SPG Commando | એસપીજી કમાન્ડો – વડાપ્રધાનની સુરક્ષા કરી રહેલા SPG કમાન્ડોની ટ્રેનિંગ સાંભળીને તમે ચોકી જશો,

SPG Commando | SPG | એસપીજી કમાન્ડો | એસપીજી | એસપીજી કમાન્ડોની સ્થાપના ક્યારે થઈ | એસપીજી કમાન્ડો બનાવા માટેની પ્રક્રિયા | એસપીજી કમાન્ડોને કેટલો પગાર મળે છે.

SPG નું પૂરું નામ છે Special Protection Group જેની રચના ૨ જૂન ૧૯૮૮ કરવામાં આવી હતી પરંતુ રાજીવ ગાંધીની હત્યા પછી, વડાપ્રધાન અને ભૂતપૂર્વ વડાપ્રધાન અને તેમના નજીકના પરિવારોને 10 વર્ષના સમયગાળા માટે સુરક્ષા પ્રદાન કરવા માટે SPG Commando ની પ્રસંદગી કરવામાં આવી હતી. SPG Commando બનવું કઈ સરળ નથી. એસપીજી કમાન્ડોને અન્ય સેના દળોમાંથી ખુબ ઝ કડક ધોરણો પર પ્રસંદ કરવામાં આવે છે. તે પછી તેઓને યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસના એજન્ટો જેવી ટ્રેનિંગ મળે છે. સૌથી મહત્વની વાત તો એ છેકે આ કમાન્ડોને લાંબા સમય સુધી એક જ યુનિટમાં રહી શકતા નથી. આ કમાન્ડોને મળે છે લખોનો પગાર, અનેક પ્રકારની સુવિધાઓ અને ભથ્થાઓ.

 

SPG Commando | એસપીજી કમાન્ડો

 

વડાપ્રધાનની કોઈપણ પણ જગ્યાએ જાય છે ત્યાં તેની આસપાસ કમાન્ડોનું એટલું ચુસ્ત વર્તુળ છે હોય છેકે જ્યાં SPG Comando ની પરવાનગી વિના કોઈ પેરીંદા પણ આવી શકતા નથી, આ SPG Commando ની ગણના દેશના તેમજ દુનિયાના સૌથી શક્તિશાળી કમાન્ડોમાં થાય છે. આ દેશનું એક એવુ વિશેષ દળ છે, જે વડાંપ્રધાન અને પૂર્વ વડાંપ્રધાનની સુરક્ષાની જવાબદારી સાંભળે છે. જો તમે પણ એસપીજી કમાન્ડો બનવા માંગો છો અથવા આ કમાન્ડો વિશે જાણવા માંગો છો, તો અહીં તમને SPG કમાન્ડોની પ્રસંદગી પ્રક્રિયાથી લઈને તાલીમ અને પગાર  અને તેમની પાસે કેવા પ્રકારના હથિયારો હોય છે તેની સંપૂર્ણ માહિતી આર્ટિકલમાં મળશે.

 

SPG માં ભરતી થવા માટે તમારી કોઈપણ સૈન્ય દળમાં ભરતી થવી જોઈએ.

 

જો તમે વિચારી રહ્યા છો કે તમને સીઘી SPG માં ભરતી મળી શકે તો તે શક્ય નથી, કારણ કે અન્ય સૈન્ય દળોની જેમ, SPG માં સીધી ભરતી નથી. આ દળની ભરતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ (CISF), બોર્ડર સિકયુરિટી ફોર્સ (BSF), ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માંથી કરવામાં આવે છે. SPG કમાન્ડો દર વર્ષે ગ્રુપમાં બદલાય છે. કોઈપણ જવાન એક વર્ષથી વધુ સેવા આપી શકે નહીં. એસપીજી કાર્મચારીઓને સર્વિસ ટેક્સ પૂરો થયા બાદ તેમના પેરેન્ટ યુનિટમાં પાછા મોકલવામાં આવે છે. જે બાદ ફરીથી ભરતી કરવામાં આવે છે. SPG માં પણ અલગ-અલગ જગ્યાઓ પર અલગ-અલગ ભરતી થાય છે.

 

આ કસોટીઓ પ્રસંદગી પ્રક્રિયામાં આપવાની હોય છે.

 

એસપીજીમાં જોડવા માટે ઉમેદવારોએ વિવિધ પ્રસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેમાં ઉમેદવારોની PI, સાયકલ અને ફિઝીકલ ટેસ્ટ લેવામાં આવે છે. પ્રથમ તબક્કામાં આઈજી અને ડીઆઈજી રેન્કના પાચ અધિકારીઓ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેશે. ત્યારબાદ ઉમેદવારોએ શારીરિક કસોટી, લેખિત કસોટી અને મનોવવૈજ્ઞાનિક મૂલ્યાંકન પાસ કરવું પડશે. આ તમામ પરીક્ષાઓ પાસ કર્યા પછી, ઉમેદવારોને વિશેષ તાલીમ આપવામાં આવે છે.

https://onlylbc.com/સાયબર-ક્રાઇમ-એટલે-શું-what-is-cyber-crime/amp/

એસપીજી કમાન્ડોની તાલીમ અને એસપીજીની પસંદગી પ્રક્રિયા શું.

 

એસપીજી પ્રસંદગી પ્રક્રિયા એટલી કડક છે કે, આમાં સામાન્ય સૈનિકની પસદગી થતી નથી, જેઓ સ્પેશિયલ ફોર્સમાં ફરજ બજાવતા હોય અને તેમની પાસે અનુભવી પણ હોય. અહીં આવ્યા બાદ આવા ઉમેદવારોને વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ પણ લેવી પડે છે. આ એ જ તાલીમ છે જે યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ એજન્ટોને આપવામાં આવે છે. આ તાલીમ દ્રારા જવાનોને ટેકનોલોજીમાં ફીટ, સચેત અને પરફેક્ટ બનાવવામાં આવે છે. તાલીમ પૂર્ણ કર્યા પછી, તેમણને ત્રણ મહિના સુધી નીરક્ષણ હેઠળ રાખવામાં આવે છે. જેમાં સાપ્તાહિક પરીક્ષા પણ લેવામાં આવે છે. જેઓ આ પ્રોબેશનમાં નિષ્ફળ જાય છે તેઓને આગામી બેચમાં વધુ એક તક આપવામાં આવે છે અને જો તેઓ હજુ પણ સાફ કરવામાં નિષ્ફળ જાય તો તેમને પેરેન્ટ યુનિટમાં પરત કરવામાં આવે છે. એસપીજીના સભ્યોને નિયમિતપણે એક ફરજ પરથી બીજી ફરજમાં ખસેડવામાં આવે છે. એસપીજીના સભ્યોને નિયમિતપણે એક ફરજ પરથી બીજી ફરજમાં ખસેડવામાં આવે છે. એસપીજીના સભ્યો લાબા સમય સુધી એક જ યુનિટમાં રહી શકતા નથી.

 

SPG ક્યાં હાથિયારોથી સજ્જત છે.

 

સ્વચાલિત બંદૂકો FNF-2000 એસોલ્ટ રાઈફલથી સજ્જ છે.

તેમની પાસે ગ્લોક 17 નામની પિસ્તોલ છે.

તેમની પાસે હળવા વજનના બુલેટપ્રુફ જેકેટ છે, જેથી હુમલાની સ્થિતિમાં તેઓ બુલેટની પ્રભાવિત ન થાય અને રક્ષણાત્મક કવચ બની શકે છે.

એસપીજી કમાન્ડોએ પણ ઉચ્ચ કક્ષાની બુલેટપ્રુફ વેસ્ટ પહેરી છે, જે લેવલ 3 કેવલરના છે, જેનું વજન 2.2 કિલો છે.

બુલેટ પ્રુફજેકેટની વિશેષતા એ છે કે તે 10 મીટર દૂરથી AK 47 દ્રારા ફાયર કરવામાં આવેલી 7.62 કેલિબરની બુલેટનો પણ સામનો કરી શકે છે.

તેમના સાથી કમાન્ડો સાથે વાતચીત કરવા માટે તેઓ ઈયર પ્લગ અથવા વોકી ટોકીઝની મદદ લે છે.

SPG કમાન્ડો ખાસ પ્રકારના જૂતા પહેરે છે જે ખુબ જ ખાસ હોય છે, શૂઝની ખાસિયત એ છે કે ગમે તે જામીન હોય ત્યાં પગરખાં લપસતા નથી.

 

 

SPG કમાન્ડોનો સુરક્ષા ઘેરો કેવો હોય છે?

 

SPG કમાન્ડો પાસે 4 સ્તરની સુરક્ષા હોય છે. પ્રથમ સ્તરમાં, એસપીજી ટીમ પાસે સુરક્ષાની જવાબદારી હોય છે.

વડાપ્રધાનની સુરક્ષામાં SPG ના 24 કમાન્ડો તૈનાત છે.

કમાન્ડો પાસે FNF-2000 એસોલ્ટ રાઈફલ્સ હશે, તેમની પાસે તમામ જરૂરી હથિયારો હશે, જેથી જો કોઈ પણ પ્રકારના હુમલાની શક્યતા હોય તો તેઓ ખતરાનો સામનો કરી શકે અને વડાપ્રધાનના જીવનને સુરક્ષિત રાખી શકે.

વડાપ્રધાન બુલેટ પ્રુફ કારમાં રહે છે. કાફલામાં 2 બખ્તરબંધ વાહનો છે. 9 હાઈપ્રોફાઈલ વાહનો ઉપરાંત એક એમ્બ્યુલન્સ અને જામર પણ છે. PM ના કાફલામાં ડમી કર પણ દોડે છે. કાફલા. માં લગભગ 100 સૈનિક જોડાયા હોય.

 

SPG કાફલામાં ક્યાં ક્યાં વાહનો હોય છે.

SPG વાહનોની યાદી વડાપ્રધાન જ્યાં પણ જાય છે ત્યાં એસપીજીના કાફલામાં તેમની સાથે વિવિધ પ્રકારના વાહનો પણ હોય છે. આવી સ્થિતિમાં તમારા મનમાં સવાલ આવશે કે એસપીજીના કાફલામાં ક્યાં ક્યાં વાહનો છે. જેની વિગતોમાં હું તમને નીચેના મુદ્દાઓ આપીશ:-

BMW 7 સિરીઝ સેડાન

6 BMW X3

મર્સીડીઝ બેન્ઝ

મર્સીડીઝ બેન્ઝ એમ્બ્યુલન્સ

TATA સફારી

 

SPG કમાન્ડોનો પગાર કેટલો હોય છે?

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SPG કમાન્ડો દર મહિને લગભગ 84,236 – 2,39,457 પગાર મેળવી શકે છે. તેજ સમયે, એક વેબસાઈટ અનુસાર, તેમનો મૂળ પગાર 53,100 થી 69,500 ની વચ્ચે છે. તે જ સમયે, તેમને વાર્ષિક કપડાં અને ભથ્થાના 40 ટકા આપવામાં આવે છે. વધુ માહિતી માટે spg.nic.in ની સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી મેળવી શકો છો

પોસ્ટ શેર કરો:
           

3 thoughts on “SPG Commando | એસપીજી કમાન્ડો – વડાપ્રધાનની સુરક્ષા કરી રહેલા SPG કમાન્ડોની ટ્રેનિંગ સાંભળીને તમે ચોકી જશો,”

Leave a Comment