીડી આપવામાં આવે છે, જેની માહિતી નીચે મુજબ છે.

 

(1).3Kv ક્ષમતા વાળા સોલાર પેનલ પ્લાન્ટ પર મળવાપાત્ર સહાય

3Kv ક્ષમતા વાળા સોલાર પેનલ પ્લાન્ટ પર કુલ કિંમતના 40% સુધી ની સબસિડી આપવામાં આવે છે.

 

(2).3kv થી 10kv ક્ષમતા વાળા સોલાર પેનલ પ્લાન્ટ પર મળવાપાત્ર સહાય

3kv થી 10kv ક્ષમતા વાળા સોલાર પેનલ પ્લાન્ટ કુલ કિંમતના 20% સુધી ની સબસિડી આપવામાં આવે છે.

 

(3).10kv થી વધુ ની ક્ષમતા વાળા સોલાર પેનલ પ્લાન્ટ પર મળવાપાત્ર સહાય

10kv થી વધુ ની ક્ષમતા વાળા સોલાર પેનલ પ્લાન્ટ સબસિડી આપવામાં આવશે નહિ.


સોલાર રૂફટોપ યોજના


સોલાર રૂફટોપ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

સોલાર રૂફટોપ યોજનામાં શરૂઆતથી લઈને છેલ્લે બેંકમાં સબસિડી આવે ત્યાં સુધી ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

 

પગલું 1 :-

સૌ પ્રથમ તમે Solar Rooftop Yojana ની અધિકારી વેબસાઈટ અથવા Sandes એપ ડાઉનલોડ કરો અને તે પોર્ટલ પર નીચે આપેલ માહિતી નાખો.

 

 • તમારું રાજ્ય પસંદ કરો
 • તમારી વીજળી વિતરણ કંપની પસંદ કરો
 • તમારો વીજળી ગ્રાહક નંબર દાખલ કરો
 • મોબાઈલ નંબર દાખલ કરો
 • ઈમેલ દાખલ કરો

જે રીતે આગળ પ્રક્રિયા કરવાની હોય તે રીતે પ્રક્રિયા કરો.

 

પગલું 2 :-

 • હવે કન્ઝ્યુમર નંબર અને મોબાઈલ નંબર વડે લોગિન થાઓ.
 • હવે અહીં ફોર્મ મુજબ રૂફટોપ સોલાર માટે અરજી કરો.

 

પગલું 3 :-

 • હવે ઓનલાઇન અરજી કર્યા પછી ડિસ્કોમ તરફથી સંભવિતતાની મંજૂરીની રાહ જુઓ. એકવાર તમે તમારા ડિસ્કોમમાં નોંધાયેલા કોઈપણ વિક્રેતાઓ દ્વારા પ્લાન્ટ ઇન્સ્ટોલ કરો.

 

પગલું 4 :- 

 • હવે તમારા ઘરે એકવાર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય, પછી પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો

 

પગલું 5 :-

 • ડિસ્કોમ દ્વારા નેટ મીટરની સ્થાપના અને નિરીક્ષણ પછી, તેઓ પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર મેળવો.

 

પગલું 6 :-

 • હવે એકવાર તમે કમિશનિંગ રિપોર્ટ મેળવ્યા પછી પોર્ટલમાં બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરો.
 • હવે સબસિડી તમારા ખાતામાં 30 દિવસોમાં આવશે.

આ રીતે તમે Solar Rooftop Yojana માટે ઓનલાઇન અરજી કરી શકો છો.


સોલાર રૂફટોપ યોજના હેલ્પલાઈન નંબર

પ્રિય મિત્રો અહીં અમે તમને Solar Rooftop Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે, પરંતુ તમને Solar Rooftop Yojana વિશે કોઈપણ પ્રશ્ન કે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે નીચે આપેલ હેલ્પલાઇન નંબર દ્રારા આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 • હેલ્પલાઈન નંબર :- 1800 180 3333

સોલાર રૂફટોપ યોજના માટેની મહત્વપૂર્ણ લિંકો

સોલાર રૂફટોપ યોજનાની અધિકારીક વેબસાઈટ અહીં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને ભારત સરકારની તમામ સરકારી યોજના વિશે જાણવા અમારા Whatsapp ગ્રુપ સાથે જોડાવો. અહીં ક્લિક કરો.
અમારી વેબસાઈટનું હોમ પેજ અહીં ક્લિક કરો.

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

1.Solar Rooftop Yojana નો લાભ કોને મળે છે?

જવાબ :- આ યોજનાનો લાભ દેશનાં તમામ રાજ્યનાં લાભાર્થીઓ આ યોજનાનો લાભ આપવામાં આવે છે, તેથી આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી એ કોઈપણ પ્રકારની ની પાત્રતાની જરૂરિયાત રહેતી નથી.

 

2.સોલાર રૂફટોપ યોજનામાંકેટલી સબસિડી આપવામાં આવે છે?

જવાબ :- આ યોજનામાં સોલાર પ્લાન્ટની વિવિધ ક્ષમતા પ્રમાણે સબસિડી આપવામાં આવે છે.

 

3.Solar Rooftop Yojana માં અરજી કેવી રીતે કરવી?

જવાબ :- આ યોજનામાં અરજી કરવા માટે તમારે આ યોજનાની અધિકારીક વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment